એવું કહેવાય છે કે આપણે આપણા ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઇ ઈશ્વર આગળ આપણું સુંદર ભવિષ્ય ઈચ્છીએ છીએ અને ઈશ્વર આપણું અતિ સુંદર ભવિષ્ય જોઇને વર્તમાન આપે છે.
એક નવા જ શહેરમાં વ્યસ્તતામાં અનંતભાઈ અને કુસુમબેન પરોવાઈ ગયા, તો લેખા નવી કોલેજના વાતાવરણમાં જાણે વધારે સંકોચાઈ ગઈ .ગમતી સુગંધ, ગમતી સ્મૃતિમાં કંડારેલ ચહેરો અને સ્મરણમાં રહેલી વાતચીતને વાગોળવામાં જ પોતાની દુનિયાને સીમિત કરી દીધી. એ દુનિયામાં અન્યને પ્રવેશવાની પરવાનગી કદાચ મન જ આપતું ન હતું.
અનંતભાઈ :-"કેવી છે નવી કોલેજ?"
લેખા :-"ખુબ જ સરસ પપ્પા.... થેન્ક્સ અ લોટ.. એટલું મસ્ત પ્રાકૃતિક વાતાવરણ છે કે જ્યાં ખુદ પ્રકૃતિ જ મને ઘણું બધું શીખડાવી દે છે.
અનંતભાઈ :-"બસ આજ પરિપક્વતાનો અનુભવ મારે તને આપવો હતો લેખા..."
કુસુમબેન :-"સાચું કહું અનંત? સારું થયું મેં ઉતાવળે નિર્ણય ન કર્યો. મારી ચિંતા ખોટી હતી. આપણી લેખા માટે તો ઈશ્વરે ખૂબ જ સુંદર ભવિષ્ય વિચાર્યું હશે ને?"
અનંતભાઈ :-"ચોક્કસ હા, ખૂબ જ સુંદર ભવિષ્ય."
લેખા :-"અને મને ઈશ્વરે વધારે થોડો સમય તમારા બંનેનું વહાલ નસીબમાં આપ્યું."
અનંતભાઈ :-"જ્યાં સુધી અમારા બંને નો તારી સાથે શ્વાસોનો સંબંધ છે ત્યાં સુધી આ વ્હાલ અવિરત રહેશે અને પછી આ જ વહાલ આશીર્વાદ રૂપે રહેશે.
લેખા ની આંખ ભીની થઈ ગઈ અને હૃદય તરબતર, મનોમન ઇશ્વરનો આભાર માનવા લાગ્યું વ્હાલ વરસાવવા બદલ..... સાથે વહાલસોઈ મૌસમ ની આંખો યાદ આવી ગઈ મન અધીરું બની ગયું મૌસમની ની મસ્તી માણવા.
લેખા :-"હેલો મૌસમી?"
મૌસમ :-"હાઈ લેખી શું ચાલે?"
લેખા:-"નથી ગમતુ યાર તારા વિના."
મૌસમ:-"મને પણ.... એક તો હવે કોઈ મારી આવી વાતો સાંભળતું નથી. ને તારા વિના હું એકલી થઈ ગઈ. મંદિર જવાનું પણ બંધ થઈ ગયું."
લેખા:-"હું પણ અહીં નથી જતી મંદિરે. બધું જ અજાણ્યું લાગે અને પછી મારી ડ્રાઇવર તો ત્યાં જ રહી ગઈ."
મૌસમ:-"આમ જો ને તો લેખા હું ખુશ છું ,સારું અંકલની બદલી થઈ ગઈ એ બહાને તારા લગ્ન પણ ટળી ગયા તારા કેશવે મારું સાંભળી લીધું. તારું ગમતું ભણવાનું ભણીલે લેખા સમય કદાચ આવો ન પણ આવે."
લેખા:-"એવું નથી પણ મને લાગે મૌસમી જાણે મારા અસ્તિત્વનો એક જાણે ત્યાં જ રહી ગયો."
મૌસમ:-"મેં આવી વાતો કરવા ફોન નથી ઉપાડ્યો... નવી કોલેજ કેવી છે? એ કહે.."
લેખા:-"ખુબ સરસ. એક મોટી લાઈબ્રેરી છે તેનો એક ખાસ ખૂણો મેં મારા માટે રિઝર્વ કરી લીધો છે .બારીની તદ્દન નજીક અને પાછું તેને અડીને જ ગુલમહોર નું એક મોટું ઝાડ છે. ફ્રી ટાઇમ હું ત્યાં જ સ્પેન્ડ કરું.."
