Highway Robbery - 20 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 20

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

હાઇવે રોબરી - 20

હાઇવે રોબરી 20
રાઠોડ સાહેબની ઓફીસમાં આજે ધમાલ હતી. રાઠોડસાહેબે રોયસાહેબ સાથે વાત કરી નાથુસિંહને રજા ઉપર ઉતારી દીધો હતો. નાથુસિંહ માટે આ એક મોટું અપમાન હતું. પણ એની પાસે છૂટકો ન હતો. આખી તપાસમાંથી એને બાકાત રાખવામાં આવ્યો હતો. પણ એ જમાનાનો ખાઈબદેલ માણસ હતો. એને બધું આવડતું હતું. એણે આખી વાત દિલાવરને કરી અને એક સ્ટ્રેટેજી નક્કી કરી હતી. પટેલની પાછળ દિલાવરના માણસો હતા. અને જીવણની ધરપકડની દસ જ મિનિટમાં એ સમાચાર દિલાવર અને નાથુસિંહ પાસે હતા. દિલાવર પાસે ક્યાંય પણ કોઈ પણ કામ કરાવવું આસાન હતું.
નાથુસિંહે દિલાવરને કહીને આખી જાળ બિછાવી દીધી હતી. રાઠોડ સાહેબની ટીમ કરતા પચાસ ઘણા માણસો દિલાવરે ગોઠવી દીધા હતા.
**************************
જીવણને પારાવાર અફસોસ થતો હતો. પ્રહલાદ અને જવાનસિંહ સાચા હતા. પોતે એમની વાત ના માનીને સૌથી મોટી ભૂલ કરી હતી. જો પોતે ભૂલ ના કરી હોત તો કાલે ક્યાંક ભાગી જાત. પછી ક્યારેય એ પોલીસના હાથમાં ના આવત.
પટેલ જીવણ પાસે આવ્યા. સૌથી પહેલાં કોઇપણ સવાલ પૂછ્યા વગર એનું પોલીસની લાકડીઓથી બરાબર સ્વાગત કરવામાં આવ્યું. એ જ્યારે મારથી બચવા કરગરવા લાગ્યો ત્યારે રાઠોડ સાહેબ આવ્યા. સિગારેટ સળગાવી એક ખુરશી પર બેઠા. અને પટેલે પોલીસ ઇન્કવાયરી ચાલુ કરી...
મીનીટોમાં જીવણ લૂંટનું આયોજન , તેની સંપૂર્ણ વિગત. કેવી રીતે લૂંટ કરવામાં આવી તે , તેના સાથીઓના નામ અને એડ્રેસ , લૂંટના માલનો નિકાલ વગેરે બાબતો બતાવી દીધી. રાઠોડ સાહેબ એ વિગતોને ધ્યાનથી જોઈ રહ્યા. ફક્ત એક વાતની જીવણને ખબર નહોતી. આખી લૂંટનું આયોજન લગભગ જવાનસિંહે કર્યું હતું. પણ પાંચમો માણસ એક સરદારજી હતો. એના વિશે જીવણ પાસે કોઈ માહિતી ન હતી.
*************************
રાઠોડ સાહેબે પ્રહલાદ અને જવાનસિંહને પકડવા બે ટીમ તૈયાર કરી. પણ આ એક સરદારજીની વાત થોડી અટપટી લાગી. છતાં જીવણે જે સીમકાર્ડ ખરીદયા હતા. તેમાનું એક સરદારજી પાસે હોવાની પૂરી શકયતા હતી. એ સીમકાર્ડ માંથી એક રતનસિંહ જોડે હતું. એક એક પ્રહલાદ અને જવાનસિંહ ના એડ્રેસ જોડે મેચ થતું હતું. એટલે ચોથા કાર્ડનું એ સમયનું લોકેશન એ સરદારજીનો એરિયા સ્પષ્ટ કરતું હતું. રાઠોડ સાહેબે રોય સાહેબ સાથે વાત કરી એ બધા એરિયાને સર્વેલન્સમાં મુકાવી દીધા. એમાં સૌથી વધારે સ્ટાફ સરદારજીના એરિયામાં મુકવામાં આવ્યો. કેમકે પ્રહલાદ અને જવાનસિંહની ઓળખ અને એડ્રેસ સ્પષ્ટ હતું પણ સરદારજીને તો હજુ શોધવાનો હતો. પણ રાઠોડ સાહેબને ખબર હતી કે પ્રહલાદ અને જવાનસિંહ પકડાશે એટલે સરદારજીને પકડવો અઘરો નથી. બે ટીમ રઘુ અને જીવણના ઘરે સવારે છ વાગે છાપો મારવા તૈયાર હતી. બન્નેના ઘર પરથી લૂંટનો માલ મેળવવાનો બાકી હતો. જીવણના ઘર માંથી લૂંટનો માલ મળી ગયો હતો .

