કહાની શરૂ.............
સવારનો સમય હતો.જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં બધા સ્ટુડન્ટસની ચહલ-પહલ ચાલી રહી હતી.અમુક પોતપોતાના ગ્રુપમાં ઉભા ઉભા વાતો કરતા હતા,અમુક એકલા બેસીને મોબાઈલ ફેંદી રહ્યા હતા તો અમુક બુકમાં કઈક વાંચી રહ્યા હતા.કોલેજના મેઈન દરવાજા પર બેસેલા વોચમેન કાકા વારંવાર વિસલ મારી બધા સ્ટુડન્ટસને પોતપોતાના ક્લાસમાં જઈને બેસવાનો આગ્રહ કરી રહ્યા હતા.પણ કોલેજના સ્ટુડન્ટસ કોઈની વાત માને તો એ કોઈલેજમાં નઈ સ્કૂલમાં હોય એમ લાગે.એટલામાં એક માણસ ગણપતિની અને સરસ્વતી માતાની મૂર્તિ સામે હાથ જોડીને અંદર આવે છે અને વોચમેનને પૂછે છે,"દેવ સર આવી ગયા છે?"
"હા,એમના કેબિનમાં છે"વોચમેનકાકા બોલ્યા.
કેબિન પાસે પહોંચી કાચના દરવાજા પર બે ટકોરા મારતા માનુજ બોલે છે."Excuse Me,શું હું અંદર આવી શકું?"
(માનુજ દવે:-આઈ ટી એન્જીનીયર જે છેલ્લા એક વર્ષથી કોઈ પ્રાઈવેટ કમ્પનીમાં નોકરી કરતો હતો.એના મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો.સ્વભાવે શરમાળ અને બોલવાનું બહુ જ ઓછું.)
"હા પ્લીઝ,આવને ભાઈ.તું અહીંયા કેમનો?"દેવ સ્માઈલ આપતા પૂછ્યું.
(દેવ પટેલ:-એક પ્રાઇવેટ કોલેજ(જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટ)નો આસિસ્ટન્ટ પ્રોફેસર.સ્વભાવમાં મસ્તીખોર,લાગણીશીલ.માનુજનો સ્કૂલ ફ્રેન્ડ.આમતો ઘણા સમયથી એ લોકો અલગ પડી ગયા હતા આગળની સ્ટડીના લીધે,પણ એમની દોસ્તી પેલા જેવી જ હતી.એ લોકો ૧૫ દિવસમાં એક વાર તો ચા ની કિટલીએ મળતા જ હતા.)
"અહીંયાંથી નીકળતો હતો તો મને થયું તને મળતો જઉં" માનુજ બોલ્યો.
"બરાબર બરાબર શું લઈશ બોલ,ચા કે કોફી?" દેવ એ પૂછ્યું.
"ના ભાઈ બસ હમણાં જ ઘરેથી ચા-નાસ્તો કરીને નીકળ્યો"માનુજ બોલ્યો.
"કંઈક તો લે યાર ચાલ હું આપણી સ્પેશિયલ મસાલાવાળી ચા મંગાવું"દેવ બોલ્યો.
( દેવ પટાવાળાને બોલાવી કેન્ટીનમાંથી બે મસાલાવાળી ચા મંગાવે છે. )
"શું થયું?" દેવ એ પૂછ્યું.
"કંઈ નઈ.કેમ?"માનુજને કઈ સમજ ના પડતા પૂછ્યું.
"મારી આગળ ફોર્મલિટી કરવાની જરૂર નથી.ચાલ બોલ શું થયું છે,કેમ આમ ઉદાસ લાગે છે?"દેવ એ પૂછ્યું.
(માનુજ જાણતો હતો કે દેવને બધાના ચહેરા વાંચતા બહુ જ સારી રીતે આવડે છે.હવે એને એની પ્રોબ્લેમ દેવ સાથે ડિસ્કસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.)
"હા,કહેવું તો છે પણ કઈ રીતે કહું એ ખબર નથી પડતી" એકદમ ધીમા અવાજે માનુજ બોલ્યો.
"અરે મોઢેથી બોલ કાંતો લે આ પેન-પેપર લખી ને કહે મને"દેવ એ હસતા હસતા કહ્યું.
"ના ના એવું કંઈ નથી"
"તો બોલ"
"યાર મારા મમ્મી..........
"શું થયું આન્ટી ને,એ ઠીક તો છે ને?"
"હા,એ ઠીક છે"
"તો?"
"મમ્મી-પપ્પા મારા લગ્ન માટે ઉતાવળ કરે છે"
"તો એમાં ખોટું શું છે?"
"ખોટું તો નથી પણ...........
"પણ શું.... છોકરો હવે મોટો થઈ ગયો છે"દેવ હસતા હસતા કહે છે.
"દેવ આઇ એમ સિરિયસ"માનુજ ગુસ્સે થઈને બોલે છે.
