જીવનની થોડીક ક્ષણો ધુરી જ રહી ગઈ
અને જે ક્ષણો વિતાવી તેમાંથી થોડી આંસુ માં વહી ગઈ
સપના ની દુનિયા ને આંખોમાં સજાવી
ખુદ ની દુનિયા લાગણીઓ માં ભીંજાય ગઈ
કઈક તૂટી રહ્યું હતું, કઈક છૂટી રહ્યું હતું
પરંતુ ચહેરા પરતો સ્મિત જ ફરી રહ્યું હતું
બેહદ ચાહત ની સીમાઓ પણ હતી
એને હદ માં રહી ને ચાહવાની હતી
સપનાઓ તો ખાલી જોવાના જ હતા
પુરા તો ક્યારે થવાના જ નહોતા
સાહેબ ક્યારેક લાગણીઓ નું પુર ફરી વળે ને ત્યારે આપણી પાસે માત્ર શબ્દો જ હોય છે જેનાથી આપણી અંદર થતા અહેસાસ ને શબ્દો માં પાથરી શકીયે.
આજે એક એવા વિષય પર વાત કરવી સાહેબ કે જેને એક સ્ત્રી જીવતી આવે છે, એક સ્ત્રી જીવી ગઈ અને એક સ્ત્રી જીવતી આવશે.
એક સ્ત્રી ને જીવવા માટે પુરી મોકળાશ નથી મળી શકતી, કેમ?
કારણ કે એ એક માઁ છે !કારણ કે એ એક દીકરી છે! કરણ કે એ એક વહું છે!
જ્યારે પણ એ સ્ત્રી પોતાના જીવનની શરૂવાત કરવાની તૈયારી કરે એ પેલા તો એના ઘરના જ સભ્યો એને વળાવાની તૈયારી માં લાગી ગયા હોય છે. એક સ્ત્રી પોતાના ના મન માં માત્ર સપના જોય શકે પરંતુ એને પુરા કરવા કે નઇ એના પર બીજાનો અધિકાર બની જાય છે.સ્ત્રી હોવાનો એક સ્ત્રી ને ગર્વ હોય છે પરંતુ સાહેબ જયારે ઠેસ તેના સપના ઓ ને લાગે ને ત્યારે ખરેખેર દિલ થી એવું થાય છે કે જો હું સ્ત્રી ન હોત તો ?મારા પણ સપના પૂરા કરવાનો મને હક મળી શક્યો હોત.
સાહેબ એક સ્ત્રી બનીને જીવવું ખૂબ અઘરું છે, એક સાથે બધા ને એક સરખો પ્રેમ માત્ર સ્ત્રી જ આપી શકે .
સાહેબ દુનિયા માં એવી વાતો હજારો કહશે કે સ્ત્રી માં હઠ વધારે છે પણ જતું કરવાની વાત આવે ને ત્યારે યાદ રાખજો એ સ્ત્રી જ કરી શકે.
એક પિતાનું સન્નમાં સાચવા એક અજાણ્યા વ્યક્તિ સાથે પરણી જશે,માતા ની શિખામણ ને ધ્યાન માં લઇ એ જતું કરતા શીખી જશે,પતિ નું માન સાચવા એ ઘણું બધું સાંભળી લેશે, પોતાના સપના જોઈને જે સ્ત્રી ખુશ રહેતી એને પૂરું કરવા માટે હંમેશા ઝંખના કરતી એ સ્ત્રી એના સપનાની દુનિયા થીખુદ જ દૂર થઈ જશે.
એક પુરુષ ને કેહેવામાં આવે છે કતું ગમે તે કર પણ પાંચ પૈસા કમાઈશ તો ઘર માં વહું આવશે પણ સાહેબ એક વાર તો કોઈ સ્ત્રી ને કહી જોવો કે જો તું પાંચ પૈસા કમાઈશ તો તને તારા ભવિષ્યમાં માં કામ આવશે પણ અફસોસ કે આ સાંભળવા માટે આપણે હજુ એક પેઢી ની રાહ જોવી પડશે .
એક સ્ત્રી માં કેટલા રહસ્યો છુપાયેલા છે ને એ માત્ર એ સ્ત્રી જ જાણી શકે દુનિયા ને તો એ જ બતાવશે જેવી પરિસ્થિમાં એ જીવે છે. સ્ત્રી ને કમજોર માનવામાં આવે છે જો એ ખરેખર કમજોર જ હોત તો એ દર મહિને આવતા માસિક ના દર્દ ને સહન ન કરી શકતી હોત, જો એ ખરેખર કમજોર હોત તો એ નવ મહિના સુધી પોતાના શરીર ના ગર્ભ માં એક જીવ ને ન ઉજેરી શક્તિ હોત, આ દર્દ માત્ર સ્ત્રી જ અનુભવી શકે છે સાહેબ .
એક સ્ત્રી પોતાની દુનિયા ને ભુલાવી દે છે જ્યારે એ એક નવી દુનિયાની શરૂવાત કરે છે .
એ સ્ત્રી છે શાંત બની દુર્ગા પણ છે
રણ ચંડી મહાકાળી પણ છે
હું પણ એક સ્ત્રી છું મને પણ મારી જાત પર ગર્વ છે પણ સાહેબ જ્યારે સપનાં આંખોની સામે તૂટતા જોઈ અને એ સપનાને તોડનાર પણ કોઈક આપણા જ નીકળે ત્યારે ખૂબ દુઃખ થઈ સાહેબ....
ગમે તેટલા જ્ઞાની બની જાવ પણ સ્ત્રી નામ ના કોયડા નો કોઈ ઉકેલ નથી.
હસતા ચહેરા ને જોઈને હસવાનું મન થઇ એ તાકાત માત્ર એક સ્ત્રી માં જ છે સાહેબ...