Hind mahasagarni gaheraioma - 17 in Gujarati Thriller by Hemangi books and stories PDF | હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 17

The Author
Featured Books
Categories
Share

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 17

દ્રશ્ય ૧૭ -
" આ શું આગળ જવાનો કોઈ રસ્તો નથી અહી તો સમુદ્ર આવી ગયો. બહેન નીલ શું આપડે વ્યર્થ માં આટલી મેહનત કરી અને આટલી સમસ્યાઓને પાર કરી.." નીલ ને જોઈ ને શ્રુતિ બોલી.
" બહેન શ્રુતિ આગળ વધવા માટે વિશ્વાસ ની જરૂર છે આટલી બધી સમસ્યા વેઠ્યા પછી વ્યર્થ કસુ નથી." નીલ હસી ને વિચિત્ર નજરથી બધાને જોઈ ને બોલી.
ગુફા ની આગળ સમુદ્ર ની ગેહરાંયી હતી જેમાં પાણી અને સમુદ્રી માછલી સાથે વનસ્પતિ પણ હતી. આ નજારો જોઈ બધા થોડા ચકીત હતા. શું આ ગુફાઓ નો અંત છે એજ પ્રશ્ન મનમાં ચાલતો હતો. ગુફા શક્તિ ના આટલા ચમત્કાર માંથી બીજો એક ચમત્કાર હતો. નીલ ને તે સમુદ્ર માં પગ મૂકી ને કહ્યું " બસ પોતાના મનમાં વિશ્વાસ રાખો કે આ પાણી નઈ એક રસ્તો છે જે તમને તમારી મંજિલ સુધી લઈ જવાની છે." આટલું બોલી ને તે સમુદ્ર ની ગેહરાયી માં એવી રીતે ચાલવા લાગી જાણે કોઈ રસ્તા પર ચાલતી હોય અને બધાને એજ વિશ્વાસ સાથે એની પાછળ ચાલવાનું કહ્યું.
" નીલ જો અમે ડરી ગયા અને વિશ્વાસ ખોયી બેસ્યા તો અમારી સાથે શું થશે. શું અમે આ સમુદ્ર માં ડૂબી જયીશું" ડરતા ડરતા કેવિન ને સમુદ્ર ની ઊંડાઈ જોઈ ને નીલ ને પૂછ્યું.
" કેવિન પોતાના પર વિશ્વાસ રાખ અને પગ આગળ વધાર કઈ થશે નઈ જો કોઈ નો વિશ્વાસ તૂટશે તો હું એને સાંભળી લયિશ અને આતો તમારા માં નો ડર છે જો તેને હરાવી ને આગળ વધશો તો બધી મુશ્કેલી પાર પડવા ની છે." નીલ ને હિંમત વધારતા બધાને કહ્યું.
નીલ ની વાત થી પ્રભાવિત થઇ ને કેવિન મનમાં વિચારવા લાગ્યો. " એક વાર તો ચોટી ગયો હતો અનેથી બીજું શું થવાનું છે ભગવાન નું નામ લઈ ને ચાલી નીકળું સમુદ્રની ગેહરાંયી માં." અને એવું વિચાર કરતા મનને મક્કમ કરી સમુદ્ર માં પગ મૂકી ને ચાલવા લાગ્યો. થોડા ડગલાં ચાલ્યા પાછી તે હસી ને કૂદવા લાગ્યો પછી બોલી ઉઠ્યો " દેવ માહી અંજલિ કોની રાહ જોવી છે શું વિચારો છો સાચે કઈ થવાનું નથી ."
દેવ અને માહી એક બીજાનો હાથ પકડી અને આંખો માં આંખો પરોવી નાના સ્મિત સાથે એકબીજા નો સાથ લઈ ને પગ આગળ વધારે છે પ્રેમ ના એ પંખીઓ બધી પરિસ્થિતિ માં એક બીજાનો સાથ આપવા તૈયાર હતા. અને કેવિન ની જેમ એ પણ સમુદ્ર માં ચાલી ને કેવિન ની પાસે જાય છે. અંજલિ સંજય ને બચાવા માટે મન માં પૂરી હિંમત એકઠી કરે છે અને થોડી ભીની આંખો થી એ પણ પગ આગળ વધારે છે. એ સંજય ને બચાવ્યા સિવાય બીજી કોઈ પરિસ્થિતિ ને ધ્યાન માં લેતી નથી એની માટે તે કોય પણ અગ્નિ પરિક્ષા આપવા તૈયાર હતી. તે વિશ્વાસ થી ચાલતી દેવ અને માહી ના જોડે જાય છે. આ બધા માંથી કોય ને પણ આગળ વધવા માં કોય તકલીફ ના પડી પણ શ્રુતિ ને પાણી થી ડર લાગતો હતો ભલે તે સમિદ્ર ની ઊંડાઈ માં રેહત્તી હોય પણ તે ક્યારે સમુદ્ર ના પાણી માં ગઈ નથી અને આટલા બધા પાણી માં ક્યારે જવાનું વિચાર્યું પણ ના હતું. તેને પોતાનો પગ આગળ લીધો એને પાણી માં તે આપમેળે ડૂબવા લાગી ડર ના કારણે એના પગ પાછા પડી ગયા. તે મનમાંથી પોતાના ભય ને નીકાળી સખી નઈ. અને ત્યાં નીચે બેસી ને બોલવા લાગી " બહેન નીલ તું આગળ વધ હું નઈ આવી શકું....હું અહી તમાંરી રાહ જોવું છું મારી પાસે એટલી હિંમત નથી આ પાણી ને જોઈ મારો વિશ્વાસ તૂટે છે."
" બહેન શ્રુતિ એ અશકય છે તને એકલી મૂકી ને અમે ક્યાંય જવાના નથી તારું ધ્યાન પાણી ની ગેહરાય થી દુર કરી ને મારી પર લાવ હું તારો વિશ્વાસ છું હું તારી પાસે આવું છું." નીલ શ્રુતિ ને લેવા માટે એની પાસે જાય છે. શ્રુતિ વધારે પાણી ને જોઈ ને પેહલા થી ડરી ને બેસી ગઈ હતી. નીલ ને જોઈ ને તે ઊભી થયી ને કહે છે " મને નથી લાગતું કે હું તમારી સાથે આવી શકીશ."
નીલ ને તેનો હાથ પકડી ને કહ્યું "જો આગળ વધવા માટે રસ્તો છે બસ વિશ્વાસ રાખવાની જરૂર છે મારી સાથે ચલ." એવું કહી શ્રુતિ ને પાણી ની અંદર લઇ ને આવે છે. શરૂ માં શ્રુતિ ને થોડો ડર લાગે છે પણ નીલ ની મદદ થી તે ડર પર જીત મેળવે છે. નીલ ના કેહવાથી શ્રુતિ ના મન માં વિશ્વાસ આવે છે શ્રુતિ આગળ નીલ નો હાથ છોડાવી ને આપમેળે જાય છે.