જીવણની ધરપકડની વાત ફેલાય એ પહેલાં બીજા ગુન્હેગારોને ઉંઘતા જ પકડવાનો પ્લાન રાઠોડ સાહેબનો હતો.
*************************
રાઠોડ સાહેબની ઓફીસ માંથી પહેલી ટીમ પ્રહલાદના ઘરે જવા રવાના થઈ. ત્યારે રાતના ચાર વાગ્યા હતા. એમની પાછળ સલામત અંતરે દિલાવરની એક ટીમ રવાના થઈ. થોડી વાર પછી બીજી ટીમ જવાનસિંહના ઘર તરફ જવા રવાના થઈ. દિલાવરની એક ટીમ થોડા સલામત અંતરે પીછો કરતી ચાલી. પોલીસ હેડક્વાર્ટરથી પણ એક પછી એક પોલીસ ટીમો રાઠોડ સાહેબની મદદ માટે નીકળી. એક ત્રીજી ટીમ સરદારજીના આખા એરિયાને કોર્ડન કરવા નીકળી. હેડક્વાર્ટરથી આવેલી ટીમનું એ નેતૃત્વ કરવાના હતા. દિલાવરની એક ટીમ ત્રીજી ટીમની પાછળ નીકળી.
***************************
પોણા પાંચ - પાંચનો સમય થવા આવ્યો હતો. ગામમાં વહેલા ઉઠવાવાળા ઉઠી ગયા હતા. પોલીસની એક વાન સરપંચના ઘરે આવીને ઉભી રહી. સરપંચ હજુ ઉઠ્યા ન હતા. એમને ઉઠાડવામાં આવ્યા. સાઈડમાં લઇ જઇ ખાસ્સી વાટાઘાટો થઈ. ગામ બહાર ઉભેલી બીજી બે પોલીસ જીપો સરપંચના ઘર આગળ આવીને ઉભી રહી. લગભગ પંદર માણસનો કાફલો આગળ ચાલ્યો.
પ્રહલાદ હજુ સૂતો હતો. ઘરના ખુલ્લા આંગણામાં કુદરતી હવાની લહેરો વચ્ચે એ મોડે સુધી જાગ્યો હતો. નવી પરિસ્થિતિ એ નવું ટેનશન ઉભું કર્યું હતું. પણ હજુ એને વિશ્વાસ હતો કે જીવણને ભગાડવામાં આવશે કે દૂર કરવામાં આવશે તો પોલીસ ક્યારેય પોતાના સુધી પહોંચી નહિ શકે. મોડે સુધી જાગ્યા પછી એ સુઈ ગયો હતો. માનવ મનની વિશેષતા જ આ રહી છે કે એ પોતે પોતાના વિચારોનું મનોસામ્રાજ્ય ઉભું કરી શકે છે. વાસ્તવિકતાથી દુર હોય એવું. પ્રહલાદ પણ એવું મનોસામ્રાજ્ય ઉભું કરી સૂતો હતો. એને ખબર ન હતી કે એના મનોસામ્રાજ્યથી વિરુદ્ધ પોલીસ એના સુધી પહોંચવાની તૈયારીમાં છે. નવ પોલીસના માણસોએ પ્રહલાદના ઘરથી નીકળવાના તમામ રસ્તા બ્લોક કરી દીધા હતા. પટેલ પ્રહલાદના ઘર સુધી પહોંચી ગયા. પ્રહલાદની પત્ની દાતણ કરી પોતાના માટે ચ્હા બનાવી રહી હતી. આટલી વહેલી સવારે આટલો પોલીસ સ્ટાફ જોઈ એ વિચારમાં પડી ગઈ.
' પ્રહલાદ ક્યાં છે ? '
પ્રહલાદની પત્ની કંઇક અંશે ગભરાઈ ગઈ હતી એણે પ્રહલાદના ખાટલા તરફ આંગળી કરી.
' ઉઠાડો એને. '
