લવ રિવેન્જ-2 Spin Off
પ્રકરણ-19
“કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?”
“કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?”
કૉલેજ કેમ્પસમાં આવતાંવેંતજ અંકિતાએ લાવણ્યાને જે રીતે પૂછ્યું હતું, લાવણ્યાના કાનમાં હજીપણ એ શબ્દોના પડઘા પડી રહ્યાં હતાં.
આગલી રાત્રે લાવણ્યા પાર્થ વગેરે જોડે મણિનગર ગરબા સેલિબ્રેશનમાં ગઈ હતી.
“તને શરમ નઈ આવતી.!?”
“પાર્થ...યશ...! આવાં લોકોને ચોંટતાં...!? એમને વળગતાં..!? તું..તું...એ લોકોને તારાં શરીરને ટચ પણ કેમની કરવાં દેછે...!? હેં...!? ગંદુ નઈ લાગતું તને...!?”
આરવે આગલી રાત્રે કહેલાં એ શબ્દો હજીપણ લાવણ્યાના કાનમાં ગુંજી રહ્યાં હતાં.
“કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?”
રાતની એ ઘટનાને લીધે ઓલરેડી લાવણ્યા મૂડલેસ હતી ત્યાં બીજાં દિવસે સવારે કોલેજ કેન્ટીન તરફ જઈ રહી હતી ત્યારે અંકિતાએ તેણીને એવોજ પ્રશ્ન પૂછતાં લાવણ્યા છંછેડાઈ ગઈ હતી.
કેન્ટીનમાં પોતાનાં ગ્રૂપથી દૂર લાવણ્યા અલગ ટેબલ ઉપર બેઠી હતી.
“યાર આરવ વગર કેન્ટીનમાં જાણે સન્નાટો છવાઈ ગયો હોય એવું લાગે છે...! નઈ...!?” બધુજ જાણતો હોવાં છતાં અક્ષયે પોતાની જોડે બેઠેલી આકાંક્ષાને પૂછ્યું.
જોડેના ટેબલ ઉપર બેઠેલી લાવણ્યાને સંભળાય એ માટે અક્ષય જાણી જોઈને સહેજ ઊંચાં સ્વરમાં બોલ્યો.
કેન્ટીનમાં આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ ટોળુંવળીને બેઠાં હતાં. હમેશાં ધમાલ-મસ્તી કરતું આરવનું ગ્રૂપ તેની ગેરહાજરીમાં ચૂપચાપ બેઠું હતું. બધાંજ પોતપોતાનાં ફોન મંતરી રહ્યાં હતાં.
“હાં....યાર....! કોઈ મૂડજ નથી આવતો...!” આકાંક્ષાએ નિ:સાસો નાંખતાં કહ્યું.
બાજુના ટેબલ ઉપર બેઠાં-બેઠાં બૂક વાંચી રહેલી લાવણ્યા આરવના ગ્રૂપની વાતો સાંભળી રહી હતી. બૂક વાંચવાનો ડોળ કરી રહેલી લાવણ્યાનું મન આરવનાંજ વિચારોમાં ઘેરાયેલું હતું. આરવના ગ્રૂપની વાતો સાંભળીને તેનું મન વધુ વિચારે ચઢી ગયું.
“પણ એ ગયો છે ક્યાં...!?”આકાંક્ષાએ અક્ષયને પૂછ્યું’ને લાવણ્યાએ ફરી તેમની વાતો તરફ ધ્યાન આપ્યું.
“શું ખબર...!?”અક્ષયે માંડ પોતાનું મલકાવાનું દબાવીને તેનાં ખભાં ઉછાળ્યા “એ ક્યાં કોઈ દિવસ કે’છે....! કે પછી ફોન મેસેજ પણ કરે છે....!”
“મને પણ ફોન ના કર્યો....! કે મેસેજ પણ ના કર્યો...!” અક્ષયની વાત સાંભળી લાવણ્યા મનમાં બબડી “આવાંદે એને.....! આ વખતે એની ખબર લઈ નાંખું....!”
“એણે મને રોકી પણ નઈ....! રોકી નઈ તો કઈં નઈ ....ફોન કે મેસેજ પણ ના કર્યો....! અને પાછો બેસ્ટ ફ્રેન્ડ કે’છે....! ગધેડો...!”
“તું..તું....મારાં વિષે આવુંજ વિચારે છે....! ?”
