I Hate You - Can never tell - 37 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-37

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-37

આઇ હેટ યુ
પ્રકરણ-37

નંદીનીએ જેટલાં જરૂરી હતાં એટલા કપડાં અને બીજો જરૂરી સામાન બે દિવસમાં યાદ કરી કરીને પેક કરી દીધો હતો. એને રાત્રે વરુણ સાથે થયેલાં સંવાદ યાદ આવી ગયાં. એને દયા આવીકે એનાં હપ્તા ભરવા પૈસા આપી દઊ ? મદદ થઇ જશે એને. પછી પાછો વિચાર આવ્યો કે ના એ પણ એક રીતનો એની સાથે સંબંધ બંધાયચેલા રહેશે. મારે કોઇ સંબંધ નથી જોઇતો. આજે આની ડીમાન્ડ કરી કાલે કોઇ બીજી કરશે. ના નથી આપવા.
પછી પાછો એને વિચાર આવ્યો કે મારી કમાણીની બધી બચત અને દર મહીને આવતો પગાર એમાંથી, મારાં ખર્ચ પૂરતાં પૈસા રાખી આજ સુધી એને આપી દીધાં છે એને મેં નિશ્ચિંત કરેલો એનાં પૈસાનો એ શું વહીવટ કરતો એ આજ સુધી મને નથી ખબર નથી મેં પૂછ્યુ નથી કદી એણે મને કીધુ એણે વિચાર્યુ મારી બચત અને પગાર બધુ વપરાઇ ગયુ પણ પાપાનાં ઇન્સયોરન્સનાં પૈસા મારા અને માના જોઇન્ટ એકાઉન્ટમાં પડ્યાં છે હજી મંમીનાં પણ આવી જશે આમ મારી પાસે ખાસી બચત થઇ જશે. લગભગ 20 લાખ ઉપર પૈસા હશે. પછી નિશ્ચિંત થઇ જઇશ. આટલી બચત જરૂરી છે અને એને હું યોગ્ય જગ્યાએ મનીષભાઈનીજ સલાહ લઇને ઇન્વેસ્ટ કરી દઇશ.
મારાં સુરત ગયાં પછી પણ ત્યાં પગારમાંથી ઘરનું ભાડુ મારો બીજો ખર્ચ ચલાવાનો છે. બચતમાંથી ડીપોઝીટ વગેરે આપી દઇશ. માં પાપાના રહ્યાં પણ મારાં માટે આપોઆપ બધી વ્યવસ્થા કરતાં ગયાં. મારો પોતાનો આ ફલેટ છે એટલે કોઇ પાસે કદી હાથ લાંબો નહીં કરવો પડે. મદદ નહીં લેવી પડે. હું સ્વમાન પૂર્વક જીવી શકીશ.
હું શીફ્ટ થઇ રહી છું પણ... રાજ આવશે તો મારો સંપર્ક કેવી રીતે કરશે ? રાજને મેં પ્રોમીસ કર્યુ છે હવે એ ભણે છે ત્યાં સુધી સંપર્ક નહીં કરી શકે. મારે કરવો પણ નથી હું પ્રેમતપસ્યામાં પાત્રતા જાળવી શકીશ. પછી ઇશ્વરે જે લખ્યુ હશે એ થશે. એમ વિચારતાં વિચારતાં મનમાં કંઇક નક્કી કરીને સૂવાનો પ્રયત્ન કર્યો. પણ ક્યાંય સુધી નીંદર ના આવી પડખા ફેરવી ફેરવીને આખી રાત કાઢી. સવાર પડતાંજ એ નાહીધોઇ ફ્રેશ થઇને રીક્ષામાં પહેલીજ નિર્ણય કર્યા પ્રમાણે મોબાઇલ શોપ ગઇ અને જરૂરી આઇ ડી. પુરાવા આપીને નવું સીમ લઇ લીધુ નવો નંબર લઇ લીધો. જૂનું સીમ સાચવીને પાસે રાખ્યુ અને નવું સીમ ફોનમાં નખાવીને સીધી ઓફીસ આવી ગઇ.
ઓફીસ આવીને પહેલાં તો જયશ્રીને કહ્યું જયશ્રી આ મારો નવો મોબાઇલ નંબર છે. તારાં અને મનીષ માટે તું આ નંબર કોઇ સાથે શેર ના કરીશ. પ્લીઝ હું સરને પણ આ નંબર હમણાં નથી આપવાની.
