Love Bichans - 10 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | લવ બાયચાન્સ - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ બાયચાન્સ - 10

કેમ છો દોસ્તો,, સૌથી પહેલા તો વાર્તા અધૂરી મૂકવા માટે હું દિલથી માફી માંગુ છુ.🙏 હું કંઈ બહાના નહી બનાવીશ. સાચુ કહુ તો એવા કોઈ સંજોગો જ નોહતા કે લખવાનુ અધૂરુ મૂકવુ પડે. પણ જે લોકો મને પેહલેથી ઓળખે છે એમને ખબર જ હશે મારા વિશે. પણ મારો આ બિહેવિયર બિલકુલ પણ સ્વીકાર્ય નથી. હું પોતે પણ એ અયોગ્ય જ ગણુ છું. પણ હવેથી આવી ભૂલ ફરીથી ના થાય એની હું ચોક્કસ તકેદારી રાખીશ. તો ફરીથી જોડાઈએ ઝંખના અને અરમાનના ઓનલાઈન થી ઓફલાઈન પ્રેમ સફરમાં. હા અહી પણ પ્રેમકથા જ છે. હુ હોવ અને પ્રેમકથા ના હોય એવુ તો બને જ નહી. 😍😍 તો ટૂંકમા સ્ટોરીને ફરીથી રિવાઈન્ડ કરી લઈએ..

** ** ** ** **

અરમાન અને ઝંખના એક સોશિયલ મીડીયા દ્વારા ઓનલાઇન મળ્યા હતા. ઝંખના એક અંતર્મૂખી વ્યક્તિત્વ વાળી યુવતી છે. જ્યારે અરમાન એક મનમોજી વ્યક્તિત્વનો માલિક છે. ઝંખનાના જીવનમાં એની માં સિવાય બીજુ કોઈ નથી. નથી એના કોઈ મિત્ર. જ્યારે અરમાન કોઈની પણ સાથે આસાનીથી દોસ્તી કરી લેતો. એ બંનેની દોસ્તીની શરૂઆત પણ અરમાન તરફથી જ થયેલી. બચપનમાં પિતા તરફથી પ્રેમ ના મળવાને કારણે અને પિતા દ્વારા માતાને હંમેશા મળતી અવહેલનાને કારણે ઝંખનાનો પ્રેમ અને લગ્ન પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય છે. પણ અરમાનના એના જીવનમાં આવતા એના જીવનમાં ખૂબ સારો બદલાવ આવે છે. એ હવે જીવનને માણતા શીખે છે. અને કેટલાક બાલીશ નિર્ણયો પણ લે છે. એવા જ એક નિર્ણય માટે એ અરમાન પાસે મુંબઈ જાય છે. અત્યાર સુધી તો બંને વચ્ચે નિર્દોષ દોસ્તી જ છે. ખબર નહી આગળ નિયતી ( Tinu Rathod - Tamanna )😄😄 એમને કયા રસ્તા પર લઈ જાય. તો હવે જોઈશુ આગળ શું થાય છે.

** ** ** ** **

ઝંખનાનો IVF treatment થી બાળક મેળવવાની ઈચ્છા પણ પૂરી નથી થતી. પરંતુ આ વખતે તે નિરાશ નથી થતી. અને બધુ ભગવાન પર છોડી દે છે. આજે અરમાન એને એક surprise આપવાનો હોય છે. ઝંખના પણ surprise માટે ખૂબ જ exited હોય છે. નાસ્તો કરીને ફટાફટ એ રૂમમા જાય છે. લગભગ દસ મિનિટ પછી જ્યારે એ રૂમની બહાર આવે છે ત્યારે અરમાન એને જોઈને જાણે પલક જબકવાનુ જ ભૂલી જાય છે. અને અપલક ઝંખનાને જ જોયા કરે છે.


ઝંખનાએ બ્લેક કલરનુ ગોઠણથી થોડુ નીચે એવુ શિફોનનુ ફ્રોક પેહર્યુ હોય છે. જેની બાય પર નાની નાની ઝૂલ હોય છે. કાળા રંગના ફ્રોકમાં એનો ગોરો રંગ વધારે નિખરી રહ્યો હોય છે. એણે ગળામાં નાનકડી ચેન અને હાથમાં સિલ્વર કલરનુ બ્રેસલેટ પેહર્યુ હોય છે. કાનમાં ડાયમંડ ના નાના ટૉપ પેહર્યા હોય છે. આજે વાળને એણે ખુલ્લા રાખ્યા હોય છે. મેકઅપના નામે ફક્ત કાજલ અને હોઠો પર લાઈટ ઑરેન્જ કલરની લિપસ્ટિક હોય છે.


