Vishvas - 11 in Gujarati Fiction Stories by Rathod Niral books and stories PDF | વિશ્વાસ - ભાગ-11

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

વિશ્વાસ - ભાગ-11

(આપણે આગળના અંક માં જોયું કે માધવ અને રાધિકા કેટલા વર્ષો પછી મળે છે,રાધિકા માધવ ને જોઈ ને પોતાનું દુઃખ ભૂલી જાય છે,અને તેના ચહેરા પર હાસ્ય આવે છે,લાગણીવશ માધવ ને તે બધું જ કહી દે છે,રાધિકાના સસરા માધવ સાથે એકાંત માં કૈક વાત કરવા માંગે છે.હવે આગળ...)

ભાગ -11 માધવ ની લગ્ન ની તૈયારી

"માધવ હું તને જે વાત કહેવા જઇ રહ્યો છું એ સાંભળીને તને કદાચ દુઃખ થશે,પણ સ્વાર્થી બનીને હું એ વાત કરવા માટે આવ્યો છું,તું મારી વાત નું ખોટું ન લગાડતો".ગોપાલભાઈએ ગંભીરતાથી કહ્યું.

"ના, અંકલ તમ તમારે જે કહેવું હોય કહી દો મને ખોટું નહિ લાગે".માધવે કહ્યું.

"તો જો દીકરા ચોખ્ખી વાત કરૂ છું,તું રાધિકા ને જે રીતે જોઈ રહ્યો હતો અને એની સાથે વાત કરી રહ્યો હતો એ જોતા એવું લાગે છે કે એ મિત્રતા કરતા કૈક વધારે છે,મને લાગે છે કે તું રાધિકા ને પ્રેમ કરે છે".ગોપાલભાઈ એ કહ્યું.

"તમે ચિંતા ન કરશો અંકલ હું રાધિકા ને ફરી ક્યારેય નહિ મળું હું એનાથી દૂર જ રહીશ એની તમારે ચિંતા કરવાની જરૂર નથી".માધવે આશ્વાસન આપતા કહ્યું.

"માધવ દીકરા હું તને એવું નથી કહી રહ્યો,તારા કારણે આજે મેં રાધિકા ના ચહેરા પર કેટલા દિવસ પછી હાસ્ય જોયું છે,મેં એવું અનુભવ્યું કે રાધિકા ના દિલ ના કોઈ ખૂણામાં તારા માટે લાગણીઓ દબાયેલી છે,અને હું એ લાગણીઓ ને બહાર લાવવા માંગુ છું".ગોપાલભાઈએ ભાવુક થઈને કહ્યું.

"આ તમે શું કહો છો અંકલ તમને ખબર છે?કે પછી તમે મારી પરીક્ષા લો છો"?માધવે કહ્યું.

"ના ,દીકરા હું સાચી વાત કરી રહ્યો છું,અનીલ ના ઉદાહરણ પરથી તને એમ લાગતું હશે કે હું પ્રેમલગ્નનો વિરોધી છું પણ એવું નથી એને પાત્ર ખોટું પસંદ કર્યું હતું એટલે મેં તેનો વિરોધ કર્યો હતો,હું તો ઇચ્છું કે તું રાધિકા સાથે લગ્ન કરી લે".ગોપાલભાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું.

"અંકલ આ તમે શું કહી રહ્યા છો"?

"હા,દીકરા હું સ્વાર્થી બની ગયો છું રાધિકાની ખુશીઓ માટે પણ ભૂલી ગયો કે એક વિધવા સાથે તું કઈ રીતે લગ્ન કરી શકે".ગોપાલ ભાઈએ ઉદાસ થઈને કહ્યું.

"અંકલ રાધિકા ની ખુશી માટે તો હું મારો જીવ આપવા માટે પણ તૈયાર છું પણ રાધિકા ને હું ઓળખું છું એ નહિ માને". માધવે ઉદાસ સ્વરે કહ્યું.

