Sambandhona Vamad - 9 in Gujarati Fiction Stories by Urvashi books and stories PDF | સંબંધોના વમળ - 9

The Author
Featured Books
Categories
Share

સંબંધોના વમળ - 9

ગતાંકમાં આપણે જોયું કે વિકી જે છોકરીનો ચહેરો જોવા ઉત્સુક હતો એ છોકરીની સ્કૂટી સ્લીપ થાય છે અને એ બેહોશ અવસ્થામાં પડી હોય છે વિકી ગાડી સ્ટોપ કરીને એની પાસે જાય છે એને જોઈને દુઃખ અનુભવે છે ત્યાં જ બે રાહદારીઓ આવીને એને મદદ કરે છે અને વિકી એ છોકરીને હોસ્પિટલ લઈ જાય છે.


હવે આગળ.....................

હું ચિંતામાં હતો ડોક્ટરે આવીને કહ્યું બધું ઠીક છે ચિંતા કરવા જેવી નથી થોડી ટ્રીટમેન્ટ બાદ તમે એમને ઘરે લઈ જઈ શકો છો. આ સાંભળીને જાણે મારામાં ચેતનાનો સંચાર થયો. "હું એમને મળી શકું?" મેં પૂછ્યું.

ડોક્ટરે હસતાં ચેહરે 'હા' કહ્યું એટલે હું ખુશ થઈ ગયો. હું એને મળવા જતો હતો ત્યારે જ મને યાદ આવ્યું કે હું એને પેહલીવાર મળ્યો અને એ પણ એની આવી અવસ્થામાં તો મારે એને સુંદર ફૂલો આપવા જોઈએ. મેં ત્યાં હાજર પરિચારિકા ( નર્સ ) ને ધ્યાન રાખવા કહીને હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો.

મેં ત્યાં આજુબાજુ નજર નાખી મને ક્યાંય ફૂલો કે બુકે વાળા દેખાયા નહીં પણ થોડે દૂર થોડીઘણી દુકાનો દેખાઈ રહી હતી મેં ત્યાં જઈને જોવું યોગ્ય ગણ્યું હું થોડું આગળ ચાલ્યો અને એ શોપ સુધી પહોંચું એ પેહલાં જ રસ્તાની સામે તરફથી એક ગરીબ બાળક રેડ રોઝ લઈને મારા સામે આવીને ઊભો ગયો. એ મને ફૂલો ખરીદવા માટે આગ્રહ કરવા લાગ્યો.
મને એમ જ લાગ્યું જાણે કિસ્મત પણ આજે મારી સાથે જ હોય. મેં એની પાસેથી એ લાલ ગુલાબના ફૂલો ખરીદ્યા અને હું ઝડપથી હોસ્પિટલમાં પાછો ગયો.

હું એની સામે જોઈ રહ્યો એ હળવા સ્મિત સાથે મારી તરફ જોઈ રહી હતી. હું થોડીવાર સ્તબ્ધ બનીને એના ચહેરા સામે જોઈ રહ્યો. જેને જોવા હું આતુર હતો એ સુંદર ચહેરો મુરજયેલો હતો, એના પર થાક વર્તાતો હતો. હું એની પાસે ગયો અને મેં ગુલાબના ફૂલો એની સામે ધર્યા એણે હસતાં ચહેરે સ્વીકાર્યા. મારા હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠ્યા. હું ત્યાં ચેરમાં એની સામે બેઠો.

"થેંક્સ તમે મારી મદદ કરી." હસતાં ચહેરે એ બોલી. એનું હળવું પણ નિખાલસ, પ્રેમાળ સ્મિત જોઈને હું ખુશ થઈ ગયો. મારા હૃદયમાં એના માટે લાગણી અને પ્રેમ વધી રહ્યા હોય એમ લાગ્યું.

"એમાં શું થેંક્સ! થેંક્સ તો મારે કેહવું જોઇએ કેમ કે તમે આ ફૂલો સ્વીકાર્યા." હસતાં - હસતાં હું બોલ્યો. એ પણ ખડખડાટ હસવા લાગી.

એનું એ હાસ્ય મને ઘાયલ કરી રહ્યું હતું અને સાથે જ એના પ્રેમમાં પાગલ પણ!!!

"મારો ફોન બંધ થઈ ગયો છે, હું તમારા ફોનથી એક કોલ કરી શકું?" એણે કહ્યું.

"હા! હા! કેમ નહીં!!!" કહેતા મેં એને ફોન આપ્યો. એણે એના ઘરે ફોન કર્યો અને બધું જણાવ્યું.

હું એને જોઈ રહ્યો હતો એ થોડી - થોડી વારે મારી સામે જોતી હતી અને શરમાઈ જતી હતી.

"તમારું નામ?" મારી સામે જોઇને એ બોલી.
"વિકી અને હું પપ્પાને બિઝનેસમાં હેલ્પ કરું છું સાથે એક એકઝામની તૈયારી કરી રહ્યો છું. આપનું નામ?" મેં એને પૂછ્યું.

