Mrugjal - 10 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | મૃગજળ. - ભાગ - ૧૦

Featured Books
Categories
Share

મૃગજળ. - ભાગ - ૧૦


" હાઈ, શું કરો છો ?" કિન્નરી નો સવારે મેસેજ આવ્યો.

" હાઈ, કેમ એટલો જલ્દી મેસેજ કર્યો ? જોબ પર નથી ગયા કે શું આજે ?" મે મેસેજ કર્યો.

" મારા મોટા પપ્પા ની નિધન થઈ ગયું છે માટે હું જોબ પર નથી ગઈ," એનો મેસેજ આવ્યો.

" કેમ શું થયું હતું એમને ? આમ એકાએક કઈ રીતે થયું ?" મેં મેસેજ કર્યો.

" એમને કૅન્સર હતું, ઘણી દવાઓ કરાવી પણ કઈ સારું પરિણામ આવ્યું નહિ. ઘણા દિવસ થી તેઓ હોસ્પિટલ હતા અને આજે એ એમને એકલાં મૂકી નેજતા રહ્યાં." એનો મેસેજ આવ્યો.

" ભગવાન એમની આત્મા ને શાંતિ આપે, જે વ્યક્તિ જન્મ્યું છે એનું મૃત્યું નિશ્વિત જ છે એમાં આપણે દખલ ન કરી શકીએ. અને કૅન્સર જેવા જીવલેણ રોગ થી બહુ ઓછા લોકોને આઝાદી મળે છે," મે મેસેજ કર્યો.

"હા, ઉપરવાળાએ અમારા નસીબ માં એમનો સાથ વધારે નહિ લખ્યો હોય," એનો મેસેજ આવ્યો.

" પણ તે કઈ ખાધું કે નહિ ? સવાર થી એમજ છે કે શું ? તમારા અવાજ પર થી લાગી રહ્યું છે કે તમે કઈ ખાધું નથી," મે મેસેજ કર્યો.

"ના, મે ચા પણ નથી પીધી. એટલું રડવાનું આવે છે કે મને મારી જાત પર નિયંત્રણ નથી રહ્યું. તેઓ મને બહુ વહાલ કરતા હતા." એનો મેસેજ આવ્યો.

" મૃત્યું એ જીવન નું અંતિમ સત્ય છે જેને આપણે સ્વીકારવું જ રહ્યું. એમની પાછળ આપની જાતને દુઃખી ન કરવી જોઈએ નહિ તો એમની આત્મા ને પણ દુઃખ થાય, માટે મન ને શાંત કરી કઈ ખાઈ લેજે, છેલ્લે કઈ ફળ ખાઈ લેજે જેથી શરીર માં શક્તિ રહે," મે મેસેજ કર્યો.

" ઠીક છે, હું થોડી વાર પછી કઈ ખાઈ લઈશ," એનો મેસેજ આવ્યો.

" પોતાનું ધ્યાન રાખજો અને વધારે રડતા નહિ. ખાધા પીધા વગર બીમાર પડી જશો નહિ તો," મેં મેસેજ કર્યો.

" હા, હું મારું ધ્યાન રાખીશ. તેજસ અને મામી પણ આવ્યા છે. હું તેજસ સાથે બેસી ને વાત કરું જેથી મારું મન થોડું હલકું થાય. હવે આપણે કાલે વાત કરીશું," એનો મેસેજ આવ્યો.

"હા, તું મને નિરાંતે મેસેજ કરજે અને પોતાનું ધ્યાન રાખજો." મેં મેસેજ કર્યો.

ત્યારબાદ કિન્નરી અને તેજસ ની વાતચીત ચાલુ થઈ.

" આ તે તારી કેવી હાલત બનાવી દીધી છે ? આંખો તો જો તારી અંદર ઉતરી ગઈ છે." તેજસે કહ્યું.

" બનાવ જ એવો બન્યો છે તો હું શું કરું ? આંખ માંથી આંસુ રોકાવાનું નામ જ નથી લેતા હજી પણ મન માનવા રાજી નથી." કિન્નરી એ કહ્યું.

" જો જે થવાનું હતું એ થઈ ગયું એમ પણ એક દિવસ બધાએ જવાનું જ છે. મારા પપ્પા ના મૃત્યું વખતે મારી પણ હાલત આવી જ હતી પણ સત્ય સ્વીકારવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો." તેજસે કહ્યું.

" તારી વાત સાચી છે પણ આ મન નું શું કરીએ," કિન્નરી એ કહ્યું.

" મારે તને કંઇક પૂછવું હતું." તેજસે કહ્યું.

