કાવ્ય 01
મારા દોસ્તો ને અર્પણ.....🌹🌹
મારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવા
ફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા વગર
ટો... ટો... ટો... ટો... કરતા આવે દોડતા
ભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડી
તો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવી
કે મુસીબત પાછું વળી જોવે નહી માથું ફેરવી
આમ તો એકબીજા ની ટાંગ ખેંચવા માંથી
ઊંચા નથી આવતા હરામી યારો મારા
પરંતુ તકલીફ મા ખંભે ખંભો મિલાવી ઉભા રહે
એવા પ્યારા બહાદુર દોસ્તો છે મારા
આમ તો દુશ્મની નથી મારે કોઇ જોડે
પણ મારા દોસ્તારો ની દોસ્તી જોઈ
દુશ્મન પણ પ્રભુ જોડે માંગે દોસ્તારો
મારા દોસ્તો જેવા
દુખ સામે લડવા દોસ્તો ની ફોજ છે ખડી
આભાર દોસ્તો નો કે દુખ, દર્દ કે પીડા ને
ફરકવા દેતા નથી એકબીજા નજીક
ટોપા, ડોફા, મૂર્ખા કહી બોલાવે એકબીજાને
છતાં અમારી દોસ્તી પાકી છે એવી
કે નથી આપતા કોઇ કોલ દોસ્તી નિભાવવા ના
કોઇ દોસ્ત ભાગે જો ગ્રુપ છોડી
તો ટીંગાટોળી કરી પાછા ખેંચી લાવે
એવા ટીખલી દોસ્તો ની ટોળકી છે અમારી
એક પળ પણ ચાલે નહી સળી કર્યા વગર
એક પળ પણ ગમે નહી દોસ્તો વગર
જીવવા ની મજા આવે નહી યારો વગર
દોસ્તો વગર સ્વર્ગ પણ લાગે નરક જેવું
દોસ્તો સાથે નરક પણ લાગે સ્વર્ગ જેવું
દોસ્તો સાથે જ દુનિયા છે મસ્તીભરી રંગીન
બચપણ થી યુવાની ને બુઢાપા સુધી
દોસ્તો નો સહારો છે અતૂટ બંધન જેવો
ઉંમર ને વધતા અટકાવે છે નટખટ દોસ્તો મારા
હે ઈશ્વર,
ભલે રહે મારી તીઝોરી ઝર ઝવેરાતો થી ખાલી
પણ એક થી એક ચડે એવા કોહિનૂર સમાન
દોસ્તો થી ભરેલી રાખજો હંમેશા ઝોળી મારી
હે ઈશ્વર,
આજે સાંભળજો મારી નાની એવી અરજ
મારા દરેક દોસ્તો ને રાખજો તંદુરસ્ત અને મસ્ત
સાથ રાખજો અમારો બધાનો અતૂટ જીવનભર
Happy Friendship Day
To all my lovely best Friends
કાવ્ય 02
શું કહું....
એક નાનકડી નાવડી ને
મધદરિયે તોફાને ચડાવે છે તું
એ દરિયા તારા મા દયા જેવું છે કે નઈ
એ દરિયા તને શું કહું???
એક નાનકડા દિવા પર
જોર અજમાવે છે તુ..
એ પવન તારામાં થોડી ખાનદાની છે કે નઈ
એ પવન તને શું કહું???
એક નાનકડા પતંગિયા ને
મરવા માટે તારા તરફ આકર્ષે છે તું
એ મીણબત્તી તારામાં હૃદય જેવું છે કે નઈ
એ મીણબત્તી તને શું કહું???
એક નાનકડા જીવ નો
શોખ ખાતર શિકાર કરે છે તું
એ માણસ તારા મા માણસાઈ જેવું છે કે નઈ
એ માણસ તને શું કહું???
કોઇ ગરીબ દુઃખી માણસ ને
હેરાન થતો જોઈ ને દુઃખી નથી થતો તું
હે ભગવાન તારા મા કરુણતા જેવું છેં કે નઈ..
હે ભગવાન તને શું કહું???
કાવ્ય 03
આવી જ છે જીંદગી
અણધારી બેધારી તલવાર જેવી છે જીંદગી
ક્યાક છાંયડો તો ક્યાક તડકો છે જીંદગી
ક્યાક ખુશી તો ક્યાંક ગમગીન છૅ જીદંગી
ક્યાંક અજવાળું તો ક્યાંક અંધારી છે જીંદગી
ક્યાંક ખડખડાટ હાસ્ય તો ક્યાંક રુદન છે જીંદગી
ક્યાંક સફળ તો ક્યાંક નિષ્ફળ છે જીંદગી
ક્યાંક ભરતી તો ક્યાંક ઓટ છે જીંદગી
સુખઃ અને દુખ વચ્ચે વહેંચાયેલી છે જીંદગી
જન્મ અને મરણ વચ્ચે ઝોલા ખાય છે જીંદગી
કભી ખુશી તો કભી ગમ છે જીંદગી
સિક્કા ની બે બાજુ જેવી છે જીંદગી
અણધારી બેધારી તલવાર જેવી છે જીંદગી
ફરી વખત નથી મળવા ની આ જીંદગી
માણો તો મોજ નહીંતર ખોજ છે જીંદગી
મોજ થી જીવો, જીવવા જેવી છે જીંદગી
કાવ્ય 04
કારગિલ વિજયદિન
યુદ્ધ ની રણ ભૂમિ માં વિજય
નથી મળતો આસાની થી
સૈનિકો ની છે એમાં બહાદુરી
માં ભૌમ ખાતર મરી મિટવા ની છે ખુદારી
માં બાપ પત્ની બાળકો ને ગણ્યા છે ગૌણ
જવાન માટે "માં ભૌમ ભારતી" ની લાજ છે સર્વોપરી
કપરી વિષમ પરિસ્થિતિ ને પણ થાળે પાડી
ઝનૂન ને દેશદાઝ છે દુશ્મન ને ઢાળી દેવાની
ખાધી છે કસમ શીશ નહી ઝૂકવા દઈએ
નહી પડવા દઈએ તિરંગો ચાહે દેવી પડે જાન
બાળ પરિવાર ને ભૂલી
કારગિલ જીતવું નહોતું આશાન
ખુબ કપરા હતા કારગિલ ના ચઢાણ
દુશ્મનો એ કબ્જે કરી હતી ઘણી ચોકીઓ
ખબર નહોતી કયાંથી ક્યારે છૂટશે ગોળીઓ
ધાય... ધાય.. ધાય.. કરી છૂટતી હતી
ચારેકોર થી ગોળીઓ,
દારૂ ગોળો ને બારુદ બીછાવ્યા હતા
મોત ની ચાદર ની જેમ
ભારતીય સૈનિકો એ હિમ્મત ભેર કર્યો સામનો
ઢીમ ઢાળી ગદ્દારો ના વિજયી તિરંગો લહેરાવ્યો
કુરબાની આપી ઘણા બહાદુર વિજય સૈનિકો એ
લપેટાઇ ને આવી શહીદો ની લાશ તિરંગા મા કારગિલ થી
ત્યારે ગર્વ થી લહેરાયો પ્યારો તિરંગો
ભારત માતા નો.. શાન થી શીશ ઊંચું રહ્યું હિમાલય નું
આવો આજે ગર્વ થી નમન કરીએ શહીદો ને
શ્રદ્ધાંજલિ આપીએ ભારત માતા કી જય
અને જય હિન્દ બોલી...