S. T. Stand ek love story - 7 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 7

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૭

એટલી ભૂખ લાગી હતી બંનેનું ધ્યાન ખાવામાં હતું .મેગી ની પ્લેટ પુરી સાફ કરી દીધી એક દાણો પણ ના બચ્યો.
કોફી તૈયાર કરી મસ્ત મસ્ત ઠંડીમાં ગરમ-ગરમ પેપર નો કપ હાથમાં પકડી ચુલા સામે બેસી બંને ચૂસકી લઇ રહ્યા હતા .નીતાને ચુલો હવે કેમ્પ ફાયર જેવો લાગતો હતો 2 વર્ષ પહેલાંની કોલેજ પિકનિક ના દિવસો યાદ આવી ગયા.
ફ્રેન્ડ ને ત્યાં રાત રોકાવા જવું હોય કે બહારગામ પિકનિકમાં જવું હોય નીતા ની મમ્મી હંમેશા એનો વિરોધ કરતી પણ પપ્પા હંમેશા એની બાજુ લેતા અને એને જ્યાં જવું હોય ત્યાં ફરવાની પરમિશન પણ આપતા અને ખર્ચો કરવા એક્સ્ટ્રા પૈસા પણ આપતા . પપ્પા એની દરેક જીદ પુરી કરતા. પપ્પાને વિશ્વાસ હતો મારી દીકરી કદી ક્યારે એવું નહીં કરે જેથી એમને નીચું જોવાનો વારો આવે.વિવેક મમ્મી નો લાડકો અને હું પપ્પા ની લાડકી.નીતાને ઘર યાદ આવી ગયુ અને એની આંખો ભીંજાઈ.

"તમે પાછા ૨ડવા લાગ્યા? સોલીડ છે હ બાકી તમારું. વાતે વાતે ગુસ્સો આવે અને વગર વાતે રડુ આવે ક્યારેક હશો પણ છો કે નહીં ?" અમિત મસ્તી કરતા બોલ્યો અને નીતાને ખડખડાટ હસુ આવી ગયું. " ઓ....હો ....હો....ક્યા બાત હૈ મિલિયન ડોલર સ્માઈલ"અમિતે નીતાની તારીફ કરી.
" તમે ક્યારે સિરિયસ થાઓ છો ?કે હંમેશા બધી વાતમાં તમને મજાક સુજે છે ?"નીતા સ્માઇલ સાથે બોલી. હવે એને અમિતની કોઈ વાતનો ગુસ્સો નહતો આવતો.
"serious થવાનો ફાયદો શું ?આપણો તો ફંડો છે મુસીબત આવે તો એનો હસીને સામનો કરવો. મુસીબત ઓછી તો ના થાય પણ એની સાથે લડવાની તાકાત વધી જાય "અમિત બ્રહ્મજ્ઞાન આપતો હોય એવી રીતે બોલ્યો.
બંને ના ચહેરા પર સ્માઈલ હતી. કોફી પૂરી થઈ એટલે અમિતે બેગ માંથી એક પ્લાસ્ટિક થેલી કાઠી એમાં બધો કચરો ભેગો કરી ડસ્ટ બીનમાં નાખી દીધો .બંને બેન્ચ ઉપર શાંતિથી બેઠા હતા બોલવાનું બંધ હતુ અને આંખો વાતો કરી રહી હતી.

"મને બાથરૂમ જવું છે i mean હલકા થવું છે"નીતા શરમાતા બોલી.
"ઓ... કે ...અહીંયા કોઈ washroom તો છે નહીં એટલે ઓપન માં જવું પડશે આલો ટોર્ચ અને દૂર ત્યાં બસની પાછળ જતા રહો." અમિત ટોર્ચ આપતા બોલ્યો
" મને એકલા જતા ડર લાગે છે" નીતા ખચકાતા બોલી.
"તમે... એમ... કહેવા માંગો છો કે હું તમારી સાથે આવું?" અમિતે આશ્ચર્ય સાથે પૂછ્યું.
" હા..એટલે તમે બસ સુધી સાથે આવો પ્લીઝ" નીતાને બોલવામાં શરમ આવતી હતી.
બંને બસ સુધી સાથે ચાલીને ગયા . નીતા બસની પાછળ જતા બોલી "મને ડર લાગે છે એટલે તમે કાંઈ બોલવાનું ચાલુ રાખો અથવા કોઈ ગીત ગાવ" અમિતને આ બધું અજીબ લાગી રહ્યું હતું તેણે ગીત ગાવાનું પસંદ કર્યું અને ફાટેલા રાગમાં "મન મોર બની થનગાટ કરે મારુ મન મોર બની ...... મારુ મન મોર બની થનગાટ કરે"
એનો અવાજ સાંભળી આસપાસના ઝાડ પર સુતા પક્ષીઓ જાગી ગયા અને ડરના મારે બૂમો પાડવા લાગ્યા.

બંને પાછા આવ્યા પણ નીતાનું હસવાનું બંધ જ નહોતું થતુ . અમિતને શરમ આવતી હતી "ભલાઇનો તો જમાનો જ નથી રહ્યો જેની મદદ કરો એજ લોકો આપણા પર હસે છે"
"સોરી.... i am really sorry પણ એકવાત પાકી આજ પછી હું જ્યારે પણ ગરબા રમવા જઈશ અને આ ગીત વાગશે તો હું ગરબા રમી શકીશ નહીં"નીતા હસવાનું બંધ કરવાની કોશિશ કરતા કરતા બોલી .આ સાંભળી અમિત ને પણ હસુ આવી ગયું અને બંને જોર જોરથી ખડખડાટ હસવા લાગ્યા.

ક્રમશઃ