Pranay safarni bhinash - 2 in Gujarati Fiction Stories by Taruna Makwana books and stories PDF | પ્રણય સફરની ભીનાશ - 2

Featured Books
Categories
Share

પ્રણય સફરની ભીનાશ - 2

આકૃતિ એના ભૂતકાળમાં સરી પડે છે.

"મમ્મી,હજુ કેટલી વાર છે? ક્યારની પૂજા કરે છે?તું ક્યારે મને નાસ્તો આપીશ અને હું ક્યારે ક્લાસિસ પહોંચીશ? દાદરા ઉતરતી આકૃતિએ ચંદ્રીકાબેનને કહ્યું

"ઓ હેલ્લો,વધારે પડતું નોઇસ પોલ્યુશન ફેલાવાની જરૂર નથી.ઓલ રેડી એકને સહન કરું છું.ક્યારની બરાડા પાડે છે.ક્યારે અક્કલ આવશે તને આકૃતિ?મમ્મી તે તારા ભગવાનને ભોગ ધરી દીધો હોય તો અમને પણ થોડો પ્રસાદનો લ્હાવો લેવા દયો."વૈભવે બનાવટી ગુસ્સા સાથે બોલ્યો.

"આવું છું,મારા બન્ને બાળકોનું અને મારા પરિવારનું સદાય ધ્યાન રાખજે.એમના પર તારી કૃપા વરસાવતો રહેજે.જયશ્રી કૃષ્ણ."બંને હાથ જોડી ભગવાનને વિનંતી કરતા ચંદ્રિકાબેન બોલ્યા.

"જયશ્રી કૃષ્ણ મોમ,ચાલ હવે ફટાફટ નાસ્તો પીરસ મારે લેટ થાય છે."આકૃતિ ઉતાવળા સ્વરે બોલી.

"મારે પણ,મમ્મી મારે કોલેજથી છૂટતી વખતે પપ્પાને કોઈ પાર્સલ આપવાનું છે તો હું ઘરે થોડો મોડો આવીશ."વૈભવે ચંદ્રિકાબેનને જણાવતા કહ્યું.

"સારું બેટા,વૈભવ તું નાસ્તો કરીલે.આકૃતિ તું નાસ્તો કરીને તારો લંચ બોક્સ સાથે લેતી જજે.રોજ કોઈના નાસ્તા કરવાની ટેવ સારી નહીં."ચંદ્રિકાબેનએ નાસ્તો પીરસતા કહ્યું.

"બીજું કંઈ કહેવાનું છે?"નાસ્તાની બાઈટ મોઢામાં મૂકતા આકૃતિ બોલી.

"મમ્મી,તો હું કોલેજ જવા નીકળું,નહિતર મોડું થઈ જશે.દસ તો અહિયાં જ વાગી ગયા છે.બાય આકૃતિ,બાય મોમ.જયશ્રી કૃષ્ણ"કહેતા વૈભવ કોલેજ જવા નીકળી ગયો.

"આકૃતિ,જો બેટા હવે તું મોટી થઈ રહી છે.આમ રાડો પાડવી,બરાડા પાડીને બોલવું એ શોભા ના દેય દીકરા અને આ શું મને ક્યારની ઉતાવળ કરવાનું કહે છે.પોતે તો હજુ નાઈટ ડ્રેસમાં જ આંટા મારે છે."ચંદ્રિકાબેનએ આકૃતિને સમજાવતા કહ્યું.

"એજ તો કહું છું મમ્મી,મારે શું પહેરવું કંઇજ ખબર નથી પડતી.આજે અમારા ગ્રુપમાં સ્પેશિયલ ડ્રેસ પહેરવાનું નક્કી કર્યું.આજે વેલેન્ટાઇન..આકૃતિ પોતાની વાત પૂરી કરે એ પહેલા ડોર ર્બેલ વાગ્યો.ચંદ્રિકાબેન દરવાજો ખોલવા આગળ વધ્યા.
"વેઇટ મોમ,હું દરવાજો ખોલું છું." આકૃતિ ચંદ્રિકાબેનને અટકાવી દરવાજો ખોલવા ગઈ.

