Mrugjal - 15 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | મૃગજળ. - ભાગ - ૧૫

Featured Books
Categories
Share

મૃગજળ. - ભાગ - ૧૫


હમારી અધૂરી કહાની

૧૨ જૂન ૨૦૧૫, ના રોજ સાંજે લગભગ ૫ વાગ્યે કિન્નરી નો મારા ઉપર ફોન આવ્યો.

" કેમ આજે સાંજે એટલાં વાગ્યે ફોન કર્યો, એવું તો શું કામ આવ્યું ?" મેં ફોન ઉઠાવતાં ની સાથે કહ્યું.

"કેમ મારે કામ હોય ત્યારે જ ફોન કરવાનો ? આ તો હું અને મારી મેડમ " હમારી અધૂરી કહાની " ફિલ્મ જોવા ગયા હતા. એમાં ઇમરાન હાશ્મી ના કેરેક્ટર ને જોતા મને કોઈ ની યાદ આવી ગઈ એટલે મે તમને ફોન કર્યો," કિન્નરી ખુશી અનુભવતાં કહ્યું.

"તો જેની યાદ આવી હોય એણે ફોન કરવો જોઈએ ને, મને શું કામ ફોન કર્યો," મે કહ્યું.

"એ પણ સાચી વાત છે. પણ મૂવી મસ્ત હતી અને બધા ડાયલોગ પણ સુપર્બ હતા," કિન્નરી એ કહ્યું.

"તુમ્હારી ખુશી કે લિયે આપને પ્યાર કો કિસી ઔર કે હવાલે કર રહા હું" અને "હમ કિસી ઔર સે પ્યાર તભી કર સકતે હે જબ આપને આપ સે કરના છોદ દે" ઓસમ યાર," કિન્નરી એ કહ્યું.

" ડાયલૉગ પણ યાદ રહી ગયા સારું કહેવાય લે," મેં કહ્યું.

"મારે તો નોહતું જ જોવું પણ મેડમે દબાણ કર્યું માટે પછી વિચાર્યું કે હવે જોઈ જ જાઉં," કિન્નરી એ કહ્યું.

"સારું કર્યું એમ કાયમ કામ ને કામ હોય છે. થોડું બહાર ફરવું પણ જરૂરી છે," મે કહ્યું.

"તો તમે પણ જોઈ આવો," કિન્નરી એ કહ્યું.

" જોવાની તો ઘણી ઈચ્છા હતી મારી પણ સમય નથી મારી પાસે," મે કહ્યું.

" મોટા માણસ પાસે સમય ઓછો હોય," કિન્નરી એ હસતાં હસતાં કહ્યું.

"ફોન કરતાં પહેલાં તમે તમારા ભાઈ ને પૂછ્યું ?" મેં પૂછ્યું.
" ના કેમ ? એમાં ભાઈને શું પૂછવાનું ?" એણે કહ્યું.
"આપણું વાત કરવું એને પસંદ નથી એટલે અને ત્યારબાદ જ તમારું મારા તરફ નું વર્તુર્ણક બદલાયેલું છે માટે મે કહ્યું," મે કહ્યું.
" તમે જેવું વિચારો છો એવું કઈ નથી," એણે કહ્યું.
" તમારો જનમદિવસ ક્યારે છે ? ઑગસ્ટ માં છે એ તો મને ખબર છે પણ તારીખ મને ખબર નથી," કિન્નરી એ પૂછ્યું.
"એમાં કહેવાનું થોડું હોઈ, જાતે ખબર કાઢી લેવાની હોઈ. આપણે જેને ખાસ માનતા હોઈ એના વિશે ની બધી જાણકારી પણ રાખવી જરૂરી છે, જેવી રીતે મને ખબર છે કે તમારો જન્મદિવસ ૧૧, માર્ચ ના રોજ આવે છે," મે કહ્યું.

" એ તો હું જાણી લઈશ," એણે કહ્યું.
"મારા જન્મ દિવસ પર જો તમારો ફોન નહિ આવે તો હું પછી કોઈ દિવસ તમારી સાથે વાત નહિ કરું," મેં કહ્યું.
"સારું ના કરતાં બસ," એણે કહ્યું.
"ઓકે, ૫:૩૦ થઈ ગયા હવે મારો ઘરે જવાનો સમય થઇ ગયો,બાય," મેં કહ્યું.
"ઓકે બાય," કિન્નરી એ કહ્યું. ત્યારબાદ મેં ફોન કાપી નાખ્યો.

જન્મદિવસ

૨૪ ઓગસ્ટ, ૨૦૧૫ કિન્નરી નો મારા પર ફોન આવ્યો.

