Micro fiction stories. in Gujarati Short Stories by મુકેશ રાઠોડ books and stories PDF | માઈક્રો ફિક્શન વાર્તાઓ.

Featured Books
Categories
Share

માઈક્રો ફિક્શન વાર્તાઓ.

માઈક્રોફિક્શન વાર્તાઓ
_ મુકેશ રાઠોડ.

વાર્તા :- ૧

શીર્ષક:- થેલી
************
_મુકેશ રાઠોડ.

દિવાળીના થોડા દિવસ પહેલા ,હું અને મારી ઘરવાળી ઘરની સાફ સફાઈ કરતાં હતાં. સફાઈ કરતાં કરતાં છેલ્લે માળિયાં નો વારો આવ્યો.મારા હાથમાં એક બહુ જૂની કપડાંની થેલી હાથ લાગી. આશ્ચર્ય સાથે થેલી ખોલી.થોડા જૂના કાગળો સાથે એક ગુલાબી રંગનું કવર મળ્યું.ખોલીને જોયું તો યાદ આવ્યું! આતો એજ કવર છે જે કોલેજમાં સાથે ભણતી અને મને ખૂબ ગમતી છોકરીને,ઘણા પ્રયત્નો કરવા છતાં કવર દઈ નોતો શક્યો.!!!

_મુકેશ રાઠોડ.
______________________________________________
વાર્તાા:- ર
શીર્ષક :-.ગ્રહણ .
_________________
_મુકેશ રાઠોડ.

કૃણાલ અને ચાંદની લગ્ન બાદ હનીમૂન મનાવવા કુલુમનાલી ગયા.ત્યાંના નયનરમ્ય દ્રશ્યો જોઈને જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવી અનુભૂતિ થઈ.હોટેલના સ્પેશિયલ હનીમૂન સ્યુટ રૂમમાં ,ચાંદની મનમાં નવી આશા,ઉમંગો અને સપનાઓ લઈને નવોઢા ની જેમ રોળે સણગાર સજીને બેડ પર બેઠી હતી .કૃણાલ રૂમમાં એન્ટર થાય છે . આજે તેમની પારણાંની પહેલી રાત ઉજવવાના હતા. કૃણાલ ઘૂંઘટ ઉઠાવવા જાય ત્યાંજ ફોનની રીંગ વાગી,જોયું તો ઘરેથી ફોન હતો.કૃણાલે ફોન ઉપાડ્યો ને જાણે ચાંદની ના સપનાને ગ્રહણ લાગી ગયું .

_મુકેશ રાઠોડ

______________________________________________


વાર્તા :- ૩

શીર્ષક :- મારો શું વાંક
_____________________

મુકેશ રાઠોડ.

ઋત્વિક અને રાગિણી બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા..એકજ ક્લાસમાં હોવાથી બંને વચ્ચે આકર્ષણ જન્મ્યું. જોત જોતામાં બંને એક બીજાના સારા મિત્રો બની ગયા.વાત મિત્રતાથી પણ આગળ વધી ગઈ અને બંને પ્રેમમાં પાયમાલ થઈ ગયા. બંને એ એક બીજા સાથે મૃત્યુ સુધી સાથે રહેવાના વચન લીધા.પણ રાગિણી નું સપનું સપનું જ રહ્યું. થોડા દિવસો બાદ એ બીમાર જેમ રહેવા લાગી .દવાખાને થી સારવાર કરાવી ઘરે આવી.તે જેવી તેના રૂમમાં દાખલ થઈ ને બારણું બંધ કર્યુકે ચારે તરફથી જાણે અવાજના ભણકારા વાગવા લાગ્યા. મારો શું વાંક... મારો શું વાંક...!?.

_મુકેશ રાઠોડ

______________________________________________

વાર્તા :- ૪
એક પળ.
________


કહું છું સાંભળો છો ??
આ જરા જુવો તો ખરા ,કેવી લાગુ છું હું?
મીના એ પોતાના ડ્રેસિંગ રૂમમાં થી જ સાદ દીધો.
અરે ગાંડી સરસ જ લાગે છે.મારી ઘરવાળી છે તું! તારામાં થોડી કાઈ ખામી હોય?
પરાગે લવ ટોન્ટ માં વાત કરી,
તમને તો બસ મજાક જ સૂજે છે.તમને ક્યાં ટાઈમ છે મારા તરફ જોવાનો.તમને તો બસ તમે ભલા ને તમારું કામ ભલું.આજે આપડી મેરેજ એનીવર્શરી છે ,અને તમે આજે પણ ઘરમાં ઓફિસ લઈને બેઠા છો.આજના દિવસે તો છુટ્ટી રાખો.થોડો ટાઈમ અમને પણ આપો!
મીના એ થોડા ગુસ્સા સાથે પરાગ ને કીધું.
અરે ગાંડી હવે આ એક જ વરસ તો બાકી રહ્યું છે રિ ટાયર્ડ માં પછી તો આવતા વરસે તો હું ઘરે જ હોઈશ.
આખો દિવસ તારી સામે જ.પછી એય ને નીરખી નીરખીને તને જોયા કરીશ ,મારે બીજું કામ પણ શું હશે?
પછી તો જોજે ને તું જ કહીશ હવે મને જોયા જ કરશો કે પછી કઈક કામ પણ કરશો.તારી સામે જ હોઈશ અને છતાં ચૂપ હોઈશ.તું બોલતી જજે ,હું ચૂપ રહીશ.

*******

આજે બરાબર એક વરસ પછી એજ દિવસ છે .ડ્રેસિંગ રૂમ છે.અરીસા સામે જ ઊભી છે.અરીસામાં તેની પાછળ પરાગ પણ દેખાય છે.એ જોયા પણ કરે છે.બોલતો પણ નથી.કેમ બોલે પરાગ તો છે પણ ફોટામાં. અને ફોટા ને હાર.
એક જ પળમાં એક વરસ પહેલાં ની યાદ આવી ગઈ ને મીના ની આંખમાં આશું.બીજી જ પળે એ શ્વેત વસ્ત્રો માં સજ્જ થઈ ને રૂમ બહાર નીકળી ગઈ.

_ મુકેશ રાઠોડ.


કેમ છો મિત્રો,કેવી લાગી તમને મારી આ વાર્તાઓ.તમારા પ્રતિભાવો આપવાનું ભૂલતા નહિ. આપના પ્રતિભાવ મને 💌 દ્વારા પણ મોકલી શકો છો.આશા રાખું છું આપને મારી વાર્તાઓ પસંદ આવી હશે.મારું 💌 એડ્રેસ છે.
mukeshrathod048@gamil.com.