અમાવસ્યાની ઘોર અંધારીરાત સુમસાન રસ્તો ધીમી ગતિએ પવન સૂસવાટા કરતો ઢસડાઈ રહ્યો હોય એવા આભાસ માત્ર થી ડરાવની આંખોમાં સફેદ કીકી ફાડી ઉભેલી સૌમ્યાને જોઈને જ પરસેવે રેબઝેબ થઇ જવાય. ત્યારે વેક્સિન આપવી તો અશક્ય જ લાગતું હતું. પરંતુ અશક્ય ને શક્ય કરવું જેગ્વારની આદત હતી. જે કામ અશક્ય લાગતું હોય તે કામ પહેલાં કરવું જોઈએ. લડવાની તાકાત શરીરમાં નહીં પણ મનોબળ મજબૂત હોવું જોઈએ. મનની મક્કમતા થી દુનિયા જીતી શકાય આતો ઝોમ્બીઓ છે. એક વખત મનને મજબૂત કરીલો બસ દુનિયા આપડી મુઠ્ઠીમાં અર્જુનનું માનવું હતું.
નક્કી કરેલા પ્લાન મુજબ અલગ-અલગ ટીમોને અલગ-અલગ કામ સોંપવામાં આવ્યું હતું. ઈમરજન્સી ફાયરિંગ બોટલો ખાલી કરવાનો ઓર્ડર એક ટીમને આપી દીધો હતો. તો બીજી ટીમને હોલ બુક કરવાનો ઓર્ડર અપાયો. જેવી ફાયરિંગ બોટલો ખાલી થાય તુરંત જ ક્લોરોફોર્મ ભરવાના ઓર્ડર પણ આપી દીધા.
રુદ્રને અચાનક યાદ આવ્યું પેલો બ્લેક એન્ડ વ્હાઇટ કલરનાં કપડાં પહેરેલો માણસ ક્યાં ગયો. "હેલ્લો મિ. અર્જુન" કોલ કરતા રુદ્રએ કહ્યું પેલો માણસ યાદ છે તમને!?
અર્જુન : ના, કોની વાત કરે છે તું !?
રુદ્ર : પેલો બ્લેક એન્ડ વ્હાઇટ કલરનાં કપડાં પહેરેલાં હતાં, સ્ટોરરૂમ પાસે પહોંચ્યા ને હું પકડું તે પહેલાં તો મારા પર ઝોમ્બી દ્વારા હુમલો થયો તો મને કંઈ જ યાદ નથી કે તે માણસ ક્યાં ગયો.
અર્જુન : ઓહ, તે માણસ તો મારા ધ્યાન થી જ બહાર છે. તારી ટ્રીટમેન્ટની ગુંચવણમાં તે તો ભૂલાય જ ગયું. સારું કર્યું યાદ અપાવ્યું.
રુદ્ર : આપડે એમ કરીએં ત્યાં જઈને તેને શોધવાનો પ્રયત્ન કર્યે.
અર્જુન : ના, ત્યાં જવું અત્યારે હિતાવહ નથી. નક્કી કરેલા પ્લાન મુજબ બધી તૈયારી થઈ ચૂકી છે. હવે રિશ્ક ના લેવાય. ત્યાં તે માણસ હશે તો પણ હવે કંઈ જ ન કરી શકે. ન તો એ, ન તો આપડે.
રુદ્ર : મલ્હાર અને સૌમ્યા સાજાં તો થઈ જશે ને !?
ચિંતા થાય છે.
અર્જુન : હાં, ઓફકોર્સ વિશ્વાસ રાખો. બધું બરાબર કરી દઇશ. મુંઝવણમાં મુકાશો તો મનનું મનોબળ મજબૂત કેમ રાખશો!?
રુદ્ર : થેંક્યું સો મચ.
અર્જુન : અરે...ઈટ્સ માય પ્લેઝર
અમાવસ્યા જેવી અંધારી રાતમાં કોઈ દિપક બની અંજવાળું કરે તેમ અચાનક સુવર્ણા પાસે આવી ને રુદ્રના ખંભા પર ધીમે થી આશ્વાસન આપતાં હાથ મૂક્યો ને બોલી "હમ સાથ સાથ હૈ ફિર ડરને કી ક્યાં બાત હૈ" મલકાઈને બોલી. હવે "તું આરામ કર" સુવર્ણા હાથમાં હાથ પરોવતા બોલી. બંને સાથે હોસ્પિટલના રૂમમાં દાખલ થઇ બેડ પર બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. રુદ્ર એ સુવર્ણાનો હાથ હાથમાં લઈને પ્રેમથી પુછ્યું તું છેક સુધી સાથ નીભાવીશ ને !? . સુવર્ણાની આંખોમાં તો ખુશીનાં આંસુ આવી ગયાં ને રુદ્રને ભાવુક થઈ ભેટી પડી. "આ કંઈ પુછવાની વાત છે" !? સુવર્ણા બોલી.