અરમાન તો હજી પણ અનિમેષ એની તરફ જ જોયા કરતો હોય છે. ઝંખના પગમા સેન્ડલ પહેરતા એની તરફ આવે છે અને કહે છે, ' જઈએ ' ત્યારે અરમાનની તંદ્રા તૂટે છે. અને એ પણ કહે છે. હા હા ચાલ જઈએ.


અરમાને એક કાર આખા દિવસ માટે બુક કરાવી હોય છે. એ બંને કારમાં પાછળની સીટ પર બેસે છે. ડ્રાઇવર ને લોકેશન સેન્ડ કરીને અરમાન એને ત્યા પહોચાડવાનુ કહે છે.

ઝંખના : અરે હવે તો કહે આપણે ક્યાં જવાના છે ?


અરમાન : અરે તારામાં શાંતિ જેવુ કંઈ છે કે નહી !! આપણે પહોંચીશું ત્યારે તને ખબર પડી જશે.


ઝંખના : નારાજ થઈ ને મો ફૂલાવીને બંને હાથની અદબ વાળીને ok આટલુ જ કહે છે.


અરમાન એની આ અદા પર હસે છે અને કહે છે. અરે બાબા થોડો સબર કર. હુ તને વિશ્વાસથી કહુ છું તુ એ જગ્યા જોઈને ચોક્કસ ખુશ થઈ જશે. I promise..


ઝંખના : સારુ જોઉ છું. એવી તે કેવી જગ્યા છે જ્યા જઈને હુ બઉ ખુશ થઈ જઈશ.


લગભગ એકાદ કલાક પછી ગાડી એક વિશાળ ગેટની અંદર પ્રવેશે છે. પ્રવેશદ્વાર પર " आई ची गोद " એવુ બોર્ડ મારેલુ હોય છે. એ વાંચીને ઝંખનાને થોડુ આશ્ચર્ય થાય છે. અને એ આંખો પહોળી કરીને અરમાનને પૂછે છે. અરમાન પણ આંખો નચવતા જ થોડી રાહ જોવાનુ કહે છે. અંદર પ્રવેશતા જ બાળકોનો કલબલાટ સંભળાય છે. ઝંખના બારીમાંથી બહારનુ દ્રશ્ય જોઈને ખુશ થઈ જાય છે. અને ફટાફટ દરવાજો ખોલી બહાર આવે છે. ( હાંજી આપે સાચુ વિચાર્યુ એ એક બાલાશ્રમ હોય છે. ) જેવી ઝંખના બહાર આવે છે અને સામે નજર કરે છે તો ત્યા નાની મોટી બાળકો અલગ અલગ રમત રમી રહ્યા હોય છે.


અરમાન પણ ગાડીમાંથી બહાર આવે છે. અને ઝંખનાની બાજુમાં આવીને ઊભો રહે છે. અને પૂછે છે. કેવુ લાગ્યુ surprise ? ઝંખના સજળ આંખોથી એની તરફ જુએ છે. અને કહે છે. Best.. મારા જીવનનુ અત્યાર સુધીનુ સૌથી સુંદર surprise છે આ..


અરમાન : મે કહ્યુ હતુ ને કે તને આ surprise ગમશે જ. તો હવે અહીથી જ જોવુ છે કે એ લોકો સાથે રમવુ પણ છે. અને એ ઝંખનાનો હાથ પકડીને એને એ બાળકોના ટોળા તરફ લઈ જાય છે.


અરમાન : hello friends.. શુ અમે પણ તમારી સાથે રમી શકીએ ?


બધા બાળકો રમતા રમતા અટકી જાય છે. અને એમને એકટક જોયા કરે છે. થોડીવાર રહીને એક પાંચ - છ વર્ષની છોકરી એમની પાસે આવે છે અને કહે છે. તમે તો કેટલા મોટા છો તમે અમારી સાથે કેવી રીતે રમશો.


અરમાન : બસ આટલી વાત.. લો બસ થઈ ગયો તમારા જેવડો. આમ કહી અરમાન ઘૂંટણિયે બેસી જાય છે. અને બધા બાળકો એની આજુબાજુ વિટળાઈ વળે છે. દોસ્તો મારુ નામ અરમાન છે. અને પેલા જે આંટી છે એનુ નામ ઝંખના છે. અમે તમારી સાથે રમવા આવ્યા છીએ અને તમારા માટે ગીફ્ટ અને ચોકલેટ પણ લાવ્યા છીએ. આટલુ કહી અરમાન ઝંખનાને એની તરફ આવવાનો ઈશારો કરે છે અને ડ્રાઈવર ને ડીકીમાથી ગીફ્ટ લાવવાનુ કહે છે. ડ્રાઈવર ડીકીમાથી ગીફ્ટના પેકેટ લઈને આવે છે. અને સાથે ચોકલેટ ના પેકેટ પણ હોય છે.