" મેની મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે, હેપ્પી બર્થડે ટુ યુ," કિન્નરી એ મારા ફોન ઉઠાવતા ની સાથે જ કહ્યું.
"પણ આજે મારી જન્મ દિવસ નથી," મેં કહ્યું.
" મને લાગ્યું કે તમારો જન્મદિવસ આજે છે," કિન્નરી એ કહ્યું.
" તમારી માહિતી ખોટી છે, આજે મારો જન્મ દિવસ નથી," મેં કહ્યું.
" તો પછી ક્યારે છે તમારો જન્મદિવસ ?" કિન્નરી એ પૂછ્યું.
" એ તમારે શોધવાનું, હું નહિ કહું," મેં કહ્યું.
" ઠીક છે," કિન્નરી એ કહ્યું.

મેં ફોન મૂકી દીધો.

ખરેખર મારો જન્મ દિવસ એના બીજા દિવસે હતો પણ કિન્નરી એ એના એક દિવસ અગાઉ જ મને ફોન મારી દીધો. એને લાગ્યું કે મારો જન્મ દિવસ ચોવીસ ઑગસ્ટ છે પણ એની માહિતી ખોટી હતી. મને તે દિવસે ઘણું ખોટું લાગ્યું કે કોઈ પોતાના ખાસ વ્યક્તિ ની આટલી પણ માહિતી ન રાખી શકે ?.

બીજા દિવસે મારો જન્મ દિવસ હતો, મે કિન્નરી ના ફોન અને મેસેજ ની રાહ જોઈ પણ કોઈ ફોન કે મેસેજ આવ્યો નહિ. આ વાત થી હું ઘણો નિરાશ થયો. રાત્રે લગભગ ૮ ના ગાળા માં કિન્નરી નો મેસેજ આવ્યો. " હેપ્પી બર્થડે".
આખો દિવસ વીતી ચૂક્યો હતો હવે આં મેસેજ નો કોઈ મતલબ ન હતો માટે મે મેસેજ નો કોઈ જવાબ આપ્યો નહિ અને ફોન સ્વિચ ઓફ કરી ને સુઈ ગયો. મારા માટે મારા જીવનનો સૌથી ખરાબ જન્મ દિવસ હતો.

આ એજ સમય હતો જ્યાં થી અમારા બંને વચ્ચેની દુરી વધી રહી હતી. અમારા બંને ના સબંધ માં અંતર આવવાનું સારું થઈ ગયું હતું. વાતચીત નો સમયગાળો ટૂંકો અને અંતર વધી રહ્યું હતું. આમ કરતાં કરતાં બીજું એક વર્ષ વિતી ગયું.

કિન્નરીના ફોટોસ

મારી પાસે કિન્નરી ની કોઈ યાદગીરી ન હતી એટલે કે એવું કોઈ વસ્તુ ન હતી જેથી મને જ્યારે કિન્નરી ની યાદ આવે તો હું એ વસ્તુ ને જોઈ કિન્નરી નું પ્રતિબિંબ મેળવી શકું. માટે મે કિન્નરી પાસે એના ફોટોસ ની માંગણી કરી.

પહેલાં તો કિન્નરી એ ફોટો આપવાની ના પાડી કારણ કે એનો ફોટો કોઈ અન્ય વ્યક્તિ પાસે જતો રહે તો એની લાજ જાય પણ મે ઘણી જીદ કરતાં કિન્નરી એ મને ફોટો આપ્યો. આમ મે રોજ જીદ કરી કરી ને મે આશરે ૧૦-૧૫ ફોટોસ ભેગા કરી લીધા પણ એની સામે કિન્નરી એ એક શરત મૂકી કે આ ફોટોઝ કોઈની પાસે જવા ન જોઈએ અને મે પણ કિન્નરી ને વચન આપ્યું કે એના ફોટા મારી પાસે સુરક્ષિત રહશે.

મેં કિન્નરી એ આપેલા ફોટોસ ને પ્રિન્ટ કરવી એક આલ્બમ બનાઈ દીધું અને એ આલ્બમ મે મારા લોકર માં મૂકી દીધું. મને જ્યારે પણ કિન્નરી ની યાદ આવતી ત્યારે હું એ આલ્બમ જોઈ લેતો અને દિલ ને સમજાવી દેતો.

મેં એક દિવસ વાત વાતમાં કિન્નરી ને કહી દીધુ કે તે આપેલા ફોટો નું મે આલ્બમ બનાવ્યું છે.કિન્નરી ને મારા પર ઘણો ગુસ્સો કર્યો અને મને કહ્યું " જો તમારા લીધે મારા દામન પર ડાઘ લાગ્યો છે તો સમજજો કે આપણા વચ્ચે કોઈ પણ સંબંધ બાકી નહિ રહે અને જે કઈ પણ છે આપણાં વચ્ચે એનો અંત આવશે. મેં કિન્નરી ને ખાતરી આપી કે એવો સમય ક્યારે નહિ આવે,હું તારા ઉપર કોઈ કલંક નહિ લાગવા દઉં.

( વધું આવતાં અંકે ).