S. T. Stand ek love story - 1 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 1

Featured Books
Categories
Share

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 1

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૧

સાંજના લગભગ છ વાગ્યા હતા. નીતા અમદાવાદના રીલીફ રોડ ના બ્યુટી પાર્લર મા બેઠી હતી .એને આજે છોકરો જોવા આવવાનો હતો. સામે અરીસા માં એને પોતાનો ચહેરો નહીં થોડા દિવસ પહેલા બનેલી ઘટના દેખાઈ રહી હતી. એના પપ્પાએ એને એના કોલેજના મિત્ર સાથે જોઈ હતી.દિપક એનો ફક્ત મિત્ર હતો પરંતુ એના પપ્પાએ તેનો બીજો જ અર્થ કાઢયો.એ ઘરે પહોંચી ત્યારે એના પપ્પાએ એને ખૂબ ગુસ્સો કર્યો નીતાએ એમને ખુબ સમજાવાની કોશીશ કરી પણ એ કોઈ વાત સમજવા તૈયાર નહોતા. નીતા ભણવામાં ખૂબ હોશિયાર હતી નીતાનુ આ કોલેજનું છેલ્લું વર્ષ હતુ એને હજુ આગળ ભણવું હતુ.આજે સવારે એના પપ્પાએ જણાવ્યું કે સાંજે એને છોકરાવાળા જોવા આવવાના છે અને જો બધું બરાબર રહયુ તો આજે જ સગાઈ કરી નાખશે. નીતા એ છોકરા વિશે કાંઈ પણ જાણતી નહોતી એણે તો એનો ફોટો પણ જોયો નહોતો. નીતા બપોરે એની મમ્મી સાથે શોપિંગ કરવા ગઈ અને એક સુંદર પિંક કલરનો ડ્રેસ ખરીદી એ સિધી બ્યુટી પાર્લર પહોંચી એની મમ્મીને ઘરે કામ હતુ એટલે એ જતી રહી. નીતા આમ તો દેખાવમાં ,રંગ ને રૂપમાં એટલી સુંદર હતી કે એને બ્યુટી પાર્લર જવાની કોઈ જરૂર નહોતી એ કોઈ બીજા વિચાર સાથે જ બ્યુટી પાર્લર આવી હતી. અચાનક એના ફોનની રીંગ વાગી અને એ વિચારો માંથી બહાર આવી. એના પપ્પા જયેશ દવે નો ફોન હતો આમ તો એના પપ્પા એને ખૂબ પ્રેમ કરતા પપ્પા ની લાડકી. એમનુ સમાજ માં ખૂબ મોટું નામ હતું .છોકરી સમાજ બહાર લગ્ન કરે તો તેમની પ્રતિષ્ઠા માન મર્યાદા ને નુકસાન પહોંચે અને છોકરી ના સારા ભવિષ્ય માટે એ આ પગલું લઇ રહ્યા હતા. નીતા એ ફોન ઉપાડ્યો "હેલો પપ્પા" "છોકરાવાળા ઓનો આવવાનો ટાઈમ થઇ ગયો છે વિવેક ગાડી લઈને નીકળ્યો છે 10 મિનિટમાં પહોંચી જશે નીચે આવી જજે આ ટાઈમે ટ્રાફિક હોય છે. " આટલું બોલી જયેશભાઈ એ ફોન મૂકી દીધો. નીતા ને એમની સાથે વાત કરવી હતી પણ એ કાંઈ જ બોલી ના શકી. નીતા નવો ડ્રેશ પેહરી કયારની તૈયાર હતી પણ એ ઘરે જવા નહોતી માંગતી . નીતા ને એની મમ્મીની યાદ આવી ગઈ એ પણ ભણવામાં હોશિયાર હતી એને પણ ભણવું હતુ નોકરી કરવી હતી પરંતુ એની કોઈ ઈચ્છા પૂરી ના થઈ લગ્ન થયા અને સંસાર માંડી ને બેસી ગઈ આજે પણ આ વાતનો એની મમ્મીને અફસોસ થતો. પોતાની સાથે પણ આવું જ થશે એવા વિચાર સાથે એકદમ ઉભી થઇ ગઈ અને બ્યુટી પાર્લરની બહાર નીકળી . એનો મોટો ભાઈ વિવેક એને લેવા આવે એ પેહલા નીતાએ રીક્ષા પકડી અને રીક્ષાવાળાને કહ્યું "કાલુપુર રેલવે સ્ટેશન" એને પોતાને નહોતી ખબર એ શું કરવાની છે બસ અહીંથી ભાગવાના વિચાર સાથે ત્યાંથી નીકળી ગઈ. ક્યાં જવુ કોની પાસે જવુ કેવી રીતે જવુ ત્યાં ગયા પછી શું થશે એવા હજારો વિચાર એના મનમાં દોડી રહ્યા હતા એ કંઈ ફેસલો લે એ પહેલાં તો રીક્ષા કાલુપુર સ્ટેશને આવી પહોંચી.
ક્રમશઃ

માતૃભારતી અને વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આની પહેલા પ્રગટ થયેલી મારી લઘુવાર્તા "તમને મળીને આનંદ થયો "જે વાચક મિત્રોએ વાંચી અને પ્રતિસાદ આપ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર .આશા છે આ નવી લખેલી ધારાવાહિક તમને પસંદ આવશે . હું કોઈ પ્રોફેશનલ લેખક નથી એટલે શબ્દો અને વ્યાકરણ માં થતી ભૂલ માટે માફ કરશો. ધન્યવાદ.

પંકજ ભરત ભટ્ટ