One unique bio data - 6 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૬

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૬

નિત્યા વિચારોમાં ખોવાયેલી હતી.કૃપાલીબેનનું ઘર આવી ગયું હોવાથી એ નિત્યાને કહે છે નિત્યા એક્ટિવા ઉભું રાખ આવી ગયું મારુ ઘર પણ નિત્યા તો શૂન્યમાં ડૂબેલી હોય એમ કઈ સાંભળતી જ નથી.

કૃપાલીબેન એના ખભે હાથ મૂકીને કહે છે,"નિત્યા મારુ ઘર તો પાછળ જતું રહ્યું.મેં તને બે વાર કહ્યું ઉભું રાખ એક્ટિવા.તારું ધ્યાન ક્યાં છે?"

"સોરી સોરી,હું તમને મૂકી જઉં છું"નિત્યા જેમ ગાઢ નિંદ્રામાંથી ઉઠી હોય એમ બોલી.

"ના,હું જતી રહીશ.પણ તારું ધ્યાન ક્યાં છે?,તું ઠીક તો છે ને?"

"હા,દીદી હું ઠીક છું"

"સારું ચાલ હું નીકળું.કાલ મળીએ.ધ્યાનથી જજે,બાય"

બાય કહીને નિત્યા એના ઘરે પહોંચે છે.ફ્રેશ થઈને ટીવી ચાલુ કરીને બેસી હોય છે પણ એનું ધ્યાન તો રસ્તામાં જે જોયેલું એ વિચારવામાં જ વ્યસ્ત હોય છે.એટલામાં એની મમ્મી એની પાસે આવે છે અને પૂછે છે"આટલું બધું શું વિચારી રહી છે"

"કઈ નઈ મમ્મી"નિત્યા બોલી.

"કોફી બનાવું?"

"ના મમ્મી,આજે ઇચ્છા નથી"

"બધું બરાબર તો છે ને?"

"હા,તમારે મારુ કઈ કામ છે?"

"ના"

"તો હું રૂમમાં છું,મારે થોડું કામ છે.જમવાનું થાય એટલે બોલાવી લેજો મને"

"સારું"

(નિત્યા જ્યારે પણ ઉદાસ હોય,કંઈક વિચારતી હોય,કોઈ એને કઈ બોલ્યું હોય કે એનાથી કોઈને ના કહેવાનું કઈ બોલાઈ ગયું હોય ત્યારે એ એકલું રહેવાનું પસંદ કરતી.નિત્યા પરિસ્થિતિથી ભાગવા માટે નહીં પણ પરિસ્થિતિને સ્વીકારવા માટે પોતાની જાતને પૂરતો સમય આપતી.)

રૂમમાં જઈને પણ નિત્યા ઘણા વિચારો કરતી હતી.એના મનમાં ઘણા પ્રશ્નો હતા જેના જવાબ જાણવા હતા એને.પણ એ પૂછે કોને એ મુંજવણ હતી.વિચારો કરતા કરતા એ ક્યારે સુઈ ગઈ એની એને પોતાને પણ ખબર ના રહી.જમવાનો સમય થતા કામિનીબેન નિત્યાને બોલાવા માટે આવ્યા ત્યારે રૂમમાં જોયું તો એ ઘસઘસાટ સૂતી હતી.એક-બે વાર એમણે નિત્યાને ઉઠાળવાનો પ્રયત્ન કર્યો પણ "મમ્મી સુવા દે બહું ઊંઘ આવે છે"એમ કહીને પાછી સુઈ ગઈ.

સવારે ઉઠી નાસ્તો કરી નિત્યા રોજ કરતા વહેલા જ કોલેજ માટે નીકળી ગઈ હતી.કોલેજમાં જઈને તે સીધી જ લાઇબ્રેરીમાં ગઈ.લેકચર્સનો ટાઈમ થતા તે બે લેકચર્સ લઈને વચ્ચે એક કલાક ફ્રી હતી એટલે પાછી લાઈબ્રેરીમાં ગઈ.લાઇબ્રેરીમાં શિક્ષકો માટે એક અલગ એસી હોલ બનાવેલો હતો ત્યાં જઈને નિત્યા બુક ખોલીને કંઈક વાંચવા લાગી પણ એનું ધ્યાન તો ક્યાંક બીજે જ હતું.એટલામાં દેવ એને શોધતો શોધતો લાઈબ્રેરીમાં પહોંચ્યો.

"હાઇ બેસ્ટી, અહીંયા શું કરે છે?"દેવ એ પૂછ્યું.

