The Author Bhanuben Prajapati Follow Current Read લિપસ્ટિક By Bhanuben Prajapati Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... ભાગવત રહસ્ય - 118 ભાગવત રહસ્ય-૧૧૮ શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ... ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share લિપસ્ટિક (8) 1.6k 5.4k વાત .... છે....લાલ લિપસ્ટિકની . રૂપાલી અને તેની સાથે બીજી ચાર છોકરીઓ માયા નગરીમાં કામ કરવા માટે આવી હતી તેમાં સૌથી નજીક ની મિત્ર હતી ધરા. વાત કરીએ રૂપાલી ની.... રૂપાલી. એ એની લિપસ્ટિક નો ખજાનો એટલો ભેગો કર્યો હતો ..કે દરેક સાડી કે ડ્રેસ માં મેચિંગ આવી જાય. .રૂપાલી સવારે વહેલી ઉઠી ને પહેલા તો બ્રશ કરીને તરત લિપસ્ટિક લગાવી દે .. ધરા કહેતી યાર ..તું નાહી,ધોઈ ને લિપસ્ટિક કરતી હોય તો..રૂપાલી કહેતી આ માયા નગરીમાં ટકવું હોય તો સજી ધજીને રહેવું જોઈએ.કોણ જાણે કોઈક સિરિયલ બનાવતા કે પિક્ચર બનાવતા ડાયરેક્ટર ની નજર આપણી પર પડી જાય અને આપણા લાલ લિપસ્ટિક વાળા હોઠને જોઇને તેને નજર આપણી પર પડી જાય... અને સિલેક્ટ કરી દે તો... આપણે તો લીલાલહેર થઈ જાય ને...ધરા બોલી એવા લાલ હોઠ જોઈને કોઈ આપણને સિરિયલ કે પિક્ચર માં નથી લેતા એતો આપણી ટેલેન્ટ જોઈને લે છે..રૂપાલી બોલી; બોલ લાગી શર્ત... હું આ લિપસ્ટિક ના મારા ગુલાબી હોઠની કામણગારી અદા થી ગમે તેને આકર્ષિત કરી શકું છું.ધરા બોલી ચલ લાગી શર્ત..તું એક. સામેની બિલ્ડીંગ માં નીચે ડાયરેક્ટર ની ઓફીસ છે.ત્યાં તને સિરિયલ માં કામ મલી જાય તો માનું કે તારી લાલ લિપસ્ટિક ની કરામત ..રૂપાલી એ શર્ત સ્વીકારી લીધી બધી રૂમ પાર્ટનર એ કીધું રૂપાલી તું શર્ત હારી જાય તો...રૂપાલી એ કીધું કે હું શર્ત હારી જવું તો આ માયા નગરી ના સ્વપ્નાં નહિ જોવું...👍બધી સખીઓ બોલી👍હવે રૂપાલી ની કસોટી શરૂ થયી.એતો સવારે વહેલી ઊઠીને તેની લિપસ્ટિક નો ખજાનો ભેગો કર્યો અને સરસ મજાની ગુલાબી સાડી પહેરી ખુલ્લા વાળ હાથે સરસ મજાનું નેકલેશ પહેર્યું વાળ માં સરસ મજાની મોગરાની વેણી ભરાવી.અને હોઠની કિનારે ઘાટો મરૃણ લિપસ્ટિક સેડ અને વચ્ચે ગુલાબી લિપસ્ટિક લગાવીને પગે ઊંચી એડી ના સેન્ડલ પહેરી ને,ખભે પર્સ અને હાથમાં મોબાઈલ લઈને જાણે રેમ્પ પર ચાલવાનું હોય તે રીતે નીકળી પડ્યા..નીકળતા હતા .ત્યાં એક નવયુવક જેમિલ ની નજર આ રૂપાલી ના ગુલાબી લિપસ્ટિક થી ચમકીલા હોઠ પર પડી..અને તે રૂપાલી ના મનમોહક ચહેરાનો દીવાનો બની ગયો...રૂપાલી સામેની બિલ્ડિંગમાં જતા જોઈ એટલે તરત તે પણ ત્યાં પહોંચી ગયો.જોયું તો રૂપાલી એજ કેબિન માં જઈ રહી હતી .જ્યાં એનો મિત્ર ધવલ કામ કરતો હતો.