Monica - 2 - The last part in Gujarati Thriller by Akshay Bavda books and stories PDF | મોનીકા - ૫ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

મોનીકા - ૫ - છેલ્લો ભાગ

જેથી તારો પતિ ખૂબ ચિડાઈ ગયો અને મને ફોન કરી ને આજે એકલી આવજે નહિ તો તારી બેન ને મૂકી દઈશ એવી ધમકી આપી.

મને અર્ધનગ્ન હાલત માં જોઈ લીધા પછી તેની હવસ અને વાસના ખૂબ વધી ગઈ હતી. તેના કહેવા પ્રમાણે મારી પાસે એકલા જવા શિવાય કોઈ ઉપાય હતો નહિ અને હું તે ઘાત લગાવી ને બેઠેલા સાપ ના દર માં ઉંદર ની જેમ પહોંચી ગઈ.

મોનિકા: તે આટલો બધો નાલાયક નીકળશે તેની મે સ્વપ્ન માં પણ કલ્પના ન કરી હતી.તેનું બાળક મારી ગયું તેની પત્ની હોસ્પિટલ મા હોવા છતાં તે પોતાની સાળી સાથે શરીરસુખ માણવાનું વિચારતો હતો? અને મને ગુસ્સો તો તેના કરતાં તારા પર વધારે આવે છે. આવા માણસ સાથે તે મારું ભવિષ્ય નો વિચાર કરી ને પોતાની જાત તેને સોંપી દીધી. તેના કરતાં તો મારા છૂટાછેડા થઈ જવા દેતી.

મૈત્રી: મારી વાત સાંભળ હું તેને બોલાવી એટલે ચોક્કસ એકલી તો ગઈ જ હતી પણ તું જેવું વિચારે છે તેવું અમારી વચ્ચે કઈ જ થયું નથી. મમ્મી ને ૪-૫ દિવસ સાથે લઈ ને ટિફિન આપવા જતી હતી ત્યારે હું તેના જમવા માં એવી દવા ભેળવતી હતી જેથી તે થોડા સમય માટે નપુંસક થઈ જાય. જેથી હું એકલી ગઈ ત્યારે તેને મારી મરજી વિરુદ્ધ મને અર્ધનગ્ન કરી પરંતુ દવા ના લીધે અને ઉત્તેજના ના અભાવ ના કારણે તે કશું જ કરી ન શક્યો. આમ ને આમ તે પ્રયાસ કરતો પણ કશું કરી શકતો નહિ. અને અંતે મારી આ યાતના નો અંત આવ્યો અને તને ડોક્ટર એ રાજા આપી દીધી. માટે જ તને રાજા આપ્યા પછી હું તારા ઘરે ઓછી આવતી હતી. કારણકે મારા મા તારી સાથે આખ મિલાવવાની હિંમત ન હતી અને પેલા નાલાયક ને પણ હું મારી સામે સહન કરી શકતી ન હતી. પણ હા તને કેવીરીતે ખબર પડી કે મારી સાથે આવું કંઈ બન્યું છે?

