દ્રશ્ય એક -
રાત્રે ખાલી કબ્રસ્તાન માં બબડતો એક પુરુષ હથોડી થી એક જૂની કબર ને ઠક ઠક....તોડતો એક શબ્દ વારંવાર બોલતો જાય છે " મારા દીકરાની મોત ની બદલો આખ્ખું ગામ ચૂકવશે....કોઈ ને નઈ છોડુ....કોઈ ને માફ નઈ કરું....કોઈ ને માફ નઈ કરું...કોઈ ને માફ નઈ કરું."
ઠક....ઠક......હથોડા ના એક પછી એક વાર એ પત્થર ની બનેલી કબર પર પડતાં જાય છે.
સૂમસામ કબ્રસ્તાન માં ઘણી ને દસ એક કબર હતી. જેમાં એક કબર કાળા પત્થર થી બનેલી અલગ પડી જતી હતી. જેનો ઇતિહાસ ઘણો ભયાનક હતો.
શરૂવાત થયી બે દિવસ પેહલા જ્યારે કબર તોડતો વ્યક્તિ જેનું નામ મગન છે તે સવારે પોતાના દીકરા સાથે ખેતર જવા નીકળ્યો. દશ વર્ષ નો દીકરો જેનું નામ જીજ્ઞેશ હતું તે લાડ માં તેને જીગો કહી ને બોલાવતો. સવાર ની કાયમ એકજ પદ્ધતિ તે બંને પાંચ વાગે ઊઠીને પોતાનું સવાર નું નિત્ય કામ કરી ને ખેતરે જવા નીકળે રસ્તામાં જીગો જાણી જોઇ ને થાકી જાય અને મગન તેને પોતાના ખભા પર બેસાડી ને ખેતર સુધી લઈ ને જાય. બાપ દીકરાની આ જોડી ગામ માં બધાને ગમતી હતી. મગન ની આર્થિક પરિસ્થિતિ સારી નહતી પણ જીગા માટે તે પોતાની પોહોચ થી પણ આગળ ના કામ કરી જાય. ઘણા એવા લોકો પણ હતા કે જેમણે મગન ની પોહોંચ બહાર ના કામ ગમતા નઈ. આજ ની સવાર જીગા ના જીવન ની એક કાળી સવાર હતી. મગન જીગા ને ખેતર ની બહાર ઉભો રાખી ને એ પોતે એના માથા સુધી ઉગેલા એરંડા માં જતો રહ્યો. જ્યારે વળી ને આવ્યો તો ત્યાં તેને જીગો ના મળ્યો. તેને શોધવા માટે તેને ગામમાં બધે ફરીવર્યો પણ ક્યાંય તેને જિગો ના મળ્યો.
સાવર નો ખોવાયેલો જીગો ના મળ્યો. અને સાંજે મળી તો જીગા ની લાશ જે ગામ ના પાદરે એક વડ ની નીચે પડી હતી. દસ વર્ષ ના જીગા ના શરીર પર ગુંભીર ઘા હતા. કોઈ ને તેને ઘણોએ માર્યો હતો જે એની કોમળ શરીર સહન ના કરી શક્યુ અને તે મૃત્યુ પામ્યો.
મગન તો જીગા ને જોઈ ને બૂમો પાડી ને રડવા લાગ્યો."મારો દીકરો...જીગા...ઉઠ બેટા....જો મારી સામે જો....જીગા.....ઉઠ..." એ જોર જોર થી બૂમો પડતો પોતાના નસીબ ને કોસતો હતો. એની વેદના કલ્પના બહાર ની હતી. મગન એના દીકરાની લાશ ને લઈ ને સાંજે ગામ ના વચ્ચે આવ્યો. તેને બધાને ભેગા કર્યા અને એક પછી એક બધાને પૂછવા લાગ્યો "મારા દીકરા સાથે આવું કોને કર્યું...એ બાબુ ભાઈ તમે સવારે ખેતર માં હતા તમે કઈ જોયું હતું.....એ ગંગા બેન તમે મને રસ્તા માં મળ્યા હતા બેન તમે કઈ જોયું હતું...અરે કોઈ તો બોલો કોઈ ને કઈ જોયું હતું....મારા દીકરા ને જોવો કેવો માર્યો છે. કોઈ તો બોલો...આ બાપ તમારા હાથ જોડે છે મને ન્યાય અપો." પણ મગન ની વેદના કોઈ સમજ્યું નહિ કોય વ્યક્તિ એવું ના બોલ્યું કે તમારા મે દીકરાને જોયો હતો. છતાં મગન પોતાના પ્રયત્નો ચાલુ રાખવા લાગ્યો.
સરપંચ તમે તો બોલો કઈક આ મારા દીકરા ને ન્યાય અપાવવા. ગામ ના સરપંચ નું નામ હતું રમેશ ભાઈ તેમને મગન ને સાંત્વના આપતા કહ્યું. " જો મગન તારા દીકરા સાથે જે થયું એનું મને દુઃખ છે પણ ગામ ના બાધા ને આમ ભેગા કરી ને હેરાન ના કરાય જ્યાં સુધી કોઈ પુરાવો ના મળે ત્યાં સુધી હું પણ કઈ ના કરી શકું .....તમે બધા મગન ના દીકરા ને સ્મશાને લઈ જવાની તૈયારી કરો મગન દિલ પર પત્થર મુકીદે અને ચલ સ્મશાને."
જીગા ની અંતિમ વિધિ પૂરી થયી મગન મોડી રાતે ઘરે આવ્યો. હજુ પણ જીગા ને યાદ કરી ને તે રડતો હતો. જીગા ની માતા તો એના જન્મ પાછી પેહલા વર્ષ માં જ મૃત્યુ પામ્યા હતા. મગન ઘર માં એકલો હતો આ એકલ પણું એનાથી સહન ના થયું જાણે એનું ઘર એને ખાવા દોડી આવતું હોય. તે એની વેદના દૂર કરવા ઘર ની બહાર નીકળી પડ્યો. ત્યાં એના પગ તેને આપ મેળે ખેતર આગળ ઉભો કર્યો હતો. જ્યાં એનો દીકરો ખોવાયો હતો ત્યાં બેસી ને જોર જોર થી રડવા લાગ્યો અને બોલવા લાગ્યો. " હે ભગવાન મે તારું શું બગાડ્યું હતું મારા નાના ફૂલ જેવા દીકરાને કોઈ નું શું બગાડ્યું હતું...." એને આમ રોતા જોઈ ને બાજુ ના ખેતર ના માલિક બાબુ ભાઈ આવી ને બોલ્યા " ભાઈ મગન જે થવાનું હતું તે થયી ગયું તું આમ ક્યાં સુધી રોયિશ બસ ચૂપ થયી જા....હું તને કેમ કહું મે શું જોયું હતું.....મે તારા દીકરાને જોયો હતો તે સરપંચ ના નાલાયક છોકરા સાથે રસ્તા સાથે ચાલી નીકડ્યો...સરપંચ સાથે આખું ગામ જાણતું હતું કે તેની સાથે આવું કોને કર્યું પણ તું જાણે છે કે એની સામે કોઈ બોલે નઈ તેના છોકરાનો દારું નો વેપાર છે અને તેની દાદાગીરી આખા ગામના લોકો સહન કરે છે. તું રડીશ નઈ અને ઘરે પાછો જા."
બાબુ ભાઈ ની વાત સાંભળી ને મગન બે ગાડી તો ચોંકી ગયો અને બોલ્યા વિના ત્યાંથી ઘરે જતો રહ્યો.