એક પહાડ જેનું નામ જન્નત પહાડ અને તે માંથી એક ઝરણું વહેતું હતું. તે એક 'સંકટ' ગામ નજીક વહેતુ હતું. તે ગામના લોકો તે ઝરણાંને ક્યારેય જોયું ન હતું. તે લોકોએ મળીને તે ગામમાં સુંદર તળાવ વસાવ્યું હતું. એકવાર લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડ્યો અને ચોથુંવર્ષ પણ તેવું આવે તેમ લાગતું હતું. ગામના લોકો ભૂખે મારવા લાગ્યા. તે સમયે એક 'જય' નામનો યુવાન જે ગામના લોકોનો ચહિતો છે. તેને ગામના લોકોને જણાવ્યું. આપણા ગામની નજીક એક ઝરણું વહે છે. તે ઝરણાનું પાણી એકદમ ચોખ્ખું અને પીવા યોગ્ય છે. ગામના લોકો ખુશ થઈ ગયા અને તેની સાથે ચાલવા લાગ્યાં. તે બધા તે ઝરણાં પાસે પોહચ્યાં અને તેનું ચોખ્ખું પાણી પીને ખુદ ધન્યતા અનુભવવા લાગ્યા.
તે જ સમયે 'કૃષ્ણનાથ' નામના ઋષી આવ્યા અને તેમને પાણી પીતા અટકાવ્યા, પરંતુ એ લોકો તેમને ગણ્યા નહીં. તે જયને લઈ નાચવા લાગ્યા, જેની થોડીક જ ક્ષણ બાદ લોકો એક બીજાને મારવા લાગ્યા. લોકોને એક બીજાને મારતા જોઈ જય ચોકી ગયો! તેને ભાઈ - ભાઈને મારતા જોયા, પિતા પુત્રને મારતા જોયા અને પતિ - પત્નીને મરતા જોયા. તે એકદમ ઢળકી પડ્યો, તે જાણે પાતાળમાં પોહચી ગયો હોય તેવો તેને આભાસ થવા લાગ્યો. તે કંઈ સમજી જ ન શક્યો. તે સમયે કૃષ્ણનાથ ઋષી તેની પાસે આવ્યા અને કીધું મેં તેમને રોકવાનો પ્રત્યતન કર્યો પણ તે માન્યા જ નહીં. આ એક શ્રાપિત ઝરણું છે. તેનું નામ સુવર્ણ ઝરણું છે. આ ઝરણું જન્નત પહાડમાંથી વહે છે. આ ઝરણાંના પાણીમાં દર પૂનમની રાતે લોહી વેહતું જોવા મળે છે. ત્યારપછી આ ઝરણાંમાં ભ્રાતા ઝેર સમાય છે. 'જય' પૂછે છે કે તો પછી આનું નામ ઝેરી ઝરણું અથવા તો લોહીનુ ઝરણું પાડવું જોઈએ. ત્યારે કૃષ્ણનાથ કહે છે , તારી વાત સાચી છે પરંતુ આ ઝરણાં ની અંદરના પાસાણ (પથ્થર) સોનાના છે. તેથી તેને સુવર્ણ ઝરણું કહે છે. જય ચોંકી ગયો ! તેને ઋષીને પ્રશ્ન કર્યો, આ ઝરણું તો સુવર્ણ છે તો તેને કોણે શ્રાપિત કર્યું ? શા માટે ? ત્યારે -
કૃષ્ણનાથ ઋષી તેની વાતનો જવાબ આપતા ઝરણાનું રહસ્ય જણાવે છે. :-