આકૃતિએ દરવાજો ખોલ્યો.સામે કોઈ ડિલિવરી બોય જણાતો હતો.
"યસ"આકૃતિએ પૂછ્યું
"મિસિસ ચંદ્રિકા મળી શકશે?એમના માટે પાર્સલ છે."ડિલિવરી બોયે આકૃતિને કહ્યું
"લાવો,હું આપી દઉં મમ્મીને "આકૃતિ પાર્સલ લેવા માટે હાથ લંબાવતા બોલી.
"સોરી મેમ,આ પાર્સલ સ્પેશ્યિલ એમના હાથે જ સોપાવનું મને કહેવામાં આવ્યું છે."ડિલિવરી બોય દિલગીરી વ્યક્ત કરતા બોલ્યો.

આકૃતિ એમના મમ્મીને બૂમ પાડી બોલાવે છે.
ચંદ્રિકાબેન દરવાજા તરફ આવી આકૃતિને કહ્યું.શું થયું?ઊભી છે શું ?પાર્સલ લઈ લે ને.
"આ ડિલિવરી બોય મને પાર્સલ આપે તો હું લઉં ને."આકૃતિએ આંખો ઝીણી કરી ચંદ્રીકાબેનની સામે જોઈ કહ્યું.
"આપ મિસિસ ચંદ્રિકા છો?"ડિલિવરી બોયે ચંદ્રીકાબેન સામે જોઇને પૂછ્યું.
"હા,હું જ મિસિસ ચંદ્રિકા છું."
"મેમ આ પાર્સલ લઈ લો અને અહી આ કાગળ પર સહી કરી આપો."જરૂરી ફોર્મલિટીઝ પૂરી કરવા ડિલિવરી બોયે ચંદ્રિકાબેનને જણાવ્યું.

ચંદ્રિકાબેન સ્માઈલ સાથે કાગળ પર સહી કરી.પાર્સલ લઈ ઘરમાં આવ્યા અને પાર્સલ ખોલવા લાગ્યા."મમ્મી ફટાફટ ખોલને,શું છે એમાં?કોણે મોકલ્યું? "પ્રશ્નોનો તીર એકીસાથે આકૃતિએ ચંદ્રિકાબેન તરફ છોડ્યા.
"અરે પાગલ,તારા પપ્પાએ પાર્સલ મોકલ્યું છે.દર વર્ષની જેમ.વર્ષોથી અને આજે પણ.એ મને આ રીતે જ વેલેન્ટાઇન ડે વિશ કરે છે."આ બોલતા ચંદ્રિકાબેનના ફેસ પર એક માદક હાસ્ય ફરી વળે છે.
"ઓહહો શું વાત છે હે મમ્મી.ચાલ,લાવ હવે હું મારા હાથે જ તને મોગરાની વેણી તારા વાળમાં લગાવી આપુ."આકૃતિ વેણી લઈને ચંદ્રિકાબેનને વાળમાં લગાવવા ઊભી થઈ.

આકૃતિ એમના મમ્મીનાં વાળમાં વેણી લગાવતા(ભગવાન મારા મમ્મી પપ્પાનો પ્રેમ આમ ફુલની જેમ ખીલતો રહેવો જોઈએ.એમના પ્રેમની સુગંધ મોગરાના ફૂલની માફક ચોતરફ પ્રસરતી રહે એવી મારી પ્રાર્થના.)
"થઈ ગયું,બોલતા આકૃતિ એમના મમ્મીને પાછળથી હગ કરીને કહે છે.આઇ લવ યુ મોમ ખરેખર મમ્મી તમે ખુબજ લકકી છો.પપ્પા જેવા પ્રેમાળ પતિ જીવનસાથીના રૂપમાં મળ્યા."
"તો શું તારા પપ્પા લક્કી નથી મને મેળવીને?
ચંદ્રિકાબેનએ મજાકમાં આકૃતિના કાન ખેંચતા કહ્યું.
" ઓહ માય સ્વીટ મોમ.તમારા જેવી માં અને પત્નીનું મળવું કોઈનું સૌભાગ્ય જ હોય."આકૃતિ ચંદ્રિકાબેનને પ્રેમથી ભેટીને બોલી.
"બહુ મસ્કા મારવાની જરૂર નથી.ચાલ હવે કોઈ સારા એવા કપડાં પહેરીને નીચે આવ.ક્લાસિસ માટે હવે તને મોડું નથી થતું?"ચંદ્રિકાબેનએ છણકો કરતા આકૃતિને કહ્યું.

