Matching - 7 in Gujarati Fiction Stories by Ami books and stories PDF | મનમેળ - 7

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

મનમેળ - 7

મેઘ તુલસીની નજીક તો હતો પણ... સંબંધો આગળ કેમ વધારવા એ જ મુજવણ એને હતી.. લગનને બે મહિના થવા આવેલા.. નવાઈ ની વાત એ હતી કે વાત કિસ સુધી પણ આગળ એણે વધારી ન્હોતી.. એ બેઠો બેઠો વિચારતો હતો કે.. હુ કંઈ કરુ ને તુલસીને ન ગમે તો..?
આ બાજુ તુલસી મેઘ શરમાય છે.. એમ વિચારી રાહ જોઈ રહી હતી..નમુ નો ફોન આવ્યો હતો એને સારા દિવસો હતા. એ સાંભળી તુલસીને પણ માં બનવાના આભરખા જાગ્યા હતાં... એ વિચારતી હતી કે આજે મોકો છે મા બાપા બન્ને થોડા દિવસ બહાર ગયા છે... આજ મેઘને આ બાબતે જરુર વાત કરશે..
રાતે જમી મેઘ ટી.વી માં કોઈ મૂવી જોતો હતો.. તુલસી પણ ફટાફટ કામ પતાવી.. એનીજોડે આવી બેસી ગઈ.. અને વાત કેમ કરે ઈ ગડમથલ કરવા લાગી..
" મેઘ.. નમુનો ફોન આયો તો.. "તુલસીએ વાત ચાલુ કરતા કહ્યુ.
" એક ગામમાં સો તોય ફોન પર વાતુ કરો... મલવા જતી હોય તો તુ"
" એ ને સારા દાડા સે એટલે એ બાર નઈ નીકળતી બઉ.. બધા રસ્તા હારા નૌ હોય એટલે.. હું વિચારૂ છુ કાલ મલતી આવુ એને.. "
" જઈ આવ આવા ટાઈમે એને કે જે કાઈ કામ હોય તો તને કે.. .. એને થોડા થોડા દી મલવા જાતી રે જૈ એટલે એને પિયર હટ યાદ ના આવે.. "
" હમ્મ.... મેઘ.. તને નઈ લાગતુ આપડે ઘેર નાનો મેઘ કે નાની તુલસી આવે.."
મેઘ સાંભળતા જ સફાળો ઉભો થઈ ગયો... તુલસી બોલતા બોલી ગઈ પણ શરમનીમારી નીચુ જોઈ રહી..
મેઘ એની નજીક જઈ એનો હાથ પકળી એને નજીક ખેચી લીધી...
" મને એમ કે.... તુ રીસાઈ ગઈ તૌ... મને મારી તુલી રીસાય એ ના ગમે..."
" આટલો બિવાય છે મારાથી..."
" એક વાર લગન પેલા તને ખોવાનો ડર બઉ લાગે લો.. પછી નક્કી કર્યુ તું તને કદી દુ: ખી નઈ કરુ.. કદાચ મારી ઉતાવળથી તને દુખ થાય તો ... મને ન ગમે.. "
તુલસીએ મેઘને વળગી એના હૌઠ પર પોતાના હોઠ મૂકિ દિધા.. બન્ને જુવાની ના જોશમાં ભાન ભૂલ્યાને એક થઈ ગયા... તુલસી આજે પોતાને પૂર્ણ સ્ત્રી સમજી રહી હતી.. થોડા દિવસ ઘરમાં બન્ને એકલા હોવાથી બન્ને નો પ્રેમ ખિલી ઉઠ્યો... ઘરમાં મોટા હોય તો છેક રાતે વાતો થાય ..એટલે મળેલી સ્વતંત્રતા માણી રહ્યા હતાં.. તુલસી ઘર કામ કરે ત્યાં સુધી મેઘ ખેતરનુ કામ પતાવી ઘેર આવી જાય.. બપોરે રાત્રે એક થાળીમાં જમે.. પછી બેસી ટી.વી જોતા જોતા મજાક મસ્તી કરતા જાય..પંદર વીસ દિવસ બન્નેના સુખેથી ગુજર્યા... પછી સાસુમાં સસરા ઘરે હોય ત્યારે મેસેજ કે ઈશારાથી વાતો કરતા...
