(આપણે આગળ ના અંક માં જોયું કે ગોપાલભાઈ ને માધવ ની લાગણી સમજાય છે તેથી તે માધવ આગળ રાધિકા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે જે માધવ સ્વીકારે છે પણ એના માટે રાધિકા ને મનાવવા માટેની તૈયારીઓ કરવા એ લોકો મળે છે ત્યારે માધવ ને એ ચિંતા સતાવે છે કે તેના મમ્મી પપ્પા એક વિધવા સાથે લગ્ન માટે હા નહિ કહે. હવે આગળ...)
ભાગ-12 રાધિકાની લાગણી
માધવ જાણતો હતો કે તેના મમ્મી પપ્પા રાધિકા માટે ક્યારેય હા નહિ કરે તેથી એ ખુબ ચિંતા માં હોય છે તે ગોપાલભાઈ ના ઘરે થી નીકળે છે ત્યારે એક નિશ્ચય કરી ને નીકળે છે, તે સીધો એની કંપની માં જાય છે તે એના પિતાની કેબીન માં જાય છે.
માધવ ના પપ્પા હરેશભાઇ એક બિઝનેસમેન હતા તેમને આ કંપની પોતાની મહેનત થી ઉભી કરી હતી,એમના માટે તેમના દીકરાની ખુશી જ સૌથી મહત્વની હતી માધવ તેમની પાસે જઈને વાત ચાલુ કરે છે તેના પપ્પા તેની વાત ધ્યાનથી સાંભળે છે અને પછી થોડોક વિચાર કરે છે પછી કહે છે,
માધવ તું અને લતા અમારા બે સંતાન છો તમે ખુશ રહો એવી જ અમારી ઈચ્છા હોય તારી બેન લતા એની સાસરી માં ખુબ ખુશ છે,હું અત્યાર સુધી તારા માટે ખુબ જ દુઃખી હતો તુએ આ વાત કરી ને મને ખુશ કરી દીધો મારા દીકરા મારા તરફથી હા છે અને તને મારી જે કઈ મદદ જોઈએ તો એ હું આપીશ પણ...
પણ શું પપ્પા?માધવ ચિંતિત થઈને કહે છે.
દેખ ,દીકરા તારી મમ્મી ના તારા લગ્ન માટે ઘણા બધા ઉંચા સપનાઓ છે તેથી એ કદાચ નહિ માને.હરેશભાઈએ ચિંતિત સ્વરે કહ્યું.
"પપ્પા તમે જ કશું કરો ને હું લગ્ન કરીશ તો રાધિકા સાથે નહીતો નહિ કરું તમને તો બધીજ ખબર છે ને,પ્લીઝ પપ્પા તમે કઈ કરોને".માધવે વિનતી ભર્યા સ્વરે કહ્યું.
"માધવ તું એક કામ કર તારી મમ્મી ને અત્યારે કશુંજ ન કહીશ સમય આવ્યે હું એને સમજાવી દઈશ,તું અત્યારે રાધિકા ને મનાવવા ના પ્રયત્નો કર".હરેશભાઈએ થોડું વિચારી ને કહ્યું.
માધવ હવે થોડો શાંત થયો અને રાધિકા ને તૈયાર કરવાં માટે ના વિચારો કરવા માંડ્યો.
હવે માધવ કોઈ ના કોઈ કામ ના બહાને રાધિકા ના ઘરે જઈને રાધિકા સાથે વાતો કરતો તેની સાથે સમય વિતાવવા લાગ્યો.
હવે રાધિકાના અંતર માં છૂપાયેલી લાગણીઓ બહાર આવવા લાગી હતી,હવે એને માધવ સાથે વાત ન થાય તો ગમતું નહોતું,રાત્રે પણ એ માધવ ના જ વિચાર કરતી પણ પોતાની લાગણી ને તે બધા સામે બહાર નહોતી આવવા દેતી.
માધવ માટેનો પ્રેમ દિવસે ને દિવસે વધવા છતાં એ એની લાગણી ને છુપાવતી હતી ગોપાલભાઈએ વિચાર્યું કે જો માધવ થોડા દિવસ રાધિકા ને ન મળે તો કદાચ તેની લાગણી બહાર આવી જાય એમ વિચારી ને તે માધવ ને થોડા દિવસ રાધિકા થી દૂર રહેવાનું કહે છે.
હવે રાધિકા ને માધવ યાદ આવવા લાગ્યો કેટલા બધા દિવસ માધવ મળવા ન આવ્યો તેથી રાધિકા બાવરી બની ગઈ તેના વિષેજ આખો દિવસ વિચારવા લાગી તેમ છતાં તેના સાસુ સસરા ના પૂછવા પર તે ના જ પાડતી.
"રાધિકા બેટા તું માધવ ને પ્રેમ કરે છે એ વાત છુપાવ્યા છતાં નથી છુપાવી શકી,આ વાત દિકરા ખુશીની છે અમે તો એવું ઈચ્છીએ છે કે તું લગ્ન કરી ને ઘર વસાવે અમે તને કેટલીવાર સમજાવી પણ તું માનતી જ નથી". ગોપાલભાઈ પ્રેમથી સમજાવે છે
"જો પપ્પા હું તમને લોકોને છોડીને ક્યાંય જવાની નથી,અને રહી વાત લગ્ન ની તો મારે હવે લગ્ન નથી કરવા હવે મને એમાં વિશ્વાસ રહ્યો નથી".રાધિકા ઉદાસ મને કહે છે.
શું તને માધવ પર વિશ્વાસ નથી?મીનાબેને પૂછ્યું.
"ના મમ્મી માધવ પર તો મને ખુબ વિશ્વાસ છે પણ મને મારા નસીબ પર વિશ્વાસ નથી".
"દીકરા જે થવાનું હતું તે થઇ ગયું પણ તું જો તો ખરી ભગવાને તારા માટે માધવ ને મોકલી આપ્યો".મીનાબેને કહ્યું.
"બસ મમ્મી પપ્પા મેં નિર્ણય લઇ લીધો છે કે હું લગ્ન નહિ કરું એટલે નહિ કરું,પ્લીઝ હવે આ વાત ના કરતા". એમ કહીને રાધિકા એના રૂમ માં ચાલી જય છે.
આ બાજુ ગોપાલભાઈ પર કોઈ નો ફોન આવે છે અને તેમના હાથ માંથી ફોન પડી જાય છે,તેમની તબિયત બગડવા લાગે છે મીનાબેન રાધિકાને બૂમો પાડે છે.
રાધિકા દોડતી દોડતી બહાર આવે છે
"મમ્મી પપ્પા ને શું થયું? આ તો હાર્ટએટેક હોય તેવું લાગે છે". અને તે ગોપાલભાઈ ને લઈને દવાખાને જાય છે.
ક્રમશઃ