" મોમ હું હમણાં જ રેડી થઈને આવું છું."આકૃતિ એના રૂમમાં જઈ પોતાના કબાટમાં નજર ફેરવીને છેલ્લે બ્લેક જીન્સ અને ટોમેટો રેડ કલરનું ટોપ પસંદ કરે છે.આકૃતિ તૈયાર થઈ નીચે હૉલમાં આવી ચંદ્રિકાબેનને પૂછયું "કેવું લાગે કોમ્બિનેશન?"
"ખૂબ જ સરસ.ચાલ હવે ઉતાવળ કર.કોઈ ટોપિક છૂટી ના જાય.નહિતર એને સોલ્વ કરતા બીજા બે દિવસ જોશે."ચંદ્રિકા બેનએ આકૃતિને કહ્યું.

આકૃતિ પોતાની બેગ લઈ,એક્ટિવા પર સવાર થઈ,ક્લાસિસ માટે નીકળી પડી.રસ્તામાં નિકિતાને લેવાની હોય છે.થોડે દૂર જતા નિકિતા રાહ જોતી ઊભી હતી.આકૃતિ તેની બાજુમાં એક્ટિવા ઊભી રાખી."આટલી વહેલી કેમ?હજુ તો બે કલાકની વાર છે ક્લાસિસ જવા માટે."નિકિતાએ ટોન્ટ મારતા આકૃતિને કહ્યું. હવે ખીખી કરમાં.પિયા,પૂર્વી અને માલિની આપણી રાહ જોઈ ક્યારનાં ઊભા હશે.

"તું બેસ તો હું એક્ટિવા ચલાવું કે?"નિકિતા એક્ટિવામાં બેસી ગઈ.આગળ તેઓને માલિની,પૂર્વી એક પ્લેઝરમાં અને પ્રિયા પોતાની એક્ટિવામાં.રાહ જોઈ ઊભા હોય ત્યાં તેઓની પાસે જઈ,આગળ મોપેડ ચલાવવા ઈશારો કરે છે.

"તમે લોકો તો આજે એકદમ જક્કાસ લાગો છો.કોઈ તમને જોઈને ક્યાંક ચક્કર ખાઈને પડી ના જાય."પ્રિયાએ સૌના વખાણ કરતા કહ્યું.
"તું અમારા વખાણ કરે છે કે ટાંગ ખેંચે છે."આકૃતિએ પ્રિયાની વાતનો મજાકિયા અંદાજમાં વળતો જવાબ આપ્યો.

"વાઉ કેટલો હેન્ડ્સમ છે યાર.વ્હાઇટ શર્ટ,બ્લૂ જીન્સ.ઉપરથી આટલો ગોરો.સન ગ્લાસિસ એના ફેસ પર કેટલાં બંધ બેસે છે. વન કટ સેવિંગ,બુલેટ પર સવારી,કેટલો સોહામણો લાગે.જોતો ખરા યાર.હાય મે વારી વારી જાવા."નિકિતા આકૃતિને ખભેથી હચમચતા કહ્યું.

નિકિતાના આમ હચમચાવથી આકૃતિનું બલેન્સ ખોરવાઈ ગયું.અને બાજુમાં ચાલતી રોયલ ઇન્ફાઇડને ટક્કર લાગી ગઈ. ધડાક કરતા અવાજ આવ્યો.આ બાજુ આકૃતિ,નિકિતા અને પેલી બાજુ પેલો યુવક નીચે પડ્યા.

