સુરેશ અને રવિ બે ભાઈ, બંનેમાં ખુબજ પ્રેમ, સંપ, ને સમજણ. સુરેશ ૧૪ વર્ષ નો ને રવિ ૧૧ વર્ષ નો માંડ થયો હતો, ત્યારે એક આતંકવાદી હુમલામાં એના માતા પિતા પણ ભોગ બની ને મૃત્યુ પામ્યા. બંને ભાઈઓ એ માંડ પોતાને સાચવ્યા, રહેવા માટે તો પિતાનું ઘર હતુ, પણ એના પિતા એક નાનકડી કંપનીમાં કેશિયર તરીકે કામ કરતા હતા એટલે એમનો પગાર પણ માંડ ઘર ચાલે એટલો હતો, ને એમના મૃત્યુ પછી તો એ આવક પણ બંધ થઈ ગયી. એટલે સુરેશે એમનાં ગયા પછી એક પિતાની ફરજ બજાવતા પોતાનું ભણતર પડતુ મુક્યુ, ને એક હોટલમાં વેઈટર ની નોકરી કરવા લાગ્યો. જેથી ૨ ટંકનું જમવાનું કંઈ મળી જાય, ને પગાર ના પૈસાથી રવિ ને ભણાવી શકાય. સુરેશે ઘણા સગા સંબંધીઓને મદદ માટે જાણ કરી પણ કોઈ આગળ આવ્યું નહિ,,ને છેવટે સુરેશે લોકો આગળ ભીખ માંગવાની બંધ કરી ને પોતાની નોકરી ન રવિ નાં ઉજ્જવળ ભવિષ્ય ની તૈયારી કરવા લાગ્યો.
રવિ પણ સુરેશ ના આ ત્યાગ અને બલિદાન નો માન જાળવતો. વર્ષો વિતતા ગયા સુરેશે રવિના સુખદ ભવિષ્ય માટે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો, કે જેથી એના રવિ માટેના પ્રેમમાં ક્યાંક ઓછપ ન આવી જાય. હવે રવિ મેકેનિકલ એંજિનિયર બની ગયો, સારી મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા ની નોકરી મળી, રહેવા માટે કંપની તરફથી ફ્લેટ મળ્યો, હવે બંને ભાઈઓ એ નવા ઘરમાં રહેતા થયા. હવે સુરેશે રવિને લગ્ન કરવા માટે સુચવ્યું કે કોઈ છોકરી પસંદ હોય તો બેજીજક કહી દે. પણ રવિ કરીયર બનાવવા નો બહાનું આપીને હંમેશા છટકી જતો.
રવિ મળતાવડા,ને નિખાલસ સ્વભાવ નો હતો, ને એના સ્વભાવ ના લીધે, એને એના બોસનું વધુ પડતુ અટેન્શન મળતુ, જે બધીને ખુબ ખટકતુ. રવિ સાથે કંપનીમાં કામ કરતા ૩-૪ લોકો ને રવિની ખુબ ઈર્ષા આવતી, પણ જો રવિ સાથે બગડે તો બોસ સાથે ના સંબંધ મા પણ તાણ આવે, એ હેતુથી એ લોકો રવિ ને ઊંધે રસ્તે ચડાવવા લાગ્યા, મુંહ મેં રામ ને બગલમાં છુરી, રવિ ને ધીરે ધીરે જુગાર,દારુની, અને છોકરીની લત લાગી ગઈ, આ વાત જયારે સુરેશ ને ખબર પડી ત્યારે એણ5 રવિ ને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી, પણ રવિમાં હવે પૈસાનો અહમ ઘર કરી ગયો હતો, એટલે એણે સુરેશ ની કોઈ વાત કાને ન ધરી, સુરેશ ને ન કેવાના શબ્દો પણ રવિ નશામાં કહી દેતો, ને એક દિવસ એવિજ રીતે રવિ નશામાં ચકચૂર ઘરે આવ્યો, સુરેશે ત્યારે પણ એને સમજાવવા કર્યુ, પણ રવિ એ નશાને લીધે પેતાનો મગજનો કાબૂ ગુમાવ્યો, ને બારી પાસે ઉભેલા સુરેશ ને ધકકો માર્યો, સુરેશ ૧૫ મા માળેથી નીચે પછડાયો, ને ત્યાં જ મૃત્યુ પામ્યો.
રવિ ને પોલીસે પકડીને આજીવન કારાવાસની સજા કરી, ને રવિ હવે પોતાની જાતને કોસી રહ્યો છે, ને જેલમાં પોતાની સજા ભોગવી રહ્યો છે. ને રવિ ને અવળે માર્ગે ચડાવનાર એના દોસ્તો બારે જલસા કરી રહયા છે ને પોતાનો અહમ સંતોષી રહયા છે.પણ અહી રવિ ને જેલમાં પોતાની ભૂલ સમજાઈ, પિતા તુલ્ય મોટાભાઈનું પ્રેમ સમજાયું,પણ હવે શું, હવે તો ભાઈ પણ નોટો ને એનો પ્રેમ પણ. હવે તો રવિંને સાચવવા કે બચાવવા પણ કોઈ નોતુ.
અહમ્ કોઈદી કોઈનું નથી થયું, અહમથી હંમેશા નુકસાન થાય છે,ને ઘર ભાંગે છે. રવિ ને સુરેશ સાથે પણ કદાચ એવું જ થયું, કે પ્રેમ ના અભાવે, સમજણ ના અભાવે કે પછી ખોટા દોસ્તોની સંગાથે?
તમને શું લાગે છે તમારા પ્રતિભાવો જરૂર જણાવજો.
સમાપ્ત 🙏🙏🙏
B ve