ઘણા સમય પેહલા તે જન્નત પહાડ પર એક સુંદર નગરી હતી. તે નગરીનું નામ જ સુવર્ણ હતું અને તે નગરી સંપૂર્ણ સોનાની હતી. તે સ્વર્ગ જેવી સુંદર અને કૈલાસ પર્વત જેવી શીતળ નગરી હતી. તે સુવર્ણ નગરીમાં 'સુરભદ્રવંશી' ના રાજા દીર્ઘાયુ રાજ કરતા હતા. દીર્ઘાયુ મહાન અને વિદ્વાન રાજા હતો. તે અતિથિમાં ભગવાનને જોતો અને તેના રાજ્યના નાના લોકોને તે તેના પુત્ર સમાન માનતો, તેનાથી મોટાને આદર આપતો અને તે ચરિત્રવાન રાજા હતો. તેનું સૈન્યબળ સૌથી વધારે હતું, તેના રાજયમાં લોકો સુખી અને નિરોગી હતા. તેને લોકોને જ્ઞાનથી પરિચિત કરાવવા માટે ત્યાં એક આશ્રમ સ્થાપ્યો હતો. જેમાં વ્યક્તિને મેહનત કરીને ખાવાની પ્રેરણા આપવામાં આવતી. લોકોને તેમના કામ પરથી ઓળખવામાં આવતા હતા. જે ક્ષેત્રરક્ષણમાં ભળે તેે ક્ષત્રિય કહેવાયા, જે યજ્ઞ કરે તેે બ્રાહ્મણ કહેવાયા, ત્યારબાદ વૈશ્ય અને તેમનાથી ઓછું અને નીચું કાર્ય કરવા વાળા શુદ્ર કહેવાયા. તે લોકો તેમના કાર્યોમાં ખુશ હતા. સંપૂર્ણ નગરમાં ભાઈ ચારો, કોઈને પણ ભાઈ - ભાઈ કે કોઈ અન્ય પ્રકારના ઝઘડા વિશેની જાણ જ ન હતી. દરેક એક-બીજાની મદદ માટે તત્પર રહેતા હતા.
તે નગરની ફરતા નગરના લોકોને દેવ માનતા હતા. તે બધા ને પૂણ્યશાળી વ્યક્તિ માનતા હતા. જ્યાં કોઇ સુખ-દુઃખની પણ ખબર નથી. તે માત્ર કામ, ભાઈચારો અને ઈશ્વરની યાચનામાં જ લીન રહેતા. જેથી તેમને એ કાર્યો સિવાયના કોઈ બીજા કાર્યો માટે તેમને સમય જ ન મળતો.
સુવર્ણ નગરી ના સૌંદર્યનું મુખ્ય કારણ તે નગરીનું ઝરણું હતી. જેનું નામ સુવર્ણ ઝરણું હતું. “તે નેહરની સ્થાપના સુરભદ્ર નામના રાજા એ કરી હતી. તે રાજા જન્નત પહાડ પર તેના પરિવાર સાથે રેહવા આવ્યો હતો. તેને અને તેના પરિવારના લોકોએ મળીને એક ‛લવન્ય’ નામની નદી એથી ખોદ કામ કરીને તે નહેરને રાચાવી.” તે નેહર માત્ર તે નગર સીમિત જ હતી. જેથી તેના પાણીથી નગરીમાં હરીયાળી હંમેશા માટે થઈ ગઈ હતી.
પરંતુ, તે રાજ્યની સામે એક રાજય હતું અને તેનો રાજા યમનરાજ હતો. તે ખૂબ લોભી અને ક્રૂર હતો. તે કૃણાલવંશનો સૌથી ખરાબ ક્રૂર અને કૂટનીતિ રચનારો રાજા હતો. તેના રાજા બનતા જ તેને સૌ પ્રથમ તેના પિતા મજમુદ્દારને કારગ્રહ માં પૂર્યો. જેથી તે તેના કાર્યમાં કોઈ અડચણના ઉભી કરે. સંપૂર્ણ નગરીમાં ત્રાહિમાંમ મચી ગયો. “લોકોને ગુલામ શબ્દ નો પરિચય થયો”, ત્યાર બાદ તેને રાજયને વિકસાવવા માટે તેની સામેના વિશાળ રાજ્યને પ્રાપ્ત કરવા તેને યોજના રચી. કેમકે, તે રાજ્યમાં વસ્તી વધુ હતી એટલે તેને એક મહંતઋષી અત્રિનો સહારો લીધો. તેને ઋષીને અસત્ય કીધું કે, મારે મારા રાજ્યને આગળ વધારવું છે, વિકાસ કરવો છે. જો તમે મારી મદદ કરશો તો હું કોઈને ભૂખથી નહીં મારવા દઉં. ઋષી તેની લોકોને માટેની લાગણી અને લોક કલ્યાણવૃત્તિ જોઈ તેની વાતમાં આવી ગયા.
