એ સત્ય બરાબર રીતે સમજી લેવુ અનિવાર્ય છે કે ઈન્દિરા ગાંધીના મૃત્યુ ના કોઈ હજાર-બે હજાર વર્ષ પહેલા અંગ્રેજો એશ વિદાય નહોતી લીધી. એ વાત મહેસ ચાલીસ-પચાસ વર્ષ જૂની જ હતી. એટલે ભારતીય રાજનીતિમાં હજુય અંગ્રેજોની દરમિયાનગીરી હોય તે વાત નકારી ના જ શકાય.
એ વાતની ઘનતા સત્ય છે કે ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પાછળ ખાલિસ્તાની આંતકવાદ જવાબદાર હતો પરંતુ, આ વાતના સૂક્ષ્મો ને ખંગાલીશુ તો આ હત્યાના મૂળિયા ક્યાંકને ક્યાંક તો મોનાર્ક મેન્શનની જમીન નીચેથી નીકળવાના જ. મોનાર્ક મેન્શન એટલે બ્રિટિશ એમ્પાયર ના રાજવંશીઓ નું નિવાસસ્થાન. અર્થાત બકિંગહામ પેલેસ ઇત્યાદિ.
અને આમેય પણ બ્રિટિશરોની ત્યારે હાલત પેલા કાર્ટૂનિસ્ટ નારદ ના દોરેલા કાર્ટૂન જેવી થઈ ગઈ હતી કે જેમાં અંગ્રેજો ભારતના લોહિયાળ યોદ્ધાઓથી બચતા બચાવતા રહેતા હતા અને છેલ્લે અહીંસા એ તેમની લગાડી દીધી.
જો ઈન્દીરા ગાંધી ના throughout assassination ને જોશો સ્થૂલ દ્રષ્ટિ તેમ જ કહેશે કે આ ખાલિસ્તાની આતંકવાદીઓનું કરેલું કૃત્ય હતું. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારશો તો ત્રણ-ચાર સવાલો ઉત્પન્ન થશે, એક તો એ કે એ ખાલિસ્તાનીઓ ને ફંડિંગ કોણ પૂરું પાડતું હતું? તો કે પાકિસ્તાન! પરંતુ, પાકિસ્તાન પાસે પણ આટલું મોટું ફંડિંગ ક્યાંથી આવતું હતું? તો આંગળીનું ટેરવું સીધું જ મોનાર્ક મેન્શન અને વ્હાઈટ હાઉસમાં બાજુ જ વળી જશે.
જો તમે એમ પૂછો કે એ અંગ્રેજોને એવી તે શી પડી હતી કે આઝાદીના 40 વર્ષ પછી એમણે તમારા માં ઇન્ટેરિયર કરવાની જરૂર પડી?
તો આ સવાલ ની સામે પણ એક સવાલ છે જે સવાલ જ તેનો જવાબ છે કે, એ અંગ્રેજોને આઝાદી વખતે એવી તે શી જરૂર પડી હતી કે તેમણે વચ્ચે રહીને ભારત-પાકિસ્તાનના ભાગલા કરાવ્યા હતા. હવે તો સીધો ને સરળ જવાબ આપીએ તો એક જ કે ડિવાઇડ એન્ડ રૂલ. જ્યાં સુધી અંગ્રેજી સભ્યતા અને સામાજિક હાવભાવો આ સંસારમાં વ્યસ્ત રહેશે, ત્યાં સુધી આ પૉલીસી વિશ્વના કોઈક ખૂણામાં તેનો પ્રભાવ દેખાડીને જ રહેશે અને ડિવાઈડ and rule કરીને જ બતાવશે.
હવે પોલીસી ડિવાઈડ and rule ની વિશ્વ વ્યાપકતા માંથી બહાર આવીને તેને ભારતના ભૂગોળ સાથે સુસંગત કરીએ અને વિચારીએ કે ભારત અને પાકિસ્તાનમાં જ હજુય એવું તે શું છે કે જેનાથી હજુ પણ ભારત પાકિસ્તાન એક થઈ શકે તેમ છે!! અને એ જ તત્વોથી અંગ્રેજોને આપણાથી અસુરક્ષા છે.
મિત્રો, કદાચ એ વાત વિસ્મૃત થઈ ગઈ છે કે પાકિસ્તાન બે દિશા અને બે કોણ થી ભારત સાથે સીમાઓથી જોડાયેલું છે. અને એ જ પાકિસ્તાન છેલ્લા હજારો વર્ષોથી ભારત ભુખંડ નો જ એક અભિન્ન ભાગ રહ્યું હતું.એ કેવળ એક માત્ર અપ્રાકૃતિક ભૂગોળ જ હતો કે જેણે ભારત પાકિસ્તાન ની સીમાઓ નિશ્ચિત કરી હતી.પરંતુ સીમા પર્યંતના નાગરિકો હજુ પણ સમાનતા થી જીવી રહ્યા હતા અર્થાત્ તેમના માટે હજુ પણ ભારત પાકિસ્તાન જેવું સ્વીકારવું અસંભવ હતું.
આઝાદી પછી અને સંબંધો તંગ થયા પહેલા લાહોર અને ચંદીગઢ વચ્ચે બેરોકટોક પંજાબીઓ નું હજારોની સંખ્યામાં યાતાયાત ચાલતું હતું.
જેમાં કેટલાક તો એમનેમ જ બસ ચંદીગઢ ફરવા જવું છે અથવા લાહોરની હવા ખાવી છે.અને આ બાજુ કાશ્મીરની સીમાઓથી બંને બાજુના લોકોનું સ્વાભાવિક યાતાયાત ચાલતું હતું. જેમાં illegal loading જેવી કોઈ જ અપવિત્રતા ન હતી. ભારત અને પાકિસ્તાનના સંવિધાનિક નુમાઈન્દાઓ ઊંઘી જ રહ્યા હતા કે આ યાતાયાત ના કોઈક પોઝીટીવ ઉપયોગ કરીએ. અને પેલી બાજુ મોનાર્ક mention ના રહીશો (અંગ્રેજો)ની ની ઊંઘ આ યાતાયાત (આવાગમન) ને લીધે ઉડી ગઈ હતી એમ વિચારીને કે ક્યાંક ભારત પાકિસ્તાન એક તો નહી થઈ જાય ને?