ડોશીની ઘરડી આંખો આ જોઈ ઠરતી.... ડોશી ઘણીવાર કેતી.. " હુ નતી કેતી મેઘના બાપા... આ બે જણ માં કંઈ ખૂટેસે... આપણે એમને એકલા મૂકએ થોડા દી....હવે... મને લાગે બન્ને ને સંસારનો રંગ ચડ્યોસે.. "
બધુ ખૂબ સારુ અઠવાડીયા જેવુ ચાલ્યુ...ને એક દિવસ ગોજારો આયો..

* * * * *

નમુને ત્રીજો મહિનો જતો હતો... નમુને તુલસીના ગામની એક છોકરી ધૂલીનું છૂટુ કરવાનુ નક્કી થયુ... એટલે એના સસરાએ ગામમાં બધા વચ્ચે કઈ દિધુ કે આ ગામની બધી છોડીયુ ને પાસી લઈ જાવ એકય ગામમાં નથ જોતી અમારા છોકરાઓ હાટુ... બીજા ગામ મલી રેશે...ઝઘડો લાંબો ચાલ્યો..તે સમયે નાની નાની જેટલી કન્યાઓ પરણી હતી એ બધીને પિયરવાળા તેડી ગયા...એમાં નમુ, તુલસી ને બીજી બે છોકરીઓ હતી... મોહિની ને પણ પોતાના પિયર આવી જવુ પડ્યુ...
બધાના ઘરમાં સ્મશાન જેવી શાંતિ હતી.. ડોશી તુલસી પર જીવ બાળી બાળી અડધી થઈ રહી હતી... મેઘે બે દિવસથી ખાધુ ન્હોતુ એને ઘરને પોતાનો રૂમ કરડતો હતો ઐ ખેતરમાં જ રહેવા લાગ્યો હતો... મોહિની પણ ચૂપચાપ ઘરમાં લાશ બની ઘરકામ કરે જતી હતી.... નમુને તબિયત બગડતા એને બાળક પડી ગયુ.. એ માનસિક રીતે પાગલ થઈ જશે એવુ એને લાગતુ... થોડા જ દિવસ માં પતિથી દૂર હવે બાળકથી... એ હવે કેવી રીતે જીવે એવા લવારા તુલસી જોડે કરતી.... તુલસી એને કેતી... તું ચિંતા ન કર બધુ સારુ થાશે..
ભીમાને પણ પોતાના પર ધ્યાન ન્હોતુ દાઢી વાળ વધ્યા હતા.. ના બોલવુ ન કંઈ ખેતર ને ઘર બસ દાડા જતા હતાં..
મેઘ આ સમાજની આવી સાટાની રીતને કોસતો હતો.. જેના મન ન મળે એ પ્રેમથી જુદા થાય... પણ અમારો શું વાક... કયા વાકે અમને અલગ કર્યા... ભીમાને મન મેળ ન આવતો હોત તો મારે તુલીને અલગ થવાનુ આ પાપ નથી... બે માણસને અલગ કરવાનુ... ભીમાને પણ મોનીને બઉ મેનમેળ હતો... એક ધૂલીના લીધે ચાર ચાર ઘર ઉજાડ્યા... એનુ મગજ થનક્યુ... એ ખેતરમાંથી સીધો... કાનજીના ઘેર ગયો... ને એના બાપ આગળ જઈ બરાડો પાડી બોલી ઉઠ્યો..
" તારા કાનજીને ધૂલીને મનમેળ નતો.. તો એનુ છૂટુ કરાય... એના લીધે ચાર ચાર ઘર ના ઉજાડ...સમાજનો બઉ મોટો થઈ ફરે... તુ તને હાય લાગશે... ચાર છોડીયુની... પેલી નમુના થનાર છોકરાની.... કે એનો બાપ તે અલગ કર્યો એનાથી... પણ હું એવુ નઈ જ થવા દઉ... "
" તું આજ કાલનું છોકરુ મને શીખવે... તારો બાપ આખુ ગામ મને પૂછી બધુ કરે... કોઈની તાકાત નઈ.. મારી વાત ઉગામે.. નેકળ... બાર... જોઉ શું કરે તું... નાત બારો કરીશ તને... " કાનજીનો બાપ.. ભૂદર
મેઘનું મગજ આજ સાતમાં આસમાને હતુ... એ ઘેર જઈ બધાને ભેગા કરી... એણે પોતાની વાત મૂકી..
