Padchhayo - 12 in Gujarati Horror Stories by Arbaz Mogal books and stories PDF | પડછાયો - 12

Featured Books
Categories
Share

પડછાયો - 12

( અલીશા ઘરે આવી હતી. સાયરા અલીશાને બધી વાત કરે છે. ઇકબાલ ઘરે આવે છે. એ અલીશાને જોઈને ખુશ થઈ જાય છે. એ આજે ઓફિસે નથી જવું અલીશાને બહાર લઈ જાવી છે એવું નીક્કી કરી નિશાને ફોન કરીને કહે છે. )

હવે આગળ...

અલીશા એની બહેનપરીને મળવા ગઈ હતી. એ ઘણા દિવસો પછી આવી હતી એ પણ યાદ કરતી હતી. આ બાજુ ઇકબાલ બપોરના સમયે ઓફિસે જતો નથી. એ નિશાને ફોન કરીને કહી દેય છે કે આજે હું ઓફિસે આવીશ નહીં. બપોરનો સમય હતો. ફરવાતો સાંજે જવાનું હતુ એટલા માટે એ બપોરના સમયે આરામ કરે છે.

સાંજ પડે છે. ઇકબાલની આંખ અચાનક ખુલી જાય છે એની નજર ઘડિયાર તરફ જાય છે. ઘડિયારમાં જોવે છેતો પાંચ વાગ્યા હતા. એ બહાર બેઠી હતી એ આખા ઘરમાં જોવે છે અલીશા ક્યાંય દેખાતી ન હતી. ઇકબાલ વિચારે છે કે અલીશા હજી સુધી કેમ આવી નથી એને આવી જાવું જોઈતું હતું.

" સાયરા, અલીશા હજી સુધી આવી નથી? કયારની ગઈ છે? " ઇકબાલ સાયરાને કહે છે.

" આવતી જ હશેએ તમે ફ્રેશ થઈ જાવ હું ચા મુકું છું એટલી વર્માબે લગભગ આવી જાશે! "

ઇકબાલ ફ્રેશ થઈ જાય છે. સાયરાએ ચા બનાવીને રાખી હતી. ઇકબાલ ચા પીતો હતો ત્યાં જ અલીશા આવે છે. ઇકબાલના હાથમાં રહેલી રકાબીએ નીચે મૂકી દેય છે.

" શુ થયું હતું આટલું મોડું કેમ થયું? "

" પપ્પા તમે પણ ઘણાં સમય પછી બહેનપરીને મળી હતી એના ઘરે ગઈ હતી. "

" ભલે ભલે કઈ વાંધો નઈ!, ચાલો જાવું છેને? "

" હા પપ્પા મમ્મી કામ પૂરું કરી લેય એટલે જઈએ અને હું પણ મમ્મીને કામમાં મદદ કરું એટલે ઝડપ થાય. "

ઇકબાલએ થોડા સમય માટે ફ્રી હતો એટલે લેપટોપ કાઢીને ઇમેઇલ ચેક કરે છે. ત્યાં જ થોડીવારમાં ઘરનું બધું કામ પૂરું કરીને અલીશા આવે છે.

" પપ્પા ઘરનું બધું જ કામ પૂરું થઈ ગયું છે ચાલો આપણે નીકળીએ... "

ઇકબાલ કારની ચાવી લઈને બહાર નીકળે છે. અલીશા અને સાયરા પણ બહાર નીકળે છે. એ બધા જ કારમાં બેસી જાય છે. ઇકબાલ કાર શરૂ કરીને આગળ નીકળે છે. સાંજનો સમય હતો અચાનક જ વાતાવરણમાં ફેરફાર થાય છે ખૂબ જ વેગથી ફૂંકાય રહ્યો હતો. એ પવનથી ઊડતી ધુર ઇકબાલની કાર ઉપર આવતી હતી.

" પપ્પા તમે કાર થોડીવાર માટે સાઈડમાં પાર્ક કરી દયો. "

આ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા ત્રણેય વિચારમાં પડી ગયા હતા કે આ પણ કઈ... ઇકબાલને આવું પહેલા પણ બની ગયું હતું આ બધું ઇકબાલ માટે નવું ન હતું એટલે સૌભાવિક છે કે આ બધું જોઈને ઇકબાલના મનમાં એ વૃદ્ધ વિશેના વિચારો આવે!