તે સુવર્ણ નગરીની તરફ પ્રવાસ કરવા નીકળ્યા. સુવર્ણ નગરીનો રાજા દીર્ઘાયુ રાજા હતો. તે સુરભદ્રનો પુત્ર હતો. તે વીર અને સોર્યવાન રાજા હતો. તેની સામે આવનાર રાજા ઓ હંમેશા પરાસ્ત (હારી) થઈ જતા. તેને ઘણા યુદ્ધ કર્યા અને તેમાં તે વિજય થયો હતો. તેના પરાક્રમ થી દેવો પણ ડરતા. તે ઋષી ઓનું આદર કરતો હતો. તેના રાજ્યમાં લોકો સુખી હતાં. રાજાએ અત્રિને પ્રણામ કર્યા. અત્રિ ખુશ થયા અને અત્રિના શિષ્ય સ્વરૂપે યમનરાજ આવ્યો હતો. તે રાજયને નિહાળતો હતો. તેને દીર્ઘાયુનું શૈન્ય દળ જોયું અને તેના સેનાપતિને સાથે મેળવી લીધો. તેનું નામ પરાવલંબી હતુ. સેનાપતિએ જણાવ્યું કે દીર્ઘાયુ પૂનમને આગલે દિવસે શિવયાચના માટે મહાદેવ મંદિરે જાય છે અને તે ત્રીજે દિવસે પાછા વળશે. યમનરાજએ પૂનમને દિવસે યુદ્ધ છેડયું અને ધોખો કરીને દીર્ઘાયુના પરીવારને મૃત્યુને ઘાટ ઉતાર્યો.
દીર્ઘાયુને વાતની જાણ થતાં તેને તેના સાથે આવેલા પુત્રને જન્નત પહાડ નીચે આવેલા મહાદેવ મંદિરમાં જ છોડ્યો, અને ઓળખવા માટે તેને તેના શરીર પર કોઈ નિશાની કરી હતી. દીર્ઘાયુ સાથે ઋષી અત્રિ પણ હતા અને તેમને યમનરાજ ને ચેતવણી આપી, સાથે-સાથે રાજય પાછું આપવાનું પણ કીધું. યમનરાજ તેના પરિવાર અને પુત્રો ના પરાક્રમ ને જોઈ ઘમન્ડમાં આવી ગયો. તેને જલ્દીથી દીર્ઘાયુ પર આક્રમણ કર્યું. દીર્ઘાયુ ખૂબ વીરતા પુર્વક લડ્યો. તેને એકલા એ થઈને પણ યમનરાજ ને ડરાવી દીધો, પરંતુ પરવલંબીના પુત્રએ પાછળથી વાર કર્યો અને દીર્ઘાયુને મૃત્યુંને ઘાટ ઉતાર્યો. તે જોઈ અત્રીઋષિ ક્રોધે ભરાયા અને ત્યાં જ વહેતા સુવર્ણ ઝરણાંના જળ ને હાથમાં લઇ શ્રાપ આપ્યો કે, “તમે આ ઝરણાંને લીધે અને પોતાના લોકોને લીધે અન્યાય કર્યો છે. મને ખોટું કહીને દીર્ઘાયુની પીઠ પાછળ યુદ્ધ છેડયું અને જાણે અજાણે મને આ પાપનો ભાગીદાર બનાવ્યો છે. તો હું તમને શ્રાપ આપું છું કે, “જે વ્યક્તિ આ ઝરણાં નુ જળ પીશે તે એક-બીજા સાથે લડી-લડીને પશુની જેમ મૃત્યુ પામશે.” તેના બીજા જ દિવસે નગરીમાં માર-કાટ ચાલુ થઈ ગઈ. ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, પતિ-પત્ની અને આ રીતે સંપૂર્ણ નગરી સમાપ્ત થઈ ગઈ જે લોકો બચ્યા તે અહિયાં નીચે મહાદેવ મંદિર આવી ગયા. તેમને તે ઝરણાંનું પાણી નથી પીધું.