"સોરી સોરી બોલ આગળ"દેવ એની હસી રોકતા બોલે છે.
"મારી નોકરી મળ્યા પછી મમ્મી લગ્ન માટે બહુ ફોર્સ કરે છે.રોજ સવારે નાસ્તા પર કે સાંજે જમવા પર આજ વાત કર્યા કરે છે,હું એમ કહું કે અત્યારે નહીં તો કહે છે "અત્યારે નહીં અત્યારે નહીં કરે છે પછી સારી છોકરી નઈ મળે"રોજ આને આ વાત સાંભળી કંટાળી ગ્યો છું.એક તો કામનો લોડ અને પછી આ બધી વાતો સાંભળીને મારુ મગજ ફાટી જાય છે અને તને તો ખબર છે ને હું કોઈ વાત મગજમાંથી જલ્દી નથી નીકાળી શકતો"માનુજ એકી શ્વાસે એના મનની વાત બોલી દે છે.
"ચિલ બ્રો(બાજુમાં પડેલ પાણીનો ગ્લાસ માનુજને આપતા શાંતિથી સમજાવતા દેવ કહે છે) હું તારી વાત સમજી શકું છું પણ સાચું કહું તો આન્ટીની વાત પણ ખોટી નથી"
માનુજ પાણીનો એક ઘૂંટડો પીને ગ્લાસ ટેબલ પર મુકતા બોલે છે"કંઈ જ ખોટું નથી હું સમજુ છું એમને મારી ચિંતા છે એટલે મને કહે છે પણ............માનુજ બોલતા બોલતા અટકી જાય છે.
"પણ શું?"દેવ પૂછે છે.
"પણ મારે પહેલા મારુ કરિયર સેટ કરવું છે"
"હા,તો સેટ જ છે ને, જોબ તો ચાલુ છે તારી"
"હા જોબ છે પણ......
"પણ શું?"
"કંઈ નહીં જવા દે તું નઈ સમજે"
"તો તું સમજાવ કે હું શું નથી સમજતો"
"પછી કોઈ વાર,અત્યારે લેક્ચર લેવા જા તારા સ્ટુડન્ટસ તારી રાહ જોવે છે"માનુજ વાત બદલતા બોલ્યો.
દેવ ઘડિયાળ સામે જોતા બોલે છે."હજી અડધા કલાકની વાર છે તું વાત ના બદલીશ"
"વાત નથી બદલતો મારે ઓફીસ જવાનું છે મોડું થાય છે"માનુજ બોલ્યો.
(એટલામાં કાચના દરવાજા પર ફરી બે ટકોરા પડયા એટલે માનુજ અને દેવ બંને દરવાજા તરફ જોવા લાગ્યા.)
"કેન આઇ કમીન સર?"નિત્યા એ પૂછ્યું.
(નિત્યા પટેલ:-જાગૃતી ઇન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર.જે એને બહુ સારી રીતે જાણતું હોય એના સામે બેફિકર બોલતી પણ જે એને ના ઓળખતું હોય એમના માટે એકદમ શાંત.સ્વભાવે બહુ જ ઇમોશનલ હોવાથી એ કોઈ સાથે જલ્દી એટેચ થઈ જતી. દેવ અને નિત્યાના પપ્પા બિઝનેસ પાર્ટનર હતા તેથી આ બંને પણ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા.એ બંને છેલ્લાં છ વર્ષથી સાથે હતા.કોલેજના પાંચ વર્ષ અને એક વર્ષથી બંને જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરી રહયા હતા.આમ તો બંને એક-બીજાના ટક્કર વિરોધી.એક સૂરજ તો બીજું ચાંદ,એકને ચા ભાવે તો બીજાને કોફી,વિચારોમાં પણ એ બંનેનું આવું જ કંઈક હતું,પણ બંને ક્યારેય એક-બીજાનું કે એક-બીજાના વિચારોનું અપમાન નઈ કરતાં અને કદાચ આ જ કારણ હતું એ બંનેને આટલા લાંબા સમય સુધી સાથે રહેવાનું.અમુક વાર નવા સ્ટુડન્ટસને તો એવો ભ્રમ થઈ જતો કે આ બંનેના વચ્ચે કઈક હશે,પણ એવું કંઈ ન હતું એ બંને બહુ સારા મિત્ર હતા એનાથી વધુ કઈ નહીં.આમ તો નિત્યા અને દેવ એકબીજાને નામથી જ બોલાવતા પણ કોલેજમાં સર અમે મેમ કહીને બોલાવતા.)
"હા,આવોને મેડમ.મારાથી તમને ના કહેવાય"દેવ સ્માઈલ સાથે બોલ્યો.
નિત્યા આવીને માનુજની બાજુવાળી ખુરશી ખેંચીને બેસે છે અને દેવને એક બુક આપતા કહે છે,"લે આ લાયબ્રેરીમાંથી મંગાવી હતી ને તે"
"હા"દેવ બુક જોતા બોલે છે.
