Love Bichans - 12 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | લવ બાયચાન્સ - 12

Featured Books
Categories
Share

લવ બાયચાન્સ - 12

( દોસ્તો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન ઝંખનાને surprise માં એક children home લઈ જાય છે. અને પછી એક બીચ પર પણ લઈ જાય છે. બંને ત્યાં ખૂબ એન્જોય કરે છે. ત્યાં જ અરમાનને ઝંખના પ્રત્યેની પોતાની ફીલીંગનો એહસાસ થાય છે. પણ એ ઝંખનાના ઈન્કાર કરવાના ડરને કારણે એ સારી દોસ્ત પણ ગુમાવશે એ વિચારીને ઝંખનાને પોતાના દીલની વાત નહી કહેવાનુ નક્કી કરે છે. પણ ઘરે વરસાદી રોમેન્ટિક મોસમમાં એ પોતાની લાગણી પર કાબૂ નથી રાખી શકતો અને ઝંખનાને કીસ કરી લે છે. પણ પછી કંઈક એવુ થાય છે જેનાથી બંને દૂર થઈ જાય છે. હવે આગળ જાણીશુ શું થાય છે. )


અરમાન એના ફલેટની બાલ્કનીમાં બેસીને ઝંખનાને યાદ કરીને ઉદાસ હોય છે. બાજુમાં કૉફીના મગમાંથી વરાળ નીકળી રહી હોય છે. અરમાનની નજર દૂર ક્ષિતિજ ને પેલે પાર સ્થિર હોય છે. એ ઝંખનાને દૂર કરનાર એ ઘટનાને યાદ કરે છે.


** ** ** ** **


બહાર હજી પણ વરસાદ ચાલુ જ હોય છે. બારી માંથી વાંછટ આવતી હોય છે. ઝંખના બારી બંધ કરવા જાય છે. એના ચેહરા પર પાણીની ઝીણી ઝીણી બૂંદ આવવાથી એ એક અનેરો રોમાંચ અનુભવે છે. અરમાન પણ એને બારી બંધ કરવામાં મદદ કરે છે. એટલામાં જોરથી વિજળી ચમકે છે અને વાદળોનો ગડગડાટ સંભળાય છે. ઝંખના ડરીને અરમાનને વળગી પડે છે. અરમાન બે ડગલા પાછળ ઘસડાઈ છે.


ઝંખનાના સ્પર્શથી અરમાનના રોમેરોમમાં વિજ્ળી દોડવા લાગે છે. એ પણ ઝંખનાને બાહૂપાશમાં ઝકડી લે છે. ઝંખના પ્રત્યેની એની લાગણીઓ અને ઉપરથી વરસાદી રોમેન્ટિક વાતાવરણમાં અરમાન બધુ ભૂલી જાય છે. એ ઝંખના પર પોતાની પકડ વધુ મજબૂત કરે છે.


થોડી ક્ષણો બાદ બંને અલગ થાય છે. પણ પ્રેમનો નશો હજી અરમાન ના મનમાંથી ઉતર્યો નોહતો. અને એ ઝંખનાના ચેહરાને પોતાની હથેળીમાં સમાવી એના હોઠો પર એક તસતસતુ ચૂંબન કરે છે.


અરમાનની આ હરકતથી ઝંખના એકદમ શોક્ડ થઈ જાય છે. એના જીવનમાં અરમાન એકમાત્ર પુરષ હતો. જેને એ એક બહુ સારો મિત્ર માને છે. પણ આમ કોઈ પુરુષના પ્રથમ સ્પર્શથી એના રોમ રોમમાં જાણે 440 નો ઝટકો લાગ્યો હોય એમ એના હોઠ ધ્રુજી રહ્યા હોય છે. એનુ દિમાગ તો ઝટથી અરમાનથી દૂર થવાનો કમાન્ડ આપે છે. પણ હ્રદય એને એમ નથી કરવા દેતુ. અરમાન ના હોઠનો એ ભીનો સ્પર્શ એના અંગે અંગમાં એક આગ ઊભી કરે છે. અને આનુ શું પરિણામ આવશે એ વિચારવા વગર એ પણ અરમાનને એની જેમ જ intensely kiss કરવા લાગે છે.