એટલે થોડી વાર ત્યાંજ ઊભો રહી ગયો. દૂરથી જોયું તો રૂપાલી દરવાજા આગળ ઊભી તેના મોબાઈલ માં તેની હોઠની લિપસ્ટિક સરખી કરતી હતી અને પછી ત્યાંજ ચોકિયત આવી ને કીધું; બહેન અંદર જઈને બેસીને લિપસ્ટિક લગાવી દો..અંદર મોટું દર્પણ છે....અને કહીને ચાલ્યો ગયો.પણ રૂપાલી ને ગુસ્સો હતો...પણ કરે શું!!!!એતો અંદર ગઈ અને પૂછ્યું કે, ડાયરેક્ટર ક્યાં છે .ધવલ એ કીધું ;બેન તમે કહો અને ડાયરેકટર હાજર થોડા થઈ જાય. થોડી રાહ જુઓ . અને તમે ક્યાં કામ માટે આવ્યા છો!!! એની વાત કરો ,પછી હું તમને ફોન કરીશ અને પછી તમને એમની કેબિનમાં મળવા મોકલીશ. રૂપાલી ને ડર હતો કે કેબીન માં બેઠા બેઠા મારી લિપસ્ટિક ફેલાઈ જશે. અને મારો મેકઅપ પણ બગડી જશે .અને "હું "જે રૂપાલી અત્યારે દેખાવ છું તેવો દેખાવ મારો નહીં રહે. એટલે ઉતાવળ છે કે ,ડાયરેક્ટ ને જલ્દી મળું. રૂપાલી ધવલ ને કીધું; કે તમે તો છાપામાં જાહેરાત આપી હતી કે, તમારે કોઈ નવીન પાત્ર જોઇએ છે, સીરીયલ માટે. એટલે હું આવીશું!!! ધવલ બોલ્યો; મેડમ મે ક્યાં તમને ના પાડી છે!! હા, છાપામાં તો આપી જ છે .હજુ ઘણી બધી મેડમ આવશે, કારણ કે ટાઈમ તો જોઈએ તેટલો થયો જ નથી, સર તો બાર વાગે મળે છે. અને તમે ખૂબ વહેલા આવી ગયા છો હજુ તો દસ વાગ્યા છે.. તમે પાછા જઈને ફરીથી કેબિનમાં બેસો. દૂર રહીને જેમિલ બધું જોઈ રહ્યો હતો. એને તરત જ ફોન લગાવ્યો ધવલને, અને કીધું જે મેડમ આવી છે!. કેમ આવી છે,! મને જણાવો ને. .ધવલ કીધું ; સીરિયલમાં કામ કરવા માંગે છે એ મેડમ.. જેમિલ એ ધવલ ને કીધું! એક કામ કર તું એને ત્યાં બેસાડી ,અને એક વાત કર કે ડાયરેક્ટર ની નજીક નો એક માણસ જૈમિલ છે. એને તમે મળો તો ,તમને ચોક્કસ સિરિયલમાં કામ મળી જશે.ધવલ એ જેમીલ ને કીધું;પણ એવું ખોટું થોડું બોલાય યાર...જેમિલ્ બોલ્યો; શું તારા દોસ્ત માટે આટલું પણ નહીં કરી શકે!!!!ધવલ કહે; પણ તારે કામ શું છે??જૈનીલ કહે; તેની સામે તે નજર કરી છે. કેટલી સુંદર લાગી રહી છે!!! એના હોઠ પર ફરી નજર તો કરી જો ,ગુલાબી રંગની લિપસ્ટિક થી એના હોઠ કેટલા સુંદર લાગી રહ્યા છે. અને એની અણિયાળી આંખો લાંબા વાળ યાર , મને ખુબ ગમી ગઈ છે.ધવલ કહે; તારે શું કામ છે ?? એ તો સિરિયલમાં કામ કરવા માંગે છે! થોડું તારી જોડે આવશે!!જૈમિલ કહે ; તારે કંઈ કરવાનું નથી તું ખાલી એક કામ કર, તું એ લિપસ્ટિક વાળી સુંદર સ્ત્રીને , એટલું જ કહે ;તુ મારા મિત્ર જેમિલને મળ તારું બધું કામ થઈ જશે!ધવલ એ કીધું ;સારું ધવલ ફોન મુક્યો. અને રૂપાલી જોડે ગયો અને કહ્યું મેડમ સર ને મળવું હોય મારો એક દોસ્ત છે. એમના રિલેટિવ માં જ આપણા ડાયરેક્ટર સાહેબ થાય છે .તમારું કામ ચોક્કસ થઈ જશે.!!!રૂપાલી કહે ;મને એનો નંબર આપો ને, એમની જોડે વાત કરી લઈશ.ધવલ ફોન નંબર આપ્યો અને રૂપાલીએ સેવ પણ કરી લીધો.