પ્રકૃતિની વધુ એક નવી અજાયબી એટલે ભાવોની સમાનતા. એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિ વિશે જેવો ભાવ અનુભવે તેવો જ ઘણીવાર સામેવાળી વ્યક્તિ પણ અનુભવે. પણ આ સ્થિતિ માટે બંને ના હૃદય નો અનુબંધ પહેલી શરત છે.
આપણે જોયું કે લેખા પોતાને મૂંઝવતા પ્રશ્નો ની ચર્ચા મમ્મી-પપ્પા સાથે કરે છે તો મૌસમ પણ તેની મનની સ્થિતિ વિશે પોતાની રીતે અભિપ્રાય આપે છે હવે જોઈએ આલય શું કહે છે?.
વિરાજબેન :-"આલય, શું વિચાર્યું તે?"
આલય :-"તને કેવી લાગી 'મા' લેખા?"
વિરાજબેન :-"છોકરી દેખાવડી અને સંસ્કારી લાગી આપણા આંગણામાં શોભે તેવી."
ઉર્વીશભાઈ :-" વિરાજ આપણે તો બસ આલયના મનનું આંગણું શણગારે એટલે બસ."
વિરાજબેન:-" બીજું બધું તો ઠીક પણ લેખાના પપ્પા ની ઈચ્છા લેખાની કારકિર્દી બનાવવાની છે તો હું શું વિચારું છું, લગ્ન કરી લે પછી બંને છોકરાઓ સાથે ભણે."
આલય ;-"એવી ક્યાં ઉતાવળ છે?"
ઉર્વીશભાઈ :-"ખાલી સગાઈ જ કરીએ તો કેવું? એ બહાને બંને છોકરાઓને golden time જીવવાનો ચાન્સ પણ મળી જાય કેમ શું કહે છે આલય?"
આ સાંભળી એના મોઢા પર સ્મિત આવી ગયું....
વિરાજબેન :-"ખાલી સગાઈ કરીએ એટલે વાત લંબાતી જાય ઉર્વીશ... અને આજકાલના છોકરાઓ છોકરીઓ ની તમને ખબર જ છે રોજ વાતો કરે સવાર-સાંજ, અને પછી મન થાય ત્યારે બસ બ્રેકઅપની વાત કરી નાખે પછી આપણે સમાધાન કરાવતા રહીએ .તેના કરતાં લગ્નના બંધનમાં બાંધી લઈએ તો એકબીજા સાથે વધારે વહેલા સેટ થઈ જાય."
ઉર્વીશભાઈ :-"તું એકવાર જે બાબત મનમાં નક્કી કરી લે તેમાં કંઇ ફેરફાર થાય છે વિરાજ? જેવી તારી ઈચ્છા પણ આપણે અનંતભાઈ અને લેખા સાથે પણ વાત કરવી જોઈએ ને?"
વિરાજબેન :-"તો તો આજે જ નક્કી કરી લવું."
વિરાજ બેન તરત જ સમીરભાઈ ને ફોન લગાડે છે....
સમીરભાઈ :-"હા બોલો વિરાજ ભાભી શું કહે છે આલય?"
વિરાજબેન :-"આલયની તો તમને ખબર છે સમીરભાઈ અમે હા કહીએ તો તેની હા જ હોય, પણ હું શું કહું છું અમારી ઈચ્છા લેખા લગ્ન પછી પોતાનું આગળનું ભણવાનું શરૂ તેમ છે .તે લોકો શું વિચારે છે?"
સમીરભાઈ :-"એમાં વળી એ લોકોને શું વાંધો હોય ?હું હમણાં જ કુસુમને ફોન લગાડી ને પૂછી લવ."
વિરાજબેન :-"બરાબર સમીરભાઈ."
સમીરભાઈ કુસુમને ફોન લગાડે છે....
કુસુમબેન :-"હા,બોલ સમીર કંઇ જવાબ આવ્યો?"