મોનિકા: ભગવાન ની કૃપા કે તારી ઈજ્જત ની તેને રક્ષા કરી. અને હા જે દિવસે મારા ટકા તૂટી ગયા તે દિવસ એ મને બાળક ના મૃત્યુ ના લીધે રડવું ન આવ્યું હતું. પરંતુ તારી સાથે તું ત્યાં ગઈ ત્યારે આપણો ફોન ચાલતો હતો. મને એમ કે તું કટ કરીશ અને તને એમ કે હું કટ કરીશ તેમાં આપણો ફોન ચાલતો રહ્યો. મારું લગભગ ૧૨ મિનિટ બાદ ધ્યાન ગયું અને મે ફોન કાન પર લગાવ્યો અને મારા પગ નીચે થી જમીન ખસી ગઈ. નૈતિક તારી સાથે બળજબરી કરી રહ્યો હતો. મને શું કરવું કઈ સમજાતું ન હતું અને હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી જેથી મારા ટાકા તૂટી ગયા અને હું બેહોશ થઈ ગઈ. મને તો તે દિવસ પછી ભાન આવ્યું ત્યાર થી એવું જ લાગ્યું હતું કે નૈતિક તેના ગંદા ઈરાદાઓ પાર પાડવા માં સફળ થયો. અને તું મારી જિંદગી બરબાદ ના થાય માટે ચૂપચાપ બધું સહન કરી ને બેસી ગઈ.
માટે તારી સાથે થયેલા અન્યાય નો બદલો લેવા મે વિચાર કર્યો. મે ઘણા દિવસ વિચાર્યા બાદ મને મારી લેબ માં આવેલ મર્ડર નો એક કેસ યાદ આવ્યો. જેમાં Thallium ખૂબ ઓછી માત્રા માં વધારે દિવસ આપી ને મર્ડર ને નેચરલ ડેથ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. મે પ્લાન બનાવ્યો હું તેને રોજ ૦.૪ગ્રામ નો ડોઝ જમવા માં ભેળવી ને આપતી હતી. જે થી તેને કોઈપણ ડોક્ટર ના રિપોર્ટ માં પકડી ન શકાય અને ધીમે ધીમે નૈતિક ના અંદર ના અંગો સડી જાય.અંગો સડવાની પ્રક્રિયા થોડી જડપી થઈ જેથી મને બીક હતી કે ડોક્ટર પોઈઝન ટેસ્ટ ના કરે માટે મે બધી વાત વાળવા ભુવા ને વચ્ચે લાવી. અને હું સફળ પણ થઈ કોઈ પણ ને ખબર ન પડી કે મે મારા નાલાયક પતિ ને સમજી વિચારી ને અને એક માસ્ટર પ્લાન સાથે તડપાવી તડપાવી ને મોત ને ઘાટ ઉતર્યો. પરંતુ તેના માતા પિતા નો શું વાંક? માટે અત્યારે હું તેમની સાથે રહી છું અને તેમના ઘડપણ નો સહારો બનીશ. પણ તને મારા બેડરૂમ મા થી આ બોટલ કેવીરીતે મળી?

મૈત્રી: તારા પતિ ના બારમા ના દિવસે હું વોશરૂમ જવા તારા રૂમ માં ગઈ અને ત્યાં મે તારો કબાટ તપાસ્યો તેમાં થી મને બોટલ મળી.

મોનિકા: તે મારો કબાટ કેમ તપાસ્યો?

મૈત્રી: તારો પતિ મરી ગયો હતો છતાં પણ તારા ચહેરા પર મને એટલું દુઃખ જણાતું ન હતું હું તારી સાથે નાનપણ થી છું એટલે મને ખબર પડી કે કઈક દાળ માં કાળું છે. જેથી હું તારા પર નજર રાખતી હતી અને તે ભૂલ પણ કરી તું દસમા દિવસે ભુવાને પૈસા પણ આપવા ગઈ હતી ત્યારે મે તારો પીછો કર્યો હતો. ત્યાર બાદ બારમા ના દિવસે મને મોકો મળ્યો અને ને તારો રૂમ તપાસ્યો અને મને ખબર પડી કે તારા પતિ નું મૃત્યુ કોઈ પ્રેત આત્મા ના લીધે નહિ પરંતુ તે તેનું કતલ કર્યું છે.

મોનિકા: હા મે જે કર્યું છે તેનો મને જરા પણ અફસોસ નથી આવા નરાધમો ને મારા મત મુજબ જીવવાનો કોઈ અધિકાર જ નથી..
ચાલ હવે ખૂબ મોડું થઈ ગયું છે ઘરે મમ્મી તારી અને મારા સાસુ સસરા મારી રાહ જોતા હશે. જે થઈ ગયું તેને ભુલાવી ને અને હસતા મોઢે હવે જીવન પસાર કરીશું તેવું આપડે બંને એ એકબીજા ને વચન આપવું પડશે અને ત્યાર બાદ આપણે ઘરે જઈએ. બંને બહેનો હંમેશા ખુશ રહી ને જીવન વિતાવવા નું એકબીજા ને વચન આપે છે અને એકબીજા ને ભેટી ને રડી પડે છે..ખૂબ રડ્યા બાદ બંને બહેનો છૂટી પડે છે અને ઘર તરફ પ્રયાણ કરે છે… નૈતિક નું મર્ડર એ એક નેચરલ ડેથ બની ને જ રહી જાય છે….

******** સમાપ્ત. *********