એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૬
નીતા ચાકુ જોઈ ગભરાઈ ગઈ એના મનમાં ડરાવના વિચારો આવવા લાગ્યા "આ માણસ કોઈ બહુ રૂપિયો હશે તો .ચાકુ બતાવી મારી સાથે જબરદસ્તી કરશે કે મારા દાગીના લૂંટશે કે પછી મારું ખૂન કરી નાખશે .અડધી રાતે આવા રસ્તા ઉપર ફરવા વાળો કોઈ પાગલ તો નહીં હોય સીરીયલ કિલર..." અમિત પાછો આવે એ પહેલા સાવચેતી રૂપે નીતાએ ચાકુ લઈને પોતાની બેગ માં મૂકી દીધુ.
અમિત પાછો આવ્યો અને બેગ ના સાઈડ પોકેટમાંથી સેનેટાઈઝર કાઢી હાથ ધોવા લાગ્યો .નીતા એની સામે જોઇ ખોટુ ખોટુ હસવાનો પ્રયત્ન કરી રહી હતી .અમિત બાજુની બેન્ચ ઉપર શાંતિથી બેઠો અને કંઈક વિચાર આવતા બોલ્યો " હવે સવારની રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ જણાતો નથી. છ વાગે તમારી બસ આવશે ત્યારે જ ગામના માણસો આવશે અને કદાચ મને મદદ મળી જાય ત્યાં સુધી અહીં જ ટાઇમપાસ કરવો પડશે .ઠંડી હજી વધશે . મને તો ઠંડીમાં ભૂખ બહુ લાગે . તમે કાંઈ ખાશો બિસ્કીટ કે પછી ચિપ્સ મારી પાસે મેગી પણ છે"
નીતાને કડકડતી ભૂખ લાગી હતી અને મેગી નું નામ સાંભળી એના મોઢામાં પાણી આવી ગયું "મેગી અહીં ?અત્યારે? કેવી રીતે?"
"જો આ મારી બેગ છે ને એ જાદુઈ જીન છે એની પાસે જે માંગો એ આપે મેગી, પાસ્તા ,ચા , કોફી, તમે ખાલી ફરમાઈશ કરો જીન તમને બધુ આપશે શરત ખાલી એટલી કે પહેલા તમારે એને આ બધું આપવું પડે હા.. હા ..ખરાબ જોક હતો હેને ? પણ હું સમજી ગયો તમારો મેગી ખાવાનો મૂડ છે. હવે પ્લાન સાંભળો આ બેગમાં એક તપેલી છે અને બે મેગીના પેકેટ છે સાઈડમાં નવી પાણીની બોટલ છે તમે મેગી બનાવવાની તૈયારી કરો હું ચુલાની વ્યવસ્થા કરુ ચુલાના ઘણા ફાયદા થશે મેગી બનશે કોફી પણ બનશે મારી પાસે દૂધનો પાવડર , કોફી અને સાકરના પેકેટ છે અને મોટો ફાયદો આ ઠંડીમાં માં તાપણી નો બંદોબસ્ત પણ થઈ જશે" અમિત નોન સ્ટોપ બોલી રહ્યો હતો નીતાને ખુશી થઇ રહી હતી અને અજીબ પણ લાગતું હતું એ વિચારમાં ખોવાયેલી અમિત તરફ એકી ટસે જોઈ રહી. " મેડમ મેગી બનાવતા આવડે છે ને કે પછી તમે પણ આજકાલની છોકરીઓ ની જેમ રસોડા ના દર્શન કર્યા જ નથી ?" અમિતે નીતાને વિચારોમાંથી બહાર કાઢી.
"મેગી બનાવવા આવડતની જરૂર નથી પણ મને બધી જ રસોઈ બનાવતા આવડે છે તમે મારી મમ્મી ને ઓળખતા નથી પારકા ઘરે જવાનું છે એમ કહી દસમા ધોરણથી જ મારી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ હતી .તમારો આ જીન બધો સામાન આપે તો તમને ગુજરાતી થાળી બનાવીને જમાળુ" નીતાને ગુસ્સો આવ્યો અને મમ્મીની યાદ આવતા આંખો ભીંજાણી.
" સોરી યાર હું તો મજાક કરતો હતો તમને બધી વાતમાં ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે. મજાક સમજો યાર. આપણે સવાર સુધી અહીં ટાઈમપાસ કરવાનો છે .હું ચુલા ની તૈયારી કરુ"અમિત એટલું બોલી ચુલા ની તૈયારી કરવા ભાગ્યો.
આસપાસથી પથ્થર લાવી ગોઠવ્યા થોડી સૂકી લાકડીઓ ,કાગડિયા , ધાસ ભેગું કરયુ ને ખિસ્સામાંથી લાઈટર કાઠી ચુલો સળગાવ્યો. પાણી ગરમ કરી મેગી બનાવી અને બંને ખાવા લાગ્યા. નીતા એ આટલી સ્વાદિષ્ટ મેગી જિંદગીમાં નહોતી ખાધી મેગી ખાતી જતી હતી અને રડતી હતી. અમિતને અજીબ લાગ્યુ એટલે પૂછ્યું " તમે રડી રહ્યા છો ?"
" હા... પણ આંશુ ખુશીના છે થોડીવાર પહેલા એમ લાગતું હતું કે હું અહીં ઠંડીમાં તરસી અને ભૂખી મરી જઈશ અને જુઓ અત્યારે મોજથી મારી ફેવરેટ મેગી ખાઈ રહી છું. ચમત્કાર જેવું લાગે છે . ઓલ થેન્ક્સ ટુ યુ" નીતા ગદગદા સ્વરે બોલી.
" મેડમ આ ગામનું નામ વીરપુર છે .આ નામનો મહિમા એટલો છે કે અહીંયા આવેલો કોઈ મહેમાન ભુખો રહે એ શક્ય નથી .ઓલ થેન્ક્સ ટુ જલારામ બાપા" અમિત નિખાલસતા સાથે બોલ્યો.
અમિત ની આ વાત નીતાના દિલને સ્પર્શી ગઈ. અમિત વિશેની એની બધી શંકાઓ ખતમ થઈ ગઈ . નીતા ઍ આકાશ તરફ જોઈ ઈશ્વર નો આભાર માન્યો.
ક્રમશઃ