સમીરભાઈ :-"અરે અરે આટલી ઉતાવળ ?સાંભળ આલય અને બધાને લેખા ગમી પણ તે લોકો નાની વાતમાં મૂંઝાઈ રહ્યા છે."
કુસુમબેન:-" કઈ બાબતમાં!".
સમીરભાઈ:-"તે બધાને એવી ઈચ્છા છે કે લેખા પોતાનું આગળ નું ભણવાનું લગ્ન પછી શરૂ કરે."
કુસુમબેન:-"મને પણ તે જ વ્યાજબી લાગે છે હું અનંત સાથે વાત કરી તને જણાવું."
સમીરભાઈ :-"હું રાહ જોઉં તારા ફોનની."
ફોન મૂકી લેખા અને અનંત ભાઈ ને બોલાવે છે....
કુસુમબેન :-"સાંભળો અનંત."
અનંતભાઈ :-"હા બોલ."
કુસુમબેન :-"હું શું કહું છું સમીર નો ફોન હતો, આલય અને ઘરના બધાને લેખા ખૂબ જ પસંદ આવી છે અને એટલે જ એ લોકો લગ્ન પણ જલદીથી કરવા માંગે છે."
અનંતભાઈ :-"આજ વાત હું તને કહેતો હતો કુસુમ."
લેખા :-"કેમ આટલી ઉતાવળ?"
કુસુમબેન:-"એમાં વાંધો પણ શું ? આમેય દીકરી તો એક દિવસ જવાની જ છે ને સાસરે?"
અનંતભાઈ :-"સગાઈ ની વાત અલગ છે પણ લગ્ન ઝડપથી કરશું તો બહુ જલ્દી નહીં થઈ જાય?, અને સવારે જ અમારી ઓફીસ માંથી ફોન હતો આવતા અઠવાડિયે કદાચ મારી બદલી થઈ જશે તો આપણે એક મહિનામાં જ બીજા શહેરમાં સેટ થવાનું છે તો આ બધું એકસાથે નહીં પહોંચી વળાય એક કામ કરું.... હું જ વાત કરી લઉં સમીર સાથે."
સમીરભાઈ :-"બોલો અનંતકુમાર હું તમારા ફોનની જ રાહ જોતો હતો."
અનંતભાઈ :-"હું શું કહું છું લેખા અને અમને બધાને આલય ગમ્યો પણ બીજી એક સમસ્યા છે. મારી આવતા અઠવાડિયે કદાચ બદલી નક્કી છે તો હું શું વિચારું કે અત્યારે ખાલી નાની સગાઈ કરી લઈએ અને લગ્ન થોડા વખત પછી એટલે કે બે વરસ પછી કરીએ તો તો ત્યાં સુધીમાં લેખા નું ભણવાનું પણ થોડું વ્યવસ્થિત અને નિરાંતે થઈ જાય પછી બંને ભલે બંને પોતપોતાની જવાબદારી સંભાળતા...."
સમીરભાઈ :-તમારી વાત હું તો સમજુ છું પણ હવે એ લોકોની વાત ગળે ઉતરવી જોઈએ ને આમ છતાં હું મારી રીતે પૂછી લઉં બરાબર?"
અનંતભાઈ :-"હા બરાબર પૂછી લો."
સમીરભાઈ વિરાજબેનને ને પૂછે છે....
વિરાજબેન ;:-"સમીર તો તો બહુ સમય વીતી જાય અને અમે ક્યાં ભણવાની ના કહીએ છીએ?"
સમીરભાઈ: "હવે એમાં તો હું શું કહી શકું? એ લોકો નિરાતે લગ્ન કરવા માંગે છે."
વિરાજબેન : "જેવી ઈશ્વરની ઈચ્છા. તું એ લોકોને ફક્ત એક વાર પૂછી લે કે સગાઈ ભલે અત્યારે કરે પણ ૬ મહિના પછી લગ્ન કરી દે જો એ લોકો સહમત હોય તો સગાઇ માટે અમે આવી જઈએ..."
