Neelgaganni Swapnpari - 18 in Gujarati Fiction Stories by Mahendra R. Amin books and stories PDF | નીલગગનની સ્વપ્નપરી ... - 18

Featured Books
Categories
Share

નીલગગનની સ્વપ્નપરી ... - 18


મિત્રો, સોપાન 17માં જોઈ ગયા કે ઉત્તરાયણ આ ત્રિપુટી માટે સામાન્ય રહી. દરેકને પરીક્ષાનું ટેન્સન હતું. પરીક્ષા પૂરી થઈ અને પરિણામ પણ આવી ગયું. પરિતા ધોરણ 10 ની પ્રિલિમ પરીક્ષામાં તેની શાળાના બધા જ વર્ગોમાં 92.87% સાથે પ્રથમ સ્થાને આવી.
હવે પરિતા સહિત બધાનું ધ્યાન પરિતાની 09 માર્ચથી શરુ થતી બોર્ડની પરીક્ષા પર કેન્દ્રિત હતું.
હવે આગળના સોપાન 18 પર.
*************************************************** નીલગગનની સ્વપ્નપરી ...!!

સોપાન 18.

પરિતાની શાળામાં લેવામાં આવેલી ધોરણ 10ની પ્રિલિમિનરી પરીક્ષામાં 92.87 % આવતાં તે ઘણી જ ખુશ હતી. હવે પરિતાને તેની બોર્ડની પરીક્ષાના નવ જ દિવસ બાકી હોવાથી તેણે પોતાના નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે સજાગ બની હતી. તે માનતી હતી કે લક્ષ્ય સુધી પહોંચવા અભ્યાસરૂપી પરિશ્રમ ઘણો જરૂરી છે. તે હવે પાઠ્યપુસ્તકોની ખાસ મિત્ર બની ચૂકી હતી. પાઠ્યપુસ્તકો પ્રત્યે તેને અસીમ પ્રેમ હતો તો પાઠ્યપુસ્તકો પણ તેના પ્રતિ તન્મય બન્યાં હતાં. એમ જ માનોને કે પરિતા તેનાં જ પાઠ્યપુસ્તકો સાથે એકાકાર બની ગઈ હતી.
હર્ષ અને હરિતા પણ તેને અનન્ય પ્રેમ સાથે તેના દરેક
પ્રશ્નને હલ કરી દેતા. હોલ ટિકિટ પણ આવી ગઈ
હતી. આજે સૌએ પરિતાને રિલેક્ષ થવા સમજાવી.
હર્ષ, હરિતા અને પરિતા ત્રણે ભેગા મળી સાજે એક કલાક મહારાણા પ્રતાપ ગાર્ડનમાં ફરી આવ્યાં. આજે પરિતાએ આરામ રાખ્યો હતો તેથી જ તે વહેલી સૂઈ ગઈ હતી.
09 માર્ચની વહેલી સવારે પરિતા ચાર વાગે ઊઠી અને પરવારી ગઈ. આજે ગુજરાતીનું પેપર હોવાથી તેણે એક ઝલક લઈ તેના પર નજર ફેરવી લીધી અને સમય થતાં તે તેના પપ્પા રવિન્દ્રભાઈ સાથે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચી. સવારના બરાબર 10:15 કલાકે પરિતાએ હોલમાં પ્રવેશ પણ મેળવી લીધો. તેને મૂકી રવિન્દ્રભાઈ ધરે આવી ગયા. જમી પરવારીને લગભગ બપોરના 01:40 કલાકે રવિન્દ્રભાઈ, હર્ષ અને હરિતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. દશેક મિનીટમાં તો પરિતા આવી ગઈ. પરિતાએ કોઈની સાથે પ્રશ્નપત્ર અંગે કોઈ ચર્ચા ન કરી કે સોલ્વ પણ ન કર્યું. તેણે તેના પ્રશ્નપત્રના મથાળે લાલ અક્ષરે 87 લખ્યું હતું જે તેનો કોન્ફિડન્સ પુરવાર કરતું હતું. ઘેર આવીને પણ તેણે પ્રશ્નપત્રને ફાઈલ કરી દીધું. ત્રિપુટીનો એક નિયમ હતો કે પરીક્ષા દરમ્યાન જે પ્રશ્નપત્ર પૂર્ણ થાય તે બાબતે કોઈ પણ ચર્ચા કરવી નહીં.