" બાપા... આજ લગી તમારી બધી વાત મેં મોનીએ માની સે.... પણ બાપા... તમે જ કો.. તમને આવી હાડપિજર થતી જતી મોની જોવી ગમેશે... ધૂલીનું છૂટુથાય એ એમની મરજી છે... અમારો હૂ વાક બાપા... "
" તુ કેવા હૂ માગે સૈ..."
" તૂલી જોડે બધી છોડીયુ અઈ પાસી આવશે... મોનીએ એના ઘેર જાશે... "
" તુ ગાંડોશે.... સમાજ બાર બેવુ પડશે.... થૂ થૂ થાશે.. "
" હુએ જોવુ એ ભૂદર શું કરશે... " એમ કેતા એ પાછો.. ઉમંગના ઘેર ઉપડ્યો..
ઉમંગના ઘેર જઈ જેટલાનુ છૂટુ થવાનુ હતુ બધાને ભેગા કર્યા ને બધાની દશા એક જેવી જ લાગતા એણે નક્કી કર્યુ કે તમે બધા સાથ આપો.. તો આપણી બધાની બાયડીઓ પાછી હુ લાવીશ..
" ભાઈ અમે તારી હારે જ છીએ... પણ ગામ કે સમાજ નઈ માને.. " ઉમંગ
" આપણે એક થઈશુ તો ચોક્કસ માનશે... બધા પોતાની બાયડીઓને આજથી ફોન કરવાના ચાલુ કરી દો... અબોલાથી એ જુરી જુરી મન મનાઈ લેશે ઘરમાં બોલીએ નઈ શકે.. "
" મને નમુની બઉ ચિંતા સે... પણ સમાચારે નઈ પૂછી શક્તો હું " ઉમંગ..
" આપડે ભલે ચાર જ છીએ... પણ સમાજ માં આ ખોટા રીવાજ સામે લડીશુ ભલે નાત બાર રેવુ પડે.... આવી નાત નુ સમાજનુ શું કરવાનું જે જીંદગીઓ બગાડે.... આપડા જેવા તો ઘણા હશે... ભઈ..."
" મારી ફઈને ફૂવાનુ છૂટુ આમજ થયેલુ.. ફઈએ બીજે ઘર ન માડવુ પડે એટલે મૌત વાલુ કર્યુ .... ફૂવાને વાત મલતા મગજ ખસી ગયુ... આજે ગાંડા થઈ ફરેસે... આમા સમાજ વાળા કંઈ પૂછવા નઈ આવતા.." મોહન
" હું જાઉ છુ... પછી મલીએ આગળ કરીઐ કઈક..."

* * * *
બે ત્રણ દિવસ થયા... મેઘ તુલસીને ફોન કર્યા જ કરે છે પણ ફોન લાગતો નથી...મેઘ કંટાળી મોહિની ને કહેછે... તું ભીમા સાથે વાત કર... આમ જુરી જુરી મરી જઈશ... અને ભીમાને કે જે... મને ફોન કરે...
" ભાઈ... બાપા.. "મોની
" તું ચિંતા ન કર... ભીમો તને લેવા આવશે... "
મોનીએ એક પળની પણ વાર કર્યા વિના પોતાના રૂમમાં જઈ ભીમાને ફોન લગાડ્યો.. પેલી રીંગે જ ફોન ભીમાએ ઉપાડી લીધો..
" તમે કેમ...... તમે... " મોહીનીને ડૂમો બાજી ગયોને રડવા લાગી..
" તું રડ નઈ હું હારો જ સુ...રોજ તારા ફોનની રાહ જોતો તો...હિંમત નતી થતી તારી જોડે વાત કરવાની.. મને એમ તારા ઘરના તને લડે ...જાણે કે મારો ફોન આયો તો..એટલે.. "
" ના.... મેઘે જ કિધુ.... એની હાલત મારાથી જોવાતી નઈ... "
" તુલસીએ એક વાર ખાલી ફોન લીધો... તો મારા બાપાને ખબર નઈ શું થ્યુ... એના પર વેમ રાખી ફોન તોડી નાખ્યો..