“બધાં એવુંજ વિચારે છે તારા વિષે....!” આરવ સાથે થયેલી એ ઉગ્ર વાતચીત લાવણ્યા યાદ કરી રહી અને એકલી બેઠાં-બેઠાં લાવણ્યા ક્યાંય સુધી આરવ ઉપર ગુસ્સે થઈને વિચારતી રહી.
કંટાળેલી લાવણ્યા છેવટે ત્યાંથી ઊભી થઈ અને પોતાનો મોબાઈલ મંતરતા-મંતરતા કોલેજની પાછળના ભાગે આવેલાં ઓપન એર થિયેટર તરફ ચાલી નીકળી.
“ક્યાં છે આ છોકરો..!? ઓપન એર થિયેટર તરફ જવાં કોરિડોરમાં ચાલતાં-ચાલતાં જતી લાવણ્યાએ મોબાઈલમાં whatsapp ઓપન કરી આરવનું ચેટબોક્સ ઓપન કર્યું.
“હજી સુધી કૉલેજ નઈ આયો..!?” આરવને મેસેજ કરવાની ઈચ્છા થઈ આવવાં છતાં લાવણ્યાએ whatsapp બંધ કર્યું અને મોબાઈલ પોતાનાં હેન્ડબેગમાં મૂક્યો.
***
“સટ્ટાક.....! “સટ્ટાક.....!”
કરણસિંઘે સિદ્ધાર્થનાં ગાલ ઉપર જડી દીધેલાં તમાચાંની ગુંજ હજીપણ આરવ અને ઝીલના કાનમાં પડી રહી હતી.
હતપ્રભ થઈ ગયેલો આરવ ભીની આંખે સિદ્ધાર્થને જતો જોઈ રહ્યો હતો.
સુરેશસિંઘ, રાગિણીબેન, ઝીલ કિચનમાં બધાં હાજર જ હતાં. કિચનમાં થોડીવાર પહેલાંની ઉગ્ર ચર્ચાનું સ્થાન હવે નીરવ શાંતિએ લઈ લીધું હતું. કોઈ કશુંજ બોલી નહોતું રહ્યું. ઝીલ માંડ પોતાને રડતાં રોકી રહી હતી.
“સ..સિદ્ધાર્થને શું થયું...!?” સિદ્ધાર્થને ઝડપથી પોતાનાં બેડરૂમમાં જતો જોઈને નેહાએ કિચનમાં ઉભેલાં બધાં સામે જોઈને પૂછ્યું.
કરણસિંઘે સહેજ પાછળ ઉભેલાં સુરેશસિંઘ સામે જોયું.
“અમ્મ..! એની સગાઈ સંભવી જોડે કેન્સલ થઈ ગઈ છે...!” કરણસિંઘનો ઈશારો સમજી ગયેલાં સુરેશસિંઘ વાત સંભાળતાં હોય એમ બોલ્યાં.
“ઓહ...! સિદ્ધાર્થની સગાઈ..!?”” નેહા ચોંકી ગઈ
સિદ્ધાર્થની સગાઈ કેન્સલ થયાંની વાત જાણીને આરવ પણ હવે ચોંકી ગયો.
“ચલ...! મારે વિજયનું થોડું કામ છે..!”
એટલું કહીને સુરેશસિંઘ દરવાજામાં ઉભેલી નેહાની સામે આવ્યાં. નેહા પાછી ફરીને ડ્રૉઇંગરૂમમાં સોફામાં બેઠેલાં બધાં તરફ જવાં લાગી. સુરેશસિંઘ તેણીની પાછળ-પાછળ જવાં લાગ્યાં.
“હવે તું મારી આબરૂ નાં કાઢતો...!” નેહા અને સુરેશસિંઘનાં જતાં રહ્યાં પછી કરણસિંઘ આરવ સામે જોઇને કડક સ્વરમાં બોલ્યાં “જા તૈયાર થા અવે...!”
“અને રાગિણી...!” કરણસિંઘે રાગિણીબેન તરફ જોયું “જલ્દી ચલ અવે...! બધાં મેં’માન પણ રાહ જોતાં હશે...!”
કરણસિંઘ એટલું બોલીને ઉતાવળાં પગલે બહાર જતાં રહ્યાં.
રાગિણીબેન પણ તેમની પાછળ જવાં લાગ્યાં.
“ગઈ વખત જેવી ભૂલ આ વખતે નાં કરતો...!” કિચન ના દરવાજે અટકીને રાગિણીબેન બોલ્યાં અને પાછું ફરીને બહાર જતાં રહ્યાં.
“સીડ...!” ઝીલ છેવટે રડી પડી અને સિદ્ધાર્થનાં રૂમમાં જવાં દોડાદોડ કિચનમાંથી બહાર ભાગી.