ત્યાર બાદ ‛ જય ’ ઋષી “કૃષ્ણનાથ” ને પ્રશ્ન કરે છે : તો શું આ ઝરણાંનું ઝેર કયારેય નહીં મિટાવી શકાય તથા તેના જળને ગ્રહણ કરનાર નિર્દોષ માણસ પણ તેનો ભોગ બન્યા કરશે ? શું મારા ગામના લોકો શ્રાપ મુક્ત નહીં થાય ?
કૃષ્ણનાથ તેનો જવાબ આપતા કહે છે : જયારે ઘણા વર્ષો થયા. ત્યારે ઋષી અત્રીના પાસે ઘણા બધા ઋષી અને તે નગરમાં નવા આવેલા લોકો આ ઝરણાંનો શ્રાપ પાછો લેવા અથવા તેને નષ્ટકરવા કોઈ ઉપાય કરો. હવે, તે લોકો મૃત્યુ પામ્યા છે અને સુવર્ણનગરી એક ખંઢેર બનીને રહી ગઈ છે. તે જગ્યાએ આવેલા વૃક્ષો પણ સુકાય ગયા છે.
ત્યારે ઋષી ને દીર્ઘાયુના પુત્ર અને તેના વંશજની યાદ આવી ગઈ. તેમને કહ્યું. કે, જ્યારે દીર્ઘાયુવંશી આ નગરીનો રાજા થશે અને તે ભ્રાતા યજ્ઞ કરશે ત્યારે જ આ ઝરણાંના જળ માંથી ભ્રાતા ઝેર નષ્ટ થશે.
તે સાંભળીને જય જન્નતપહાડ પર જવા નીકળી જાય છે. તે કૃષ્ણનાથના આશીર્વાદ લઈને અને તેના ગામના લોકો ને અલગ અલગ પાંજરા માં પુરી ને નીકળે છે. ઋષી એ તેમના દેખભાળ માટે તેમના શિષ્યોને રાખ્યા અને તે પણ જયની સાથે જન્નતપહાડ પર જવા નીકળી જાય છે. તે કહે છે કે, જ્યારે આ ઝરણાંનો શ્રાપ નષ્ટ થશે ત્યારે તે લોકો ફરીથી પોતાની ગુમાવેલી મતીને પામશે.
હવે, તે જન્નતપહાડ તરફ નીકળ્યા એટલે જયને સૌપ્રથમ તે મહાદેવ મંદિર યાદ આવ્યું. જય : કૃષ્ણનાથને કહે છે કે, તમે કહ્યું હતું કે તેના પુત્રના શરીર પર કોઈ નિશાની કરી છે. શું તમે જાણો છો. તે સાંભળી કૃષ્ણનાથ પણ ખુશ થયા તેમને કીધું હું તો નથી જાણતો પરંતુ તે મંદિરના પૂજારી જરૂર જાણતા હશે. ત્યારબાદ તે મંદિર પોહચ્યાં અને તેમને શિવલિંગ ની પૂજા કરી. ઋષી કૃષ્ણનાથ અને જયને પૂજારી જવાબ આપતા કહે છે કે તે બાળકના શરીર પર ત્રિશુલ દોર્યું હતું. જયારે જયના શરીર પર પણ ત્રિશુલ હતું.
તેથી, તેને સુવર્ણ નગરીનો રાજા બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ભ્રાતા યજ્ઞ કરવામાં આવ્યો. જેમાં તેને પિતૃઓની આત્માને શાંતિ મળી અને સુવર્ણ-ઝરણું ફરીથી સુવર્ણ થયું. તેના ગામના લોકો પણ શ્રાપ મુકત થયા અને સુવર્ણ નગરીમાં રેહવા આવ્યાં.
આમ, અંતમાં સત્ય નો જ વિજય થયો.
લેખક : યુવરાજસિંહ જાદવ