CANIS the dog - 45 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 45

Featured Books
Categories
Share

CANIS the dog - 45

માઇક ફ્રેન્કલિને કાર્લોસ નો ઉપવાસ ઉડાવતા કહ્યું street! you mean to say street line or street tiger? Mr Carlos!

અને તરત જ આખી conference કાર્લોસ ઉપર હસી પડી.


કાર્લોસ ચૂપચાપ ડોક્ટર બૉરીસ ને જોઈ રહ્યા છે અને ડોક્ટર બૉરીસે નજર ચૂકવીને ફરીથી પાણી નો ગ્લાસ ભર્યો.


ડોક્ટર બૉરીસે ગ્લાસ મુકી ને કહ્યું, મિસ્ટર કાર્લોસ તમે મિસ્ટર જોન એફ કેનેડી નું નામ તો સાંભળ્યું જ હશે!

કાર્લોસ બોલ્યા oh, come on મિસ્ટર clerk, અત્યારે મિસ્ટર કેનેડી ને શું કામ મા લાવો છો?


ડોક્ટર બૉરીસ બોલ્યા, મિસ્ટર કાર્લોસ જરૂરી નથી કે દુનિયા તેના અંત સુધી તલવારો અને ભાલા ઓ થી જ યુદ્ધ કરતી રહે. નવા હથિયારો અને અસ્ત્ર શસ્ત્રો ના આગમન નો પૂરો અધિકાર છે. પરંતુ મિસ્ટર કાર્લોસ યુદ્ધ કરવા માટે પ્રાચીન સંવિધાનનો ઉલ્લેખ છે કે તેના માટે એક અલાયદો ભુભાગ હોવો જોઈએ જેમકે બે રાષ્ટ્રો વચ્ચેની દીવાલ (સીમા) અથવા તો રણભૂમિ.એવા હથિયારો કે જેનાથી તમે મન ફાવે ત્યાં કરી શકો છો, તેનો કોઈ મતલબ જ નથી. જો મિસ્ટર કેનેડી ના હોત તો આ દુનિયા પચાસ વર્ષ પહેલાં જ જહાન્નમ બની હોત. તમે શું માનો છો કે અમારા રહેતા આ દુનિયા એક જાનવરખાનું બની જશે!!

જોકે કાર્લોસ પણ આર્નોલ્ડ ની જેમ જ હિતાર્થ વૈચારિક માર્ગ ઉપર ચાલી રહ્યા હતા. તેમને પણ બસ, ફોરેસ્ટ ઓફિસરો ના પરિવારજનોની જ ચિંતા સતાવતી હતી. જ્યારે કે સામે છેડે ડોક્ટર બૉરીસ, સીતા તથા almost એન્ટાયર લેટીન તે વાત માનતી હતી કે એકવાર આ બ્રીડ ઉપર કાયમી રોક લાગી જશે તો આ killings પણ આપોઆપ જ બંધ થઈ જશે. જો કે તેમને તે વાતનો ભય પણ હતો જ કે ક્યાંક મેટર ક્રિમિનલ ટ્રેક ઉપર ના ચડી જાય. કેમકે આફ્ટર ઓલ હાઇબ્રાઈડ ના વાઘા ગમે તેટલા આધુનિક વાદ ના અનુયાયી રુપ હોય, પરંતુ તેની અંદર, તેની નીચે હાઇબ્રાઈડ એક ઘોર પારંપરિક કંપની હતી. કે જેનો મિથ્યા અહંકાર તેને આપરાધિક પણ બનાવી શકે છે.

હાઇબ્રાઈડ ના જ એક ઉચ્ચકોટિના genuine scientist મિસ્ટર વિક્ટર એલિક્સે વચમાં બોલતા કહ્યું, સી લેડિઝ એન્ડ જેન્ટલમેનને મને ક્ષમા કરશો વચ્ચે બોલવા માટે પરંતુ કેટલાક લોકો આમ વારંવાર હાઇબ્રાઈડ ને શંકાની નજરથી જુએ છે જે ઠીક નથી.એ હાઈબ્રાઈડ જ હતી કે, જેણે આ દુનિયાને બેહતરીન હોર્સ ની બ્રીડ આપી છે, જેનો મુકાબલો દુનિયાની કોઈપણ નસલ પાસે નથી.

સીતા એ કહ્યું સી ડોક્ટર વિક્ટર તમે જે બ્રીડ ની વાત કરો છો તે throughout vegetarian છે.એન્ડ non-violence too. એટલે તેના વિષયમાં બહુ ખાસ વિચારવા જેવું કશું જ નથી. જ્યારે અહીં વાત જંગલી જાનવરોની સાથે ફાઈટ આપવા વાળી બ્રીડ ની થાય છે. તે ફાઇટ આપી શકે છે કે નહીં તે બે નંબરની વાત છે પરંતુ વેરપુમા ના કડવા અનુભવ પછી શું એ વાત વિચારવા યોગ્ય નથી કે એ બ્રીડ ના આગમન પછી ફોરેસ્ટ ઓફિસર્સ તેનાથી જ સેફ રહેશે? અરે, જંગલી જનાવરો તો છોડો, સૌથી પહેલો ખતરો ઓફિસરોને આ એન્ટી બ્રુટ બ્રીડ થી જ રહેવાનો. કેમકે એવી કોઈ જ પ્રક્રિયા નથી દેખાતી કે જેમા hereditary કે જીન્સ પૉલીસ્ડ બનતા હોય.

સીતા એ કહ્યું, એક તો માનવ વસાહતો ની વચ્ચે રહેતા ડૉગ ની body ને જંગલમાં ઉતારવાની અને તે બૉડી ની અંદર જંગલી જાનવરો ના બીજ ઉતારવાના.અને તે જંગલી જાનવરો ના બીજ જંગલ ની આબોહવા ના સંપર્કમાં આવીને ભભૂકી નહીં ઊઠે તેની ગેરંટી કોણ લેશે? અને તેમાં પણ sweetest blood of all, human blood. I can't believe,કે આ દુનિયામાં આવી ખતરનાક ઘટના પણ ઘટાડી શકે છે!!
so, see ladies and gentlemen!આ વાતના સોલ્યુશન્સ સાંભળ્યા વિના હું કોઇ પણ ચર્ચા આગળ કરવા નથી માગતી. માનવ વસાહતોની વચ્ચે રહેતો ડૉગ માનવી જેટલો જ કમજોર હોય છે.એ વળી જંગલમાં જઈને જંગલી જાનવરોથી માનવી ને રક્ષણ આપી શકશે how can I believe this thing?