ધીરે ધીરે અરમાનના હાથ એના પૂરા શરીર પર ફરવા લાગે છે. અને ઝંખનાના હાથ અરમાનના વાળને સેહલાવતા હોય છે. બંનેની નજર થોડી પળ માટે મળે છે. ઝંખના આંખો બંધ કરી દે છે. જેને અરમાન એની મૂક સંમતિ સમજે છે. અને એને બેડ પર લઈ જાય છે.


આ તરફ ઝંખના પણ પોતાના શરીરમાં ઉદ્ભવેલા આવેગોમાં તરબોળ મદહોશીમાં કંઈ પણ વિચારવાની સ્થિતિમાં નથી હોતી. અરમાન પણ ઝંખના તરફના એના પ્રેમને આધીન જાણે એને પોતાનામાં સમાવી લેવા માંગતો હોય એમ એને પોતાનાથી દૂર નથી કરી શકતો. અને બંને એક થઈ જાય છે.


પરોઢિયે ઝંખનાની આંખો ખૂલે છે તો એ પોતાને અરમાનની બાહોમાં જુએ છે. અને એ તરત જ ઊભી થઈ જાય છે. જુએ છે તો એના શરીર પર કેહવા પૂરતા જ કપડા હોય છે. જાણે ઊંચી ઈમારત પરથી એકદમ નીચે પટકાઈ હોય એવી પીડા એના દિલમાં ઉદ્ભવે છે. એ ફટાફટ એના કપડા સમેટે છે અને બાથરૂમ તરફ ભાગે છે. જાણે પોતાની ભૂલને ધોઈ નાંખવા ઈચ્છતી હોય એમ શાવર ચાલુ કરીને ઊભી રહી જાય છે. પાણીની બૂંદો સાથે એની આંખોમાંથી આંસુ પણ વહી રહ્યા હોય છે.


એ જલ્દીથી કપડા પેહરેની બહાર આવે છે. પોતાનો બધો સામાન ભેગો કરી બેગમાં ભરી એ એક કાગળમાં કંઈક લખી તકિયા નીચે મૂકી એ ફટાફટ ઘરની બહાર આવે છે. જલ્દીથી ટેક્સી લે છે. જ્યારે ડ્રાઈવર પૂછે છે કે ક્યાં જવાનુ છે ત્યારે એ થોડી ક્ષણ કંઈક વિચારે છે અને પછી એરપોર્ટ લઈ લેવાનુ કહે છે. ફોન હાથમાં લઈ સૌથી પેહલા અરમાનનો નંબર ડીલીટ કરે છે. અને ફેસબુક વ્હોટ્સએપ બધામાંથી એને બ્લોક કરે છે.


આ બાજુ સૂર્યનો હળવો પ્રકાશ ચેહરા પર પડતા અરમાનની આંખ ખૂલે છે. આળસ મરોડતો એ ઊભો થાય છે. થોડો ઊંડો શ્વાસ ભરીને આંખ બંધ કરે છે. એને રાતની ઘટના યાદ આવે છે. ઝંખનાના સ્પર્શનો એહસાસ હજી એના તનબદનમાં વહી રહ્યો છે. એના અંગોની ભીની ભીની સુગંધ જાણે હજી પણ એના શ્વાસોમાં સામેલ હોય એમ એના શ્વાસોમાં એજ મદહોશી એ હજી પણ અનુભવી રહ્યો હોય છે.


પણ જેવી એની તંદ્રા તૂટે છે તો બાજુમાં નજર કરે છે તો ત્યાં ઝંખના નથી હોતી. એ આજુબાજુ નજર ફેરવે છે. પણ ક્યાંય પણ ઝંખના નથી દેખાતી. એ ફટાફટ ઊભો થાય છે અને બાથરૂમ તરફ ભાગે છે. બાથરૂમનો દરવાજો ખુલ્લો જોઈ એ કિચન તરફ જાય છે. ત્યાં પણ એ ના દેખાતા એ બેબાકળો થઈ જાય છે. પછી કંઈક વિચારતા ફરીથી બેડરૂમમાં જઈ આમ તેમ બધુ શોધે છે. ત્યા એ એની બેગ શોધે છે પણ એને ક્યાય પણ ઝંખનાની બેગ દેખાતી નથી. એ નિરાશ થઈને બેડ પર બેસી જાય છે. ત્યાં જ એની નજર તકિયા નીચે છૂપાયેલા કાગળ પર જાય છે. એ કાગળ ઉઠાવી એક નજર એની પર નાંખે છે. જ્યાં લખેલુ હોય છે.