હજીસુધી આઘાતમાંથી બહાર આવવાં મથી રહેલો આરવ ત્યાંજ ઉભો રહ્યો. તેની આંખ સામે હજીપણ કરણસિંઘે સિદ્ધાર્થને મારેલાં તમાચાનું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું.
***
“મેં ભૂલ કરી તને અહિયાં રાખીને...! ભૂલ કરી તને અહિયાં રાખીને...!”
કરણસિંઘના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં વાગી રહ્યાં હતાં. તમાચા કરતાં વધુ જોરથી વાગ્યા હોય એ રીતે તે શબ્દો સિદ્ધાર્થને અનહદ પીડા આપી રહ્યાં હતાં.
“તારાં ભરોસે હું આખું ઘર મૂકીને જાવ છું...જાવ છું...!” પિતા કરણસિંઘની એ બધી વાતોનાં વિચારોનાં વમળમાં સિદ્ધાર્થનું મન જાણે ફસાઈ ગયું.
“મેં ભૂલ કરી તને અહિયાં રાખીને...! ભૂલ કરી તને અહિયાં રાખીને...!”
એજ વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ તત્પૂરતું નેહાની સગાઈ આરવ સાથે થવાની છે એ દુ:ખ પણ ભૂલી ગયો.
“સિડ...! ભાઈ...!?” પોતાનાં રૂમની બાલ્કનીમાં ઊભાં-ઊભાં સામે દેખાઈ રહેલાં ગાર્ડન સામે તાકી રહેલાં સિદ્ધાર્થને પાછળથી કોઇકે બોલાવ્યો.
“ઓહ...! ઝીલ...! તું છે..!” પાછાં ફરીને સિદ્ધાર્થે જોયું તો ઝીલ બાલ્કનીના દરવાજા પાસે ઊભી હતી.
તેણીની આંખો ભીની હતી.
“ખબર નઈ પડતી કે..! અ....! સાગાઈની કેન્સલ થઈ એનું ત..તને...! કોંગ્રેચ્યુલેશન કઉ કે...અ..!” ઝીલ દયામણું મોઢું કરીને સિદ્ધાર્થના ઉતરી ગયેલાં ચેહરા સામે જોઈ રહી.
“ઇટ્સ ઓકે...! બધું પતી ગ્યું હવે...!” સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલ્યો.
“પણ આમાં તારો શું વાંક...!?” ઝીલની આંખ ભીંજાઈ ગઈ “કરણ અંકલ તારી ઉપર શેનાં ગુસ્સે છે...!?”
દરવાજે ઊભેલી ઝીલ બાલ્કનીમાં સિદ્ધાર્થની પાસે આવી.
“એમની આદત છે ઝીલ...! છોડ...!” વાત ટાળવા સિદ્ધાર્થ બોલ્યો અને પાછું સામે ગાર્ડન તરફ જોવાં લાગ્યો.
ઝીલની આંખો ટપકવા લાગી. ગાર્ડન સામે ઉદાસ ચેહરે જોઈ રહેલાં સિદ્ધાર્થને ઝીલ ટપકતી આંખે જોઈ રહી.
“એમણે આવું ન’તું કરવું જોઈતું..!” ઝીલ રડતાં-રડતાં બોલી “અ...આ રીતે હાથ ઉઠાવે ક...!?”
“ખટાક....!” ત્યાંજ સિદ્ધાર્થનાં રૂમનો દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો.
સિદ્ધાર્થે અને ઝીલે પાછાં ફરીને જોયું તો દરવાજો ખોલીને અંદર આરવ એન્ટર થયો.
આરવને જોઈને સિદ્ધાર્થે પાછું ગાર્ડન તરફ મ્હોં ફેરવી લીધું.
“અમ્મ...! સ...સોરી બ્રો....!” બાલ્કનીનાં દરવાજે આવીને ઊભાં રહેતાં આરવ ધીરેથી બોલ્યો “મ...મારાં લીધે...! અ...!”
આરવે અટકીને ઝીલ સામે જોયું પછી સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થ તેની સામે નહોતો જોઈ રહ્યો.
“અ...સ...સંભવીએ સગાઈ માટે કેમ ના પાડી...!?” આરવે વાત બદલવા પૂછ્યું.
“હું એની ટાઈપનો ન’તો....! એટ્લે..!” ગાર્ડન સામેજ જોઈ રહીને સિદ્ધાર્થ રુક્ષ સ્વરમાં બોલ્યો.
