Dashing Superstar - 8 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-8.

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-8.


"કોણ છવાયેલું છે? સવારથી મને લાગ્યું કે તું ખોવાયેલી ખોવાયેલી છે."અહાનાએ આવીને પુછ્યું.કિઆરા અચાનક આમ પ્રશ્ન પુછાવાના કારણે ભડકી ગઇ.

"ચલ મારા રૂમમાં."કિઆરા અહાનાને તેના રૂમમાં લઇ ગઇ.તે અહાનાને પોતાના રૂમમાં લઇ ગઇ અને દરવાજો બંધ કર્યો.તેણે તેના લેપટોપમાં ગુગલ ઓપન કરીને સર્ચ કર્યું ' એલ્વિસ બેન્જામિન'

ગુગલમાં તુરંત જ એલ્વિસના ઢગલાબંધ ફોટોગ્રાફ્સ અને તેના ડાન્સના વીડિયો આવી ગયાં.તેના વિશે તેણે વિકિપીડિયામાં વાંચ્યું.
"ઓહ,બોલીવુડ અને હોલિવુડનો નંબર વન કોરીયોગ્રાફર છે.તેને ડેશિંગ." કિઆરાને બોલતા અટકાવીને અહાના બોલી,

"ઓહો,આના વિશે સર્ચ કેમકરે છે?તું નથી ઓળખતી તેને?હા,તને તો ફિલ્મોમાં બિલકુલ રસ નથી.કિઆરા,આ છે એલ્વિસ બેન્જામિન ધ ડેશિંગ સુપરસ્ટાર.તે છે તો કોરીયોગ્રાફર પણ તે એટલો હેન્ડસમ અને ક્યુટ છે.તે બોલીવુડ અને હોલિવુડમાં ફેમસ છે."અહાના હજીપણ તેના વિશે બોલવા માંગતી હતી પણ કિઆરાએ તેને અટકાવી.

"હા હા,આ બધું મે વાંચ્યું વિકિપીડિયામાં.લાગે છે તું એની ફેન છે."કિઆરાએ કહ્યું.

"ફેન નહીં મોટી ફેન પણ મને એક પ્રશ્ન થાય છે કે આ એલ્વિસ બેન્જામિન સવારથી તારા મનમાં કેમ છવાયેલો છે?તને તો ફિલ્મોમાં કે ગીતોમાં રસ નથી."અહાનાએ પ્રશ્નાર્થભરી નજરે પુછ્યું.

કિઆરાએ સવારે બનેલી ઘટના કીધી અને બોલી,"ખબર નહીં કેમ?રહી રહીને તેના જ વિચારોમાં આ મન અટવાયા કરે છે."

"કિઆરા,વાઉ!તે એલ્વિસને કિસ કરી.ઓહ માય ગોડ.મને લાગે છે કે તને લવ એટ ફર્સ્ટ સાઇટ થયો છે."અહાનાએ કહ્યું.

"જા જા,તું જાણે છે ને મારા વિશે બધું?પ્રેમ અને લગ્ન નામના બે બંધનથી મારે આજીવન દુર રહેવું છે.તે વાત સો ટકા ફાઇનલ છે."કિઆરા મક્કમ અવાજે બોલી.

"કિઆરા,લગ્ન કરવા કે ના કરવા તે આપણા હાથમાં છે પણ પ્રેમમાં પડવું કે નહીં તે આપણે નક્કી ના કરી શકીએ.પ્રેમ તો થઇ જાય.તને પણ થશે ત્યારે તું એમ બોલીશ કે પ્રેમ આ દુનિયાની સર્વશ્રેષ્ઠ લાગણી છે."અહાનાએ કહ્યું.તેટલાંમાં જ દરવાજા પર ટકોરા થયા.કિઆરાએ દરવાજો ખોલ્યો સામે કિઆરાના શિવાની આંટી હતા.

"કિઆરા,તારા કોલેજનો કોઇ છોકરો છે અાયાન તે તેના પેરેન્ટ્સ સાથે આવ્યો છે.જલ્દી નીચે આવ."આટલું કહીને શિવાની ત્યાંથી જતી રહી.