"હેલ્લો મિસ્ટર બાઇક ચલાવતા નથી આવડતું?તો આમ રોડ પર બાઇક લઈને હીરોગીરી કરવા નીકળી ના પડાય."પોતાના સ્વબચાવ કરવા નિકિતાએ યુવકને વઢ્યો.

નિકિતાનાં ઊંચા અવાજના કારણે ત્યાં ભીડ જમાં થઈ ગઈ. યુવકને લોકો વઢવા લાગ્યા.આકૃતિ પોતાનું હેલ્મેટ ઉતારી નિકિતા પાસે આવી.

"ચૂપ રે!આપણો દોષનો ટોપલો બીજા માથે થોપાવાની કોઈ જરૂર નથી."આકૃતિએ ગુસ્સામાં નિકિતાએ કહ્યું

આકૃતિ ટોળામાં જઈને ભીડને દુર કરી.પેલા યુવકને બાઇક ઊભી કરવામાં મદદ કરી,આકૃતિની અદાથી યુવક અંજાયો. એકીટસે એને ભાન ભૂલી જોતો રહ્યો.

આકૃતિ નિકિતાને બોલાવી એને પણ મદદ કરવા કહ્યું.
આકૃતિનો અવાજ સાંભળતા યુવકનું ધ્યાનભંગ થયું.
તે પોતાની બાઇક આકૃતિ અને નિકિતાની મદદથી ઊભી કરી.

" સોરી,અમારી ભૂલના લીધે તમને પણ ઈજા પહોંચી અને ઉપરથી ઘણું સાંભળ્યું.સોરી વન્સ અગઈન."આકૃતિએ વસવસો વ્યકત કરતા કહ્યું.
" સોરી"મોઢું નીચે કરતા નિકિતા બોલી.
" ઇટ્સ ઓકે,પ્રિટી ગર્લ્સ"હાથ ખંખેરી સ્માઈલ સાથે યુવકે જવાબ આપ્યો.

આકૃતિની નજર યુવકના હાથ પર પડી.આંગળીમાંથી લોહી જતું હતું."અરેરે તમને હાથમાં બહુ વાગ્યું લાગે?"આકૃતિ બોલી ઉઠી.
"ના, એ તો જસ્ટ નાની એવી ખરોચ છે.ડોન્ટ પેનીક"યુવકે આકૃતિને કહ્યું.
આકૃતિ પોતાની એક્ટિવામાંથી ફર્સ્ટ એડ બોક્સ લઈ બેંડેજ કાઢી યુવકને લગાડવા માટે કહ્યું.

પૂર્વી બૂમ પાડતા આવી.શું થયું?કેમ આટલા પાછળ રહી ગયા તમે લોકો માલિનીએ એક્ટિવા બ્રેક કરી ત્યાં ચાલતી વાતચીતમાં પરોવાઈ ગયા.થોડીવારમાં પ્રિયા પણ પહોંચી.બધાને અવગણી બધી વાતોથી અજાણ પેલા યુવકને જોતા,સીધી યુવક પાસે ગઈ અને ચિંતા વ્યક્ત કરતા બોલી.શું થયુ?કોણે કર્યું?આટલું બધું વાગ્યું?લાવો ડ્રેસિંગ કરી આપુ.

પ્રિયા યુવકનો હાથ પોતાના હાથમાં લઇ ડ્રેસિંગ કરી આપ્યું.
હવે ઠીક લાગે છે ભાઈ?

" હા,મારી વ્હાલી બહેન."યુવકે સ્માઇલ સાથે કહ્યું.
આકૃતિ,નિકિતા,પૂર્વી,માલિની,એક સાથે બોલી ઉઠે છે "ભાઈ"?

"યસ માય બ્રધર રુદ્ર"પ્રિયાએ રુદ્ર તરફ જોતા કહ્યું.
રુદ્રએ,માલિની,આકૃતિ,નિકિતા અને પૂર્વીને સસ્મિત આપ્યું.
હેલ્લો ગાયઝ,માય સેલ્ફ રુદ્ર રાજવંશ.