Sameera no Shiva .... in Gujarati Love Stories by The Stranger girl....Apexa...... books and stories PDF | સમીરા નો શિવ....

Featured Books
Categories
Share

સમીરા નો શિવ....

ખુશી દરેકના જીવનમાં આવે છે ને જાય‌ છે.....સમય સારો હોય તો ખુશી નો સુરજ ઉગી જાય છે ને સમય ખરાબ હોય તો આથમી પણ જાય છે......અને હા....કયારેક કયારેક લોકો એવા હોય છે કે તેના લીધે ખુશી પણ દુઃખમાં પરીવર્તન પામે છે......અને કયારેક કયારેક કોઇના આવવાથી ખુશીનો સુરજ‌ ઉગી નીકળે છે......એવી જ વાત આપણે આજે સમીરા અને શિવ ની કરીએ.....

સમીરા અને શિવ ના લગ્નને બે વર્ષ થયા હતા...સમીરા શિવ સાથે બે વર્ષથી ખુબ જ ખરાબ વર્તન કરતો હતો.........
ગમે તે રીતે બોલવું.....સરખી વાત ન કરવી.... વાતવાતમાં
સમીરા ને ઉતારી પાડવી.....તો પણ આ બધુ સમીરા હસતા મોઢે સહન કરતી અને શિવ ને સમજાવતી પણ શિવ કયારેય તેને સમજવા તૈયાર જ ન હતો......

આ બાજુ સમીરા સમજાવી સમજાવીને થાકી ગ‌ઈ પણ
બધા પર પાણી ફરી જતું.....આમ રોજ રાત્રે સમીરા દુઃખના આંસુ ઓશીકા પર છલકાવીને સુઈ જતી અને
રોજ એક નવી સવાર થતી.....

રોજ ભગવાન ને પ્રાર્થના કરતી કે મારા જીવનમાં પણ ખુશીનો સુરજ ઉગે......એક દિવસ સમીરા ધરની વસ્તુ
લેવા માટે મોલ ગ‌ઈ અને રસ્તામાં ગાડીનું એક્સીડન્ટ થતા
સમીરા ને હોસ્પિટલ લઈ ગયા બધા અને આ બાજુ શિવ
ને ખબર પડતા પગ નીચેથી જમીન સરકી‌ ગ‌ઈને તે ગાડી લઈને દોડયો પણ આજે પહેલી વખત શિવને સમીરા માટે
આવો અહેસાસ થયો હતો.... હોસ્પિટલ નજીક હતી પણ
રસ્તો તેને દુર લાગતો હતો... કારણ કે આજે તે પહેલી
વખત સમીરા માટે કંઈક નવો અહેસાસ અનુભવી રહ્યો હતો...જે ક્યારેય ન થયું હતું પહેલા........

સમીરા ની સારવાર ચાલુ થયને તેની હાલત ખુબ જ ગંભીર હતી.આજે પહેલી વખત શિવ સમીરા ને આવી
હાલતમાં જોઈને ડધાઈ જ ગયો.... આંખમાંથી આંસુ
વહેવા લાગ્યા....એ જ શિવ જેને સમીરા થી કોઈ ફર્ક ન પડતો હતો......

આ બાજુ સમીરા ને સારી કરવા માટે શિવ ડોક્ટર સાથે
લડાઈ કરી રહ્યો હતો.....પણ ડોક્ટર ની સારવાર થી પણ
સમીરા ની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો ને તે કોમામાં
ચાલી ગ‌ઈ......આ બાજુ શિવ કંઈ જ ન કરી શકયો ને
ઘરે ગયો ને....તેનો દરવાજો નોકરે ખોલ્યો ને......
શિવ તેની રુમમાં ગયો ને સામે સમીરા નો ફોટો જોઈને
તે ખુબ જ રડયો......

સમીરા કહેતી હતી શિવ ને.....શિવ.....મારી પાસે આવી જાવ ને....મારી તમારી સાથે ધણી બધી વાતો કરવી છે
પ્રેમભરી..... ધણું બધું કહેવું છે.....ચાલો મારા ખોળામાં
માથું રાખીને સુઈ જાવ.......

આ બધી સમીરા ની વાતો આજે શિવના કાનમાં ગુંજતી હતી પણ શિવ હવે કોને કહે આ બધું કે....તે શું મહેસુસ કરતો હતો સમીરા માટે........ હવે સમીરા ને પણ કેવી રીતે કહે.......કારણ કે સમીરા એ પણ આજે મૌન ધારણ કરી લીધુ હતું....જે સમીરા શિવ ને મારો શિવ...મારો શિવ....મારો શિવ....કહેતા થાકતી ન હતી....

ભલે શિવ ગમે તે સમીરા ને કહેતો પણ સમીરા માટે શિવનો પ્રેમ કયારેય ઓછો ન થયો હતો.......

હવે શિવને ઘરમાં સમીરા ના શબ્દો ન સંભળાતા તેને સમીરા ખુબ જ યાદ આવતી હતી.....એક દિવસ સમીરા
શિવ માટે પ્રાર્થના કરતી હતી ને આજે શિવ સમીરા માટે કરી રહ્યો હતો.....હવે સમીરા ને ઘરે જ તેના રૂમમાં શિફટ કરવામાં આવી હતી....રોજ સમીરા પાસે બેસતો ને વાતો કરતો અને આમ ને આમ બે વર્ષ વીતી ગયા ને સવાર સવારમાં સમીરા એ આંખો ખોલી તેના ઘરના મંદિરમાં આરતી થતી હતી ત્યારે જ......શિવ જ શિવજી ની આરતી કરી રહ્યો હતો.....

આ વાત નોકર ને ખબર પડતા તેને શિવને કહ્યું....ને શિવ
દોડતો દોડતો આવ્યો ને સમીરા ને જોઈને શિવ એટલો
હરખાઈ ગયો કે તેના ચહેરા પર ચોખ્ખો દેખાતો હતો
ને આ શાયદ સમીરા એ પણ મેહસુસ કરી લીધું હતું ને સમીરા બોલી.........

મારા શિવ.....‌😥😥😥😥

બસ...બસ...સમીરા...ઉઠવાની કોશિશ ન કર.....તારો શિવ તારી સામે છે‌......

ને તેનો હાથ પકડીને આંખમાં આંસું સાથે એટલું જ બોલી શક્યો.......સોરી....સમીરા.....મે તારી સાથે.....

ના‌....શિવ...એક શબ્દ નહીં....જે થવાનું હતું તે થય ગયું....તેને યાદ કરીને હું મારા શિવને પાછા ખોવા નથી માગતી....તેથી આ બઘું ભુલાવીને આપણે નવી જીંદગી
શરુ કરીએ.... જેમાં શિવ ને સમીરા જ હોય.....તમારા માટે જ હું પાછી આવી છું......તેનો શિવ રાહ જોતો હતો
સમીરા ની......

હા...સમીરા...શિવ રાહ જોતો જ હતો.....આઈ લવ યુ........

આઈ લવ યુ ટુ માય શિવ......

આજે આપણા જીવનમાં ખુશીનો સુરજ ઊગ્યો છે શિવ.......

હા...સમીરા..... આ સુરજ આવો જ ઉગતો રહે રોજ.......

આપણે સાથે છીએ એટલે રોજ ઉગશે.......

........✍️✍️✍️........