we'll meet Again!! in Gujarati Short Stories by Parth Patel books and stories PDF | ફરી મળીશું!!

Featured Books
Categories
Share

ફરી મળીશું!!

ફરી મળીશું!!

આ વાત છે અમારા જુદાં થયા પહેલાની જ્યારે અમે છેલી વાર મળ્યા હતાં.
અમે મળ્યા ત્યારે અમારા બેઉ માથી કોઇ નો'તું જાણતું કે આજે શું થવાનું છે? આ મુલાકાત પછી અમે સાથે હશું કે નહીં? પણ હા જ્યારે મળ્યા ત્યારે અમે ખૂબ ખુશ હતાં.
તે દિવસે અમે તેના જ મનપસંદ એક કાફે માં મળ્યા હતાં. હું પહેલાંની જેમ જ પંદર એક મિનિટ વે'લો જ આવી ને બેસી ગ્યો હતો એની રાહ જોતો હતો. એ આવી અમે થોડી વાતો કરતા હતાં ત્યાં વેઈટર આવી ને અમારો ચા કોફી નો આૅડર લઇ ગ્યો, એટલે કે કોફી એની ને ચા મારી. મે જ્યારથી મળ્યા હતાં ત્યારથી એને કોઈ દિવસ ઢા નહોતી પીધી! ને આજ મે એને ફરી પૂછ્યું કે તને તો ચા ખૂબ પસંદ હતીને તો હવે કોફી પીવા લાગી છે?! તો એને જવાબ એવો આપ્યો કે આ ચા તારી પસંદ છે બરાબર?! અને તું મારી! અને મારી પસંદની પસંદને કોઇ બીજું પસંદ કરે એ મને જરાય ના ગમે!!
એના આ જવાબ મને અનુકુળ ના લાગ્યો પણ આ જવાબ આપતા એ થોડી ગંભીર થઈ હતી એટલે મેં એવાત। છોડી ને બીજી વાત। ચાલું કરી ને એટલા માં અમારો આૅઠર પણ આવી ગ્યો, એની કોફી ને મારી ચા!
બસ હવે અમે કોફી અને ચા ની ચૂસકી સાથે વાત વિનાની વાતોમાં અને જુની યાદોને વાગોળતા બેઠા હતાં. અને અચાનક એને એવો સવાલ। કર્યો કે જે સવાલ એકબીજાને ન કરવા અમે સંમત થયા હતાં અને મારી પાસે એ સવાલનો જવાબ પણ ન'તો! તો પણ એને આજે એ સવાલ કરીને મને મુંઝવણમાં મૂકી દીધો! એ સમયે બસ હું એને જ જોઈ રહ્યો અને એને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો પણ એ કંઇક અલગ લાગતી હતી!
ખબર નહીં પણ કેમ હંમેશાં હસતો ખિલખિલાટ ચહેરો આજે ખૂબ જ ગંભીર હતો! એના મનમાં શું ચાલી રહ્યું હતું એ હું કાંઇ જ સમજી ન શક્યો!!
આ બધી દ્વિધા માંથી બહાર આવી મછ એને પૂછ્યું કે શું થયું? કેમ આજે આમ વર્તે છે? કંઇ થયું છે? અને આ સવાલ નો શો મતલબ?
તો એને ફરી એજ સવાલ કરતા કહ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ?!
હું ચૂપ હતો અને એ પણ! મેં બંને ચૂપ્પી તોડતા કહ્યું કે જો આપણે પહેલાં પણ નક્કિ કર્યું હતું કે આપણે આ વિશે વાત નહીં કરીએ! તો આજે કેમ?!
મેં એને સમજાવી કે આપણે જ્યારે સાથે રહેવાનું નક્કિ કર્યું ત્યારે જ મે કહ્યું હતું કે આપણે ક્યારેય લગ્નની વાત નહિં કરીયે! સમય થશે ત્યારે એકબીજાને ઘરે વાત કરીશું! નહીં માને તો મનાવશું અને પછી ઘરના હા પાડશે તો જ લગ્ન કરીશું....
અને જો ઘરના। નહીં માને તો?
તો!..... તો નહીં કરીએ, એવી વાત આપણે પહેલા કરી હતી. પણ એ એક ની બે ના જ થઇ અને એને અલગ થવાની વાત કરી!
આ સાંભળતા જ હું ચોકી ગ્યો અને ચૂપ થઈ ને બેસી રહ્યો અને એ પણ!
જે કાંઈ ચાલતું હતું તે મનમાં જ રહ્યું. બંનેનાં હૃદયમાં ભારે ઘમસાણ હતું અને ત્યારે અમારા હોઠ સીવાઈ પણ સિલાઈ ગયા.
થોડી વાર ની ચૂપ્પી પછી મે એને ફરી પૂછ્યું શુંતુ આજ ઈચ્છે છે?!
હા!
અને પછી એક સમજણથી અમેઅલગ થવા તૈયાર થાય.
પણ આમા ન'તું કો બેવફા કે ન'તું કો દગાબાઝ બસ જે કાંઈ હતું તો એ હતી અમારી સમજણ!
અને છૂટા પડતા પહેલા એને મને બસ એટલું જ પૂછ્યું કે આપણે
ફરી મળીશું?!
કદાચ!

આભાર

• પાર્થ પટેલ •