રૂપાલી કહ્યું ;પણ અત્યારે ડાયરેક્ટર સાહેબ તો આવી ગયા છે ? મારે એમને મળવું છે.ધવલ એ કીધું; ડાયરેક્ટર સાહેબ તેમના બીજા સીરિયલના શૂટિંગ માં ગયા છે. એ તમને હાલ નહીં મળી શકે.રૂપાળી રૂપાલી તેના હોઠની લાલી ને સરખી કરતી બહાર આવી ગઈ.રૂમ પર પહોંચી તેની બધી સખીઓ રાહ જોઈને બેઠી હતી તેમને પૂછ્યું; કેમ રૂપાલી તારું કામ થઈ ગયું!! ડાયરેક્ટર સાથે વાત થઈ ગઈ! તારી ગુલાબી લિપસ્ટિક કામ કરી દીધું!તું તો નીકળી ત્યારે ખૂબ જ અસરકારક રીતે નીકળી હતી .તને તો પૂરો વિશ્વાસ હતો કે તને સિરિયલમાં કામ મળી જશેરૂપાલીએ હળવેથી તેના હોઠ ની લાલી ને ભૂસી નાખી અને સોફા પર ઢીલી થઇને બેસીધરાએ પૂછ્યું ;એક કામ કર, હું ચા બનાવીને લાવું છું, ત્યાં સુધી તું ફ્રેશ થઈને બેસ.ધરા ચા બનાવીને લાવી અને બધાએ ભેગા થઈને પીધી પછી ધરા પૂછ્યું ;રૂપાલી હંમેશા લિપસ્ટિકમાં રહેલી તું આજે કેમ લિપસ્ટિક ને કેમ કાઢી નાખી છે .અને તું ચહેરાથી ફ્રેશ પણ નથી.રૂપાલી બોલી; હું એમ કહી હાર માનવી નથી હું તમારી સામે ની શરત જીતી જઇશ. હવે કાલે સવારે ફરીથી હું મહેનત કરીશ અને સીરીયલ તે મેળવીને જ રહીશધરાએ કીધું ;તું હવે તારી સુંદરતાને ધ્યાનમાં રાખીને કોઈપણ ડાયરેક્ટર ને ત્યાં જતા પહેલા વિચાર, તું તારી અંદર રહેલી છુપાયેલી શક્તિ અને તેનો જ ઉપયોગ કરીને પછી આગળ વધ તારી આ લાલી તને કોક દિવસ મુસીબત લાવશેરૂપાલી બોલી ;તમને બધાને મારી જલન છે. તમે પોતે મારી જેમ તૈયાર થતા નથી અને મારી જેમ લિપસ્ટિક કરીને હોઠ ભીના કરી શકતા નથી .મારી સુંદરતાનો ખજાનો લિપસ્ટિક થી ભરેલા હોઠ છે. અને તમને તે સહન થતું નથી. આ સાંભળીને બધી સખીઓને ગુસ્સો આવ્યો !!અને કહ્યું ;રૂપાલી તારે જે કરવું હોય તે કર, અમે હવે કોઈ શરત માટે તૈયાર નથી તું તારી રીતે તારે જે કામ કરવું એ કર બધાને ખૂબ રીસ ચઢી એટલે નીકળી ગયા. અને પોતાના રૂમ માં જઈને સૂઈ ગયા. પરંતુ ધરાને પોતાની જાત પર ગર્વ હતો એની સુંદરતા પર ગર્વ હતો એને એમ જ હતું કે ,આ માયાનગરીની માં મને કામ મળી જશેસવારે વહેલી જાગીને એને ફોન નંબર કાઢ્યો અને પોતાના મોબાઈલમાં લગાવ્યો અને તે ફોન સીધો જામિલ જોડે ગયો.જૈમિલ તો જાણે કંઈ જાણતો જ ન હોય ,તે રીતે વાત કરી, રૂપાલી એ કીધું તમે જૈમિલ બૉલો છો?? મને ધવલભાઇ એ વાત કરી છે. ડાયરેક્ટર સાહેબ તમારા સબંધી છે.જેમિલએ કીધું;હા ,ડાયરેક્ટર સાહેબ મારા મામા થાય છે . તમે સિરિયલમાં કામ કરવા માંગો છો ને, તમને કામ મળી ગયું સમજો. આટલું સાંભળીને રૂપાલી તો ખુશ થઈ ગઈ. જમિલને કીધું; તમે એક કામ કરો આવતીકાલે સવારે આપણે મામા ને ત્યાં ફાર્મ હાઉસ મળવા જઈશું! ઓફિસે મળવા જઈએ તો ,ઘણી બધી સ્ત્રીઓ હોય અને ત્યાં મામા ને ખુલ્લી થી વાત ના કરી શકાય અને હા !