“હું એની ટાઈપનો ન’તો....ટાઈપનો ન’તો...!” જાણીતાં લાગતાં એ શબ્દો આરવનાં કાનમાં પડઘાવાં લાગ્યાં.
“તું મારી ટાઈપનો નથી આરવ....મારી ટાઈપનો નથી...!” આરવનું મન લાવણ્યાનાં વિચારોથી ઘેરાઈ ગયું.
“ટાઈપનો નથી એટ્લે શું યાર...!?” લાવણ્યા ઉપર ચિડાયેલાં આરવે ગુસ્સે થઈને સિદ્ધાર્થ અને ઝીલ સામે જોઈને પૂછ્યું “એવી તો શું ટાઈપ હોય છોકરીઓની...!?”
સિદ્ધાર્થે બોલ્યાં વગર ઝીલ સામે જોયું પછી તરતજ પાછું ગાર્ડન સામે નજર ફેરવી લીધી.
“ટાઈપ...ટાઈપ...!” આરવ ફરીવાર ચિડાઈને બોલ્યો “જ્યારે જોવો ત્યારે બસ એકની એક વાત...! ટાઈપનો નથી..ટાઈપનો નથી...! અરે બધાં એક જેવાં થોડી હોય યાર...! અને ટાઈપનું ના હોય.. તો શું થયું..!? તમને તમારાં જેવુંજ માણસ કેમનું ગમે...!?
...બોર નાં થઈ જાઓ તમે...!? ટાઈપનું ના હોય તો એડજસ્ટ નાં કરી શકાય યાર...!”
“એવું કઈં નઈ....!” ઝીલ પણ ગુસ્સાંમાં બોલી “કેટલીક છોકરીઓ હોય છેજ ફાલતું...! નફ્ફટ...! સારાં છોકરાંઓ એવી નીચ છોકરીઓને હજમજ નઈ થતાં હોતા...!”
“કેટલીક છોકરીઓ હોય છેજ ફાલતું...! ફાલતું....!”
“નફ્ફટ...! નફ્ફટ...!”
ઝીલનાં એ શબ્દો સાંભળીને આરવને લાવણ્યા અને તેનાં વિષે કૉલેજમાં થતી વાતો યાદ આવી ગઈ.
“બ્રો....! એ છોકરી ફાલતું છે...! ફાલતું છે...!” લાવણ્યા વિષે અક્ષય પણ કહેલાં એ શબ્દો આરવને યાદ આવી ગયાં.
“સારાં છોકરાંઓ એવી નીચ છોકરીઓને હજમજ નઈ થતાં હોતા...! હજમજ નઈ થતાં હોતા...!” ઝીલનાં એ શબ્દો આરવ મનમાં મમળાવી રહ્યો.
“અ..આવું... કોઈ છોકરી માટે નાં બોલીએ ઝીલ...!” ઝીલનાં શબ્દો સાંભળી આરવ જે બોલવા જતો હતો એજ વાક્ય સિદ્ધાર્થ બોલી ગયો.
ઝીલ સામે જોયાં વિના જ સિદ્ધાર્થે કહ્યું.
“તો શું કઉં હું...!?” ઝીલ ચિડાઈને બોલી “સંભવીની હિમ્મત કેમની થઈ તને રિજેક્ટ કરવાની...!?”
સિદ્ધાર્થે પરાણે વ્યંગભર્યું સ્મિત કરીને એક નજર ઝીલ સામે જોયું અને પાછું ગાર્ડન સામે જોવાં લાગ્યો.
વર્ષા રૂતુને લીધે ગાર્ડનમાં લગાવેલાં ઝાડવાં-છોડવાં વધુ ખીલેલા હતાં. ગાર્ડનમાં લાગેલાં આસોપલાવનાં અનેક વૃક્ષોની હારમાળાને સિદ્ધાર્થ શૂન્યમનસ્ક જોઈ રહ્યો.
“એ વાત તો સાચી...!” થોડીવાર પછી આરવ પણ ઝીલની વાતમાં સૂર પુરાવીને બોલ્યો “તારાં જેવાં છોકરાંને એ રિજેક્ટ શેની કરે....!?”
“ઈંટ ડઝન્ટ મેટર એનીમોર...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને પાછો ફરીને ત્યાંથી જવાં લાગ્યો “તું તૈયાર થઈ જા ભાઈ...!”
જતાં-જતાં સિદ્ધાર્થે આરવનાં બાવડે એક હળવો ધબ્બો માર્યો.