"વોટ!આયાન તેના પેરેન્ટ્સ સાથે અહીં કેમ અાવ્યો?"કિઆરાએ પુછ્યું.

"કિઆરા,તેણે આજે તને ચેલેન્જ આપી હતીને કે તું તેના પ્રેમમાં પડીશને તેની સાથે ડેટ પર જઇશ.તો બની શકે કે તારા માટે લગ્નનો પ્રસ્તાવ લઇને આવ્યો હોય"અહાનાએ કહ્યું.

"જો એવી વાત હશેને તો હું તેનું અહીં જ એન્કાઉન્ટર કરી નાખીશ."કિઆરા આટલું કહીને ગુસ્સામાં નીચે ગઇ.અહાના પણ તેની પાછળ ગઇ.નીચેનું દ્રશ્ય જોઈને તેને આઘાત લાગ્યો.અાયાનનો પરિવાર અને તેનો પોતાનો પરિવાર ખૂબ જ હસી હસીને અને હળીમળીને વાત કરી રહ્યા હતાં.

"આવ કિઆરા,આ તારા કોલેજનો ફ્રેન્ડ આયાનના માતાપિતાને મળ.અપૂર્વ અને સ્મિતા અગ્રવાલ.તે લોકો આપણને આમંત્રિત કરવા આવ્યા છે.આયાનના બર્થડે પાર્ટી માટે.
આયાન જણાવતો હતો કે તે તારો ખૂબ જ સારો મિત્ર છે અને તે પસર્નલી બધાંને આમંત્રણ આપવા માંગતો હતો તો તેના માતાપિતા સાથે આવ્યો છે."શ્રીરામ શેખાવતે કહ્યું.

દાદુની વાત સાંભળીને કિઆરા નવાઇ પામી.તેણે આયાન સામે જોયું તેણે ચુપકેથી તેને આંખ મારી.
"હાય કિઅારા,હાય અહાના."
"કિઅારા,હું જઉં મોમ રાહ જોતી હશે."આટલું કહીને અહાના ત્યાંથી જતી રહી
કિઆરા કશુંજ બોલી નહતી રહી.
"કિઅારા,આઇ મસ્ટ ટેલ યુ.તારું ઘર એકદમ સુંદર છે."આયાને કહ્યું.

"અરે સૌથી વધારે સુંદર તો અમારી કિઆરાનો રૂમ છે.જા કિઅારા તારા મિત્રને તારો રૂમ તો બતાવ."જાનકીદેવીને આયાન અને તેનો પરિવાર કિઅારા માટે ખૂબ જ પસંદ આવ્યો.તેઓ ઇચ્છતા હતા કે કિઆરા અને આયાનનો સંબંધ આગળ વધે.તેના માટે તેમણે તે બંનેને એકલા મોકલ્યા.

કિઆરા તેને અણગમા સાથે પોતાના રૂમમાં લઇ ગઇ.રૂમમાં જતા જ આયાનના ચહેરા પર એક વિજયી સ્મિત હતું.

"કિઆરા,એક દિવસ તારા દાદા દાદી જ તારો હાથ મારા હાથમાં આપશે.ત્યારે શું કરીશ?જો તારા દાદીને હું આમપણ પસંદ આવવા લાગ્યો છું.મે કહ્યું હતું ને કે હું તને મારી બનાવીને જ રહીશ.

કિઆરા,હું ખરાબ છોકરો નથી.ખૂબ જ સારા ઘરમાંથી આવું છું.તને ખૂબ જ પ્રેમ કરું છું.તને હંમેશાં ખુશ રાખીશ.મને એક ચાન્સ આપ."આયાને તેનો હાથ પકડતા કહ્યું.

"આયાન,પ્લીઝ તને કઇ ભાષામાં સમજાવું?માની લે કે દાદીએ મારો હાથ તારા હાથમાં આપી દીધો પણ શું તું મારું મન કે મારો પ્રેમ જબરદસ્તીથી લઈ શકીશ?"કિઆરાએ કહ્યું.

"ધીમેધીમે બધું જ થશે,પ્રેમ પણ."આયાને કહ્યું.કિઆરાએ પોતાના માથે કંટાળીને હાથ મુક્યો.

