Aantardwand - 4 in Gujarati Science-Fiction by Dt. Alka Thakkar books and stories PDF | આંતરદ્વંદ્ - 4

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

આંતરદ્વંદ્ - 4

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી.
( એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૪ )
( આગળ ના ભાગ માં આપણે જોયું કે પ્રસૂન ચીન થી આવેલ બિઝનેસ મેન મિ. વાઁગ લી સાથે મિટિંગ કરે છે અને વાઁગ લી પ્રસૂન ને તેનો અહીં આવવા પાછળનો આશય અને તેની ઓફર વિશે જણાવે છે હવે આગળ)
પ્રસૂન ને મિ. વાઁગ લી સાથે થયેલી મિટિંગ ની એક- એક વાત શબ્દશઃ યાદ હતી. પ્રસૂન વિચારો માં આમ થી તેમ આંટા મારી રહ્યો હતો. શું કરું? મિ. વાઁગ લી ની ઓફર નો સ્વીકાર કરી લઉં? જો એની ઓફર નો સ્વીકાર કરું તો મારા દેશ સાથે ગદ્દારી થશે પણ હાલ મારી દીકરી ને - મારા કાળજાના ટુકડા ને બચાવવા માટે મારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. વાઁગ લી જ એક માત્ર એવો વ્યક્તિ છે જેની પાસે થી મને રૂપિયા ની મદદ મળી શકે તેમ છે અને તો જ હું મારી દીકરી નો જીવ બચાવી શકીશ. હું અત્યારે એને મળી ને એની ઓફર નો સ્વીકાર કરી લઉં તો મારી દીકરી ની - મારી લાડકી નમ્યા ની ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય. મને દેશ માટે ખૂબ જ માન છે પરંતુ નમ્યા પણ તો જીવ છે મારો અને એને મારી આંખો સામે તડપતી કેવી રીતે જોઈ શકું અને બીજું કંઈ તો ખોટું કરવું નથી મારે માત્ર દવા બનાવવામાં તો સપોર્ટ કરવો છે. બીમારી તો અગર આવવાની છે તો એ germs તો પૂરા વલ્ડૅ માં ફેલાઈ ને રહેશે ચાહે કોઈ પણ રીતે અને હું આ ઓફર નહીં સ્વીકારું તો બીજું કોઈ સ્વીકારશે. પ્રસૂન જાતને મનાવવાના - પોતાની વાત સાચી ઠેરવવાના વ્યર્થ પ્રયાસ કરતો રહ્યો. પરંતુ આ આંતરદ્વંદ માં આખરે જીત એક બાપની થઈ. એક બાપની મજબૂરી સામે એક ફરજપરશ્ત ઈન્સાન હારી ગયો, પ્રસૂને ડ્રોઅર માંથી વાઁગ લી નું કાર્ડ કાઢી વાઁગ લી ને ફોન લગાવ્યો.
****
ચેન્નાઈ ની A1 હોસ્પિટલમાં નમ્યા ની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. ભારત ના આલા દરજ્જા ના ડોક્ટરો ની ટીમ નમ્યા ની ટ્રીટમેન્ટ સંભાળી રહી હતી. પ્રસૂન અને રમ્યા નમ્યા ની સારવારમાં કોઈ જ કસર બાકી છોડવા માગતા નહોતા. ભગવાન ને પણ પોતાની શરતો ને આધીન રાખવા- પોતાની દીકરી ની જીવનદોરી લંબાવવા ચડાવા અને બાધા - આખડી કરાઈ રહ્યા હતા. નર્સ રૂમમાં આવી નમ્યા ની પાસે થોડું ઝૂકી , 'બેટા, હાથ ની મૂઠ્ઠી બંધ કરો. ' નમ્યા બોલતાં થોડું શીખી હતી પણ સમજણ ઘણી આવી ગઈ હતી. હોસ્પિટલો ની દોડા-દોડી ને ડોક્ટર- નર્સ ના ધાડા નમ્યા ની માસૂમ આંખોની જિજ્ઞાસા વધારતા રહેતા.
પ્રસૂન તથા રમ્યા એ નમ્યા નો હાથ પકડી મૂઠ્ઠી બંધ કરાવી. એ માસૂમ હાથ માંથી રિપોર્ટ કરાવવા માટે બ્લડ ની સિરિંજ ભરવા માટે નર્સ નસ શોધી રહી હતી. બેટા દવા લગાવે છે પ્રસૂને સમજાવતાં કહ્યું તેનાથી લાડલી નું દર્દ જોયું જતું ન હતું. બ્લડ લેવા માટે હાથ ની નજીક આવતી સિરિંજ પ્રસૂન ને જાણે પોતાના દિલમાં ચુભતી હોય એમ લાગ્યું. હે ભગવાન જલ્દીથી મારી દીકરી ને સાજી કરી દો. બસ મિ. પ્રસૂન આપણે સારવાર ચાલુ કરી દીધી છે કિસ્મતે સાથ આપ્યો તો તમારી દીકરી જલ્દી સાજી થઈ જશે. કિસ્મતને સાથ આપવો જ પડશે પ્રસૂન થી બે હાથ ની મૂઠ્ઠી ઓ સખત રીતે ભીંસાઈ ગઈ.
****
શું થશે હવે આગળ નમ્યા અને પ્રસૂન ની જીંદગીમાં જાણવા માટે વાંચતા રહો.