“એવી ફાલતુ છોકરીઓ...જે સીધાં છોકરાંઓને હેરાન કરે...!” જઈ રહેલાં સિદ્ધાર્થને ઉદ્ધેશીને ઝીલ ફરીવાર એજ રીતે ચિડાઈને બોલી “એવી છોકરીઓને તો પાઠ ભણાવવોજ જોઈએ...!”
ઝીલની વાત સાંભળવાં સિદ્ધાર્થ અટકયો અને તેણી સામે જોઈ રહ્યો.
ઝીલ જાણે લાવણ્યા વિષે કહેતી હોય એમ આરવને લાવણ્યા માટે ચિંતા થવાં લાગી.
“તારેજ સંભવીને રિજેક્ટ કરી દેવાં જેવી હતી...!” ઝીલ અત્યંત ઘૃણાપૂર્વક બોલી “એવી છોકરીઓ એમપણ આપડા ઘરમાં નાં ચાલે...!”
“અ...નાં..નાં...એવું નાં કરાય...!” લાવણ્યાનો “બચાવ” કરતો હોય એમ આરવ રઘવાયાં સ્વરમાં બોલ્યો “કોઈ છોકરીને એવીરીતે થોડી રિજેક્ટ કરાય..!”
“તો શું કરવું જોઈએ હેં...!?” ઝીલ ચિડાઈને આરવને ધમકાવતી હોય એમ બોલી.
“અરે...! એનાંથી ઈઝી રસ્તો છે...!?” આરવ વારાફરતી બંને સામે જોઈને બોલ્યો.
“ઈઝી રસ્તો...!?” ઝીલે નવાઈપૂર્વક પહેલાં સિદ્ધાર્થ સામે જોયું પછી આરવ સામે જોયું.
સિદ્ધાર્થને પણ same પ્રશ્ન થયો છતાં સિદ્ધાર્થે પૂછવાનું ટાળ્યું.
“કેવો ઈઝી રસ્તો...!?” ઝીલે પૂછ્યું.
“અરે ભાગી જવાનું યાર મારી જેમ...!”બધાંનું મૂડ ઠીક થાય એટ્લે વાત બદલવા આરવ નાનાં બાળકની જેમ સ્મિત કરીને બોલ્યો.
ઝીલ નવાઈપૂર્વક આરવને જોઈ રહી. આરવ એવુંજ સ્મિત કરીને બંનેની સામે વારાફરતી જોઈ રહ્યો.
“બવ ઈઝી છે યાર ભાગી જવું...!” આરવ ફરીવાર બોલ્યો પછી સિદ્ધાર્થ સામે જોયું “સિડ...! ફરીવાર પપ્પા તારી સગાઈની વાત કરે...! તો ભાગી જજે...!”
“તારાં જેમ ભાગી જવું મારાં માટે એટલું ઈઝી નથી આરવ...!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને ત્યાંથી પાછો ફરી જવાં લાગ્યો.
“અરે શું ઈઝી નઈ...!?” આરવ હવે સિદ્ધાર્થનું મન ડાયવર્ટ કરવાં તેને ચિડાવાં લાગ્યો.
સિદ્ધાર્થનાં ખભાંને પાછળથી પકડીને આરવ તેને ખેંચવાં લાગ્યો.
“અરે શું ક..!”
“બવ ઈઝી છે બ્રો..!” આરવ વચ્ચે બોલી પડ્યો અને સિદ્ધાર્થને બાલ્કની બાજુ ખેંચી જવાં લાગ્યો “આમ બાલ્કનીમાંથી નીચે ઉતરીને ભાગી જવાનું..!”
“અરે છોડ મને...!” સિદ્ધાર્થ પહેલાં સહેજ ચિડાયો પછી બોલ્યો “મેં કીધુંને મારાં માટે એટલું ઈઝી નથી...!”
“અરે હું બતાડું છું તને...! કેમનું ભાગાય...!” આરવ હજીપણ સિદ્ધાર્થને ખેંચી રહ્યો હતો “કેમ ઈઝી નઈ તારાં માટે વળી...!?”
“Because we are not brothers આરવ....!” આરવનાં હાથ ઝાટકીને સિદ્ધાર્થ તેની તરફ ફરીને ચિડાઈને ઘાંટો પાડીને બોલ્યો “we are not twins…!”
સિદ્ધાર્થ જોરથી બોલ્યો અને આરવ અને ઝીલ હતપ્રભ થઈને આઘાત પામી ગયાં.
***
નોંધ- કેટલીક ટેકનિકલ સમસ્યાઓને લીધે ચેપ્ટર થોડું ટૂંકું લખ્યું છે.
***
“Sid”
JIGNESH
Instagram: sid_jignesh19