મૌસમ:-"બસ બસ બસ... હવે વધારે વાતો કરીશ તો મને ઈર્ષા થઇ જશે .આમ તો કાલથી આ પંખી પણ કે. ટી. ના પિંજરમાંથી થોડો સમય પોતાના આકાશમાં ઊડવાનું છે."
લેખા:-"મેડમની કોલેજ ખુલે ને કાલે?"
મૌસમ:-"યસ સો એક્સાઇટેડ લેખી.... મને લાગે મારો પ્રેમી મને બોલાવી રહ્યો છે."
લેખા:-"કોણ?"
મૌસમ:-"એ તો મને પણ ખબર નથી પણ મારું હૃદય તો જાણે તેને ઓળખે."
લેખા:-હું તો હંમેશા એ જ ઈચ્છું છું કે મારી મૌસમ આવી ને આવી ખુશ રહે મારા ભાગની ખુશીઓ પણ ઈશ્વર તને આપી દે."
મૌસમ:-"તારા ભાગનુ તારી પાસે રાખ. મારા માટે તો ઈશ્વરે કંઈક અલગ જ વિચારવું પડશે. પણ આ વખતે તો તારા માટે પણ ટોપ સિક્રેટ ,પહેલા હું ઓળખી લઉં પછી જ તારો અભિપ્રાય લેવો છે.
લેખા:-"જેવી તારી મરજી મેં તો હમણાં એ દિશામાં વિચારવાનું જ બંધ કરી દીધું છે હું અને મારા પુસ્તકો જ પૂરતા છે ખુશ રહેવા માટે."
મૌસમ:-"મજાક કરું છું લેખા... તારા વિના તો મારું હૃદય પણ ચાલતું બંધ થઈ જાય."
લેખા :-બસ હવે હસીને છુટા પડીએ આવી વાતો બંધ.
નિરાંતે મળીએ ચાલ બાય."
મૌસમ:-"ઓકે ડિયર..."
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
મૌસમ જાણે હૃદયની પ્રેરણાથી કંઈક વધારે જ ખુશ હતી કોલેજ જવામાં..... જાણે કે સાચે તેની પાંખો ને નવું આકાશ આંબવાનું હતું. તો ઇશ્વર જાણે આલયના રૂપમાં મૌસમને સ્વતંત્રતાના આકાશ માં વિહરવાનું સુખ આપવા ઈચ્છતો હતો...
આલયે પણ જાણે સવારની આળસની સાથે સાથે વિચારો અને સપનાઓ ને ખંખેરી નાખ્યા. હવે તો તેનું સપનું સ્મરણમાં ફેરવાઈ ગયું હતું અને 'ના 'થઇ ગઇ હોવા છતાં વિચારોમાંથી લેખા હટતી ન હતી.
મૌસમે કે.ટી ને પોતાની મનગમતી કોલેજમાં એડમિશન માટે મનાવી લીધા હતા એ પ્રોમિસ આપીને કે બે વર્ષ પછી તે અમેરિકા ચાલી જશે . ડેડીની ઈચ્છા પ્રમાણે અને એ સાંભળીને કે.ટી ની ખુશી માં વધારો થઈ ગયો અને તેના ઉત્સાહમાં મૌસમ માટે એક નવી ગાડી આવી ગઈ આજે જાણે કુદરત મૌસમ પર મહેરબાન.
મસ્તીમાં મસ્ત મૌસમ મનગમતું સંગીત સાંભળતી ક્યારે કોલેજ પાસે આવી ગઈ ખબર પણ ન પડી, અને ત્યાં ગેટ પાસે જ ઝાડ નીચે આલય નિલની રાહ જોતો હતો.
અચાનક પોતાના પ્રિયપાત્રને નજર સામે જોઈ આલયનુ હૃદય રોમાંચિત થઇ ગયું. સનગ્લાસિસ જાણે મૌસમને જોવામાં અવરોધ ઊભો કરતા હોય તેમ આલયે ઉતારી નાખ્યા.અને યંત્રવત્ મૌસમની સુગન્ધ નજીકથી અનુભવવા પાછળ જતી પોતાની જાતને રોકી ન શક્યો......
💞 તરસતું મારું હૃદય.....
જન્મોથી જાણે....
ને તૃપ્ત થયા ચક્ષુ.....
ક્ષણો ના સ્પંદનથી જાણે...💞
આપણે અહી અટકીએ?
આવતા ભાગમાં જોઈશું મૌસમનું હૃદય શું કહે છે....??
(ક્રમશ)