અરમાન બધાને ગીફ્ટ આપે છે. અને ઝંખના તરફ ચોકલેટ ના પેકેટ લંબાવીને આંખના ઈશારેથી એમને આપવાનુ કહે છે. ઝંખના પણ ખુશ થઈને બધા બાળકોને ચોકલેટ વેહચે છે. બધા બાળકો ચોકલેટ અને ગીફ્ટ જોઈ ખૂબ ખુશ થાય છે. બાળકો એકબીજાને ગીફ્ટમાં શું મળ્યુ છે એ જોવામાં મશગુલ થઈ જાય છે.


ઝંખના : તે આ ગીફ્ટ અને ચોકલેટ ક્યારે લીધી. મને તો કંઈ સમજ ના પડી. અને આ children home માં આવવાનુ ક્યારે વિચાર્યુ ??


અરમાન : જ્યારે આપણે ડૉક્ટરની કેબીનમાંથી બહાર આવ્યા ત્યારે ભલે તે એમ કહ્યુ હોય કે તુ નિરાશ નથી. પણ તારી આંખોમાં મે ઉદાસી જોઈ લીધી હતી. મને થયુ ભલે તારી પાસે પોતાનુ બાળક ના હોય કે તુ બીજાનુ બાળક દત્તક ના લઈ શકે પણ એ બાળકને પોતાના હિસ્સાનો પ્રેમ તો આપે જ શકે ને.. અને એક જ બાળક કેમ ? તુ એવા ઘણા બાળકને પ્રેમ આપી શકે જે માં ના પ્રેમથી વંચિત હોય. એટલે મે વિચાર્યુ કે તને અહી લઈ આવુ. મારા અહીંના કલીગ્સને પૂછતાછ આ children home વિશે જાણકારી મળી અને બસ મે અહીં આવવાનુ અને તને surprise આપવાનુ નક્કી કરી લીધું. અને રહી વાત ચોકલેટ અને ગીફ્ટ નઈ તો મે ડ્રાઇવરને પેહલેથી કહી રાખ્યુ હતુ કે તે આ બધી વસ્તુ લઈ રાખે.


ઝંખના : અરમાન હું મારી લાગણી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. તને ખ્યાલ પણ નહી હોય કે હું આજે કેટલી ખુશ છું. અત્યાર સુધી હું ભગવાન અને ભક્તિમાં નહી માનતી હતી. પણ હવે મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન છે. અને એણે જ તને મારા જીવનમાં ફરિશ્તો બનાવીને મોકલ્યો છે. અત્યાર સુધી તો હું ખાલી જીદગી ગુજારી રહી હતી. પણ હવે હુ સાચા અર્થમાં જીંદગી જીવી રહી છું. એને માણી રહી છું. And all because of u... thank you very much..


અરમાન : અરે મે કંઈ એવુ મહાન કામ નથી કર્યુ. આ તો બસ એક ખયાલ આવ્યો અને એનો અમલ કર્યો. એટલે મને એક ઈન્સાન જ રહેવા દે ફરિશ્તો બનાવવાની જરૂર નથી. ચાલ હવે અહી જ ઊભી રેહશે કે બાળકો સાથે રમવુ પણ છે. અને એ ઝંખનાનો હાથ પકડી બાળકો પાસે લઈ જાય છે અને કહે છે. એ બચ્ચા પાર્ટી ચોકલેટ ખાય લીધી હોય તો હવે આપણે રમીએ.


પછી તો બંને જણા બચ્ચા સાથે બચ્ચા બનીને ખૂબ રમ્યા. ઝંખના આજે એના બચપનને ફરીથી જીવી રહી હતી. જે પણ ખુશી એને બચપનમા નોહતી મળી એ આજે મેળવી રહી હતી. પકડદાવ, ખો ખો, છુપ્પન છુપાઈ બધી જ રમત તેઓ રમ્યા જે ઝંખના બચપણમાં એના પિતાને લીધે રમી શકી નોહતી. એ લોકોએ બપોરનુ ભોજન પણ એ બાળકો સાથે જ લીધુ. અરમાન અને ઝંખનાએ ઓનલાઈન ડોનેશન પણ આપ્યુ. પછી લગભગ ચારેક વાગે તેઓ છોકરાઓને bye કહીને આગળ વધે છે.


વધુ આવતા ભાગમાં..


Tinu Rathod - Tamanna