નાનપણ થી ગરીબાઇ સિવાય જીવન માં કંઈ જોયેલું ન હતું. સરકારી સ્કુલ માં ભણતી હતી. જ્યારે હુ ૧ ધોરણ ભણતી હતી ત્યારે મને વાચતા લખતાં કંઈ આવડતુ ના હતુ.ગામડા માં કોઈ ટીચર બરોબર ધ્યાન પણ આપતા ન હતા.ધીરે ધીરે ૭ ધોરણ માં આવી ગઈ ત્યારે છેક મને વાચતા લખતા આવી ગ્યું. મને ગામડા માંથી હોસ્ટેલ મા ભણવા મૂકી. બધા મને જોઈ ને મજાક ઉડાડતા મને વાચતા લખતા ઓછુ ફાવતું હતું. શિક્ષક મારતાં શીખવાડવ ધીરે ધીરે મે બધુજ શીખી લીધું. થોડી થોડી ભણવા મા હોશિયાર થય ગઈ હતી.
આમ કરતાં કરતાં હું હાઈ સ્કુલ માં આવી ગઈ મારી સ્કુલ માં એક ફંકશન ઉજવવામાં આવ્યું તેમાં ઘણા મોટા મોટા લોકો આવ્યા હતા. અને મુખ્ય મહેમાન તરીકે કલેકટર સાહેબ આવ્યા હતા. અમે એક સરસ મજાનું નાટક કર્યું હતું જ્યારે કલેક્ટર સાહેબ નુ સમ્માન કરવામાં આવ્યું ત્યારે મે બધાને પૂછ્યું આ કોણ છે? બધા કહેતા હતા કે આ કલેક્ટર છે મે હા તો કહી દીધું પણ, કલેક્ટર શું કહેવાય એ મને ખબર પડત ન હતી. કલેક્ટર સાહેબ નુ સન્માન જોઈને મેં પણ ત્યારેજ નક્કી કરી લીધું હતું કે હું પણ કલેક્ટર બનીશ. મે અમારા સર, વિદ્યાર્થી ને કહ્યું: મારે પણ કલેક્ટર બનવું છે. ત્યારે સર હસવા લાગ્યાં મને મજાક મા કહ્યું: પેહલા ૯ ધોરણ તો પાસ કર.... પછી કલેક્ટર નાં સપના જોજે. મે ત્યારેજ નક્કી કરી લીધું કે જેને મજાક કરી એને મજાક નો જવાબ આપીશ જરૂર આપીશ... ત્યાર થી મારી અસલ જિંદગી શરૂ થઈ.
હું ધોરણ ૧૦ માં આવી ગઈ બધા મેં પોતાની લગન અને મહેનત થી ટ્યુશન વિના ધોરણ ૧૦ પાસ કરી લીધુ. ધોરણ ૧૧ ,૧૨ પણ પાસ કરી લીધું. જ્યારે કૉલેજ મા આવી ત્યારે અસલ મા મને ખબર પડી કે કલેકટર માટે UPSC ની પરિક્ષા આપવી પડે. Upsc શું કહેવાય એ ધીરે ધીરે સમજવા લાગી. પણ જે જે લોકો ને મે વાત કરી કે મારે આઇએએસ બનવુ છે બધા મારી મજાક ઉડાડતા હતા. મમ્મી પાપા નિ પરિસ્થિતી એટલી નબળી હતી કે હું કોચીગ પણ ન હતી રખાવી શકતી. ધીરે ધીરે કૉલેજ નાં છેલ્લા વર્ષ માં આવી ગઈ. ત્યારે મારા કોલેજ ના સર એ મને upsc સિલેબસ વિશે જણાવ્યુ. મેં મહેનત શરૂ કરી દીધી પણ, પરીક્ષા આપતા હું પાસ થય શકી નહિ. હું હતાશ થઈ ગઈ મે તૈયારી મૂકી દીધી. ૬ મહિના થઇ ગયાં. ગુજરાત ની ગૌણ સેવાની પરીક્ષા આવી. મને એમ થયુ કલેકટર તો ના બની શકી ચાલ આ પરીક્ષા આપી દવ. પણ કુદરત ને a મંજૂર નહિ હોય. મે ગૌણ સેવા ક્લાસ ૪ ની પરીક્ષા આપી પણ તેમાં પણ પાસ થઈ નહિ.. મારા દોસ્તો, સાહેબો,મેડમ,પરિવારના સભ્યો બધા એ મને કોચવાનુ શરૂ કરી દીધું. હું ઠોઠડી છે. મને કઈ આવડે નહિ. હું ક્યાંય ચાલું નહી. જ્યાં જાવ ત્યાં બધા મજાક ઉડાડે. કહે: જોવ કલેકટર આવ્યા એવું બોલીને મારી હંસી ઉડાડે. મેં એ દિવસ ખાધું નહિ પીધું નહિ અને રડવા લાગી. પછી ધીરે ધીરે વિચારતાં વિચારતાં એમ થયું કે એક વાર ફેલ થઈ તો શું થયું ફરી પરીક્ષા આપીશ. તે દિવસ થી મે પાછી તૈયારી શરૂ કરી દીધી. દિવસ નાં ૪ કલાક વાંચન, ફરીથી રાતના રિવિઝન, એમ કરતાં કરતાં મે એક વર્ષ સતત મહેનત કરી. પણ જ્યારે upsc ની પરીક્ષા આવી હું અમદાવાદ પરીક્ષા આપવા પણ ગઈ.પણ હું અંદર થી બહુજ ડરી ગઈ હતી કેમ કે મારી સાથે મજાક કરવા વાળા વધારે હતા આશ્વાસન આપવા વાળા બેજ હતા મમ્મી અને પાપા. હું ત્યાં પરીક્ષા કેન્દ્ર તો પોંચી ગઈ પણ ક્લાસ માં જતાં રડતી હતી. હું ત્યાં કૉલેજ ની દાદરા ઉપર બેસી ને રડતી હતી. ત્યારે ત્યાંથી એક પ્રોફેસર મારી બાજુમાં થી જતા હતા એમણ મને જોયું કે હું બેઠી બેઠી રડું છુ. મારી બાજુ માં આવી ને મને પૂછ્યું છું થયું બેટા? મે કહ્યુ મને પરીક્ષા છે બહુ ડર લાગે છે ફરી ફેલ થાય તો બધા મારી બહુ મજાક કરશે.