થોડી જ વારમાં પવન શાંત પડે છે. એ કારને ગાર્ડન તરફ લઈલે છે. ગાર્ડનની બહાર કાર પાર્ક કરીને બધા જ ગાર્ડનમાં જાય છે. એ ગાર્ડનની અંદર જઈને બેસે છે. એ સાથે કોઈ નાસ્તો લઈને આવ્યા ન હતા. ઇકબાલ પહેલા જ્યારે ગાર્ડનમાં આવતો ત્યારે પહેલાથી જ સેવ મમરા લઈ લેતો. એ સેવ મમરા સાથે તીખા ચણા ખાવાની ખૂબ જ મજા આવતી. એક બાજુ ઠંડો પવન આવતો હોય અને સાથે સાથે નાસ્તો કરતા હોય એટલે એની મજા જ કઈ અલગ હતી. પણ અત્યારે કઈ ન હતું.

ઇકબાલ ગાર્ડનની બહારથી મમરાની શોધમાં હતો. એ દરેક દુકાનની અંદર જઈને પૂછતો હતો કે મમરા છે અંતે એ પેકેટવાળા મમરા લયલે છે. બધા જ એ મમરાનો નાસ્તો કરે છે. ગાર્ડનમાં નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ હતી. જ્યારે આપણે ક્યાંક બહાર હોઈએ અને કોઈ પણ વસ્તુ ભેગા થઈને ખાઈએ એટલે એની મજા જ કઈ અલગ હોય છે.

બાજુમાં જ એક પાર્ક હતું. એની અંદર વિવિધ પ્રકારની રાઈડ્સ હતી. અલીશાની ઇરછા હતી કે એ રાઈડ્સમાં બેસે. એ ત્રણેય લોકોએ પાર્કમાં જવા નીકળે છે. પાર્ક ખૂબ જ મોટું હતું એની અંદર વિવિધ રાઈડ્સ હતી.

એ બધી રાઈડ્સમાંથી એક સૌથી મોટી રાઈડ્સ હતી. અલીશાને એમાં બેસવાની ઇરછા થાય છે. એ રાઈડમાં બે વ્યક્તિઓ બેસી શકે એટલા માટે અલીશા સાયરાને લેય છે.

અલીશા અને સાયરા બને રાઈડ્સમાં બેસી જાય છે. આ બાજુ જે રાઈડ્સમાં બેસવાના છે એ ડરતા ન હતા એનાથી પણ વધારે ડર ઇકબાલને લાગતું હતું. ઇકબાલને એવું લાગી રહ્યું હતું કે એ ડોસો અહીં કઈક જ છે. એવુ એને મનોમન લાગી રહ્યું હતું.

ઇકબાલને એવું લાગે છે કે અહીં કઈક ગરબડ છે. રાઈડ્સ પણ ઉંચાઈ સુધી હતી એટલે અકસ્માત થવાનો ભય રહે, ઇકબાલ અલીશા અને સાયરાને રોકવાનું વિચારે છે. પણ એ કહે એ પહેલાં જ રાઈડ્સ શરૂ થઈ જાય છે. ઇકબાલના હૃદયના ધબકારા વધી જાય છે. જ્યાં સુધી એ પુરી ન થઈ ત્યાં સુધી એની નજર એક ધારી રાઈડ્સ ઉપર જ હતી.

અંતે સલામત રીતે એ બને રાઈડ્સમાંથી નીચે ઉતરે છે. ત્યારબાદ વિવિધ રાઈડ્સની અંદર બેસે છે. એ હોરર હાઉસ હોય કે વિડિઓ ગેમ રૂમ હોય, લેક બતક... વિવિધ રાઈડ્સમાં બેસે છે.

આટલી બધી રાઈડ્સમાં બેસીને એ બધા જ થાકી ગયા હતા. હવે માંડ માંડ ચલાય એવી સ્થિતિ હતી. ખાવાનું બાકી હતું. ઇકબાલ કાર હોટલ તરફ લઈલે છે બધા જ જમીને ઘરે જવા નિકળે છે.

ક્રમાંક