"હમ્મ ... તમારો ફોન હમણાં
તુલસીને આપજો... એ મેઘ જોડે થોડી વાત કરી શકે.. "
" હા,... મારે તને મલવુ છે... તુ કે ત્યા હું આવીશ મળવા... મગજ કામ નથી કરતુ એકલુ એકલુ લાગે છે... "
" હું મેઘને કઈશ.. તમને મળીશ... હાચુ કઉ... દુનિયાના બધા સુખ હોય પણ પોતાનો ધણી દૂર હોય તો મનની વાત કોને કેવાની...મારે કંઈ નઈ હોય તો ચાલશે મારે તારી હારે રેવુશે... હુ તમારી હારે ભાગી જવા તૈયાર છુ... મને લઈ જાવ.. અહીં મને ગુગણામણ થાય સે.."
" તું રડ નઈ તું મેઘને કે જે તારી તબિયત સારી નઈ એટલે દવા લેવા એ તને બાર લઈ જાય ... હુ તુલસીને ત્યા લઈ આવીશ.. તુ ચિંતા ના કર ત્યાં જઈ કંઈક નક્કી કરશુ તું રોઈશ નઈ.. "
" હા.... તો પરમ દી મલીએ... તમે ફોન તુલસીને આપો... આપણે પછી વાત કરીશું..."
" મને આજ સારી ઉંઘ આવશે... હું પરમ દી ની રાહ જોઈશ...😘મારી મોની "
" હું પણ..., હવે જાઓ તમારા બેન બાને સમાચાર આપો ... બાય.. "
" હા... બાય... "
ભીમો તરત તુલસીના રૂમમાં જઈ કોઈને ખબર ન પડે એ રીતે એને મેઘને ફોન કરવા કહે છે... અને પરમ દી મલવા જઈશુ તૈયાર રે જે એમ કહી એ પોતાના રૂમમાં જતો રહે છે..
તુલસી થોડીવાર ફોન જોઈ રહે છે... પછી આંખો સાફ કરી રૂમ વાખી મેઘને ફોન લગાડે છે..સામે છેડે થી ફોન રીસીવ થાય છે.. થોડીવાર કોઈ બોલતુ જ નથી બન્ને બાજુ ડૂસકા જ સંભળાય છે.... મન ઠલવાઈ જતા મેઘ બોલે છે...
" તુલી હું નઈ જીવુ એકુ તારા વિના... તારા વિના જીવતર ની કલ્પના જ નઈ થતી..ગમે તે થાય તું અહીં આવીશ તને હું લેવા આઈશ..."
" મેઘ.... ભાઈએ પરમ દી મલવાનુ ગોઠવ્યુ છે... તમે મોની બેનને સારૂ નથી એમ કહી બહાર મલવા લાવશો.. "
" હા..., મારે તને જોવીસે બઉ વાતો કરવી સે...
" કદાચ ઉમંગ સુધી સમાચાર નઈ પોંચ્યા હોય..તું એમને કેજે... નમુ ગાંડા જેવી થઈ ગઈ છે... એટલે કે ડિપ્રેશનમાં છે.. એનું બાળક હવે રહ્યુ નથી.. " તુલસીના ફરી આંશુ સરી પડ્યા..
" શું... હે.... ભગવાન.... બધુ આ ભૂદરની લીધે જ થયુ છે... હવે તો ગામ બાર... સમાજ બાર જવુ પડે તો ચાલશે... પણ નમુ જેવુ કોઈ જોડે નઈ થાય... તું નમુને કૈ જે જલ્દી ઉમંગ એને લેવા આવશે."
" તમને વાંધો ના હોય તો... પરમ દી મારે દવાખાને જાવુ છે.. તમારી જોડે... "
" કેમ... તું ઠીક તો છે..ને..?"
" હા... પણ તમે અત્યારે કંઈ જ નઈ પૂછો... પરમ દી.. મલીન વાત કરીશ.."
" સારુ.."
બન્નૈ ક્યાય સુધી વાતો કરતા રહ્યાને આંખોમાંથી આંશુ વહાવી રહ્યા..
ક્રમશ..
પ્રિય વાંચકો તમારા મેસેજ panchalami6046 મારા ઈસ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર મોકલવા જેથી હું વાંચી શકુ આભાર 😊🙏