The mystery of skeleton lake in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( અંતિમ ભાગ ) એક નવી શરૂવાત

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( અંતિમ ભાગ ) એક નવી શરૂવાત

કલિયુગ :- ધ વોર અગેન્સ્ટ પાસ્ટ

' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '

કોઈ વિચિત્ર મુકોટુ પહેરેલો ખુંખાર દેખાતો માણસ ગીત ગાઈ ગાઇ રહ્યો હતો ,એને કોઈ કાળી વુડી ટી-શીર્ટ પહેર્યું હતું જેની ટોપી માથા પર પહેરી હતી .અધૂરામાં પૂરું ગીતના શબ્દો દોહરાવવાની સાથે સાથે ડોકટર જેવો જ લાંબો સફેદ કોટ પહેરી રહ્યો હતો જે લાલ રંગથી ખરડાયેલો હતો . એના એક હાથમાં ચોરસ પ્લાસ્ટિકનું થર્મલ ઇન્સ્યુલેશન વાળું આઇસ બોક્સ હતું , એવું જ બોક્સ જે દવાખાનામાં અમુક રસીને લાંબા સમય સુધી સાચવવા માટે વપરાય છે , એવું જ બોક્સ જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન હાર્ટને બીજી જગ્યાએ લઈ જવા વપરાય છે , એવું જ બોક્સ જે નાની-મોટી ઉજાણી દરમિયાન બિયર ઠંડી રાખવા માટે બરફ ભરીને રાખી શકાય છે એવું જ બોક્સ હતું . હજી એ ગીતની એક જ લીટી દોહરાવી રહ્યો હતો.
' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '

શુ હશે એ બોક્સમાં ? અને કોણ હશે એ માણસ ...? શુ એ બોક્સમાં કોઈ દવા હશે ..? કે પછી કોઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા જઇ રહેલો ડૉક્ટર હશે એ માણસ ? શુ એમાં ઠંડી બિયર ભરી હશે ...!? કે પછી કોઈ સેફ(રસોઈયો) હશે ...? જેના કોટ પર કોઈ લાલ ખાદ્ય પદાર્થ ઢોળાયો હશે ..? આવા પ્રશ્નો સ્વાભાવિક છે . હજી અવિરત એ પેલા ગીતના શબ્દો દોહરાવી રહ્યો હતો .

' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '

હવે એને સફેદ લાલ રંગ ખરડાયેલો કોટ પહેરી લીધો હતો અને હાથમાં સફેદ રબ્બરના ગ્લોવ્સ પહેરી રહ્યો હતો . એ કાળી વુડીની ટોપી અને મુકોટા પાછળનો ચહેરો હજી દેખાતો નહતો . ગ્લોવ્સ પહેરીને એ માણસ એક ખૂણામાં ટેબલ પર મુકેલા પેલા આઈસ-બોક્સ પાસે ગયો અને આઈસ બોક્સ ખોલવા લાગ્યો . શુ હતું એ વાદળી આઈસ-બોક્સ માં ...??

ધીરેધીરે એ આઈસ-બોક્સ માનો બરફ પેલો માણસના હાથ વડે બાજુ પર ખસેડી રહ્યો હતો . અચાનક કોઈ વાત યાદ આવી હોય એમ પાછું એ માણસે આઈસ-બોક્સ બંધ કર્યું અને આમતેમ ફંફોડી રિમોટ ગોતિને ટીવી ચાલુ કર્યું . એમા સમાચારની એક ચેનલ લગાવી એના પર બ્રેકીંગ ન્યૂઝ આવી રહ્યા હતા .

' બ્રેકીંગ ન્યૂઝ સૌ પ્રથમ અમારી ચેનલ તાઝ-ન્યૂઝ પર . અમારા સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર શહેર(મુંબઇ)ના પ્રખ્યાત બાંદ્રા વિસ્તારમાં અરબોપતિ હર્ષદ મહેતાની બેરહેમી પૂર્વક હત્યા કરાઈ , હદ તો એ વાતની છે કે હત્યારો એમનું માથું કાપીને સાથે લઈ ગયા ...!"