"લાઇબ્રેરીમાં લોકો શું કરવા આવતા હોય"નિત્યા એ અકળાઈને જવાબ આપ્યો.

"અચ્છા,તને એચ.ઓ.ડી સર બોલાવે છે"દેવ એ કહ્યું.

(નિત્યા હંમેશા સ્ટુડન્ટસના અમુક પ્રોબ્લમસના મુદ્દા એચ.ઓ.ડી સર પાસે લઈને જતી એટલે સર સ્ટુડન્ટસને લઈને કઈક નવું ડીસીઝન લેવાનું હોય તો એ નિત્યા પાસે પહેલું ડિસ્કસ કરતા.)

નિત્યા તરત જ એ જે વાંચતી હતી એ બધું સમેટીને સર ને મળવા જતી હતી ત્યાં દેવ એ એને રોકી.

"મજાક કરું છું.સર એ નથી બોલાવી તને.પણ તું કેમ અહીંયા છે,બધું ઠીક તો છે ને?"દેવ એ પૂછ્યું.

(દેવને ખબર પડી ગઈ હતી કે નિત્યાને જ્યારે એકલું રહેવું હોય તો જ એ લાઈબ્રેરીમાં આવતી,નઇ તો નિત્યાને કેબિનમાં જ એટલા કામ હોય કે એને લાઈબ્રેરીમાં આવાનો ઓછો ટાઈમ મળતો.)

"હા,ઠીક છે"નિત્યા બસ એટલું જ બોલી કારણકે એ પણ સમજી ગઈ હતી કે દેવને ખબર પડી ગઈ હતી એની ઉદાસી વિશે એટલે એ એનું કારણ જાણવા માંગતો હતો.

"યે ફૂલ જેસે તેરે ચહેરે પર ઉદાસી ક્યુ હે?
હમારી દોસ્તી સિર્ફ નામ કી નહીં હૈ તો તું મુજે બતાતી ક્યુ નહીં હે?"

"વાહ વાહ,વાહ વાહ"નિત્યા હસતા હસતા બોલી.

"મને ખબર છે બહુ જ ખરાબ હતું"દેવ બોલ્યો.

"અરે ના,સારું હતું"નિત્યા એ એની હસી રોકતા રોકતા કહ્યું.

"એતો તારા આ હસવા ઉપરથી જ ખબર પડી જાય છે કે કેટલું સારું હતું.બોલ હવે શું થયું છે?"દેવ એ સીધું જ પૂછી લીધું.

"શું માનુજને કોઈ ગલફ્રેન્ડ છે?"નિત્યાએ પૂછ્યું.

"મને કોઈ આઇડિયા નથી.પણ તું કેમ આમ અચાનક પૂછે છે?"

"કાલ કોલેજથી ઘરે જતા મેં માનુજને એક છોકરી સાથે જોયો હતો"

"હા તો,એ છોકરી એની બહેન કે ફ્રેન્ડ પણ હોઈ શકે ને?"

"હોઈ શકે પણ......."

"પણ શું નિત્યા?"

"કઈ નહીં"

"ચલ હવે બહુ ના વિચાર અને હોય તો પણ એ એની લાઈફ છે આપણે શું"

"હા,એ તો સાચું પણ એને કાલ જે પણ કઈ કહ્યું એ પરથી તો એવું લાગતું હતું કે એની લાઈફમાં હાલ એ એની ફેમિલી સિવાય કોઈની પણ જવાબદારી લેવા તૈયાર નથી"

(ત્યાર પછી નિત્યા એ માનુજ સાથે થયેલી બધી જ વાત દેવને કહી)

"ઓહ તો આટલા માટે થઈને તું ઉદાસ હતી કે તને લાગ્યું એની લાઈફમાં પહેલેથી જ કોઈ હશે તો કાલ તે આટલું ભાષણ આપ્યું એનો શું મતલબ"દેવ એ વાત સમજતા કહ્યું.

"હા,અને તને તો ખબર જ છે ને કે મને જૂઠું બોલવાથી કે જૂઠું બોલતા લોકોથી કેટલી નફરત છે"

"હું વાત કરીશ આ બાબત પર એની સાથે"

"ના,અત્યારે નઈ કરતો કેમ કે હું ખોટી પણ હોઈ શકું છું.અને મારા લીધે તમારી દોસ્તીમાં કઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ"

"સારું,ચાલ આજ છૂટીને ક્યાંક બાર જઈએ"દેવ એ કહ્યું.

"ના,આજે નઈ ફરી કોઈ વાર"નિત્યા એ જવાબ આપ્યો.