સમીર ની વાત સાંભળી કુસુમબેન તો માની ગયા પણ અનંતભાઈ અને લેખા ને તે સ્વીકાર્ય ન હતું. કેમકે તેઓ ફક્ત શક્યતા પર સંમતિની મહોર મારવા નહોતા ઇચ્છતા અને એટલે જ અનંતભાઈ ઉર્વિશભાઈ સાથે ફોનમાં વાત કરે છે.
અનંતભાઈ : "નમસ્કાર ઉર્વિશભાઈ માફ કરજો હું મારી દીકરી ની બાબત માં થોડો વધારે સંવેદનશીલ છું. અને એટલે જ કદાચ હું લગ્નમાં ઉતાવળ કરવા નથી માંગતો. મને તમારા પરિવાર નું સાહજિક વાતાવરણ ખૂબ જ ગમ્યું. પરંતુ લેખા જ્યારથી તમારા ઘરમાં આવશે એટલે તમારી પુત્રવધૂ બની જશે અને હું પણ ઇચ્છું કે તે સો ટકા પુત્રવધૂનો ધર્મ નિભાવે.... અને એમ કરતાં કરતાં જો લેખા પોતાની જાતને જ ભૂલી જશે તો હું મારી જાતને માફ નહીં કરી શકું કેમકે તેના માટે હું જવાબદાર હોઈશ....
ઉર્વીશભાઈ :-"હું સમજુ છું તમારી વાતને.... ભલે મારી દીકરી નથી પરંતુ હું લેખા જેવી દીકરી ને આવકારવા આતુર છું... અત્યારે આપણે એક કામ કરીએ નિર્ણય લેવામાં ઉતાવળ નથી કરવી...તમે નિરાતે નવા શહેરમાં સ્થિર થઇ જાઓ પહેલાં ...પછી આપણે આ બાબતે ફરી ચર્ચા કરશું....ત્યાં સુધીમાં આલય પણ ભણવાનું શરૂ કરી દે અને લેખા ને પણ તમે આગળ ભણાવવાનું શરૂ કરી દેજો પછીની વાત હું સંભાળી લઈશ. તમારા જેવા સંસ્કારી માતા પિતાની દીકરી અમને પુત્રવધુ તરીકે મળે તે અમારું અહોભાગ્ય છે... આ વાત વિરાજને સમજાવતા મને થોડો સમય લાગશે ,પણ તમે નિષ્ફિકર રહો હું પૂરતો પ્રયત્ન કરીશ.
અનંતભાઈ:-"હું ખૂબ જ ખુશ છું તમારી નિખાલસતાથી ઉર્વીશભાઈ.... અત્યારે આપણે સારા મિત્રો તરીકે છૂટા પડીએ છીએ ભવિષ્યમાં નવા સેતુબંધ રચવા માટે."
ઉર્વીશભાઈ:-"ચોક્કસ અનંતભાઈ."
ફોન પર વાતચીત સાંભળી રહેલી લેખાને આમ તો શાંતિ થઈ. પણ ખબર નહીં કેમ મનમાંથી કંઈક છૂટતું જતું હતું.... કેમ આલય નામ જ સંભળાતું હતું મૌનના પડઘામાં? સાથે સાથે એક જાણીતું સ્પંદન જાણે હ્રદયમાં જ ધરબાઈ ગયું.અને લેખા નું હૃદય નવા શહેરમાં, નવા વાતાવરણમાં હૃદયના સંસ્મરણોને પોતાના સામાન સાથે સંઘરીને સાથે લઈ જવા પરોવાઈ ગયું.....
💞સુગંધમાં અટવાયું મન ...
મહેકતી વાતોમાં ને અનિમેષ આંખોમાં
કેમ કરી અટકાવી દઉં હૃદયને
મૃગજળી તરંગોમાં તણાતા...💞
આવતા ભાગમાં જોઈશું કે આલય અને લેખા નું ભવિષ્ય કોની સાથે જોડાય છે?
(ક્રમશ)