10મી માર્ચને શુક્રવારે બોર્ડની પરીક્ષા ન હોવાને કારણે શાળાઓ ચાલુ હતી. હર્ષ અને હરિતા બન્ને પોતાની શાળામાં ગયા હતા. જો કે બંને સ્કૂટી પર સાથે ગયા અને હરિતાને તેની શાળામાં ઉતારી હર્ષ પોતાની શાળામાં પહોંચી ગયો. બપોરે 12:30 વાગે તે હરિતાને પોતાની સાથે લઈને આવ્યો. તેમની પણ ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાનો 10/04 ને સોમવારથી શરૂ થઈ રહી છે તેનો કાર્યક્રમ પણ આજે મળી ગયો. હર્ષ અને હરિતા બંનેએ તેમની પરીક્ષાની તૈયારી બાબત શિડ્યુલ પણ ગોઠવી દીધું અને તે.બન્ને એ આજથી જ તેનો અમલ પણ કરી દીધો. તેમણે પણ નવનીતને તિલાંજલિ આપી પાઠ્યપુસ્તકો અને શાળાનોંધને જ મિત્રો બનાવ્યા. તેઓએ પણ પોતાની PR વધે તે માટે જરૂરી તમામ તૈયારી શરુ કરી દીધી.
પરિતાના વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી તથા સંસ્કૃતનાં પેપર પૂર્ણ થયાં. તેનાં બાધાં જ પેપર ઘણાં સારાં ગયાં. તે કહે છે 93 ચોક્કસ આવશે. તે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલતી હતી.
હવે તે સંપૂર્ણ મુક્ત હતી. તેને મુક્તિનો આનંદ હતો.
તે હર્ષ અને હરિતાને ખલેલ ન પડે તે રીતે તેમની સાથે બેસીને નવલકથાઓ વાંચે છે, જે તે લાયબ્રેરીમાંથી લાવી હતી. આ સિવાય તે વિજ્ઞાન અને આરોગ્ય તથા સ્ત્રીઓ અંગેના કેટલાક લેખોનો પણ અભ્યાસ કરતાં કરતાં સમય પસાર કરી લેતી.
એપ્રિલ મહિનો શરુ થતાં 04 તારીખથી હર્ષની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરુ થઈ. હર્ષની પ્રેક્ટિકલ પરીક્ષા ઘણી સરસ રહી. 10 એપ્રિલથી હર્ષ અને હરિતાની પરીક્ષા પણ શરૂ થઈ. બંનેનાં પેપર સરસ જતાં હતાં. આમ 21 એપ્રિલ સુધીમાં તો બધા ટેન્સન મુક્ત થઈ ગયા. આ દરમિયાન ત્રણેક દિવસના એક નાના પ્રવાસનું આયોજન પણ ગોઠવાયું. આ યોજના હરેશભાઈ અને રવિન્દ્રભાઈએ ભેગા મળીને ગોઠવી હતી. એપ્રિલની 23 થી 25 તારીખ દરમિયાન તેઓ સાપુતારા જવાના હતા. પરંતુ હરિતા અને તેનાં મમ્મી હરિતાના મામા બીમાર હોવાથી ગામ મળવા ગયાં હતાં તેથી આ યોજના પડતી મૂકાઈ હતી. અહીં તો માત્ર હર્ષ અને પરિતા બે જ હતા. તે મુક્ત પણ હતાં.
આ દરમિયાન પરિતાએ હર્ષને ડુમસના દરિયા કિનારે ફરવા જવાનો પ્લાન બનાવવા આગ્રહ કર્યો તો હર્ષ આ માટે જલદી તૈયાર થતો ન હોવાથી પરિતા એક આજીજી ભરી વિનંતી કરતાં કહે છે કે, "મારે તારી સાથે મુક્ત મને ઘણી વાતો કરવી છે અને તેનો આનંદ માણવો છે. તો હર્ષ આ માટે કેટલીક શરતોને આધિન જવા માટે તૈયારી દર્શાવી. તો પરિતા કહે છે તારી બધી જ શરતો મંજૂર પણ આનંદ નહીં કરવાની તારી શરત મને મંજૂર નથી. અંતે પરિતાની સ્ત્રી હઠ આગળ હર્ષ નમી પડે છે.
આ વાત પરિતાએ તેના મમ્મી - પપ્પાને ચેતના આન્ટીની રૂબરૂમાં કરી. તેઓએ હર્ષ અને પરિતાને ડુમસ ફરવા જવા પરવાનગી આપે છે.
