ઋણાનુબંધન......
Relation જીવન માં ક્યારે ક્યાં સ્વરૂપે પ્રવેશ કરે એ નું કોઈ જાણકાર નથી. એનું ભવિષ્ય શું છે એની કોઈ ને કલ્પના પણ ન હોઈ શકે.. અલગ અલગ સ્વરૂપ માં આવી ને તામાંરા જીવન ને એક અલગ રાહ આપી જાય છે. ક્યાંક સારું ક્યાંક જીવન નો એવો અનુભવ આપી જાય છે કે એ ની સાથે જીવન વિતાવવું કે ભૂલી જવું સમજવું અઘરું બનતું જાય છે..
આપના સમાજ માં સંબધ ની વ્યાખ્યા ઓ અલગ હોય છે .પોતાના વિચાર આધારિત એ સામે ના સંબધ નું તરણ કાઢતા હોય છે. પણ મિત્રતા એક એવો એહસાસ છે કે એમાં તો દરેક સ્વારૂપ નોખા...આવી જ એક કહાની છે બે અલગ પાત્ર ની જે છે તો એક પણ છે અલગ..રોહિત અને રુહી....🤗
બંન્ને ની મુલાકાત પણ એક અનોખી રીતે .અચાનક શબ્દો ના સથવારે.. અવાર નવાર શબ્દો ને લાઇ ને બંને વચ્ચે વાર્તાલાપ થતી..એ ના સાથે બંને પોતાની વાતો કહેતા કે જગડતા ... સાવ અલ્લડ ને સાવ નિર્મલ.. લાગે જાણે નદી ના સામ સામાં કિનારા.. વાતો ની મુલાકતો વધતી ગઈ. સમય થાય ત્યારે રાહ જોવી થોડા થોડા time પાર ચેક કરવું કે હવે શું હશે નવું કે શું હશે નવો એહસાસ એક બીજા માટે નો.. જ્યાં સુધી ઝગડો ના થઇ ત્યાં સુધી તો બમે ની વાતો પુરી ના થાય. બસ એક આદત બની ગઈ બને ને સાથે રહેવાની પણ દૂર રહી ને.
રોહિત ને રુહી નો અલ્લડ અંદાજ ગમતો.
એની વાતો એનો મિજાજ ગમતો.
એ એને કહેતો તારી સાથે નો નાતો નોખો. ના બંધન ના જુદું.
બંને પોત પોતાની રીતે સ્વાતંત્ર...
રુહી ને ગમતું રોહિત નું attitude વાળો મિજાજ
કહી ને પણ ના કહેવું, એનું રિસાય જવું, એનું જગડવું, એની વાતો ને ખાસ તો એના શબ્દો..એ લખતો જાણે એના દિલ નો એહસાસ.. જે વાંચી ને રુહી ને બહુ જ ગમતું ..
બસ એક જ વાત નો રુહી ને ગુસ્સો આવતો એના પર કે એ કહે પ્રેમાળ પણ પોતાને જે atritude વાળો ને નિષ્ઠુર કહેતો તે. પોતાની ફીલિંગ્સ ને છુપાવતો તે..અચાનક આવવું ને પાછું ગાયબ થઈ જવું. દિલ માં છુપાવેલા એહસાસ ને બોલી ને પણ જાણે એ અજાણ રહેતો.કારણકે એને બંધન ગમતું નાઈ હતું.. રોજ એક બીજા ની રાહ જોવી, વાતો share કરવી, હક જામાવવો, નવા નવા નામ થી બોલાવવું , સુખ દુઃખ ને share કરવા આજ એમનો નિત્યક્રમ બની ગયો હતો..છે ને અલગ કંઈક????
કહાની માં વળાંક તો એ છે કે બંને પોતાના ઘરે પોતાના જીવન માં વલોટાયેલા છે. પતિ પત્ની બાળકો પરિવાર સાથે જ.. એમ પણ અલગ જીવનું એક પાસું છે આ રોહિત ને રુહી ની દોસ્તી..આ જીવન માં આગળ શું નિર્ધારિત છે એ તો બંને ને પણ નથી ખબર.. શું હશે એનું ભવિષ્ય?? આગળ શું અંજામ હશે એમની દોસ્તી નો??
તું છે તો જીવન જીવવા જેવું લાગે છે.
તારા દોસ્તી ના સહારે કૈક કરવા જેવું લાગે છે
હિમ્મત છે તું જીવન ની મારા
બાકી અહીંયા તો બધું મિથ્યાભિમાન લગે છે..
સહારો આપવા તું જ બેઠો ને
તું જ કેમ જીવન થી નિરાશ થાય,
તારા રંગે રંગાયા પછી , આ
બધું કેમ પોશાય..
તું જ નજર અંદાજ કરીશ તો
કોનો જીવન માં વિશ્વાસ
તે આપી જીવન ને ગતિ
તુજ કરીશ એને ખલાસ...
દોસ્તી કેહવા માટે ના હોય.
એ તો છે અલગ ઋણાનુબંધન
તું છે તો છે આમ જીવવા જેવું જીવન.....