Mrugjal - 18 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | મૃગજળ. - ભાગ - ૧૮

Featured Books
Categories
Share

મૃગજળ. - ભાગ - ૧૮

નીરો

" તેજસ, મારું મગજ કામ નથી કરી રહી યાર. તું એમ કર મારા માટે નીરો લઈ આવ કદાચ એને પીધા પછી મારું દિમાગ કામ કરવાનું શરૂ કરે." મેં તેજસ ને કહ્યું.

( નીરો - તાડ ના ઝાડ નો રસ ).

" ના ભાઈ, એને પીધા પછી તને નશો થઈ જાય છે. પછી તું કોઈના માન્યા માં નથી રહેતો. તું મારા માટે કોઈ સમસ્યા ઊભી કરશે એના કરતાં તું રહેવા દે." તેજસે કહ્યું.

" એવું કશું નહિ થાય, તને કહું છું એટલું કર ને મારા ભાઈ." મેં આજીજી કરતાં કહ્યું.

"જો જે ભાઈ કોઈ સીન ના ઊભો કરતો." તેજસે કહ્યું.

"હા ભાઈ હા, હું પીધાં પછી કઈ નહિ બોલું બસ." મેં આશ્વાસન આપતા કહ્યું.

તેજસ ગામમાં ગયો અને મારા માટે ૨ લિટર નીરો લઈ આવ્યો. સાંજના ૭ વાગ્યાં નો સમય હતો. હું એ બધો નીરો એક સામટો પી ગયો. પહેલાં તો કશું થયું નહિ પણ એના અર્ધા કલાક પછી મારા ઉપર નીરા નો નશો સવાર થઈ ગયો.

" જે થઈ રહ્યું છે એ સારું નથી થઈ રહ્યું ભાઈ, તદ્દન ખોટી થઈ રહ્યું છે મારી સાથે." મેં તેજસ ને કહ્યું.

( હવે આનું ચાલું થશે તેજસે મનમાં કહ્યું.)

"હા ભાઈ, પણ સામે વાળુ વ્યક્તિ જ ફરી જાઈ તો પછી એમાં આગળ આપણે શું કરી શકવાના." તેજસે કહ્યું.

"શું મારા નસીબ માં આવો જ અંત લખ્યો હશે ?" મેં કહ્યું

" જે કઈ પણ લખ્યું હશે એ સારું જ લખ્યું હશે અને આગળ જે કઈ પણ થશે એ પણ સારું જ થશે." તેજસે કહ્યું.

" પણ મે કોઈનું શું બગાડ્યું છે તો મારી સાથે આવું થઈ રહ્યું છે." આટલું કહેતાં મારી આંખ માં આંસુ આવી ગયા.

" હવે એ તો ભગવાન જ જાણે પણ મને તો એટલું ખબર છે કે સારા વ્યક્તિ સાથે હંમેશા સારું જ થાય." તેજસે કહ્યું.

" શું કિન્નરી મને નહિ મળે ?" આટલું કહેતાં ની સાથે હું તેજસ ને વળગી પડ્યો, હવે મારા મોંમાં થી શબ્દો ના બદલે આંસુ નીકળી રહ્યા હતા.

" નિખિલ ચૂપ થઈ જા. બધું સારું જ થશે તારી સાથે કઈ ખોટું નહિ થાય. ભગવાન સારા વ્યક્તિ સાથે કઈ પણ ખોટું નથી થવા દેતો, તું વિશ્વાસ રાખ." તેજસે સાંત્વના કહ્યું.

" પણ મને નથી લાગતું કે મારી સાથે હવે કઈ પણ સારું થાય." મેં કહ્યું.

" બધું સારું જ થશે મારા ભાઈ, તું નશામાં નાહક નો નકારાત્મક વિચારે છે. એટલે જ મે તેને પીવાની મનાઈ ફરમાવાઈ હતી. તું હવે વધારે બોલીશ નહિ ચૂપ થઈ જા. તું હવે સૂઈ જા આપણે હવે કાલે સવારે વાત કરીશું." તેજસે કહ્યું.

