એસીપી બગ્ગાએ અવાજ ન આવે એવી રીતે સ્ટોપર ખોલીને ઝાટકા સાથે દરવાજો ખોલ્યો.
પરંતુ સામે કોઇ ન દેખાણું. તેથી તેઓ ગન લઇને ધીરે ધીરે અંદર ગયાં. ત્યાં આજુબાજુ બધે જોયું પણ ઇમરાન અને અદનાન ક્યાંય ન દેખાયા.
રીમા,મિલન બધે વ્યવસ્થિત ચેક કરો. એસીપીએ કહ્યું.
સ્ટોરરૂમમાં બધી જગ્યાએ જોયું પણ તેઓ ક્યાય દેખાયા નહીં.ત્યાં જ એસીપીની નજર બારી પર પડી.
ઓહ નો.બારી તુટેલી છે મતલબ તેઓ અહીંથી ભાગી ગયાં. એસીપીએ કહ્યું અને નિતીનને ફોન લગાડ્યો.
હેલો નીતિન, બધાને સુરક્ષિત બહાર મોકલી દીધા.
હા સર,બધાને ટેકનીકલ ઇસ્યુનું બહાનું બતાડી સેફલી બાજુની સ્કૂલમાં મોકલી દીધા છે.હું પીયૂન સાથે કેમેરારૂમમાં જાવ છું જેથી બિલ્ડિંગમાં કોઇ રહી નથી ગયુને એની ખબર પડે.
નીતિન, સ્ટોરરૂમને લાગુ પડતો હોય એ કેમેરો સરખી રીતે ચેક કરી મને જણાવ.એ બંને સ્ટોરરૂમમાંથી ભાગી ગયા છે.
ઓકે સર.
રીમા, મિલન અભય દરવાજો બંધ કરી સીધો આપડે સીડી પાસે જ મળ્યો હતો. અને નીચે જવાનો સીડી સિવાયનો એકેય રસ્તો જ નથી.તેથી એ લોકો ન નીચે જઇ શક્યાં હશે ન ઉપર.એ લોકો જરૂર આ ફ્લોર પર જ હશે.તમે આ ફ્લોરની વ્યવસ્થિત તલાશી લો.ત્યાં સુધીમાં હું અભયને સ્કુલની બહાર સુરક્ષિત રીતે પહુચડાવી દવ.
યસ મેમ.મિલન અને રીમા એ ફ્લોર પર તલાશી લેવાં ગયાં.
એસીપીએ ફોન કરી બીજા ચાર ઓફિસર્સને ઉપર બોલાવ્યા જેથી કરીને તે અભયને બહાર લઇ જઇ શકે અને બાકીના તલાશી લઇ શકે.ત્યારબાદ તેઓ લાઇબ્રેરીમાં ગયાં.
…
સ્કુલની લાઈબ્રેરી
લાઇબ્રેરીમાં વચ્ચે એક લાબું ટેબલ હતું કે જ્યાં વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચી શકે. એ ટેબલ પૂરું થાય એટલે તેની એક બાજુ લાઈબ્રેરીયન માટે એક નાનું ટેબલ અને ખુરશી હતા.અભય, પ્રિન્સીપલ અને ઑફિસર મિશા ત્યાં બેઠાં હતાં. લાંબા ટેબલની બંને બાજુ ચાર-ચાર મોટા અને લાંબા બુકસેલ્ફ હતાં.
એસીપી બગ્ગા લાઇબ્રેરીમાં પ્રવેશ્યા અને કહ્યું, “એ લોકો સ્ટોરરૂમની બારીમાંથી છટકી ગયાં.”
ઓહ માય ગોડ હવે?પ્રિન્સીપલે પૂછ્યું.
એક વાતનો જવાબ આપો પ્રિન્સીપલસાહબ, એ લોકો ગનસાથે સ્કુલની અંદર એન્ટર કંઈ રીતે થયાં. આ છે તમારી સ્કુલની સુરક્ષા વ્યવસ્થા.એસીપીએ ગુસ્સાથી કહ્યું.
મેમ, મેં ગઇ કાલે જ લિસ્ટ ચેક કર્યું હતું.મેઇનગેટ પાસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.પાછળનાં ગેટ પરતો તાળું માર્યું છે છતાં મેં મારી સ્કૂલનાં પીયૂન રામુને ત્યાં બેસાડી રાખ્યો છે.પ્રિન્સીપલે પોતાનો બચાવ કરતાં કહ્યું.
મેમ, હું સવારે જ્યારે તેઓની સાથે ભટકાણો હતો,ત્યારે તેઓએ મને કહ્યું હતું કે તેઓ રામુ સાથે આવ્યાં છે. અભયે યાદ આવતાં કહ્યું.
ઇમરાન અને અદનાન આ સ્કૂલમાં કોઇને ઓળખતાં નથી તો તેઓએ રામુનું નામ જ કેમ લીધું.એસીપીએ નિતીનને ફોન જોડ્યો.
તે કેમેરા ચેક કર્યા.
હા મેમ. થર્ડ ફ્લોર પટ જેટલાં કેમેરા છે એમાં તમે કોઇ તો દેખાતાં જ નથી.કોઇકે કેમેરા સાથે છેડછાડ કરી છે.નીતિને કહ્યું.
તારી સાથે કોણ છે.
મેમ બે પીયૂન છે.
રામુ છે?
હા મેમ.
તેની સરખી ખાતીરદારી કર. મને શક છે કે ઇમરાન અને અદનાનને અંદર આવવામાં તેણે જ મદદ કરી છે.
ત્યાં જ રીમા, મિલન અને બીજા ચાર ઓફિસર્સ આવે છે.
મેમ,અમે આખો ફ્લોર ચેક કરી લીધો. તેઓ ક્યાંય નથી.
એ લોકો હશે તો આ ફ્લોરમાં જ ક્યાંક સંતાયા હશે.મિશા તું અભય અને પ્રિન્સીપલને નીચે સુધી સુરક્ષિત પહોંચાડી આવ ત્યાં સુધી અમે ફરીથી તલાશી લઇ લઇએ. એસીપીએ કહ્યું.
અચાનક જ પાછળથી એક અવાજ આવ્યો, “બગ્ગાઆઆઆ” અને એક ગોળી છુટ્ટી જે સીધી એસીપી બગ્ગાનાં હાથમાં વાગી.
…
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)