બીજે દિવસે હર્ષ - પરિતા તેમજ હર્ષના બીજા બે મિત્રો જે પોતાની GF સાથે આવેલા હતા. સૌએ ડુમસ પહોંચી હોટલમાં ત્રણ રુમ બુક કરાવી અને તે પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. ચા અને નાસ્તો દરેકે પોતપોતાની રૂમમાં કર્યો. ત્યારબાદ જમવાનો સમય થતાં તેઓ જમવાનું પતાવીને પાછા રૂમમાં આવ્યા અને આરામ માટે સૂવાની તૈયારી કરી.. આ સમયે પરિતા હર્ષને વેલીની જેમ વીંટળાઈ ગઈ. આથી હર્ષે પરિતાને જણાવ્યું કે, "પરિતા, મારું દિલ હું હરિતાને દઈ ચૂક્યો છું. હું હરિતાનો વિશ્વાસઘાત ન કરી શકું." ત્યારે પરિતા તેને કહે છે, "દીદીએ મને બધી જ વાત કરી દીધી છે. તમે શરીર સુખ માણી લીધા પછી તેં જે ગર્ભ નિરોધક ગોળી દીદીને ગળવા માટે આપેલી તે ગોળી ગળવાને બદલે તેણે બારીની બહાર ફેંકી દીધી હતી એ વાત પણ મને જણાવી. પરંતુ, હર્ષ એક વાત એવી છે જે જણાવતાં મને પણ થોડી શરમ આવે છે. આ વાતથી તને આધાત લાગશે એવું દીદી પોતે માની રહી હોવાથી મને કહેવાનું કહ્યું છે."
આથી હર્ષે આશ્ચર્ય પામી તેને પૂછ્યું, "એવી કઈ વાત છે કે તે મને જણાવી શકતી નથી." આનો ઉત્તર આપતાં પરિતા કહે છે, "દીદીને શારીરિક સમસ્યા અંગેની ખાનગી વાત છે. તેને માસિક આવે તે સમય પહેલાં ઘણી વખત પેટમાં અસહ્ય દુઃખાવો થાય છે. માસિક પણ અનિયમિત આવે અને નિયમિત થાય તો ઘણો રક્તસ્ત્રાવ થાય અને તે ત્રણ કરતાં પણ વધારે દિવસ સુધી ચાલે. આ માટે અમે મારી બહેનપણી રીટાનાં મમ્મી જે ગાયનેક છે તેમની પાસે ગયાં હતાં. તેમણે એક્સ રે લેવડાવ્યા અને રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે તેની ફેલોપિયન ટ્યૂબ જન્મથી જ સાંકડી છે અને તેનો કેટલોક ભાગ સૂકાયેલો છે. ભવિષ્યમાં બાળક પેદા ના થાય તેવી પણ સંભવના રહેલી છે." આથી તે જાણવા માટે દીદી આવું કરવા પ્રેરાયેલાં. ઉતરાયણના દિવસે તેણે મને બધી જ વાત તને કહેવા કહેલું. પણ મોકો જ ક્યાં મળ્યો હતો. હવે અમે બન્ને તને છોડી ક્યાંય જવાના નથી એ પણ અમે બન્નેએ નક્કી જ કરી લીધું છે."
આટલું કહી પરિતા હર્ષને બાજીને સૂઈ જાય છે. હર્ષ સજાગ બની સૂવાને બદલે ખુરસીમાં બેસી ગયો નવલકથા વાંચતાં તે વિચારોના વમળમાં અટવાય છે. પરિતા જાગી એટલે ચા-નાસ્તો મંગાવ્યો. બંનેએ સાથે મળી ચા-નાસ્તો કર્યો. તેણે પરિતાને જણાવ્યું કે "આ દુનિયામાં કશું જ અશક્ય નથી. અશક્યને પણ શક્ય બનાવવાનું કામ આપણું જ છે. આ સવાલ જ્યાંથી ઉદભવ્યો છે તેના મૂળમાં જ તેનો ઉત્તર રહેલો છે. તે શોધવા તારે અને મારે સાથે મળી તેના મૂળ સુધી પહોંચવાનું છે. હું અને તું સાથે રહી આ સમસ્યાનો માર્ગ શોધીશું. તારું બોર્ડનું પરિણામ આવે પછી આ અંગે વિગતે વિચારીશું" આ સાથે જ હર્ષ પરિતાને એક શ્રેષ્ઠ સર્જન બનાવાના નિર્ણયની બ્લ્યુ પ્રિન્ટ તેના મનમાં જ અંકિત કરી તેને ભાવિ વિચારણા પર છોડી દે છે. પોતાની આ બ્લ્યુ પ્રિન્ટ અંગે હાલ તે પરિતાને પણ બતાવતો નથી. પરિતા પણ વિચારોના વમળમાં અટવાય છે. તેને હર્ષે કરેલી કોઈ વાત સમજમાં નથી આવતી પણ તેને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે હર્ષ જે કંઈ વિચારશે તે મારી અને દીદીના હિતમાં જ હશે. તેથી તે પણ હર્ષની દરેક વાતમાં હકારાત્મકતા દર્શાવે છે.
