રાજ્યનો કૃષિમહોત્સવ,ખરો ધોમધખતો તાપ, ગામડે ગામડે ખેડૂત મિત્રો અને સરકારી કર્મચારી, અધિકારીઓ,પદાધિકારીઓની હડિયાપટ્ટી.હું પણ સુરતથી બદલી કરીને નવો સવો આવેલો.ના કોઈ પરિચય,સગું તેવે સમયે આંખો આતુર હતી દરેકને હોય તેમ સમાજનું કોણ કોણ છે? અને મળી પણ ગયું.ધીરે ધીરે ખૂબ મિત્રો બનતા ગયા. અમને અમારા આદર્શ શીખવતા કે ભગવાને જયાં મોકલ્યા છે ત્યાં તન મન લગાવી કામ કરો. જે કાંઈ કરવાનું કામ છે તેનું વળતર રૂપિયાના રૂપે પગાર આપે જ છે તો શા માટે દુઃખી થવું?દરેક જગ્યાએ થી જે કામ કરો છો તે કામમાં જ Enjoy મેળવી લેવો જોઈએ. આનંદ પ્રાપ્ત કરવા માટે કોઈ અલગ ઉંમર કે ક્લાસ હોતા નથી. જે સમયે જે કામમાં જે સાધન વડે જે કોઈ ખુશી મળે તે મેળવી હરહંમેશ ખુશ રહેવું તે જ જીવનનું પરમ તત્વ છે. હું તે રીતે ખુશ રહેતો. પરિવાર બધો જ સુરત હતો કેમકે સત્તર વરસ સુરત નોકરી કરી એટલે ઘર જેવું વાતાવરણ ઉભું થયેલું. અહીં નોકરીની બદલી થતાં બે કામ કરવામાં સમય પાસ થતો ગયો. રજાના દિવસે ભાડા ના ઘરની શોધખોળ ચાલે. ઘર પણ મળી ગયું. પરંતુ એકલું રહેવું, જમવું, કપડાં, આ બધું નિયમિત થતુંતું સાથે એકેક પળ દોડતી જતી હતી. કૃષિમહોત્સવ ના 15 દિવસ નીકળી ગયા... એક ગામે કૃષિરથ શાળામાં સવારે રોકાયો... ચાલુ પ્રોગ્રામ દરમ્યાન નિયમાનુસાર પ્રાર્થના, ભજન, સ્વાગત ગીત અને પછી પ્રાસંગિક ઉદબોધન બાદ પ્રોગ્રામ પૂરો થાય એટલે બીજે ત્રીજે ગામ તેમ તાલુકાનાં પચાસ ટકા ગામ કવર થઇ ગયાં હતાં.
આ એજ ગામ હતું જયાં પ્રાર્થનામાં બાળકોએ પોતપોતાની રીતે દરેક કૃતિ રજૂ કરી. ખાસ ઉડી ને આંખે વળગે તેમ તે શાળાની એક શિક્ષિકા એ જે ભજન ગાયું તેનાથી સંગીત જાણકાર ને કાન સવળા થાય તેમ એ મધૂર કંઠ નો રણકાર કાયમ માટે ગોખાઈ ગયો જે ક્યારેય ના ભુલાય તેવો હતો. કાર્યક્રમ ને અંતે તેમનો પરિચય માટે મળવા કોશિશ કરી પરંતુ તે પરિચય આપવાનું ખૂંચતું હોય તેમ મારે મોડું થાય છે કહી તે તો નીકળી ગયાં. કેમકે ઉનાળાનું વેકેશન હતું અને વેકેશનમાં કોઈ સરકારી કર્મચારી અને ખાસ કરી શિક્ષક ને બોલાવીએ તો જાણે તેમનો પુરી જિંદગી લૂંટાઈ ગઈ હોય તેવું લાગે. બસ એજ એમની છેલ્લી યાદ રહી ગઈ અને સભામાં સાંભળેલો એ કંઠ!
કોને પૂછવું કે આ સરસ્વતીનો અવતાર ધરી કોણ સુંદરી આ સૂકા ભઠ વિસ્તારમાં ભૂલી પડી છે? મન બેચેની અનુભવવા લાગ્યું. કૃષિમહોત્સવ પણ પૂરો થયો, બીજા વરસે આવ્યો પૂરો થયો, તેમ દસ દસ મહોત્સવ પુરા થયા પરંતુ એ સરસ્વતી ના રૂપે આવેલી ક્યાંય જોવા ના મળી તે ના મળી.
રાબેતા મુજબ ઘર ઓફિસ એમ જુવન ચાલ્યા કરતુંતું. બાળકો મોટાં થતાં ગયાં મારે નાના શહેરથી ઘર બદલવાનું થયું. અપડાઉન ચાલુ કર્યું. સમય વીતે તેમ ઘરમાં કાર લીધી.. દરરોજ નિર્ધારિત સમયે જવું આવવું જીવન વહી ગયું. મનની એક અતૃપ્ત ઈચ્છા હતી કે તે ગાયક કલાકાર કોણ હતું તેનો છૂપો છૂપો મનખો શોધ્યા કરે.
અપડાઉન કરનાર મારા પરિચયમાં આવવા લાગ્યાં પણ તેવી કોઈ નજર નહીં.. મને કાર મા બેસવા હાથ લાંબો કરે તેને બેસાડતો, ભાડાની આશા નહીં બસ તેઓ આપે તે વગણ્યા ખિસ્સામાં મૂકી દેવા ના.
એક દિવસ વાટ વાતે મેં ઉચ્ચરી દીધું કે વરસો પહેલાં એક શિક્ષિકા સરસ્વતી ના રૂપે આવી અને અલોપ થઇ ગઈ.. માંડી બધી વાત કરી... તો કાર મા બેઠેલી બીજી બહેને કીધું કે એતો " આ રહી ને એ હતી "હું આષ્ચર્ય ચકિત ચહેરે જોતો રહ્યો.! જેમની સાથે 8 વરસ મારી કારમાં આવાનું જાવન કર્યું અને હું એમને ઓળખી પણ ના શક્યો???