હો ,તમારી લાલ લિપસ્ટીક લગાવીને આવજો, એમાં તમે ખૂબ સુંદર લાગો છો. આ સાંભળી ને રૂપાલી તો શરમાઈ ગઈ, પણ આ બધી વાતો ફોન પર ચાલતી હતી. રૂપાલી ખુશી થી કહ્યું .હા. ચોક્કસ હું સવારે વહેલા આવી જઈશ. જમિલએ કીધું;એક કામ કરો કે,તમે ખાચામાં પાનની દુકાન છે,ત્યાંજ આવજો .હું ગાડી લઈને આવીશ .તમને મારી ગાડીમાં ત્યાંથી લઈ જઈશ. રિક્ષામાં આવશો તો! તમારો મેકઅપ પણ બગડી જશે. અને તમારી લિપસ્ટિક પણ... રૂપાલી થયું કે ,હવે ચોક્કસ મને સિરિયલમાં કામ મળી જશે. એ તો ફટાફટ ફોન મૂકી અને કોઈની સાથે પણ વાત કર્યા વિના કાલના વિચારોમાં ડૂબી ગઈ .કારણ કે આવતીકાલે ડાયરેક્ટરને મળવાનું હતું એને સપનું પૂરું થવાનું હતું રાત્રે સૂતા પહેલાં પણએને લિપસ્ટિક લગાવી દીધી. રૂપાલી સપના જોતાં જોતાં સુઈ ગઈ...સવાર પડ્યું અને રૂપાલી લાલી લગાવી ખુલ્લા વાળ મૂકી, માથામાં વેણી ભરાવી, અને સુંદર સાડી પહેરીને નીકળી પડી. આ બધું જ ધરા જોઈ રહી હતી .ધરા પણ રૂપાલી સાથે જવા માગતી હતી .તેને રૂપાલી ને કહ્યું ;હું તારી સાથે આવવા માગું છું, રૂપાલી કહે;કઈ વાંધો નહિ, ચાલ આજે તો ડાયરેક્ટર નો ભાણિયો આવવાનો છે. જેમિલ.. આ નામ સાંભળતા જ ધરાને આશ્ચર્ય લાગ્યું, હવે તો એને થયું કે ચોક્કસ મારે રૂપાલી જોડે જવું જ પડશે! બંને જણા પાનની દુકાન આગળ ઊભા રહ્યા.અચાનક એક ગાડી આવીને તેમની આગળ ઉભી રહી ,અને કહ્યું ;રૂપાલી તમે રૂપાલી જ ??ધરા ની નજર તેના પર પડી તરત જ બોલી અરે તું નાલાયક અહીં ક્યાંથી???જેમીલ્ તો ધરા ને જોઈને ગભરાઇ જ ગયો. કારણકે ધરા જાણતી હતી કે ,જમીન છોકરીઓને ફસાવતો હતો. ધરાની મિત્ર સપના પણ આ જેમિલ નો ભોગ બની હતી સપના એ બધી વાત ધરાને કરી હતી. અનેજેમિલ ને પણ બતાવ્યો હતો .ધરાએ તરત જ રૂપાલી ને કીધું; આને કોઈ ડાયરેક્ટર જાણતો નથી !!અને ઓળખતો પણ નથી .સારું થયું હું તારી સાથે આવી તો એક નંબરનો ચીટર માણસ છે.રૂપાલી બોલી; ધરા તારો ખૂબ "આભાર "તમે બધા કહેતા હતા કે લાલ લિપસ્ટિક તને કોક દિવસ છેતરશે!! પરંતુ તારા જેવી સખીઓ હોય તો મારાં જેવી કેટલી રૂપાલી બચી જાય એટલે હું બચી ગઈ .પરંતુ આજ પછી હું મારા હોઠ પર ક્યારે લાલ લિપસ્ટિક નહિ જ લગાવું કે બીજી કોઇપણ લિપસ્ટિક હવે નથી લગાવું.ધરા બોલી ;રૂપાલી લિપસ્ટિકતો કરવાની છે. પરંતુ સમય જોઇને , પછી ,બન્ને જણા નક્કી કર્યું કે આપણે આપણી મહેનત અને કાબેલિયત થી માયાનગરી માં આપણા સ્થાન ને બનાવીશું. એમ કહીને બંને જણા એમની રૂમ પર આવી ગયા અને બીજી સખીઓ ને પણ મળ્યા. અને રૂપાલી ને આશ્વાસન પણ આપ્યું. બધી સખીઓ એ તે દિવસે બહાર હોટલમાં જમવા ગયા .ખૂબ મજાક-મસ્તી કરી અને આવીને સુઈ ગયા. રૂપાલીઆજે લિપસ્ટિક કર્યા વિના સુઈ ગઈ .હવે તેને સમજાયું,માણસને મેકઅપ થી નહીં, પણ મહેનતથી જ સફળતા મળે છે. 🙏.🌹 આભાર🌹🙏 Download Our App