કોલૅજ ખુલી ગઈ હતી.તે હજુ આવી ન્હોતી! મન ઉદાસ હતું.એક દિવસ વીત્યો રાત પડખું ફેરવ્યામાં વિતાવી. સવાર થઈ, તેમની સખી ને પૂછ્યું બધાં જ અનુત્તર. જમવામાં ચિત્ત ચોટ્યું નહીં, શું થયું હશે? શંકા કુશંકા માં બીજો દિવસ વીત્યો. અભ્યાસ માં ચિત્ત ચોંટતું નથી, નજર વારંવાર રૂમ ના દરવાજે અથડાઈ પાછી વળે છે. એના કોઈ જ સમાચાર આપતું નથી. ધીરજ ખૂટતી જાય છે. મોબાઈલ કરું પરંતુ સોગંદ દીધા છે કે કોઈપણ કાળે મને મોબાઈલ માં મેસેજ કે કૉલ નહીં કરવો. શું કરવું. મનની મુંઝવણ કોને કહું? આખો તાસ,બીજો એમ બધા તાસ પુરા થઇ ગયા પણ તે ત્રીજા દિવસે પણ ના દેખાઈ. મન ઉદાસ થતું ચાલ્યું. શું કરવું કાંઈ જ ચેન પડતું ન્હોતું. જમવામાં ચિત્ત ન્હોતું... શરીર પર નબળાઈ આવવા લાગી, દિવસ રાત ના ઉજાગરા પછી પણ અઠવાડિયું વીતી ગયું.બીમારીએ એને ઘેરી લીધો.હોસ્ટેમાંથી છુટ્ટી લઇ ઘરે ગયો. ડોક્ટર પાસે દવા કરાવી, બધા રિપોર્ટ નોર્મલ... થોડી અશક્તિ છે તેમ કહી ટેબ્લેટ આપી ઘેર આરામ કરવાની સલાહ આપી દીધી. ઘરનાં બધાં જ ઉદાસ હતાં ભાઈ ની બીમારી કોઈ નિદાન કરી શકતું ન્હોતું. રાત દિવસ ના એના ભણકારા સાંભળવા લાગ્યા પણ એ નજરે ના ચડી. દિવસ રાત એમ પંદર દિવસ નીકળી ગયા. હવે તો શરીર માં ખાલી પ્રાણ ચાલતાતા. બધાં પૂછે પણ કોઈ ને તે પોતાની મૂંઝવણ કહી શકતો ન્હોતો. કેમકે સામે છે છોકરીને લવ કરતોતો તે છોકરી બીજી જ્ઞાતિ ની હતી અને એનું કુટુંબ ખાનદાન હતું. કોઈ કોઈને કહેવા ગમે તેટલું જોર લગાવો તો નકામું. રાત દિવસ ના ઉજાગરા અને થાક, મંદાગ્નિ થી શારીરિક નબળાઈ અનેક થી રોગોનો સામનો કરી રહેલો 'અમર' બોલ્યો તું મને મોઢું બતાવવા આવ "અંજલી" તારા વગર ની બધીજ પ્રક્રિયા હવે મરતી જાય છે. તું જ મારો પ્રાણ બચાવી શકે છે.શરીર થી જુદાં પડવામાં પ્રાણ હવે વિદાય લે તેવી સંભવના છે. તું ગમે તે ભોગે મને મળવા આવ. હું હવે પથારીમાંથી બેઠો ઠસી શકું તેમ નથી. હે! ભગવાન! એને મારી પાસે બોલાવ. અંતઃકરણ ની પ્રાર્થના ભગવાન સાંભળે તેમ ચમકારો થયો. અંજલિ ને તેના ઘરમાંથી છુટકારો મળ્યો. કોઈએ કહી દીધું કે અંજલિ અમર ના પ્યારમાં છે. બસ ત્યારથી અંજલિ ના પરિવાર નાં લોકોએ નજરબંધી કરી દીધી હતી. કેમકે છોકરી અમારું નાક વાઢશે. આજના પ્યાર કેવા? છોકરો છોકરી નો ઉપયોગ કરી ફેંકી દેશે. તેવી દહેશત થી બંધ કમરામાં એકલી સુનમૂન અંજલિ ની ભાભી તેને સાથ આપવા આગળ આવી. અંજલિ ની બધી વાટ જાણી અને અમર ને મળવા માટે માર્ગ કરી આપ્યો. ઘણા દિવસ બાદ ઘરની બહાર નીકળતી અંજલિ લથડીયા ખાતી હિંમત એકઠી કરી તે અમર નાં ઘર તરફ ચાલવા માંડી. અંજલિ નું પચ્ચીસ દિવસ નું મૌન ઘરનાં તમામ ને અકડાવી ગયું. આ છોકરી મરી જશે સમજી સમાજ નાં રીત રીવાજ નાં ઝેર પચાવવાની તૈયારી સાથે અંજલિ આજે પોતાના પરિવાર સમાજ થી આઝાદ હતી. તે લથડતી અમર પાસે પહોંચે છે ત્યારે અમર ની આંખો માં પોપચા ઊંચા કરવાની હિંમત રહી નહોતી. જેમ તેમ કરી અંજલિ તેને ભેટી પડી ત્યાં થોડી આંખ ખોલી તો પોતાની અંજલિ આંખના આંસુ સારતી સાક્ષાત આવી છે તેવું લાગતાં અમર આંખો ખોલી ઉભો થવા જતાં અંજલિ નાં ખોળામાં ઢળી પડે છે. અને અંજલિ પણ તેના માથા પર માથું નાખી કાયમને માટે શાંત થઇ જાય છે.ઘરનાં સૌ તેમના પ્યારને પ્રણામ કરે છે......
- વાત્ત્સલ્ય