******

વિન્સેન્ટ કિઆરાનો ફોટો જોઇને તેને દેખતો જ રહી ગયો.
"વાહ,એકદમ ડિસન્ટ,આને કહેવાય સાદગીભરી સુંદરતા.તેના ચહેરા પર એક અલગ જ નમણાશ છે.તેની આંખો બતાવી દે છે કે તે ખૂબ જ પરિપક્વ છે.તેના કપડાં પહેરવાની સ્ટાઇલ પરથી લાગે છે કે તે બીજી બધી છોકરીઓ કરતા અલગ છે.ગુડ ચોઈસ એલ્વિસ.

તારા બધાં ગુના માફ,એટલે કે આ ગાડી ભટકાવવું,કોલેજીયન બોય જેવું બિહેવીયર.સબ માફ.હું સમજી શકું છું કે તને આવી જ કોઇ છોકરી તારા જીવનમાં જોઇતી હતી સીમાના ગયા પછી."વિન્સેન્ટે કહ્યું.તે કિઆરાના ફોટોગ્રાફ માત્રથી ઇમ્પ્રેસ થઇ ગયો.
એલ્વિસના ચહેરા પર નાના બાળક જેવું સ્માઇલ આવી ગયું.તેટલાંમાં સર્વન્ટ આવ્યો.
"સર, અકીરા મેડમ તમને મળવા માંગે છે."તેણે કહ્યું.

"અકીરા!હા મોકલ તેને અંદર."એલ્વિસે કહ્યું
"અને હા સાંભળ મીનામાસી આવી ગયા હોય તો તેમને મારો રૂમ સાફ કરવા મોકલ અત્યારેજ."એલ્વિસે કહ્યું.

મીનામાસી પચાસ વર્ષના બેન,એલ્વિસના ઘરમાં રોજ આવનાર એકમાત્ર સ્ત્રી.તેનો બાકીનો તમામ સ્ટાફ પુરુષોનો હતો.મીનામાસી એલ્વિસને પહેલેથી ઓળખતા હતા.તે એલ્વિસને ચર્ચમા મળતા ત્યાંથી જ તેમનો સ્નહેભર્યો સંબંધ શરૂ થયો હતો.એલ્વિસના રૂમની સફાઇ કરવાનો અધિકાર કે એલ્વિસના રૂમમાં પુછ્યા વગર આવવાનો અધિકાર માત્ર તેમને જ હતો.

મીના માસી આવ્યાં અને એલ્વિસના અસ્તવ્યસ્ત રૂમને સરખો કરવા લાગ્યાં.
"બાબા,શાદી કરલે ના.એક બ્યુટીફુલસા વાઇફ મંગતા હૈ તેરે વાસ્તે જો માઁ કી તરહ તેરા ધ્યાન રખે.ક્યોકી તું અભીભી છોટા બચ્ચાહી હૈ."તે બોલ્યા.

"હા તો માસી તમે કીધું એટલે ફાઇનલ.આ જોઇલો આ ફોટો જોવો આ ચાલશે?"એલ્વિસે કિઆરાનો ફોટો બતાવતા કહ્યું.

"અરે વાહ,યૈ તો બહુત હી જ્યાદા ખૂબસૂરત હૈ.પર તેરેસે કાફી છોટી લગતી હૈ.એક બાર મે મીલના ચાહતી હું."મીનામાસીએ કહ્યું.

"ઓ માસી અને માસીના ભાણીયા, પાછા આવો.હજી તો ભાઇને તેનું નામપણ નથી ખબર અને આ લોકો લગ્ન નક્કી કરી રહ્યા છે."વિન્સેન્ટ બોલ્યો.તેની વાત પર એલ્વિસ અને મીનામાસી હસ્યાં.

તેટલાંમાં અકીરા આવી.તેણે એક શોર્ટ વન પીસ ,ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો.ચુસ્ત બ્લેક વનપીસ ડ્રેસ થોડો વધુ પડતો શોર્ટ અને ઓપન હતો.તેને જોઇને એલ્વિસ આશ્ચર્ય પામ્યો.

