CHECKMATE - 9 in Gujarati Thriller by Payal Sangani books and stories PDF | CHECKMATE - (part-9)

Featured Books
Categories
Share

CHECKMATE - (part-9)

હવે કનકને એ સ્ત્રીનો ચહેરો સાફ સાફ દેખાઈ રહ્યો. એ સાથે જ જાણે કનકનું હ્રદય બેસી ગયું. ધબકારા એટલા તેજ થઈ ગયાં કે તેને એ અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો. એ મોના હતી!! અધીરાજ અને મોના એક બીજામાં ખોવાયેલ હતા.
"કેટલો નીચ માણસ છે આ! પોતાના જ દીકરાની વહુ સાથે.....!
અને મોના પણ?! પોતાના પતિના મરવાનું દુઃખ ભૂલીને અહીંયા સંબંધોની બધીજ મર્યાદાઓ તોડીને...... બસ... હવે નહીં. હું અહીંયા એક પળ પણ ન રોકાઈ શકું."
કનક ત્યાથી ચાલી ગઈ. તેના આશ્ચર્યનો કોઈ પાર ન હતો. ફાર્મહાઉસથી બહાર નીકળી એ રોડ સુધી આવી. ત્યાથી ટેક્સીમાં બેસી ઘર પહોંચી. આખા રસ્તામાં બસ એજ બે ચહેરાઓ!! મનહી મન તેઓને હજારો ગાળો આપી દીધેલી. ઘરે આવી એ ફ્રેશ થઈ. આગળ શું કરવું એ કાંઈજ સમજાતું ન હતું.

રાત્રે એ ફરી છત પર સાહિલને મળવા આવી.
"અધીરાજ મલ્હોત્રા આટલો નીચ માણસ છે?!" સાહિલ પણ આશ્ચર્યજનક સ્થિતિમાં હતો.

"હવે તેના પાપોનો ઘડો ભરાઈ ગયો છે. બદલો લેવાનો સમય હવે આવી ગયો છે સાહિલ..."

"પહેલા એ રૂમની તપાસ તો કરી લઈએ..." સાહિલે ચાવી તેની સામે ધરતા કહ્યું.

"તે ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી!! હું અત્યારેજ એ રૂમમાં જાવ છું. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે." કનકએ ઉત્સુકતાથી કહ્યું.

"હા, તું તપાસ કર કે ત્યાં કોણ છે. આ લે ચાવી." સાહિલએ ચાવી કનકના હાથમાં આપતા કહ્યું.

કનકના હૃદયમાં ફરી એજ ભાર હતો. એ નીચે ત્રીજા ફ્લોર પર આવી. ત્યાં સુધીમા અસંખ્ય વિચારો એના માનસપટલમાં આવ્યા અને ગયા. એ દરવાજાની સામે આવી તાળું હાથમાં લીધું. થોડા ડર સાથે તાળું ખોલ્યું.
અંદર ખૂબજ અંધારું હતું. થોડી આગળ વધી ત્યાંજ તેના પગમાં કોઈ વસ્તુ અથડાતા અવાજ થયો. ત્યાંજ અંદરથી કોઈકના ખસવાનો અવાજ આવ્યો. ત્યાં સાચેજ કોઈક હતું. એટલે જ સ્વર્ણા તેને અહીંયા આવવા માટે રોકી રહી હતી. હિંમત કરી એ અવાજ તરફ આગળ વધી એટલામાં જ એ પડછાયો ખૂબજ ઝડપથી તેની સામે આવ્યો. તેના હાથમાં લોખંડનો સળિયો હતો જે કનકને મારવા માટે ઉંચક્યો હતો. ડરને મારે કનકએ બંને હાથ આગળ કરી પોતાને બચાવવા પ્રયાસ કર્યો. સળિયો પકડેલો હાથ થોભ્યો. " ક... કોણ છે તું?!" એ સ્ત્રી બોલી.

કનકએ પોતાની આંખો ખોલી. સામે ઉભેલી સ્ત્રી ખૂબજ ખરાબ હાલતમાં નજરએ પડતી હતી. એના છૂટા મેલા વાળ, ચહેરા પરની કરચલીઓ, અસ્તવ્યસ્ત કપડામાં એ ખૂબજ દયનીય લાગતી હતી. આ ચહેરો તો ક્યાંક જોયેલો હતો! પોતાના મગજ પર ભાર આપ્યો તો યાદ આવ્યું કે યુવરાજના સિક્રેટ રૂમમાં જે ફોટો હતો એ જ છે! પણ સમયની મારને લીધે હવે એ ચહેરો સાવ શુષ્ક બની ગયેલો. પણ અણસાર એ જ હતી.
પણ યુવરાજ તો કહેતો હતો કે તેના મમ્મી મરી ચૂક્યા છે!! શું યુવરાજને આ વાતની ખબર છે?! કેટલાય વિચારો બસ દોડયે રાખતા હતા. પણ નજર સામે એ કરચલી વાળા ચહેરા પર અટકેલી હતી. એની આંખો પ્રશ્નાર્થ ભાવે તાકી રહી હતી.
"હું કનક... યુવરાજની પત્ની." કનકએ જવાબ આપ્યો.
"શું? યુવરાજની પત્ની..!! મારા... મારા દીકરાએ લગ્ન કરી લીધા? મને ખબર પણ નથી!!" કહેતા એની આંખોના ડોળા સતત આજુબાજુ ફરી રહ્યા હતા સાથે અશ્રુ પણ સરી પડ્યા.
"તું... તું મારા દીકરાને બચાવી લે. તું એની પત્ની છો ને.... બચાવી લે." એ અધીરા થઈને બોલ્યા.