પ્રહલાદની પત્ની એ પ્રહલાદની ચાદર ખસેડી એને જગાડ્યો. પ્રહલાદે આંખ ખોલી. સામે કોઈ વ્યક્તિ રિવોલ્વર ધરીને ઉભો હતો.
' પ્રહલાદ , કોઈ ચાલાકી નહિ. યુ આર અન્ડર એરેસ્ટ... '
પ્રહલાદે નોટ કર્યું.. એ વ્યક્તિ એની પહોંચની બહાર હતો. પોતાના હાથ કે પગ એના સુધી પહોંચે એમ ન હતા. પ્રહલાદે નજર ફેરવી. બન્ને બાજુ બીજા બે માણસ રિવોલ્વર ધરીને ઉભા હતા. પ્રહલાદની ઉભા થવાની શક્તિ ખતમ થઈ ગઈ. એ સમજી ગયો કે એમનો ખેલ ખતમ થઈ ગયો છે. એણે કલ્પના કરી લીધી કે એના માથા પર પણ કોઈ માણસ હશે જ. જો એક જ માણસ હોત તો પ્રહલાદ સામનો કરવાનો પ્રયત્ન કરત. પણ આટલા માણસ રિવોલ્વર ધરીને ઉભા હોય ત્યારે ભાગવું એ મુર્ખતા હતી.
' આત્મારામ , અરેસ્ટ. '
માથા પાછળ ઉભેલો વ્યક્તિ આગળ વધ્યો અને પ્રહલાના બન્ને હાથ ભેગા કરી હાથ કડી પહેરાવી દીધી. એક દોરડું લઈ બન્ને પગને બાંધી દેવામાં આવ્યા. હવે ભાગવાની કોઈ શકયતા રહી નહિ.
દોરડું બાંધનાર આત્મારામ એક ખુરશી લઈ આવ્યો. એમાં પટેલ બેઠા. દોરડું બાંધનાર વ્યક્તિ કાગળો લઈ બાજુમાં ઉભો થઇ ગયો. પ્રહલાદની પત્નીને એક ખૂણામાં બેસાડી દેવામાં આવી.
ધીરે ધીરે ઘર બહાર ગામ વાળા એકઠા થવા લાગ્યા હતા. પટેલને એની કોઈ ચિંતા ન હતી. બહાર રસ્તા બ્લોક કરી ઉભેલા પોલીસ સ્ટાફને બોલાવી લીધો હતો. બધો સ્ટાફ આખા ઘરની તલાશીમાં લાગી ગયો હતો.
પટેલ , પ્રહલાદને પ્રશ્નો પર પ્રશ્નો પૂછી રહ્યા હતા. આત્મારામ કાગળમાં બધું લખી રહ્યા હતા. પણ પ્રહલાદ પાસેથી એ જ માહિતી મળી. જે જીવણ પાસેથી મળી હતી. પટેલનું તમામ ફોક્સ સરદારજીની માહિતી મેળવવા પર હતું. પણ સરદારજી વિશે કોઈ માહિતી ના મળી. લગભગ પોણા કલાકની સઘન તપાસ પછી એક બેગ હાથમાં આવી. જે ચલણી નોટોથી ભરેલ હતી. લૂંટના મુદ્દા માલ નો હિસ્સો અને બીજો ગુનેગાર જપ્ત થયા.
પટેલે તમામ વાતોનું વિડીયો રેકોર્ડીંગ કરાવ્યું હતું. પંચનામું કરી. લૂંટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
પોલીસ જ્યારે પ્રહલાદ અને મુદ્દામાલ લઈને નીકળી ત્યારે લગભગ સાડા આઠ થઈ ગયા હતા. સૂર્યની રોશનીથી પ્રહલાદની આંખો બંધ થતી હતી. કદાચ આંખો ખોલવાની એનામાં શક્તિ ન હતી અથવા ગામવાળા સાથે એ આંખ મિલાવવા નહોતો માંગતો.
( ક્રમશ : )

03 જૂન 2020