" હા પૂછને, એમાં ત્યારે પરવાનગી લેવાની ના હોય," એણે કહ્યું.

" મે જે સાંભળ્યું છે એ સાચું છે ? જીગ્નેશ ને તારા અને નિખિલ ના સબંધ વિશે જાણ થઈ ગઈ છે અને જીગ્નેશ એ તને ધમકી પણ આપી છે." તેજસે કહ્યું.

" હા એ વાત સાચી છે. જીગ્નેશે ફોન માં બંને માં મેસેજ જોયા હતા માટે એને ખબર પડી ગઈ. જીગ્નેશે મને ચેતવણી આપી છે કે નિખિલ જોડે વધારે સબંધ રાખતી નહિ. તું જે વિચારે છે એ સંભવ નથી અને જો એવું વિચાર્યુ પણ છે તો મારા થી બુરો કોઈ નહિ એટલું યાદ રાખજે." કિન્નરી એ કહ્યું.

" તો પછી તે આગળ શું વિચાર્યુ છે ? તું કહેતી હોય તો હું જીગ્નેશ સાથે વાત કરું," તેજસે કહ્યું.

" ના, હમણાં એ બધી વાત કરવાનો સમય નથી. સમય સાથે બધું બરાબર થઈ જશે તારે તાણ લેવાની જરૂર નથી," કિન્નરી એ કહ્યું.

" પણ નિખિલ ને ડર લાગે છે કે તું એનો સાથ છોડી દઈશ," તેજસે કહ્યું.

" એ તો શક્ય જ નથી કે હું એમનો સાથ છોડું. ભલે અમે જીવનસાથી ન બની શકીએ પણ હું એમનો સાથ જીવનભર નહિ છોડું." કિન્નરી એ કહ્યું.

થોડીવાર પછી સ્મશાન યાત્રા કાઢવામાં આવી, કિન્નરી ફરી રડી રહી હતી જેણે તેજસે સંભાળી.

ત્યારબાદ તેજસ એને એની મમ્મી એ પણ ત્યાંથી રજા લીધી.

કિન્નરી એ તેજસ ને ફોન ઉપર ટચ માં રહેવા કહ્યું.

માત્ર વોટ્સઅપ

રાત્રે કિન્નરી નો મારા ઉપર વોટ્સઅપ મેસેજ આવ્યો. આ રોજનો નિત્યક્રમ હતો રાત્રે ૮:૩૦ પછી બન્ને ની વોટ્સઅપ પર વાતો થતી.

" જીગ્નેશ ને ખબર પડી ગઈ છે માટે એ મારો ફોન ચેક કર્યા કરે છે માટે હવે મેસેજ માં જ વાત થશે. સમય મળશે ત્યારે હું તમને ફોન કરીશ." કિન્નરી ની મેસેજ આવ્યો.

" ઠીક છે ખોટું જોખમ લેવાની જરૂર નથી આપણે મેસેજ માં જ વાત કરશું બસ, અને તમને કામ માંથી સમય મળે તો ફોન કરી લેવાનો ,જો તને સમય મળે તો ! ," મે ભાર આપતા કહ્યું.

" હા, અવે," એનો મેસેજ આવ્યો.

" તબિયત બરાબર છે ને હવે ?" મેં પૂછ્યું.

" મારી જેવી સ્વાર્થી વ્યક્તિ ને શું થવાનું ?" એનો મેસેજ આવ્યો.

" હા એ પણ છે," મેં રમૂજ માં મેસેજ કર્યો.

" શું કરે છે મમ્મી પપ્પા ? " મેં મેસેજ માં પૂછ્યું.

" મમ્મી રસોડામાં છે અને પપ્પા નોકરી પર ગયા છે. ભાઈ દોસ્તો સાથે બહાર ગયો છે." એનો મેસેજ આવ્યો.

મોડે સુધી આમ જ વાત ચાલી. રાતે કિન્નુ ના પપ્પા નો નોકરી પર થી આવાનો સમય થઈ ગયો હતો એટલે કે ૧૦:૩૦ થઈ ચૂક્યા હતા, ૧૦:૩૦ પછી કોઈ વાતચીત થતી ન હતી. તે દિવસે પણ અમે બન્ને એ ૧૦:૩૦ વાગ્યે એકબીજાને શુભરાત્રી કહ્યું.

બદલાવ

ધીમે ધીમે મારા તરફ ના કિન્નરી ના વ્યવહાર માં બદલાવ આવી રહ્યો હતો પણ મે એના આવા વ્યવહાર ને ધ્યાન માં લેતો ન હતો. પણ એક દિવસ,

" હાઈ, ક્યાં છો ?" મે કિન્નરી ને મેસેજ કર્યો.