અહીં અકીરાનો પ્લાન એકલામાં એલ્વિસને મળવાનો હતો પણ અહીં એલ્વિસ એકલો નહતો.તેણે વિચાર્યું,હે ભગવાન,આ બંને જણાની હાજરીમાં હું તેને મારા જાળમાં કેવી રીતે ફસાવીશ."

"એલ્વિસ સર,તમારા અકસ્માતના સમાચાર સાંભળીને મારાથી રહેવાયું નહીં તો ખબર પુછવા આવી ગઇ.આ બધું કેવીરીતે થયું?"અકીરાએ પુછ્યું.

"બસ,હું ઠીક છું.બ્રેક્સ ફેઇલ થઇ ગયા હતા.તો એક્સિડેન્ટ થઇ ગયો.બહુ નથી વાગ્યું."એલ્વિસે જવાબ આપ્યો.અકીરાએ કઇંક વિચાર્યું અને તેણે કહ્યું,"એલ્વિસ સર,મારે તમારી સાથે એકલામાં વાત કરવી હતી."

"અકીરા,આ વિન્સેન્ટ છે મારો ભાઇ જેવો અને મારા મીના માસી.તે મારા પોતાના જ છે.તારે જે પણ કહેવુંહોય તે મને તેમની સામે કહી શકે છે." એલ્વિસ કોઇપણ કાળે અકીરા સાથે એકલામાં વાત કરવા નહતો માંગતો.

અકીરાએ મોઢું બગાડ્યું.પછી તુરંત જ ચહેરા પર હાસ્ય લાવીને કહ્યું," એલ્વિસ સર,સારું થયું તમારો અકસ્માત થયો."
અકીરાની વાત સાંભળીને તેમને આઘાત લાગ્યો.
"આ શું બોલે છે તું ?એલ્વિસે ગુસ્સામાં પુછ્યું.

"સર,અજયકુમારે તમારા વિરુદ્ધ એક ખૂબ ખતરનાક ચાલ ચાલી હતી.જે તમે ના આવ્યા એટલે નિષ્ફળ ગઇ.સર,વિગતમાં હું તમને એકલામાં જ જણાવી શકીશ.કોઇ વાંધો નહીં તમે અત્યારે કમ્ફર્ટેબલ ના હોય તો પછી વાત કરીશું.હું નિકળું મારે અહીંથી એક ચેનલની એવોર્ડ નોમીનેશન પાર્ટીમાં જવાનું છે."આટલું કહી અકીરા ઊભી થઇ.તેણે તેની એકટીંગનો બેનમૂન ભાગ રજુ કર્યો કે વિન્સેન્ટ અને એલ્વિસ તેમા આવી ગયાં.

એલ્વિસે વિન્સેન્ટ અને મીનાબેનને ઇશારો કરી બહાર જવા કહ્યું.અકીરા મનોમન ખુશ થઇ અને પોતાની એકટીંગની પ્રતિભાના મનોમન વખાણ કર્યાં.

"હવે થઇને કઇંક વાત.અજયકુમાર તું સુપરસ્ટાર છે તો એલ્વિસ ડેશિંગ સુપરસ્ટાર.હવે હું તારી એકપણ વાત નહીં માનું કે ના તારી ઇચ્છાને વશ થઇશ.હવે આ ફિલ્મ અને અનેક મોટી ફિલ્મો મને મારો ડાર્લિંગ ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ અપાવશે."અકીરા બોલી.

"બોલ અકીરા,વાત શું છે? હું ક્યારેય કોઇ મોડેલ કે એકટ્રેસને એકલામાં નથી મળતો જલ્દી બોલ."એલ્વિસે ગંભીર થઇને પુછ્યું.

અકીરા તેને જવાબ આપવાની જગ્યાએ રડવા લાગી.
એલ્વિસ આઘાત પામ્યો.

શું અકીરાની ચાલમાં અજયકુમાર અને એલ્વિસ બંને ફસાઇ જશે?
આયાનના પ્લાનને નિષ્ફળ બનાવવા કિઆરા શું કરશે?
કેવી રહેશે એલ્વિસ અને કિઆરાની બીજી મુલાકાત?
જાણવા વાંચતા રહો.