બિંદી લસણ ફોલતા ફોલતા તેની વ્હાલી દીકરીને લેશન કરાવતી હતી..
વર્કિંગ-વુમન હોવા છતાં તેની લાઈફ માં કઇ નવીનતા ના હતી..
પારિજાત ના કુમળા ફૂલોની સુંદરતા જેમ સૂર્યની હાજરીથી ધીમે ધીમે વિદાય લે છે એમ જ તેના જીવનમાંથી ઉત્સાહ વિદાય લેવા લાગ્યો હતો..
પણ તે ચહેરા પર ક્યારે એ વસ્તુ દેખાવા ના દેતી એનું એક માત્ર કારણ તેની દીકરી..
વ્યાધિ
7 વર્ષની જ તો હતી..
બિંદી એ એને એકલા હાથે જ ઉછેરી હતી..
બીજા ધોરણ માં ભણતી છતાંય 5 માં ધોરણ ના બાળક જેટલી ક્ષમતા એ ધરાવતી..
બોલે ત્યારે તો સાંભળીયા જ કરીએ એમ થાય...અવાજ મધુર..અને પાછો મીઠો..
વ્યાધિ ની દુનિયા એની મમ્મી
અને બિંદી ની દુનિયા વ્યાધિ..
બંનેનો નિત્યક્રમ હતો.સવારે ઉઠી ચા-નાસ્તો કરી વ્યાધિ ને સ્કૂલ ઉતારી બિંદી ઓફીસ જતી ને રિટર્ન માં સ્કૂલ થી એને લઈને પાછા ઘરે આવતા..
ઘરના કામ પતાવી દરોજ સાંજ ના સમયે વ્યાધિ-મમ્મી નો વાર્તાલાપ ચાલતો..
વ્યાધિ નો અવાજ ખૂબ જ મીઠો હતો..દરોજ 1 કલાક બિંદી એને સંગીત ની તાલીમ આપતી..
કંઇક જ નવીનતા ના હતી. બસ આમ જ ચાલ્યા આવતું વર્ષો થી..
ઘણી વાર એને થતું કે અમન સાથે લગ્ન કરીને એણે બઉ મોટી ભૂલ કરી...14 વર્ષ પહેલાં કરેલી ભૂલ નો પસ્તાવો હજી તેના મન ને વ્યાકુળ બનાવી દેતો..
પણ નસીબ ને દોષ દઈ એ વિચારોમાંથી બહાર આવી જતી..
અમન સાથે લગ્ન કરવા માટે ઘરના કોઈએ મંજૂરી આપી ના હતી સિવાય કે એના પપ્પા.
પપ્પા ને વિશ્વાસ હતો બિંદી પર.પણ નસીબ માં લખેલાને કોઈ બદલી શકતું નથી.
બધા ભાવો લાગણીઓ મનુષ્યમાં સરખા પ્રમાણ માં હોતા નથી..
1 વર્ષ ના લગ્ન જીવન બાદ અમન નું અસલી રૂપ દેખાવા લાગ્યું..
બિંદી પર નું એનું આધિપત્ય,બહાર ન નીકળવાનું,કોઈ જોડે બોલવાનું નહીં,ઘરમાં જ રહેવાનું,
બિંદી ની લાઈફ વોટ્સપ ના સ્ટેટ્સ જેમ મર્યાદિત થઈ ગઈ..
અમન સેલ્સમેન ની જોબ કરતો મોટા ભાગનો સમય ઘરથી બહાર,અને ટ્રાવેલિંગ માં પસાર થતો,આ સાથે જુગાર,સટ્ટો,દારૂ ના વ્યસનમાં
બિંદી ને અંદાજો સુદ્ધા ના આવ્યો..
જેને જોઈને એ જીવતી એણે દર્દ જ એટલા આપ્યા કે...હવે એને જોવાનું મન જ નથી થતું
અમન ના વ્યસની સ્વભાવે બિંદી ને એનાથી દૂર તો કરી જ સાથે સાથે એમાં નફરત પણ ઉમેરાઈ..
હવે એ આંખો માં પાણી અને હૈયે ફક્ત કડવી યાદો લઇને જ બેઠી છે..
અને ક્ષણે ક્ષણે પોતાની જાત ને જ ધિકકારે છે.
જીવન સાથી ભલે ગમે એવો હોય પણ તમારી ઈજ્જત કરવો જોઈએ.કોઈ પણ માણસ ને પ્રેમ ની હૂંફ થી સુધારી શકાય..
પણ અમન બાબત માં એ શક્ય ના હતું..
અમન ના આ વર્તને 2જિંદગી બરબાદ કરી..
બિંદી
વ્યાધિ.
કેટલાય સપનાઓ લઈને આવી હતી એ અમન ના ઘર માં અને અત્યારે એ બધું વિખરાઈ ગયેલું હતું..
સમેટાયેલું હતું ફક્ત એક જ વ્યક્તિ જેને ઉછેરવું બિંદી પોતાનું સૌભાગ્ય માનતી..
વ્યાધિના પપ્પા વિશેના સવાલો ઘણી વાર બિંદી ને વિચલિત કરી દેતા.
.ધારે એવા સરળ રસ્તા જિંદગી ના હોતા નથી
કેટલીય પરીક્ષાઓ અપાવી પડે..
બિંદી વ્યધિ ને સ્પષ્ટ જવાબો જ અપાતી પણ સકારાત્મક
કોઈ પણ બાળક માટે તેના પપ્પા સુપર હીરો હોઈ છે..બિંદી એ અમન ને વ્યાધિ ની નજર માં સુપર હીરો જ રાખ્યો.
જ્યારે વ્યક્તિના અંદરના વિચારો અને બહાર રજૂ થતા વિચારો અલગ હોય ત્યારે વિચારોનું યુદ્ધ ચાલતું હોય
પણ બિંદી હવે એમાં નિપુણ હતી..
આમને આમ વ્યાધિ 20 વર્ષ ની થઈ ગઈ..
અને સંગીત માં પણ આગળ વધી ગઈ..
વળાંક તો બધાની જિંદગી માં આવે ઘણા માટે સબંધ હોઈ ઘણા માટે સબક
પણ બધાના નસીબ બિંદી જેવા નથી હોતા .
વ્યાધિ ની લાઈફના વળાંકે એને વ્યોમ સુધી પહોંચાડી..
ગીતો મહેફિલની મુલાકાત એ સામાન્ય મુલાકાત એ બંને ને જન્મ જન્મ સુધી જોડી દીધા..
બિંદી વ્યોમ ને મળી..એને લાગ્યું કે વ્યોમ વ્યાધિ માટે બરાબર છે..લગન થયા એને પણ 7 વર્ષ થઈ ગયા..
સમય ને જતા ક્યાં વાર લાગે..
આજ વ્યોમ-વ્યાધિ અમેરિકા થી આવી રહ્યા છે...
બિંદી એમને મળવા એટલી જ વ્યાકુળ હતી જેટલી તેના જન્મ સમયે એનો ચહેરો જોવા માટે હતી.
સમાપ્ત