ત્રણેય કપલ ડુમસના દરિયાકિનારે મોજ - મસ્તી તથા અનેરો માણી રહ્યાં છે. દરિયામાં ડૂબતા સૂરજને ભાળી પરિતાને તો અત્યંત આનંદ થાય છે અને તે હર્ષને ગળે વળગી તેનામાં જ સમાઈ જવા પ્રયત્ન કરે છે ત્યાં જ સૂરજ આથમી ગયો. બધા સૂરત આવવા માટે પ્રયણ કર્યું. હર્ષ અને પરિતા પણ ફ્લેટ પર પહોંચ્યા. તેમની પાછળ જ રવિન્દ્રભાઈ પણ આવી ગયા. ત્રણેય લિફ્ટમાં સાથે મળી ચોથા માળે પોતાના ઘેર પહોચે છે.
બે - ત્રણ દિવસ બાદ હરિતા અને તેનાં મમ્મી ગામથી આવી ગયાં. તે અને પરિતા એકબીજાને મળી વાતો કરતી રહે તો ઘણીવાર હર્ષ સાથે પણ ભેગા મળી વાતો કરે. હર્ષ હાલ હોટલમાં થયેલી કોઈ વાત હરિતાને કરતો નથી. આમ જ સમય પસાર થઈ રહ્યો હતો. આજે 03 મે અને બુધવાર એટલે કે શાળામાં પરિણામ જાહેર થવાનું. શાળા પરિણામ મુજબ હર્ષ 94.89 PR સમગ્ર શાળામાં પ્રથમ હતો. આથી તે ઘણો ખુશ હતો. હરિતા પણ 90.67 PR સાથે તેના વર્ગમાં પ્રથમ અને સમગ્ર શાળામાં ચોથા ક્રમે રહી હતી. તેનો સૌથી વધારે આનંદ હર્ષને હતો. હર્ષને તેની યોજના સફળ થતી જણાઈ રહી હતી.
વાત બાકી રહી પરિતાના પરિણામની. બોર્ડનું
ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ મેના અંતમાં આવશે તેવી વાતો થતી હતી. શાળાઓમાં 04 મેથી 07 જૂન સુધી ઉનાળાની રજાઓ રહેશે. શાળાનું નવું સત્ર 08 જૂનના રોજ શરૂ થશે. હર્ષ પરિતાને સાયન્સ રાખવા સૂચન કરે છે. પરિતાએ પરીક્ષામાં પરિણામમાં વિજ્ઞાન અને ગણિતના વિષયમાં 100માંથી 100 ગુણ તો આવશે જ એવો દ્રઢ વિશ્વાસ પણ ધરાવે છે. હવે સૌ પરિતાના રિઝલ્ટ તરફ મીટ માંડીને બેઠા છે.

To be continued ...!!
**********************************************(*(*(*
મિત્રો, તરુણોની દ્રઢતા અને વિશ્વસનીયતા ભરેલો આ ભાગ આપને પસંદ આવ્યો હશે. જો કે વાસના ધરાવતી વાતોમાં હવે નવો વળાંક આવશે અને એ જ શક્તિ સમાજમાં નૂતન કેડીનું સર્જન કરશે. શિક્ષણના નવા અભિગમને સાકાર કરશે. આ સાથે સમાજમાં સ્ત્રી સમાનતાની ભાવનાઓનો સૂરજ હવે પૂર્વાકાશમાં આકાર લેતો જણાશે. નૂતન ભારતનું ભાવિ તેની યુવા પેઢીના હાથમાં છે અને નવી દિશા નવો રાહ એ જ કંડારશે એ નિર્વિવાદ છે. હવે પછીના ભાગો આ તરફ દોરી જાય તો નવાઈ નહીં. પણ અહીં તો આપણે પરિતાનું પરિણામ અને હર્ષનો બ્લ્યુ પ્રિન્ટ અભિગમ આ બંને વિશે સમજવાનું રહે છે.
આ માટે રાહ જોઈએ સોપાન 19ની.
***************************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ', સુરત (વીરસદ)
માત્ર વૉટ્સ ઍપ પર સંદેશ માટે : 87804 20985.
***************************************************