તે સર હસતાં હસતાં કહ્યું અરે.. બેટા... એટલી વાત મા ડરી ગઈ? કોણ કહે છે તું ફેલ થઈશ? તું તો આવતી કાલ ની આઇએએસ છો. એક વાર હિંમત કર.... પરીક્ષા આપ. તું જરૂર આઇએએસ બનીશ એ મારું પ્રોમિસ છે. હિંમત આપવા પ્રોફેસરે મને ઍક વાક્ય કહ્યુ. लहरों से डरकर नौका पार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। મારા માં થોડી હિંમત આવી ગઈ મમ્મી પપ્પા નુ વિચાર્યુ. મારા મમ્મી પપ્પા એ મને અહી સુધી પહોંચાડી મારે પણ કંઇક એમના માટે કરવું જોઈએ. પપ્પા પાસે પૈસા ન હતાં છતા પાપા ઉધાર પૈસા લઈ આવી મને પરીક્ષા આપવા માટે મોકલી હતી. મે પરીક્ષા આપી દીધી.. હવે પરીણામ
ની રાહ હતી. બધા એમજ કહેતા હું આ વખતે પણ ફેલ જ થવાની છે ખોટી ગઈ ને આવી પૈસા નુ પાણી કરવા. ધીરે ધીરે દિવસો ગયા મારું પરિણમ આવ્યું. મને વિશ્વાસ હતો કે આ વખતે હું પાસ થઇ જાય. પણ એટલી ખબર ન હતી કે હું ભારત માં ૨૧૨ નાં ક્રમે આવી હતી. અને ગુજરાત માં ૫ માં ક્રમે આવી હતી. મારા ગામડા નાં લોકો ને ટીવી મારફતે ખબર પડી એ લોકો ઢોલ નગારા સાથે મારી ઘરે આવ્યા મને મારા પરિવાર ને બહુ જ બધાઈ આપી હતી. મને લાગ્યું હતું કે હું પાસ થઈ ગઈ પણ... જે લોકો મારી મજાક કરતા હતા એમણ જ મને આવીને કહ્યું કે તું ગુજરાત મા ૫ માં ક્રમે આવી છો.. મને પેલા પ્રોફેસર ની પંક્તિ યાદ આવી ગઈ. બધા બહુ ખુશ હતા. મે mains exam પણ પાસ કરી લીધી.. હવે મને જરાય ડર હતો નહી. ધીરે ધીરે તેમનું પરિણામ પણ આવી ગયું. હું ઇન્ટરવયૂ માટે સિલેક્ટ થઇ ગઇ. હવે તો બસ એકજ સીડી બાકી હતી મારા સપનાં ની વચ્ચે. એ હતું ઇન્ટરવયૂ. હું આછી ખાખી કલર ની સિમ્પલ સારી પહેરી ને ઇન્ટરવયૂ દેવા માટે ગઈ. મારો વારો આવ્યો. અંદર જઈને જોયું તો ૧૫ જેટલા સર, મેડમ ને જોઈ ગઈ. હું ફરી બધાને જોઈને ડરી ગઈ હતી. અંદર તો ચાલી ગઈ પણ વિચારમાં પડી શું પુછશે. ક્યાંક અહી આવીને મારું સપનું અધૂરું ન રહિ જાય. પણ આંખ બંદ કરી ને મોટીવેશન ની પ્રોફેસર એ કહેલી પંકિત યાદ કરી. कोशिश करने वालों की कभी हार नहीं होती।
મારાં માં આત્મવિશ્વાસ આવી ગયો ગમે તે થાય આઇએએસ તો બનવું એટલે બનવું. બસ, પછી પ્રશ્ન પૂછ્યા મે એવા જવાબ આપ્યા. ઇન્ટરવ્યુ આપ્યા બાદ અમે ઘરે આવતા રહ્યા હતા. ધીરે ધીરે સમય ગયો. મને એક લેટર આવ્યું. એમાં મારું પાસ થવાનું પરિણામ હતું. અને લખ્યુ હતું કે ૫ દિવસ માં તમે એકેડેમી હૈદરાબાદ ટ્રેનિંગ માટે આવી જજો નહિતર તમારી સીટ કેન્સલ થશે. હું બીજા દિવસે ચાલી ગઈ હતી. ૧૧ મહિના ટ્રેનીંગ નાં પૂર્ણ કર્યા બાદ હું આઇએએસ ઓફિસર બનીને ઘરે આવી ગઈ. મારી પોસ્ટ હરિયાણા માં લાગી હતી. મમ્મી પપ્પા ને સાથે લઈને હું ત્યાં જતી રહી હતી. એટલો કલેકટર બનવાનો સફર પૂર્ણ થયો. જે ધારો એ કરી શકો છો. બસ.... આત્મવિશ્વાસ, મહેનત, અને ધીરજ હોવી ખૂબ જરૂર છે. લોકો ની વાતો માં નાં આવો લોકો ગમે તે વાતો કરશે. આપણા ઉપર વિશ્વાસ રાખો ને ખુબ મહેનત કરો આપણું છે એ જરૂર મળશે. જય હિન્દ