"Anything Serious"દેવ અને માનુજના ગંભીર ચહેરા જોતા નિત્યા પૂછે છે.
"ના ના એવું કંઈ નથી,ચાલ દેવ હું નીકળું પછી મળીએ"માનુજ બોલ્યો.
નિત્યા માનુજને ઓળખતી ન હતી એટલે એને દેવને ઇશારામાં પૂછ્યું."આ કોણ છે?"
"આ મારો સ્કૂલ ફ્રેન્ડ માનુજ અને માનુજ આ મારી બેસ્ટ ફ્રેન્ડ અને એક હોનહાર પ્રોફેસર નિત્યા પટેલ"દેવ એ ઓળખાણ આપતા કહ્યું.
"હેલો"નિત્યા સ્માઈલ સાથે બોલી.
"હેલો"માનુજ પણ સ્માઈલ સાથે બોલ્યો.
"માનુજ તારી વાતનું સોલ્યુશન નિત્યા બહુ સારું આપી શકશે,કેમ કે તું કહે છે ને કે હું નથી સમજતો તારી વાત એ વાત નિત્યા બહુ જ સારું સમજી શકશે.આમ પણ અમે બંને ઓપોઝિટ થીંકિંગ વાળા છીએ"દેવ એ માનુજને રોકાવા માટે કહ્યું.
"શું વાત છે દેવ?"નિત્યાને કંઈ સમજ ન પડતું હોવાથી એને પૂછ્યું.
"અરે જોને આ માનુજને લગ્ન કરવાની બહુ ઉતાવળ આવી ગઈ છે સારી છોકરી હોય તારી નજરમાં તો કહેજે"દેવ એ હસતા હસતા કહ્યું.
"દેવ....."માનુજ ગુસ્સામાં બોલ્યો.
"અચ્છા સોરી સોરી"કાન પકડતા દેવ બોલ્યો.
"તમારા બંનેનું પત્યું હોય તો મને કહેશો શું વાત છે"નિત્યા અકળાઈને બોલી.
ત્યારબાદ થોડી વાર પહેલા દેવ અને માનુજ વચ્ચે જે વાત થઈ હતી એ બધી જ દેવે નિત્યાને કહી.
આગળ કોઈ કંઈ બોલે એ પહેલાં દરવાજા પર ફરી ટકોરા પડ્યા.મોહનકાકા ચા લઈને અંદર આવ્યા અને બે ચા ટેબલ પર મુકતા બોલ્યા"નિત્યા મેડમ તમારા સ્ટુડન્ટસ એક્સ્ટ્રા ક્લાસ માટે તમારી રાહ જોવે છે"
(નિત્યા અઠવાડિયામાં એક વાર એક્સ્ટ્રા ક્લાસ લેતી.જેમાં એ સ્ટુડન્ટ્સના કરિયરને લઈને ડિસ્કસ કરતી,અમૂકવાર સ્ટડી ને લગતી ગેમ્સ રમાડતી જેથી સ્ટુડન્ટસને પણ ભણવામાં વધારે રસ રહેતો,અમુક એના પર્સનલ અનુભવો પણ શેર કરતી,અમુક સ્ટુડન્ટસને પણ એમના અનુભવો શેર કરવાનું કહેતી.કોલેજમાં પ્લેસમેન્ટ વખતે ઇન્ટરવ્યૂમાં જે સવાલો પૂછવામાં આવે છે એ વિશે પણ ડિસ્કસન ચાલતું.કોલેજના બધા જ સ્ટુડન્ટસ આ એક્સ્ટ્રા ક્લાસ મિસ કરવાનું હંમેશા ટાળતા કેમ કે એ લોકોને આ ક્લાસમાંથી ઘણું બધું શીખવા મળતું અને મજા પણ આવતી હતી.કોઈ કોઈ વાર દેવ અને બીજા પ્રોફેસરો પણ આ ક્લાસમાં જોડાતા.)
"અરે હા,હું ભૂલી જ ગઈ.સારું થયું તમે યાદ કરાવ્યું.થેંક્યું મોહનકાકા"નિત્યા એ કહ્યું.
ત્યારબાદ મોહનકાકા દેવના કેબિનની બહાર નીકળી ગયા.નિત્યા પણ "મારે મોડું થાય છે ક્લાસ માટે સોરી"એમ કહીને એ પણ ક્લાસ લેવા જતી રહી.માનુજ પણ એની ઓફીસ માટે નીકળી ગયો અને થોડી વાર રહીને દેવ પણ એના લેક્ચરનો ટાઈમ થયો હોવાથી એ પણ લેક્ચર લેવા જતો રહ્યો.
શું માનુજ નિત્યા સાથે આગળની વાત શેર કરશે?
આગળની વાત શું હશે?