" હું અહીંથી જઈ રહી છું. આપણી વચ્ચે હવે કોઈ પણ પ્રકારના રિલેશન નહી રેહશે. દોસ્તી પણ નહી. Please મને કોઈ પણ પ્રકારથી શોધવાની કોશિશ નહી કરતો. નહી સોશિયલ મીડીયામાં કે નઈ રૂબરૂ. અહી જ આપણી દોસ્તીનો અંત થાય છે. Good bye forever.."


અરમાન આ વાંચીને જાણે એની સૂધબૂધ ખોઈ નાખી હોય એમ થોડીવાર બેસી રહે છે. પછી અચાનક એ હોશમાં આવતા ફટાફટ ટી શર્ટ પેહરી ગાડીની ચાવી લઈ રૂમ લોક કરી એ ગાડી લઈ રેલ્વે સ્ટેશન તરફ વળે છે. સ્ટેશન પહોંચતા ગાડી પાર્ક કરી એ પ્લેટફોર્મ તરફ ભાગે છે. આખા પ્લેટફોર્મ પર એ ઝંખનાને શોધી વળે છે. પણ ઝંખના એને ક્યાય દેખાતી નથી.


આ તરફ ઝંખનાને ખબર હોય છે કે અરમાન એને શોધવા જરૂર આવશે એટલે એ ટ્રેનની જગ્યા પર પ્લેનમાં જાય છે.


ઝંખનાના આ રીતે કંઈ પણ કહેવા વગર ચાલ્યા જવાથી અરમાન એકદમ તૂટી જાય છે. એ ઝંખનાને ઘણા કૉલ કરે છે પણ કૉલ લાગતા નથી. મેસેજ કરે છે, પણ મેસેજ ડીલીવર નથી થતા. એ ફેસબુક પર પણ મેસેજ કરે છે પણ ત્યા પણ મેસેજ સેન્ડ નથી થતા. એ સમજી જાય છે કે ઝંખનાએ એને બ્લોક કરી નાંખ્યો છે. થોડા દિવસ તો એ ઝંખના સાથે સંપર્ક કરવાની ઘણી ટ્રાય કરે છે. પણ ઝંખના તો જાણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગઈ હોય એમ એને ક્યાય મળતી નથી. હવે તો એ પણ સમજી જાય છે કે એણે ઝંખનાને ગુમાવી દીધી છે. ઝંખનાના એના જીવનમાંથી જવાથી જાણે ખુશી પણ એના જીવનમાંથી ખોવાઈ ગઈ હોય એમ એ હવે ફક્ત જીંદગી ગુજારે છે. હવે એ દોસ્તો સાથે પણ હસી મજાક નથી કરતો. બસ હસવા પૂરતુ જ હસે છે. ઝંખના જતા જતા અરમાનના જીવનમાંથી ખુશી અને ઉમંગ પણ લેતી જાય છે.


અચાનક ફોનની રિંગ વાગતા અરમાન વર્તમાનમાં આવે છે. અને રૂમમાં જઈ ટીફીનમાંથી થોડુ ઘણુ જમી સૂઈ જાય છે.


** ** ** ** **


એક અઠવાડિયા પછી..


સાંજે ઝંખના ઓફિસમાથી બહાર આવતી હોય છે. ત્યા એને એક અવાજ સંભળાય છે.


" તો finally તુ મળી જ ગઈ. "


આ અવાજ સાંભળી એનુ હ્રદય એક ધબકાર ચૂકી જાય છે. એ પાછળ ફરીને જુએ છે તો અરમાન એના બે હાથને બાંધીને ઊભો હોય છે.


** ** ** ** **


વધુ આવતા ભાગમાં


Tinu Rathod - Tamanna