Witch one ?? - (Part 3 Missing Baby) in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | વીચ one?? - (પાર્ટ 3 ગુમ બેબી )

Featured Books
Categories
Share

વીચ one?? - (પાર્ટ 3 ગુમ બેબી )

.............ચંદ્રનાં આછા પ્રકાશમાં તેનો પડછાયો જંગલમાં જતો અલુપ્ત થતો હતો.

સવારે ઉઠીને નગ્માએ ઝૂલો હાથ વડે હલાવ્યો તો એમાંથી તેને કોઈ વજન ન અનુભવાયું. તે સફાળી ઉભી થઇ અને ઝૂલાની અંદર નજર કરી તો અર્શી ગાયબ હતી. નગ્મા જોરજોરથી ચિલ્લાવા લાગી. તેણે આસપાસ પણ નજર કરી લીધી. નગ્માની ચીસોથી બધાની ઊંઘ ઉડી ગઈ.

"શું કરો છો નગ્મા? ઉંઘમાં ખલેલ ન પાડો." રહીમ ઉંઘમાં જ બોલી ઉઠ્યો.

"અરે ઉભા થાઓ આપ. અર્શી બેબી નથી અહીંયા ક્યાંય." નગ્મા ચિડાઈને બોલી ઉઠી અને પછી નીચે બેસીને રોવા લાગી.

સુલતાન નગ્મા પાસે આવ્યો, "ખાલા, અર્શી બેબી અહીંયા જ ક્યાંક હશે. રમતી રમતી આગળ જતી રહી લાગે. આપ શાંત રહો. હું જોઉં છું." આટલું કહી સુલતાન ઉભો થઈને જંગલમાં બધે અર્શીને શોધવા લાગ્યો. રૂકસાના પણ ઉભી થઈને "અર્શી બેબી" કરીને બૂમો પાડવા લાગી.

અડધો કલાક સુધી શોધ્યા બાદ પણ અર્શીનો કોઈ પતો ન લાગ્યો. નગ્માની આંખો રોઈ રોઈને લાલ થઇ ગઈ હતી. રહીમ પણ સૂનમૂન થઈને બેઠો હતો. આમિર પોતાની જ દુનિયામાં રહીને માટી પર લાકડી લઈને કંઈક ને કંઈક લખ્યા કરતો હતો.

પરિવારમાં ગમગીની છવાઈ હતી. કોઈને શું કરવું એ સમજમાં નહોતું આવતું. રહીમ ચિડાઈને બોલ્યો, " હું કહેતો હતો જંગલમાં નથી જવું. અહીંયા એ રહે છે, ગામમાં હતાં ત્યારે પણ કેટલાય જીવોની બલી ચઢી છે ને હવે તો એનાં જ ઈલાકામાં રહીએ છીએ. નહીં બચે હવે કોઈ." રહીમ પાગલોની માફક બોલ બોલ કરવા લાગ્યો.

"આપને પહેલાં જ કહ્યું કે કામ શોધો બહાર જઈને. આરામની ઝીંદગી જીવવી છે ને આપને, આપના લીધે જ અમારી ઝીંદગી હરામ થઇ ગઈ છે. આટલાં દિવસો બગાડ્યા એની કરતાં કામ શોધ્યું હોત તો આજે મારી બચ્ચી મારી પાસે હોત." નગ્મા રોતા રોતા બોલી રહી અને પાછી રોવા લાગી.

"હું કંઈક કામ શોધવા જઉં છું. સાંજ સુધીમાં પાછો આવી જઈશ." સુલતાને આગળ આવીને કહ્યું.

"હું પણ જઉં છું સુલતાન સાથે." રૂકસાના બોલી.

"રૂકસાના આપ મારી સાથે રહો. સુલતાન ભલે જતાં." નગ્મા રોતા રોતા બોલી.

સુલતાને રૂકસાના આગળ લાચારીનો ચહેરો બતાવ્યો અને ઊંધુ ફરીને મનોમન હસતો હસતો ચાલવા લાગ્યો.

ચાલતાં ચાલતાં સુલતાન રોઝનાં ઘર પાસે આવી ગયો. તેની પાસે હોકાયંત્ર હોવાથી તેને રોઝનું ઘર શોધવામાં ઝાઝી વાર ન લાગી. તેણે રોઝનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો. થોડીવારમાં રોઝ કપડાં પહેરતી પહેરતી બહાર આવી. તેનાં ખુલ્લા કેશમાંથી પાણીની બૂંદો સતત ટપકી રહી હતી. હમણાં જ ગુલાબની પાંખડીઓમાં સ્નાન કરીને આવી હોય એમ તેનાં શરીરમાંથી મઘમાઘાટ સુવાસ આવી રહી હતી. સુલતાનને જોઈને રોઝનાં ચહેરાં ઉપર સ્માઈલ આવી ગઈ. તેણે દરવાજો ખોલ્યો.