સમસ્યા ચારેબાજુથી ઘેરી વળે ત્યારે સમજદારી અને સુઝબુઝ થી કામ કરવું બહુ અઘરું થઈ જાય છે. છતાં તે સમસ્યા માથી નીકળી શકે તે હેતુથી અર્જુને બધી ટીમોને રેડી રેવા માટે એલર્ટ કરી દીધાં હતાં. "મારા તરફથી સિગ્નલ મળે એટલે તુરંત જ કોરોફોર્મ ભરેલા કન્ટેનો લઈ નીકળી પડજો" અર્જુને ફોનમાં રાજને કહ્યું અર્જુને ફોનમાં રાજને કહ્યું. રાજ આજ ભયાનક સ્થિતિમાં પણ પોતાની મસ્તીમાં ગાઇ રહ્યો હતો. "તુમ્હે બારીશ બડા યાદ કરતી હે, આજભી મુઝસે તેરી યાદ કરતી હે" અર્જુન બબડતો બોલ્યો, હાં આવી જા ઝોમ્બી પણ તને બહુ યાદ કરે છે. "ય ય યેશ સ સ સરરર જ જ જેગગ્વાર" રાજના મોં માંથી શબ્દો જાણે જાતે સરી પડ્યા. "ફોન મૂકોને જલ્દી પધારો તો સારું" અટ્ટહાસ્ય કરતા અર્જુન બબડ્યો.
સૂકા પાંદડા વગર વાવાઝોડે જ ઘુમરી બાદ ઘુમરી લઈ આમ થી તેમ ઉંડી વાતાવરણને વધારે ભયાનક બનાવવા જ આવ્યું હોય તેમ સરર ઉડી ચમકારા સાથે ગડથોલ્યા ખાઇ અચાનક જ વંટોળિયો અર્જુનના મોં સાથે અથડાયા. અર્જુન પહલી વાર બેબાકળો બની ડરી ગયો. આંખો ફાટી રહી ગઈ. હાથ વડે પાંદડાને આમ તેમ હવામાં ઉડવાના પ્રયાસ કરતો રહ્યો. સાયરન વાગતાં તો જાણે ધ્રુજી ઉઠ્યો. એ ખુદ પણ વિચારવા લાગ્યો કે આજ પહેલા આવો ડર મને ક્યારેય નથી લાગ્યો. "સાલા ઝોમ્બી મારી હાલત કફોડી કરવા જ આવ્યા લાગે છે". બબડતો સાયરનની દિશા તરફ આગળ વધ્યો.
રાજુએ હાથ ઉંચો કરી ઈશારો કરતા કહ્યું. જેગ્વાર શબ્દ પૂરો મુખ માંથી નીકળે તે પહેલાં જ અટકી ગયો અને બોલ્યો સરરર આઈ એમ બેક. અર્જુને મોં પર આંગળી રાખતા ઈશારો કરી ચૂપ રહેવા કહ્યું. હોટલના દાદરમાં આખી ટીમ ગોઠવાઈ ગઈ. પેલા કોરોફોર્મથી ભરેલા કન્ટેનરો બધાના હાથમાં એક એક આપી દેવાયા. પોતાના મોં પર માસ્ક લગાવવાના આદેશ અપાયા. પીપીઈ કીટ પહેરી તૈયારી રાખવાનો ઓર્ડર પણ અપાય ગયો. જે રૂમમાં ઝોમ્બીઓ હતા તે રૂમનો દરવાજો ખોલ્યો. જેવો ખુલ્યો કે તુરંત જ એક ઝોમ્બી અટેક કર્યો. પરંતુ અર્જુન ચાલાક હોવાથી પાછળ તરફ ખસી ગયો ને મોટેથી બોલ્યો અટેકકક.....
અને આખી ટીમ ભૂખ્યા વરુ પર ટૂટે તેમ ટૂટી પડી કોરોફોર્મ સ્પ્રે ઓન કરી, કોઈ ઝોમ્બીને અસર થાય છે કે નહીં તે જોવા માટે પણ થોડી વારે થોભવું પડે પણ આતો સતત પૂરાં જીવનકાળ દરમિયાન કોઈના પરો ગુસ્સો ઉતારવાનો હોય તેમ લગાતાર સ્પ્રે કરતા રહ્યા.
શું ઝોમ્બી મુર્શીત થશે...!?
કે પ્લાન મુજબ થશે..!?
આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જેગ્વાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.
ક્રમશઃ......
આપનો કિમતી સમય કાઢીને મારી આ વાર્તાને પ્રતિભાવ આપો છો તે બદલ હું આપને દિલથી આભાર વ્યક્ત કરું છું 🙏🙏🙏🙏🙏🙏