Kudaratna lekha - jokha - 37 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 37

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કુદરતના લેખા - જોખા - 37


આગળ જોયું કે મયુરના લગ્ન નિમિત્તે આખા ગામને મયુર જમાડે છે. ઘણા અંશે મીનાક્ષીએ ઓફિસ નું કામ શીખી લીધું હતું. મયુર અને સાગર પગાર બાબતે ચર્ચા કરી રહ્યા હતા એ સમયે સાગરના પપ્પાનો કોઈ ખુશીના સમાચાર માટે ફોન આવે છે


હવે આગળ..........


* * * * * * * * * *


"હા, બોલોને પપ્પા એવા તો શું ખુશીના સમાચાર છે." આશ્ચર્ય સાથે સાગરે તેના પપ્પાને પૂછ્યું.


"બેટા તારા માટે એક છોકરી જોઈ છે. છોકરીનું કુટુંબ ખાનદાની છે. છોકરી સંસ્કારી, ગુણિયલ અને દેખાવમાં રૂપ રૂપના અંબાર જેવી છે. મને અને તારા મમ્મીને તો એ છોકરી બહુ ગમી છે. જો તારે અનુકૂળતા હોય તો આ અઠવાડિયામાં એક વાર આવીને તું છોકરી જોઈ લે. જો એ છોકરી તને ગમી જાય તો આપણે બીજે ક્યાંય જોવા જ નથી જવું. એ છોકરીનો ફોટો મે તારા ફોનમાં મોકલ્યો છે તું એક વાર જોઈ લે પછી નક્કી કરીને અમને જણાવજે અને હા, એક વાત તો પૂછવાની રહી જ ગઈ બેટા, તું જો કોઈને અગાવથી પસંદ કરતો હોય તો અમને પહેલેથી જ જણાવી દેજે તો અમે બીજી કોઈ ખોટી દોડાદોડી ના કરીએ." છેલ્લી વાત કરતા સાગરના પપ્પાનો અવાજ ગંભીર થઈ ગયો.


"અરે પપ્પા, મે ક્યારેય કોઈ વાત તમારાથી છુપાવી છે?"


"ના બેટા, પણ એક બાપ હોવાના નાતે મારે તારા દિલની વાત પણ સાંભળી લેવી જોઈએ માટે જ તને પૂછ્યું."


"તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. તમે જે છોકરીને પસંદ કરશો એ જ મારી પસંદ હશે. તમે જે કંઈ પણ નક્કી કરશો એ મારા ભલા માટે જ હશે. આમ પણ તમે મારા માટે જે કંઇ પણ પસંદ કરશો એ લાજવાબ જ હશે એ મને વિશ્વાસ છે. માટે મારે ત્યાં આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે ફક્ત છોકરી વાળાને કહેણ મોકલી દો કે અમને છોકરી પસંદ છે. જો એ લોકો મને જોવા માંગતા હોય તો હું ત્યાં આવી જઈશ." સાગરના શબ્દોમાં માતા પિતા પ્રત્યેનો અખૂટ વિશ્વાસ છલકાતો હતો.


"અરે ના બેટા, જ્યાં સુધી એ છોકરીને તું જોય ના લે ત્યાં સુધી અમે એમ હા ના પાડી શકીએ. તારે તો આખું જીવન એ છોકરી સાથે વિતાવવાનું છે. તારી જિંદગીનો નિર્ણય અમે એકલા ના લઈ શકીએ."


"જુઓ પપ્પા, મારે એ છોકરી પાસે એક જ અપેક્ષા છે કે મારા માં બાપનું ઘડપણ સારી રીતે સાચવી શકે. જો તમને એમ લાગતું હોય કે તમે પસંદ કરેલી છોકરીમાં એ ગુણ છે તો મને એ છોકરી પસંદ છે. હવે જો એ માટે પણ મારે ત્યાં આવવું પડે એમ હોય તો હું આવી જઈશ. બોલો હું ક્યારે આવું?"