' હા ..હા...હા......' હજી ટીવી ચેનલ પર સમાચાર આવી રહ્યા હતા ત્યાં અડધા સમાચારે પેલો માણસ અટ્ટહાસ્ય કરવા લાગ્યો . ફરીવાર એ પેલા ખૂણાના ટેબલ પર પડેલા આઈસ-બોક્સ પાસે ગયો અને આઈસ-બોક્સ ખોલ્યું . ફરીવાર બરફ હાથ વડે બાજુ પર ખસેડવા લાગ્યો . હવે એ બોક્સમાં રહેલી વસ્તુ પરથી બધો બરફ એક તરફ થઈ ગયો હતો અને એ માણસનો હાથ એ વસ્તુને અડકી રહ્યો હતો . એક ક્ષણ માટે રોકાઈને એ માણસે ફરીવાર એ બોક્સમાં હાથ નાખ્યો અને કાળી દોરીથી બાંધેલી કોઈ ભારે વસ્તુ બહાર કાઢી .... એ ભારે વસ્તુને દેખનારના ડોળા બહાર નીકળ્યા વગર રહે નહી એવું દ્રશ્ય હતું . કારણ કે એ ભારે વસ્તુ બીજી કોઈ નહિ પરંતુ એક ધડ વગરનું માથું હતું ...!! જેને પેલા માણસે તાજા કરેલા મુંડનને અંતે બાકી રાખેલી ચોટીથી ઉપાડીને બહાર કાઢ્યું હતું. એ માથું જોતા લાગતું હતું જાણે હમણાં એ પેલા મુકોટા વાળા માણસ સાથે વાતચીત કરવા લાગશે . કોઈ ડરના લીધે એની આંખોના ડોળા બહાર આવી ગયા હોય એવું લાગતું હતું .

' હર્ષદ મહેતાનું નામ શહેરના એવા વ્યક્તિની યાદીમાં આવે છે જેમનું નામ મોટા આદરથી લેવાય છે . તેઓ ખૂબ દયાવાના હતા , ધાર્મિક બાબતોમાં અગ્રેસર હતા , ખૂબ મોટા દાતા છે . ખોટી controversy થી દૂર રહેતા છતાં એમની આટલી ઘાતકી રીતે હત્યા કોણે કરી હશે....!!?? એ એક મોટો પ્રશ્ન છે . આશ્ચર્યની વાતતો એ છે કે ઘટના સ્થળેથી કોઈ કિંમતી વસ્તુ ગેરહાજર નથી . મતલબ કે હત્યા કોઈ લૂંટફાટના આશયથી કરાઈ નથી . તો શુ આ કોઈ ધંધાકીય બાબતમાં થયેલી હત્યા હશે છે...!? જોતા રહો તાજા-ન્યૂઝ પળેપળની ખબર સૌ પ્રથમ મેળવવા માટે ....' ખુબસુરત ટીવી એંકરે સમાચાર પુરા કર્યા એ સાથે જ એક ઝાંખો કરી દીધેલો માથા વગરના ધડનો ફોટો અવારનવાર સ્ક્રિન પર બતાવાઈ રહ્યો હતો . બાજુમાં જ દુદાડુ શરીર , ગોળમટોળ એક ચહેરો અને લુચ્ચું હાસ્ય ધરાવતો બીજો ફોટો બતાવાઈ રહ્યો હતો જે પ્રખ્યાત બિઝનેસમેન હર્ષદ મહેતાનો હતો આ જોઈને પેલો માણસ ફરી અટ્ટહાસ્ય કરવા લાગ્યો