જયશ્રી આષ્ચર્યથી એની સામે જોઇ રહી એણે કહ્યું કેમ ? નંબર બદલી નાંખ્યો ? નંદીનીએ કહ્યું જૂના સંપર્કો આ બદલેલા એ પહેલાંનાં નંબરમાં હતાં મારે કોઇ સાથે સંપર્ક નથી રાખવો પ્લીઝ.
જયશ્રીએ કહ્યું સમજી ગઇ. વરુણને કારણે તે નંબર બદલાવી દીધો. પણ એ અહીં ઓફીસ આવીને તારી તપાસ કરી શકે છે એ કેમ ભૂલે છે ? એ ઘણીવાર અહીં આવેલો છે.
નંદીનીએ કહ્યું મેં સર સાથે બધીજ વાત કરી છે એમને જતાં પહેલાં રીક્વેસ્ટ કરવાની છું કે મારી માહીતી કોઇનેય ના આપે. એટલો તો એ સહકાર આપશે. મને વિશ્વાસ છે.
જયશ્રીએ કહ્યું ઓકે તારી મરજી. પછી જયશ્રીને નંદીનીએ એનો પોર્ટફોલીઓ, ફાઇલ બધુજ આપી દીધુ કામ સમજાવી દીધું અને બધુજ સપ્રુત કરીને કહ્યું જયશ્રી તે મને કાયમ સપોર્ટ કર્યો છે તારું ઋણ હું નહીં ભૂલી શકું. સુરત ગયાં પછી તને બધુજ મારુ સરનામુ વગેરે મોકલીશ ક્યારેક ચાન્સ મળે તું અને મનીષ આવજો. મને ગમશે.
જયશ્રીની આંખમાં ભીનાશ ફરીવળી એણે નંદીનીને હગ કરીને કર્યુ કાયમ તારાં સાથમાં છું પણ તું તારુ ધ્યાન રાખજે. સુરતની બ્રાન્ચમાં તારાં માટે બધાં નવાં હશે અન ત્યાં બોસ તરીકે ભાટીયા છે એનાં વિશે બહું સાંભળ્યુ છે એટલે તને ટકોર કર્યુ છું ટેઇક કેર.
નંદીનીએ કહ્યું મને એટલાં બધાં અનુભવ થયાં છે કે હું તૈયાર થઇ ગઇ છું મને કંઇ વાંધો નહીં આવે હું કામથી કામજ રાખીશ સામે કોઇ પણ કેમ ના હોય ?
જયશ્રી સાથે વાત કરી બધુ સોંપીને નંદીની એનાં બોસને મળવા એમની ચેમ્બરમાં ગઇ. એનાં સરે કહ્યું આવ નંદીની તેં જયશ્રીને બધું સમજાવીને બધી ફાઇલો આપી દીધી ને ? કઈ એવું અઘુરુ હોય તો તું કંપ્લીટ કરીને આપજે જેથી એને પણ અગવડ ના પડે. બાય ધ વે તારું કામ પતાવીને તું આજથી અહીં કામ પુરુ કાલથી જઇ શકે છે પણ ગુરુવારથી ત્યાં ઓફીસ જોઇન્ટ કરી દેજે.
થોડીવાર એનાં સર વિચારમાં પડી ગયાં પછી બોલ્યા નંદીની આપણી અહીંની બ્રાન્ચમાં તારું પરફોરમન્સ ખૂબ સરસ રહ્યું છે. તું અહીંથી જાય એવું હું કદી ના ઇચ્છું પરંતુ તારાં અંગત કારણો પણ મહત્વનાં છે એટલે મેં હા પાડી છે પણ..
નંદીની સુરતની બ્રાન્ચમાં કામ ખૂબ છે સરસ રીતે અહીંની જેમ પરફોરમન્સ આપજે. આમ તો મારાંથી કહેવાય નહીં પણ એક મિત્ર તરીકે એક સલાહ આપું ત્યાં ભાટીયા સર્વે સર્વા છે એ થોડો વિચિત્ર છે એટલે એનાંથી સંભાળજે. વધુ નથી કહેતો આટલામાં સમજી જજે.
નંદીનીએ કહ્યું સર મેં પણ ઘણું સાંભળ્યુ છે પણ તમારી સલાહ સરમાન્યે છે હું કામથીજ કામ રાખીશ અને બધુ સંભાળી લઇશ અને જરૂર પડે તમે તો છોજ ને ?