"પણ શું થયું છે?! કોનાથી યુવરાજજીને ખતરો છે? "

"એ જ... સ્વર્ણા!!એ યુવરાજને મારી નાંખશે... મને અહીં બંધ કરી દીધી છે....." એ વધુ આગળ બોલે એ પહેલાં જ સીળી એથી કોઈકના ચઢવાનો અવાજ સંભળાયો. એ સ્ત્રી ડરને મારે કોઈ વસ્તુની પાછળ સંતાવા ભાગી અને સાથે કનકનો પણ હાથ પકડી તેની સાથે લઈ ગઈ.
"સંતાઈ જા... એ...એ મારી નાખશે." એમના શબ્દોમાં ધ્રુજારી હતી.
"પણ દરવાજો ખુલ્લો છે... એમને ખબર પડી જશે કે હું અહીં છું. જવા દો મને..." કનક જવા માટે ગઈ પણ તેણીએ હાથ પકડી રાખેલો.
"શ......" એમણે મોં પર આંગળી રાખતા અવાજ કર્યો. એ પગનો અવાજ હવે ખૂબજ નજીક પહોંચી ગયો હતો. હવે ચાહીને પણ બહાર જઈ શકે તેમ ન્હતી. કનકનો ડર ચરમસીમા પર હતો.
સ્વર્ણા સીળી ચઢી રૂમ પાસે આવી. દરવાજો બંધ હતો અને રોજની જેમ તાળું મારેલું હતું!!! કોઈ શંકાની ખાતરી કરવા એ ત્યાં આવી હતી પણ ત્યાં એવું કાંઈજ નવીન બન્યું ન હતું. આખરે એ રૂમની ચાવી તો પોતાની પાસે જ છે એવા વિચાર સાથે આજુબાજુ જોઈ ત્યાથી ચાલી ગઈ.
થોડા ક્ષણો પહેલા જ સાહિલે ફટાફટ એ રૂમ બંધ કરી ફરી તાળું મારી દીધેલું અને છત પર જવાની સીળી તરફ છુપાઈ ગયો હતો. સ્વર્ણાના ગયા બાદ ફરી એ તાળું ખોલી દરવાજો ખોલ્યો. કનક સમજી ગઈ કે સાહિલ છે.

એ સ્ત્રીના હાથ પોતાના હાથમાં લઈ ભાવુક થતાં કનક બોલી, "યુવરાજજીને કાંઈજ નહીં થાય. હું ખૂબજ ઝલદી તમને અહીંથી બહાર કાઢીશ. અત્યારે મારે જવું પડશે."
કનક ત્યાથી બહાર નીકળી અને રૂમ બંધ કર્યો.
તેનું મગજ સુન્ન બની ગયેલું. પોતાના રૂમમાં આવી સૂતી પણ અનેક વખત પડખાં ફરવા છતાં ઉંધ તેનાથી કોસો દૂર હતી. સૂતેલો યુવરાજ કેવો નાના બાળક જેવો લાગી રહ્યો હતો!! તેની નજર યુવરાજના ચહેરાને તાકી રહી.
હું પણ એની મીઠી વાતોમાં આવી ગઈ. કેટલી સરળતાથી યુવરાજજીને પોતાની ઝાળમાં ફસાવ્યાં છે!! સાચું કહેતા હતા એ લોકો અહીં બધા ચહેરા પર મુખોટા પહેરીને બેઠા છે!! બસ હવે.. ખૂબજ ઝલદી તેનો અસલી ચહેરો સામે આવી જશે.

સવારે ઓફિસ માટે તૈયાર થઈ રહેલ અધીરાજના ફોન પર અજાણ્યા વોટ્‌સએપ નંબર પરથી ફોટા આવ્યા. આશ્ચર્યથી એણે ફોટા ખોલ્યા તો હોંશ ઉડી ગયા. તેનો ચહેરો લાલ પીળો થવા લાગ્યો. એ ફોટા એના અને મોનાના હતા જેમાં બંને એકબીજાની બાહોમાં હતા.

ક્રમશઃ.....✍️✍️✍️