"હું સ્વીટી અને હું વેસ્ટર્ન અને ક્લાસિકલ ડાન્સ ક્લાસ ચલાવું છું. આજે મારે ઘરેથી નીકળવામાં મોડું થઈ ગયું એટલે હું ઉતાવળમાં હતી. આમ તો મારી એક ફ્રેંડ અને હું બંને મળીને ક્લાસ ચલાવીએ એટલે વાંધો ન આવે." એણે કહ્યું.

અમે વાતો કરી રહ્યાં હતાં ત્યાં જ એના મમ્મી - પપ્પા આવી પહોંચ્યા હું ચેરમાંથી ઊભો થઈ ગયો મેં એમને આદર આપ્યો. એની મમ્મીએ આવીને તરત આંખોમાં આંસુ સાથે એને ગળે લગાડી લીધી.

"અરે મમ્મી! કાંઈ નથી થયું ચિંતા ન કરીશ." હસતાં ચહેરે એ બોલી.

એના મમ્મી - પપ્પાને એણે મારો પરિચય આપ્યો એ લોકોએ મારો આભાર માન્યો.
"ડોકટર સાંજે રજા આપવાના છે." એના પપ્પાએ જણાવ્યું.

એના મમ્મી - પપ્પા એની સાથે બેઠા હતા હવે મને ઘરે જવું યોગ્ય લાગ્યું. મન તો કરતું હતું એની પાસે જ રોકાઈ જાવ અને એનું ધ્યાન રાખું પણ કંઈ રીતે? ક્યાં હક થી....?

"હું જાવું છું કાંઈ કામ હોય તો જણાવજો અને હું ખબર પૂછતો રહીશ" મેં એમની રજા લીધી.

ત્યાં જ સ્વીટી બોલી "પણ ખબર પૂછશો કેવી રીતે નંબર છે? તમારી પાસે?" અને હસવા લાગી.

હું પણ હસવા લાગ્યો પણ એની મમ્મી એની સામે આંખો મોટી કરીને અણગમા અને ગુસ્સામાં જોતી હતી. એટલે મેં એને મારો ફોન નંબર આપ્યો એણે એના પપ્પાને એમના ફોનમાં નંબર સેવ કરવા કહ્યું મેં એને મિસકોલ કે મેસેજ કરી દેવા કહ્યું અને મનને જેમ - તેમ મનાવીને હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો. જે ચહેરો જોવાની મારી અદમ્ય ઈચ્છા હતી એને નિહાર્યા જ કરું એમ થતું હતું પણ એના ચહેરાની છબી મારા હૃદયમાં અંકિત થઈ જ ગઈ હતી. મારી આંખોમાં એ જ છબી તરવરી રહી હતી.
હું ઘરે પહોંચ્યો પણ એના જ વિચારોમાં ખોવાયેલો હતો. "ક્યાં ધ્યાન છે તારું? કેમ એકલો એકલો હસે છે? ને આજે આટલો મોડો કેમ આવ્યો ઘરે?" મમ્મી બોલી.

"અરે મમ્મી! કાંઈ નથી થયું અને થોડું કામ હતું મારે એટલે મોડું થયું મને ઘરે આવતા." એમ કહીને હું મારા રૂમમાં ગયો.
હું વારંવાર મોબાઈલ ચેક કરતો કે એનો મેસેજ કે મિસકોલ આવ્યો છે કે નહીં. એ દિવસે રાત્રે પણ મને બહુ મોડા ઊંઘ આવી મને એનો ચહેરો જ દેખાયા કરતો હતો અને એના જ વિચારો આવ્યા કરતા હતા.

સવારે ઉઠ્યો તો પણ એનો જ ચહેરો મારી આંખોમાં હતો. મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. મારુ રૂટીન પત્યું એટલે કામથી બહાર જવા તૈયાર થયો જેવો ઘરમાંથી નીકળતો હતો કે ફોનમાં એક મેસેજ આવ્યો. મેં તરત જ ફોન ચેક કર્યો તો અન્ય મેસેજ હતો. હું થોડો હતાશ થઈ ગયો.

"કાંઈ નહિ એ આરામ કરતી હશે એને યોગ્ય લાગશે એટલે કરશે કોલ કે મેસેજ" હું મનોમન બોલ્યો, પણ સાથે એની ચિંતા પણ થતી હતી એની ખબર પૂછવી હતી અને કેહવાય છે ને કે આપણે ખરા હૃદયથી કંઈપણ ઇચ્છિએ તો એ મળે જ એ મને આજે સાચું લાગ્યું એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મેં રિસીવ કર્યો.

"હેલો!! હું સ્વીટી!!" આ સાંભળીને હું ખુશ થઈ ગયો.

આગળની સ્ટોરી આવતા ભાગમાં...............