" ભગવાન આના તરફ જોજે, આની સાથે કઈ પણ ખોટું ન થવા દેતો, નહિ તો એનો વિશ્વાસ તારા ઉપર થી ઉઠી જશે." તેજસે ભગવાન ને યાદ કરતા કહ્યું.

લગ્ન પ્રસંગ

મારા મોટા પપ્પા ના છોકરા ના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું પણ મારા પપ્પા ના ભાઈ ૫ દિવસ અગાઉ જ નિધન થયું હોવાથી પરિવાર ના સભ્યો નું ત્યાં જવું શક્ય ન હોવાથી લગ્નમાં હાજરી આપવા મને અને તેજસ ને મોકલવામાં આવ્યા.

મને હમેશા લગ્નમાં માં જવાની આળસ આવતી હતી પણ મારું લગ્નમાં જવાનું મુખ્ય કારણ એ હતું કે લગ્ન અંકલેશ્વર માં હતું. જેમનું લગ્ન હતું એ કિન્નરી ના ફોઈ નો છોકરો હતો. માટે લગ્નમાં કિન્નરી ને મળવાની આશા એ મે લગ્ન માં જવાનું વિચાર્યું.

લગ્નના આગલા દિવસે જમણવાર અને ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું. મારી પેટ ની સમસ્યા નું હજી કઈ નિરાકાર આવ્યું ન હતું અને એજ દિવસે મે ડૉક્ટર ને મળવાનો સમય લીધો હતો. હું અને તેજસ ડૉક્ટર પાસે ગયા. દવાઓ અને તકલીફ સબંધી માહિતી લઈને અમે બંને ઉતાવળ માં લગ્નમાં પહોંચ્યા.

અમે બંને લગ્નમાં પહોંચ્યા ત્યારે ત્યાં મોસાળું લેવાઈ રહ્યું હતું કિન્નરી પણ મોસાળમાં હતી. મેં કિન્નરી ને ઘણા ઈશારા કર્યા પણ એણે મને જોયો જ ન હોઈ એવો ડોળ કર્યો. આ જોઈ હું ઘણો નિરાશ થયો.

મોસાળું પત્યા બાદ જમણવાર સરું કરવામાં આવ્યો. હું કિન્નરી ની બરોબર પાછળ જમવા બેઠો હતો. કિન્નરી એના ઘરના સભ્યો સાથે જમી રહી હતી. હું કિન્નરી ને દેખાઉં એ રીતે એની સામે જમવા બેસી ગયો. કિન્નરી તો પણ મારી સામે જોઈ ન રહી હતી જાણે એ મને ઓળખતી જ ન હોય. મારી નિરાશ હવે વધી રહી હતી મેં જમવાનું પણ એમનું એમ મૂકી દીધું એને હાથ ધોઈ લીધા.

તેજસે ન જમવાનું કારણ પૂછતાં મે પેટ નું બહાનું બનાવી દીધું. કિન્નરી નું આમ મને નજર અંદાઝ કરવું મારા થી સહન ન થતું હતું માટે મે ગુસ્સામાં ને ગુસ્સામાં લગ્ન માં થી જતાં રહેવાનું વિચાર્યું.

હું અને તેજસ બાઇક લઇને મારા મામાંના ઘરે આવી ગયા જ્યાં હું રહેતો હતો.

બીજા દિવસે જાન માં જવા માટે બસ જવાની હતી અને મારે અને તેજસે પણ જવાનું હતું. હું અને તેજસ નિર્ધારિત સમયે ત્યાં પહોંચી ગયા બસ ઉપાડવાની તૈયારી જ હતી અને અમે એને પકડી લીધી. અમે બંન્ને ત્રણ ની સીટ પર જઈને બેસી ગયા. બસ હવે ઉપડી રહી હતી અને હવે મને કિન્નરી ને મળવાનો અને વાત કરવાની આશા છોડી દીધી હતી. એટલામાં બસ ઊભી રહી અને કિન્નરી અને એના મમ્મી બસમાં ચઢયા. આખી બસ માણસો થી ભરાયેલી હતી માત્ર મારી આગળની સીટ જ ખાલી હતી માટે એ બંને ત્યાં આવીને બેસી ગયા.