"બેટા, અમે તો હવે ખરતું પાન કહેવાય. આ પાન ક્યારે વૃક્ષથી છૂટું પડી જાય એનું કાઈ નક્કી ના કહેવાય. તું તો હજુ ખીલતી કળી છો. તારે તો આખી જિંદગી જોવાની છે. માટે અમારી કોઈ ચિંતા કર્યા વગર એ છોકરી તારો જિંદગીભર સાથ નિભાવી શકે એમ છે કે નહિ એ વિચાર કરીને તું છોકરી પસંદ કરજે. જો તારી અનુકૂળતા હોય તો કાલે જ આપણે છોકરી જોવા જઈએ."


"ઓકે પપ્પા, તો હું મયુર પાસે રજા લઈને તમને થોડી વારમાં જણાવું."


"ઓકે દીકરા. જયશ્રી કૃષ્ણ"


"જય શ્રી કૃષ્ણ"

સાગર ફોન મુકીને પાછળ ફરે છે તો મયુર સામે જ ઉભો હતો. "ચાલો સાગરભાઈ પેંડા ખવડાવો." મયુરે સાગરની બધી જ વાત સાંભળી હોવાથી મયુરે ઉત્સુકતાથી સાગરને કહ્યું.


"અરે ભાઈ હજુ ક્યાં નક્કી થયું છે. મમ્મી પપ્પાને એક છોકરી ધ્યાન માં આવી છે તો એને જોવા જવા માટે મને બોલાવ્યો છે. હા, જો પપ્પા એ ફોટો પણ મોકલ્યો છે એ જોવાનો તો રહી જ ગયો." સાગરે પોતાના મોબાઈલમાં વોટ્સએપ ખોલતા મયૂરને કહ્યું.


"હા દેખાડ દેખાડ, એવું તો શું છે ભાભી માં કે તારા મમ્મી પપ્પા એમાં મોહી ગયા." મશ્કરી કરતા મયુરે કહ્યું.


સાગરે જેવો ફોટો ખોલ્યો એવો સ્થબ્ધ બની ફોટો જોતો રહ્યો. એણે જેવો વિચાર કર્યો હતો એના કરતાં પણ વધારે ખૂબસૂરત છોકરી લાગતી હતી. તેને તેના માતા પિતા પર ગર્વ મહેસૂસ થવા લાગ્યો.


"એલા મને તો બતાવ તું એકલો જ આંખો ફાડીને ક્યાં સુધી જોતો રહીશ." મયુરે ટીખળ કરતા કહ્યું.


સાગરે ફોન મયૂરને આપ્યો.


મયુરે ફોટો જોતા મયુરનું મોં ખુલ્લું રહી ગયું. અને સાગરને કહ્યું કે "ભાભી ફોટામાં આટલા સુંદર લાગતા હોય તો રિયલમાં કેટલા સુંદર હશે! તું હા પાડી દે સાગર. આવી સુંદર છોકરી ગમે તેટલું ગોતવા છતાં પણ નહિ મળે."


"અરે મે તો ફોટો જોયા વગર જ હા પાડી દીધી હતી. મને વિશ્વાસ હતો જ કે મારા મમ્મી પપ્પા મારા માટે સારામાં સારી જ છોકરી પસંદ કરશે. પણ હવે પપ્પાએ જીદ પકડી છે કે મારે એકવાર રૂબરૂ એ છોકરીને મળી લેવું જોઈએ."


"તો એમાં શું તકલીફ છે એકવાર રૂબરૂ મળીને આવતો રે."


"ભાઈ હમણાં અહી કામ પણ વધારે છે એમાં જો હું રજા રાખીશ તો ઘણા કામ અટકી જશે" સાગરે કહ્યું.


"તું અહીંનું કોઈ ટેન્શન ના લે. હું બધું સંભાળી લઇશ. તું અત્યારે જ અમદાવાદ જવા માટે નીકળી જા અને પાછો આવે ત્યારે પેંડા પણ લેતો આવજે. ખાલી હાથે પાછો આવીશ તો વાંહો ભાંગી નાખીશ એટલું યાદ રાખજે. આલે આ ઇનોવાં ગાડીની ચાવી અને આ ૫૦૦૦૦ રૂપિયા." આશ્વસ્થ કરાવતા મયુરે સાગરને કહ્યું.


"ના ભાઈ મારાથી આ રૂપિયા ના લેવાય અને ગાડીની પણ જરૂર નથી હું બસમાં જતો રહીશ."