" જોબ પર છું," કિન્નરી નો મેસેજ આવ્યો.

" આજકાલ તમારા મેસેજ નથી આવતા કેમ કઈ થયું છે?" મે મેસેજ માં પૂછ્યું.

"જોબ અને ત્યાર બાદ ઘરે પણ બાકી રહેલું ડિઝાઈનિંગ નું કામ કરવું પડે છે માટે મારા થી મેસેજ નથી થતા," કિન્નરી નો મેસેજ આવ્યો.

" ઓહ, હવે એટલાં વ્યસ્ત થઈ ગયા છો કે મને મેસેજ કરવાનો પણ સમય નથી મળતો, પહેલાં તો એવું ન હતું," મે મેસેજ કર્યો.

" તમારે જે સમજવું હોય એ સમજો, ટાઈમ નથી મળતો તો નથી મળતો," કિન્નરી નો મેસેજ આવ્યો.

" છોડો હવે એ બધી વાતો, હવે એ વિચારો આપણે આગળ શું કરવાનું છે ? ઘણાં વર્ષો થઈ ગયા આપણને સાથી રહીને હવે તમે પણ તમારા ઘરમાં વાત કરી લો જેથી આપણને લગ્ન કરવાની સમજ પડે," મે મેસેજ કર્યો.

" કેવા લગ્ન ? મને તમારી સાથે પ્રેમ બેમ કઈ છે જે નહિ તો પછી લગ્ન નો તો કોઈ સવાલ જ નથી ઊભો થતો," કિન્નરી નો મેસેજ આવ્યો.

કિન્નરી નો આં મેસેજ જોતા જ મારા હૃદય ના ધબકારા વધી ગયા. હું હેબતાઈ ગયો જાણે મારા ઉપર આભ ફાટ્યું હોય.

" તમે ભાનમાં તો છો ને ? તમને ખબર છે તમે શું કહી રહ્યા છો ? તમને એકાએક શું થઈ ગયું ?" મે સવાલો નો વરસાદ કર્યો.

" તમે બધું ફાલતું નું વિચારતા હતા. મારા મન માં પેહલાથી જ તમારા માટે એવી કોઈ ભાવના ન હતી, મેં તમને લઈને એવું કદી વિચાર્યું જ નથી," કિન્નરી નો મેસેજ આવ્યો.

" તો પછી આપણા વચ્ચે જે હતું એ શું હતું ? તો શું એ પ્રેમ ન હતો ? તો શું માત્ર એ ટાઇમપાસ હતું ?" મેં મેસેજ કર્યો.

"તમારે જે સમજવું એ સમજો ટાઇમપાસ સમજવું હોય તો એમ સમજો. મને કોઈ લાગણી નથી તમારા પ્રત્યે, નથી તો નથી," કિન્નરી નો મેસેજ આવ્યો.

મારી આંખ માં આસું આવી ગયા હતા. પણ મને ખબર ન પડી રહી હતી કે આ બધું એકાએક શું થઈ રહ્યું હતું. એક વ્યક્તિ એકદમ કઈ રીતે બદલાઈ શકે.

" તો મારા ઘરમાં બધાને ખબર છે તો હું એમને શું કહીશ," મે મસેજ કર્યો.

" કઈ નહિ, હું તમારા પપ્પા ને કહીશ કે અંકલ અમારા વચ્ચે એવું કઈ નથી નિખિલ નાહક ના ખોટા ખોટા સપનાઓ જોઈ છે, સિમ્પલ." કિન્નરી નો મેસેજ આવ્યો.

"ઠીક છે, ગુડબાય," મે ગુસ્સામાં મેસેજ કર્યો.

" ગુડબાય," સામેથી મેસેજ આવ્યો.

હું આંખ માં આસું લઈ વિચારી રહ્યો હતો કે આ બધું મારું ભૂલો નું પરિણામ છે. મે કિન્નરી નો વિશ્વાસ તોડ્યો છે અને મે એને ઘણું ખરું ખોટું સંભળાવ્યું છે માટે હવે એ બધી વાતોનો બદલો લઈ રહી છે. જ્યારે એક સ્ત્રી કોઈને તૂટી ને કરે છે અને જ્યારે એ કોઈને નફરત કરે છે એ પણ દિલ થી કરે છે.

મારા માટે કદાચ હવે કપરો સમય શરૂ થવાનો હતો, હજી તો માટે એવું એવું જોવાનું હતું જેનો મને તો અંદાજો પણ ન હતો...