" હા...હા...હા....હા......જો....આમ જો આ ટીવી વાળા તારો ફોટો બતાવે છે .... તને ખૂબ સારો માણસ કહે છે ..... !!! " આ માણસે જે માથું બહાર કાઢ્યું હતું એ બીજું કોઈ નહીં પણ હર્ષદ મહેતા જ હતો ...!! પેલા માણસે નિર્જીવ પડેલા હર્ષદ મહેતાના માથા સાથે ફરીવાર વાત કરવાની શરૂવાત કરી .
" સાચું કે જે હોને ... !! તું ખરેખર સારો માણસ હતો ....?? હું કોઈને નહિ કહું ..... કહી દે ચાલ....તું ખરેખર સારો માણસ હતો ....!!? " થોડી ક્ષણ મૌન પથરાયું ફરી એ માણસે બોલવાની શરૂવાત કરી " કોઈ વાંધો નહિ ચાલ તને શરમ આવતી હોય તો લે તારી નજીક આવું , મારા કાન માં કહી દે તું સારો માણસ હતો ...?? " પેલો મુકોટા વાળા માણસનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ રહ્યો હતો . એને પેલા હર્ષદ મહેતાના કપાયેલા માથા પર એક ઝાપટ ઝીંકતા કહ્યું " બોલ ...બેશરમ .... બોલ અને જણાવી દે સૌને તું કોઈ દૂધે ધોયેલો સાફ સુથરો માણસ નથી જેવો તને ટીવી વાળા દર્શાવી રહ્યા છે ....બોલ .....બોલ...હરામખોર અને કહે સૌને ...." પેલું કપાયેલું માથું ટેબલ પરથી દૂર ગબડી ગયું અને ફરી થોડી ક્ષણ માટે સ્મશાનવત શાંતિ ફેલાઈ ગઈ.

" માફ કરજો..... માફ કરજો , હર્ષદ મહેતાજી મને માફ કરજો .... તમે રાજા કહેવાય અમે તો તુચ્છ રંક પ્રજા . તમારી ગંદકી સાફ કરવી એજ તો અમારું કામ છે અમે તમારી સાથે બોલવા વાળા અમે કોણ હોવાના ....!? અમને તો તમારી સામે બેસીને ભાણું ખાવાનો પણ અધિકાર નથીને ....!! અમે તો નીચા અને તમે ઉંચા ....!!" આટલું બોલતા પેલા મુકોટા વાળા માણસની આંખો માંથી દળદળ આંશુ વહેવા લાગ્યા અને ફરી દૂર પડેલું કપાયેલા માથા પરની માટી સાફ કરી એને ટેબલ પર મૂક્યું અને અંધારા ખૂણામાં ક્યાંક ગાયબ થઈ ગયો .

થોડા સમય પછી એક કાંચની કોઈ પ્રવાહી ભરેલી બોટલ લઈને આવ્યો અને પેલા માથા તરફ નજર કરીને બોલ્યો " હવે ચિંતાની કોઈ વાત નથી , હવે તું શાંતિથી આ બોટલમાં રહેજે હો .... !! અને દેખજે .... અમારી સાથે અન્યાય કરનારની શુ હાલત કરું છું એ .... ગુડ બાય હર્ષદ મહેતા ..... અલવિદા " એટલું કહીને પેલા માણસે ફરી હર્ષદ મહેતાના કપાયેલા માથાની ચોટલી પકડીને પ્રવાહી ભરેલી કાંચની બોટલમા મૂક્યું અને તરત જ બોટલ બંધ કરી દીધી જાણે કોઈ આત્માને તાંત્રિક કાંચની બાટલીમાં ઉતારી બંધ કરે એમજ...!! રૂમના એક બીજા ખૂણાની લાઈટ ચાલુ કરી અને બોટલ ઉપાડીને સામે રહેલા લાંબા ટેબલ પર કરેલા ગોળ સફેદ વર્તુળાકાર ભાગ પર મૂકી . હજી પેલો માણસ બબડી જ રહ્યો હતો .

' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '
ટેબલ પર એક સફેદ ગોળ વર્તુળ પર મુકેલી પેલી કાંચની બોટલની બાજુમાં એવાજ બીજા ઘણાં ગોળ સફેદ વર્તુળો દોરેલા હતા ...!! મતલબ....મતલબ કે કદાચ....કદાચ બીજી ઘણી હત્યાઓ હજી થવાની બાકી હતી ....!!?કે પછી કોઈ ખોફનાક યોજનાની એક સફળ શરૂવાત હતી...!? એ જાણવા માટે તમારે એક સફર કરવી પડશે ,જેમાં રોમાંચ હસે , રહસ્ય હશે અને અદભુત મનોરંજન પણ..!!