એનાં સરે કહ્યું હું છુંજ પણ મારી અમુક મર્યાદા છે એ મારી કેડરનોજ છે મારાં મિત્ર જેવો છે પણ... ઠીક છે તું એલર્ટ છે એટલે ચિંતા નથી બેસ્ટ લક એન્ડ ટેઇક કેર....
નંદીનીએ કહ્યું મારી એક અંગત રીક્વેસ્ટ છે સર.. સરે કહ્યું બોલ શું વાત છે ? નંદીનીએ કહ્યું મારો હસબંડ વરુણ અહીં ઘણીવાર આવ્યો છે કદાચ શીફ્ટ થયાં પછી અહીં તપાસ કરવા આવે તમે એને કોઇ મારી માહિતી ના આપતાં પ્લીઝ નહીંતર મને ત્યાં સુધી આવીને પણ હેરાન કરી શકે.
સરે કહ્યું નિશ્ચિંત રહેજે કદાચ આવ્યો તોય અહીથી એને કોઇ માહિતી નહીં મળે એની ખાત્રી આપું છું અહીંથી એવોજ જવાબ મળશે કે અહીંથી જોબ છોડી દીધી છે અમને બીજી કોઇ માહિતી નથી.
નંદીનીએ થેંક્સ કર્યુ અને બોલી સર તમારો સપોર્ટ યાદ રહેશે મારાં ગયાં પછી પણ ઓફીસનાં કામ અંગે જરૂર પડે તમે સંપર્ક કરી શકો છો. સુરતની બ્રાન્ચમાં નંબર અહીં બધા પાસે છે હું કરી શકીશ એટલું જરૂરી કરીશ.
સરે કહ્યું થેંક્સ તારી પાસે આવીજ અપેક્ષા હતી બાય ધ વે તું તારુ કામ નીપટાવીને જઇ શકે છે. ગુરુવારે ત્યાં જોઇન્ટ કર્યા પછી મને ત્યાંથી બ્રાન્ચમાંથીજ મને ફોન કરજે. જેથી કંઇ જરૂરી વાત હોય તો કરી શકાય.
નંદીની બધી વાત કરીને થેંક્સ કહીને બહાર નીકળી ગઇ અને પોતાની સીટ પર આવી જયશ્રી સાથે બેઠી જે એનાં કોમ્પ્યુટરમાં હતું એ બધું જયશ્રીને સમજાવી દીધું અને એનાં સ્ક્રીનમાં કોડ-પાસવર્ડ બધું જયશ્રીને આપી દીધું. અને કહ્યું ક્યાંય અટકે મારે સંપર્ક કરજો હું તને સમજાવી દઇશ.
જયશ્રી સર સાથે બધી વાત થઇ ગઇ છે અને હું અહીંથી નીકળું ઘરે હજી જો થોડું બાકી છે એ કામ નીપટાવી લઊં પછી તને ફોન કરીશ.
જયશ્રીએ કહ્યું તે બધો સામાન પેક કરી દીધુ છે તું જમીશ ક્યાં ? નંદીનીએ કહ્યું અરે એતો પાર્સલ મંગાવી લઇશ ચિંતા ના કર હવે બધું જાતેજ મેનેજ કરવાનું છે.
જયશ્રીએ કહ્યું અરે એકવાત તને કહેવી રહી ગઇ તારું એક્ટીવા તું જઇશ પછી સુરતની ઓફીસમાં એડ્રેસ મોકલી દઇશ. તારે ત્યાં ઘર શોધવું પડશે બધું કેવી રીતે કરીશ ? ક્યાં જઇને સામાન મૂકીશ ? મને ચિંતા થાય છે.
નંદીનીએ કહ્યું ચિંતા ના કર સુરત પહોચીને હું બધું કરી લઇશ. મારી પાસે એક એડ્રેસ છે દૂરનાં માસા માસીનું સીધી ત્યાંજ જઇશ. એમનો નંબર શોધવા પ્રયત્ન કર્યો પણ નથી મળ્યો. જોઊં છું કરીશ એતો બધું ચિંતા ના કર.
જયશ્રીએ કહ્યું એકદમ ત્યાં જઇશ તો તને આવકાર મળશે ? મને બધાં બહુ વિચાર આવે છે. નંદીનીએ કહ્યું કાલે હું ટેક્ષી કરીને સામાન સાથે જઇશ જોઇએ શું થાય છે ? પછી તેને ફોન કરીશ. મારો ઇશ્વર મારી સાથેજ છે બાકી બધાં ભલે છોડી ગયાં કે મેં છોડયાં.... ત્યાંજ.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-38