"ખોટા ગાંડા ના કાઢ ભાઈ, આજ સમય સારો છે ગાડી લઈને જવાનો. છોકરી વાળાને પણ એમ થવું જોઈએ કે જમાઈ મોટી ગાડી લઈને આવ્યા છે. અને જો તને એવું લાગતું હોય કે બીજાની ગાડી લઈને શું ખોટો દેખાડો કરવો. તો આજ થી આ ઇનોવા ગાડી પણ સાગરની. જા આ તારી સગાઈ માટે મારા તરફથી ભેટ."


સાગર ખરેખર મુંજવણમાં મુકાઈ ગયો. એક જ દિવસમાં આટલી બધી ખુશખબર એનાથી સહન નહોતી થતી. મયુર જે રીતે વાત કરી રહ્યો એ ઉપરથી મયૂરને ના કહી શકાય તેમ પણ નહોતું. માટે મયુરે આ બધી ભેટ સ્વીકારવી જ રહી. છતાં સાગર મનોમન એવું નક્કી કરી નાખ્યું કે આનો બદલો પણ પોતે વધારે કામ કરીને ચૂકવી આપશે. સાગરે મયુરનો આભાર માની અમદાવાદ જવા માટે નીકળી પડ્યો.


સાગર અમદાવાદ પહોંચીને તેના ઘરે પહોંચ્યો. જ્યાં તેના મમ્મી પપ્પા તેની રાહ જોઈને જ બેઠા હતા. સાગરે પહોંચતા જ તેના મમ્મી પપ્પાને પગે લાગી આશીર્વાદ લીધા. બંને એ આશીર્વાદ આપી ગળે લાગડ્યો.


"કેવી રહી તારી સફર બેટા" સાગરને બાજુમાં બેસાડી સાગરના પપ્પાએ પૂછ્યું.


"મયુરે ગાડી ભેટમાં આપી છે એ લઈને જ આવ્યો છું એટલે સફરમાં કંઈ તકલીફ નથી પડી."


"અરે બેટા આવડી મોટી ભેટ આપડાથી ના લેવાય. તારે મયૂરને ના પાડવી જોઈતી હતી." ક્યારેય કોઈની પાસેથી કંઈ વસ્તુ ના સ્વીકારવાના આગ્રહી સાગરના પપ્પા થોડા સંકુચિત થતાં બોલ્યા.


"પપ્પા, મને પણ આવી ભેટ સ્વીકારવી નથી ગમતી પરંતુ મયુર છે જ એવો કે હું એને આપેલી ઉત્સાહ પૂર્વકની ભેટને નકારી ના શક્યો. મયુરે ગાડીની ભેટ તો આપી જ છે સાથે સગાઇ માટે પચાસ હજાર રૂપિયા પણ આપ્યા છે."


"અરે બેટા, એનો આવડો મોટો ઉપકાર આપણે ક્યારે ચૂકવી શકીશું."


ત્યાં જ સાગરના મમ્મી રસોડામાંથી પાણી લઈને આવે છે અને સાગરના પપ્પાને વઢતા કહે છે કે "હજુ તો સાગર આવ્યો છે ત્યાં તમે એને સૂચનો આપવાનું શરૂ કરી દીધું. એને નિરાંતે પાણી પણ નથી પીધું."


"લે દીકરા પેલા પાણી પિય લે." સાગરને પાણી આપતા સાગરના મમ્મી બોલ્યા.


"મારો દીકરો કોઈ પાસે માંગીને ના આવે. દીકરો રાત દિવસ કામ કરે છે મયુર પાસે એટલે એનું કામ જોઈને જ મયુરે ભેટ આપી હશે. એમાં મારા દીકરાનો શો વાંક કે એના આવતા વેંત તમે આટલા સૂચનો આપવા લાગ્યા. એની ખબર અંતર પૂછવાનું તો બાજુમાં રહ્યું. જુઓ તો ખરી મારો દીકરો કેટલો સુકાઈ ગયો છે." સાગરના મમ્મી સાગરના માથે હાથ ફેરવતા સાગરના પપ્પાને કહ્યું.


ક્રમશ:


પ્રમોદ સોલંકી


સાગરને છોકરી પસંદ આવશે?


શું તે છોકરી સાગરની શરતને માન્ય રાખશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