"ચાલને યાર મારુ બહુ મન છે.જમીશું નહીં પણ આઇસ્ક્રીમ ખાવા તો જઇ શકીએ ને?"

"અબ તુમ પૂછ રહે હો તો મેં કૈસે મના કર શકતી હું"

"જા ને હવે,છ મહિનામાં એક વાર આવે છે મારી સાથે બાર,એમાં પણ કેટલી વાર મનાવું પડે ત્યારે"

"સારું હવે આજ ખુશ થઈ જા,આજે પાક્કું જઈશું આઈસ્ક્રીમ ખાવા"

નિત્યા અને દેવ છૂટીને આઈસ્ક્રીમ ખાવા જાય છે.

"કયા ફ્લેવરનો ખાઈશ?"દેવ એ પૂછ્યું.

"કેમ તને નથી ખબર?,આમ તો તને મારુ બધું જ ખબર પડી જાય છે."નિત્યાએ મજાક કરતા કહ્યું.

"તું તો એવી વાત કરે છે જાણે રોજ મારી સાથે આઈસ્ક્રીમ ખાવા આવતી હોય ને મને તારું ફેવરિટ આઈસ્ક્રીમ ખબર હોય"દેવ એ કહ્યું.

"મને વેનીલા આપો તો પણ હું ખાઈ લઉ, આઇસ્ક્રીમ પાછળ તો હું પાગલ છું"નિત્યા બોલી.

દેવ બે આઈસ્ક્રીમ લઈને આવે છે.બન્ને ખાતા ખાતા વાતો કરે છે.

"હાશ કઈક તો એવું છે એના પાછળ તું પાગલ છે"દેવ મજાક કરતા બોલ્યો.

"મતલબ"નિત્યા ને કઈ ખબર ના પડી.

"કાશ કોઈ છોકરા પાછળ તું પાગલ હોત.... બાય ધ વે,તું લગ્ન ક્યારે કરે છે?"

"કેમ?,તારે શું જલ્દી છે મારા લગ્નની"

"હું અને તારો ઘરવાળો થઈને તને હેરાન કરવામાં મજા આવે"

"તારું કામ કર ને તું"નિત્યા ગુસ્સામાં બોલી.

બંને આઈસ્ક્રીમ ખાવામાં મસ્ત હતા.અચાનક દેવ ખાતા ખાતા અટકી ગયો અને નિત્યાને કહેવા લાગ્યો,"નિત્યા પાછળ જો તો"

"અરે આઈસ્ક્રીમ ખાવા દે ને શાંતિથી"નિત્યા બોલી.

"અરે એક વાર જો તો પાછળ તારો નવો ફ્રેન્ડ બેસ્યો છે"દેવ હસતા હસતા બોલ્યો.

નિત્યા એ પાછળ ફરીને જોયું તો માનુજ હતો.

"ચાલ આપણે મળી આવીએ અને તને પેલો ડાઉટ છે એ પણ પૂછી લઈએ"દેવ બોલ્યો.

"ના,એ કોઈની રાહ જોતો હોય એવું લાગે છે આમ અચાનક ના જવાય"નિત્યા એ કહ્યું.

"એમાં શું થઈ ગયું.ફ્રેન્ડ છે જવાય જ ને"

"સારું,તું જા"

"આ આઇસ્ક્રીમ પતાવીને જઉં નહીં તો પીગળી જશે"

એટલામાં માનુજની નજર નિત્યા અને દેવ બંને પર પડે છે.માનુજ સીધો જ દેવ અને નિત્યા જ્યાં બેસ્યા હોય છે ત્યાં આવે છે અને કહે છે"મને પણ આઈસ્ક્રીમ ખવડાવશો?"

"હા,કેમ નહીં. હું હમણાં જ લઈને આવું"દેવ બોલ્યો.

"અરે ના ના પછી કોઈ વાર"માનુજ એ કહ્યું.

"હાઇ નિત્યા,કેમ છે?"માનુજ એ નિત્યાને પૂછ્યું.

નિત્યા તો આઈસ્ક્રીમ ખાવામાં એટલી વ્યસ્ત હતી કે એને સ્માઈલ સાથે હાથથી જ ઈશારો કરી દીધો મસ્ત છે એમ.

એ ત્રણેય બેસીને વાત કરી રહ્યા હતા એટલામાં એક છોકરી આવી અને બોલી,"હાઇ માનુજ"

કોણ હશે એ છોકરી?

શું નિત્યા જે વિચારતી હતી એ સાચું હશે?