કિન્નરી મારી સામે જોયું અને મને સ્મિત આપ્યું પણ મેં એની સામે ન જોવાનો ડોળ કર્યો. કિન્નરી એ સાડી પહેરી હતી જોઈને કહી રહ્યું હતું કે કોઈએ એને બળજબરી પૂર્વક સાડી પહેરાવી હોઈ. ગરમીમાં એનું શરીર રેબ જેબ થઈ રહ્યું હતું, જોઈને લાગતું હતું કે એનો બધો મેકઅપ હમણાં ધોવાઈ જશે.

કિન્નરી એ ધીમે ધીમે વાતચીત કરવાનું શરૂ કર્યું.

" તમે બંને એ મુંડન કેમ કરાવ્યું ?" એણે તેજસ ને પૂછ્યું.
"મારા મામાં નું નિધન થયું છે માટે અમે સુત્તક ઉતાર્યું છે." તેજસે કહ્યું.
હું વાતચીત થી ખુદ ને દૂર રાખવા માંગતો હતો. કિન્નરી થોડી થોડી વારે પાછળ ફરી મને જોયા કરતી હતી. થોડીવાર બાદ એણે પોતાનો ફોન કાઢ્યો અને ફોન માં ગેલેરી ખોલી અને નિખિલ ને એના ફોટોસ બતાવ્યા અને ઈશારા પૂછ્યું કે આમાં થી કયો ફોટો સારો છે, મે ઈશારા માં કહ્યું કે બધા ફોટોસ સારા જ છે.
કિન્નરી એ મને ફરી ઈશારા માં કહ્યું કે પાછળ જોઈને મારી ગરદન દુઃખી ગઈ છે મારા થી પાછળ નહિ જોવાઇ.
' મેં તને ક્યાં કહ્યું કે તમે પાછળ ફરીને મને જો' મે ઈશારા માં કહ્યું.

કિન્નરી ના બ્લાઉઝ ની ડોરી છૂટી ગઈ હતી પણ મારા થી કહેવાય એમ ન હતું માટે મે એને ટેક્સ્ટ કર્યો " તમારા બ્લાઉઝ ની સોરી છૂટી ગઈ છે". એણે તરત જ પોતાના બ્લાઉઝ ની દોરી બાંધી દીધી.

ત્યારબાદ અમારા વચ્ચે ઈશારા માં પણ કોઈ વાતચીત થઈ નહિ. લાંબુ અંતર કાપ્યા બાદ જાનૈયાઓ છોકરી વાળા ને ત્યાં આવી પહોંચ્યા. જાનૈયા ને ઉતારો સારી જગ્યા એ આપવામાં આવ્યો હતો. જાનૈયા માટે લીંબુ નું સરબત, કાચી કેરી નું સરબત વગેરે સુવિધાઓ રાખવામાં આવી હતી. થોડીવાર પછી જાનને જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. જાનૈયા ડીજે ના તાલે નાચતા નાચતા જમવા ના સ્થળે પહોંચ્યા. હું અને તેજસ પણ ખૂબ નાચ્યા. કિન્નરી પણ એના ઘરના સભ્યો સાથે ખૂબ ડાંસ કર્યો.

જમવાનું પત્યા બાદ મે ઘણાં પ્રયાસો કર્યા કે કિન્નરી સાથે વાત કરવા મળે જે થી બધી સમસ્યા નું કોઈ સમાધાન નીકળે પણ મને એ બધું અશકય લાગતું હતું.

( વધું આવતાં અંકે ).