પગરખા
છોટુ નામનું નાનું બંદર તે ઉંમરમાં નાનો હતો અને સાથે સમજવાની બાબતમાં બેવકૂફ અને ના-સમજ પણ હતો.
આમ છતાં તે પોતાની જાતને બહુ હોશિયાર સમજતો હતો, તે તેના રહેઠાણથી નજીકમાં નંદનવનમાં કામ કરતો હતો. જેથી રોજ સવારે ટ્રેનમાં જતો અને સાંજની ટ્રેનમાં ઘરે પરત આવતો હતો.
તે રોજ ટ્રેનમાં અપડાઉન કરતો હતો પરંતુ, તેની એક બહુ ખરાબ આદત હતી હતી કે ટ્રેનમાં નીચેની સીટમાં જગ્યા ખાલી હોય તેમ છતાં તે હંમેશા ઉપરવાળી સીટ પર ચડીને બેસતો હતો અને તે પણ તેના પગમાં ઠઠારેલ જૂતાં સાથે બેસતો જેને કારણે તેને રોજ કોઈને કોઈની સાથે ટ્રેનમાં રકઝક થયા કરતી હતી.
રોજની જેમ આજે પણ છોટુ તેના પગમાં પહેરેલ જૂતાંની સાથે ઉપરની સીટ ઉપર બેસવા ગયો. તે જયારે ઉપર બેસવા જતો હતો ત્યારે, તેના જૂતાંમાં લાગેલ માટી નીચેની સીટ ઉપર બેઠેલ શૈરસિંહના માથા પર પડી. તેણે ગુસ્સાથી કહ્યું, અરે બેવકુફ છું કે શું ? શું તને દેખાતું નથી ? તું તારા પગમાં પહેરેલ જૂતાં નીચે ઉતારીને રાખ. નહીં તો હમણાં તને ઉઠાવીને બારીની બહાર ફેંકી દઈશ.’’
શૈરસિંહની ધમકી સાંધળીને છોટુ તો રીતસરનો ડરી ગયો. તેણે જલ્દીથી તેના જૂતાં તેના પગમાંથી કાઢીને પંખાની ઉપર મૂકી દીધા.
ત્યાં જ આગળ બીજું સ્ટેશન આવ્યું. અને ગાડી ઊભી રહી આ સ્ટેશનેથી બહુ મોટા પ્રમાણમાં મુસાફરો ડબ્બાની અંદર આવી ગયા. તેમાંથી કેટલાક પેસેન્જરો ઉપર ચડી ને બેસી ગયા.
આજે પેસેન્જરો ચડી ગયા હતા. તેમાં એક લુચ્ચું શિયાળ પણ હતું. જે છોટુની બાજુમાં આવીને બેસી ગયું. તે છોટુની સાથે અલકમલકની વાતો કરવા લાગ્યું. પરંતુ છોટુને તેની વાતોમાં કોઈ રસ ન હતો. જેથી તે તેનો મોબાઇલ કાઢીને તેમાં ગેમ રમવા બેસી ગયો. અને મોબાઇલમાં એવો વ્યસ્ત થઇ ગયો કે તેની બીજું કશું ખબર જ ના પડે.
ત્યાં આગળનું સ્ટેશન આવ્યું. છોટુનું ધ્યાન તો તેના મોબાઇલમાં મસ્ત હતું. તે લુચ્ચુ શિયાળ જોઈ જોઈ રહ્યું હતું. છોટુએ તેના જૂતાં જે પંખા પર મુકેલા હતા. તેને એકદમ સ્ફૂર્તીથી લઈને નીચે ઉતરી ગયું. અને છોટુને તેની ખબર પણ ન પડી.
પછી થોડા સમયમાં છોટુનં નંદનવન પણ આવી ગયું. નીચે ઉતરવા લાગ્યો ત્યારે તેના હાથ તેના જૂતાં લેવા માટે પંખા તરફ કર્યો તો તેના બંને જૂતાં પંખા પરથી ગાયબ હતા.
અરે મારા જૂતા ક્યાં ગયા. તે મોટેથી બુમ પાડતાં બોલતો હતો. કયાંક ટ્રેનના બ્રેકના ધક્કાને કારણે નીચે તો નથી પડી ગયાને, અને તે જલદીથી નીચે ઉતરી જૂતા શોધવા લાગ્યો. પણ તેને તેના જૂતા ત્યાં હોય તો મળે ને તેના જૂતા તો લઈને શિયાળ ક્યારનુંય પલાયન થઇ ગયેલ હતું. ત્યાં તેની ટ્રેનના ગાર્ડની સીટી વાગી તેમ ધીમે ધીમે ટ્રેન ચાલવા લાગી. છોટુ તો એકદમ ગભરાઈ ગયો અને ટ્રેનના ડબ્બામાંથી પ્લેટફોર્મ પર કૂદીને ઉતરી પડયો.
તેના હાથ-પગ છોલાઈ ગયા હતા અને તેમાંથી રક્તની ધારાઓ વહેતી હતી. ત્યાં સ્ટેશન ઉપર કામ કરતા બંટી નામના ગધેડાએ કહ્યું, ‘‘ભાઇ તું આભાર માન કે તે ટ્રેન નીચે આવી જતા બચી ગયો.’’
અરે ભાઇ શું કરું ! કોઈ મારા જૂતાં લઈને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયેલ. હું તેને જોવા માટે પ્લેટફોર્મ પર કૂદી પડ્યો. છોટુ દર્દથી કણસી રહ્યો હતો. બંટી ગધેડાએ પુછ્યું, ‘‘તારા જૂતાં કેવી રીતે ચોરી ગયું કોઈ, તે જૂતાં તારા પગમાં નહોતા પહેર્યા ?’’
બંટીની વાત સાંભળી છોટુએ તેની સાથે જે બધી વાત બની ગયેલ તે તેને વિસ્તાર પૂર્વક સમજાવી. છોટુની બધી વાત સાંભળીને બંટી ગધેડાએ કહ્યું જો ભાઈ આમાં ભૂલ તો પુરેપુરી સારી છે. જો તું નીચેની સેટ ઉપર બેઠો હોત તો તારે તારા જૂતાં પગમાંથી કાઢવાનો અને પંખા ઉપર મુકવાનો સવાલ જ ન થતો, અને તું નીચે બેઠો હોત તો તારા જૂતાં તારા પગમાં જ હોત તો કેવી રીતે કોઈ કાઢી શકત ?
‘‘તમારી વાત બીલકુલ સાચી છે ભાઈ, હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું.’’ છોટુએ દુઃખી થઈને કહ્યું, અને એ નિરાશ થઈ ચંપલ વગર પોતાના ઘર તરફ નીકળી ગયો.