"હું જાણું છું કે રાધિકા ખુબ સઁસ્કારી અને ડાહીં દીકરી છે, એ હંમેશા બીજા વિષે વિચારી ને જીવનારી દીકરી છે ,એ એટલી આસાની થી નહિ માને પણ આપણે ભેગા થઇને એની દબાયેલી લાગણી ને બહાર લાવવી પડશે".ગોપાલભાઈએ કહ્યું.

"પણ અંકલ આપણે લાગણીઓ બહાર લાવશું તો પણ એ નહિ માને".માધવે નિરાશાથી કહ્યું.

"જો દીકરા એમ હાર ન માની લેવાય તુએ જો કોલેજ માંજ આ પ્રયત્નો કર્યા હોત તો આજે આ છોકરી દુઃખી ન હોત, મને તારા પપ્પાએ કીધું હતું કે તું એટલે લગ્ન નથી કરતો કારણકે તું એક છોકરીને પ્રેમ કરતો હતો પણ કહી શક્યો નહોતો અને મારા માનવા પ્રમાણે એ છો કરી બીજી કોઈ નહિ રાધિકા જ છે".ગોપાલભાઈએ કહ્યું.

"હા અંકલ તમારી વાત સાચી છે, પણ હું રાધિકા ને દુઃખી કરવા નથી માંગતો કદાચ આ બધી વાતોથી એ દુઃખી થશે".માધવે કહ્યું.

"બેટા, કોઈ વ્યક્તિ ને પલભરનું દુઃખ આપીને એને જીવન ભર ની ખુશી મળતી હોય તો એવો વિચાર ન કરાય. ગોપાલભાઈએ સમજાવતા કહ્યું.

"અંકલ તમારી વાતો થી તો મારામાં હિંમત આવી ગઈ, ખરેખર તો મેં એને જયારે આજે દુઃખી જોયી તો મારા મન માં પણ એની સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો પણ એ વાત થી કદાચ એને દુઃખ થશે એવું લાગ્યું"...માધવ ને વચ્ચે થી અટકાવીને ગોપાલભાઈ બોલ્યા.

"દેખ માધવ આ બધા વિચાર મૂકીને એને રાજી કરવાના પ્રયત્નો કરવા પડશે અને એમાં આપણને તારી આન્ટી ની મદદ ની પણ જરૂર પડશે".

"સારું આપણે કાલે મળીશું જયારે રાધિકા ઓફિસે જાય ત્યારે અને પ્લાન બનાવીશું.માધવે ખુશ થતા કહ્યું.

બીજે દિવસે રાધિકા ઓફીસ જાય છે પછી માધવ એમના ઘરે આવે છે અને ગોપાલભાઈ મીનાબેન ને બધી વાત કરે છે અને માધવ કોલેજ ની વાતો પણ કહે છે મીનાબેન તો ખુબ ખુશ થઈને બધાને મીઠાઈ પણ ખવડાવે છે અને માધવ ને કહે છે,

"દીકરા તું અમારા માટે તો ભગવાન બનીને આવ્યો છે મારી રાધિકાની જિંદગી સુધરી જશે".મીનાબેને ખુશ થતા કહ્યું.

"ના આન્ટી સાચું તો એ છે કે તમે લોકો મારા માટે ભગવાન છો કારણકે મારા સુક્કા જીવન માં તમે લોકોએ લાગણી ની ભીનાસ લાવવાનું કામ કર્યું છે".માધવે આભારવશ કહ્યું.

સારું હવે આપણે રાધિકાને કઈ રીતે તૈયાર કરવી એ વિશે વિચાર વું પડશે. એમ કહીને એ લોકો ચર્ચા કરવા લાગ્યા પણ માધવ ચિંતામાં હતો કારણકે એને તો રાધિકા સિવાય એના મમ્મી પપ્પા ને પણ મનાવવા ના હતા જે કદાચ એક વિધવા સાથે એના લગ્ન માટે નહિ માને.

ક્રમશઃ