"તમે અહીંયા?? એ પણ આટલી સવારમાં?" રોઝે થોડી નવાઈ લાગતા પૂછ્યું.

"હા, અંદર આવું?"

"હા હા આવો ને. હું પણ ને વચ્ચે ઉભી રહી ગઈ છું. આવો બેસો. હું બસ બે જ મિનિટ પ્રેય કરીને આવું છું." આટલું કહી રોઝ એક રૂમમાં ગઈ અને તેનું બારણું બંધ કરી દીધું. સુલતાનને થોડી નવાઈ લાગી. અચાનક રોઝનું પ્રેય કરવા માટે રૂમનું બંધ કરવું તેને અજુગતું લાગ્યું. તેણે એ રૂમના કાણાંમાં નજર કરી તો રોઝ જોરજોરથી કોઈક મંત્રોચ્ચાર કરતી હતી. સામે તેનાં ઇષ્ટદેવનો ફોટો કે મૂર્તિ હશે એવું અનુમાન સુલતાને લગાવ્યું. તે ત્યાંથી ઉભો થઈને રોઝનાં રૂમમાં આવીને બેઠો.

થોડીવાર બાદ રોઝ ત્યાં આવી.

"તમે મારી પર નિગરાની કરતાં હતાં? કોઈની પ્રાયવસીમાં ઘુસવું ન જોઈએ." રોઝે પોતાની એક આઈબ્રો ઊંચી કરતાં કહ્યું.

"તમને કેવી રીતે ખબર પડી?" સુલતાને નવાઈ પામતાં પૂછ્યું.

"તમારાં ખિસ્સામાંથી આ બ્લુ પથ્થર નીચે પડી ગયો હતો દરવાજા પાસે. એ પરથી જ." રોઝે ચતુરાઈથી પથ્થર બતાવતાં જવાબ આપ્યો.

રોઝ આટલું કહી સુલતાનની સામે રહેલાં લાકડાનાં સોફા પર બેઠી.

"બોલો સુલતાન, અચાનક આવવાનું કારણ? આપના ચહેરાં પરથી એવું લાગે છે કે કંઈક અજુગતું બન્યું છે તમારી સાથે?!" રોઝે ગંભીર મુખમુદ્રા લાવતાં કહ્યું.

રોઝનાં આટલું કહેવાથી સુલતાન રોવા લાગ્યો. રોઝ તેની પાસે આવી. તેણે સુલતાનને પોતાનાં ગળે લગાવી દીધો. સુલતાનનું ધ્યાન રોવા પરથી હટીને રોઝની ઉન્નત ઉરોજો પર પડતી ક્લિવેજ તરફ ગયું. રોઝે સુલતાનને પ્રેમથી દૂર કર્યો.

"શું થયું સુલતાન? તમે શાંત થઇ જાઓ. મને કહો. કદાચ કોઈ રસ્તો જડી જાય." રોઝે શાંતિથી સુલતાનને સમજાવતાં કહ્યું.

"રોઝ, મારું સત્ય જાણ્યા બાદ પણ આપ મારી દોસ્ત બની રહેશો?" સુલતાને આંખમાં આંસુ સાથે પૂછ્યું.

"હા, સુલતાન તમે મારાં પહેલાં દોસ્ત છો. આ જંગલમાં હું કેમ જીવું છું એ હું જ જાણું છું. કાલે વર્ષો બાદ કોઈની સાથે વાત કરીને એટલી ખુશ થઇ છું કે આખી રાત આરામથી સુઈ શકી છું."

"રોઝ, આઝાદી મળ્યા બાદ લોકો ભાગલાં પાડીને રહેવા લાગ્યાં. હિન્દુઓનાં ઈલાકામાં મુસ્લિમ પર અત્યાચાર થયાં અને મુસ્લિમનાં ઇલાકામાં હિન્દુ પર. અમારાં ગામમાં પણ હિન્દુઓનો હુમલો થયો જેમાં અમે લોકો ત્યાંથી નાસી ગયાં. મારાં તાઉં, ખાલા, રૂકસાના, આમિર, અર્શી અને હું. અમે લોકો આશરો લેવા માટે આ જંગલમાં આવી ગયાં. આટલાં દિવસો તો બધું બરાબર રહ્યું પણ ગઈકાલે રાતે કોઈ અર્શીને ઉઠાવીને લઈ ગયું. અર્શી માત્ર સાત મહિનાની બાળકી છે. ખાલા ખૂબજ પરેશાન છે. તેમનું રોવાનું હું નથી જોઈ શકતો. મારી અમ્મીની સગી બહેન હતી એટલે તેઓ મને અમ્મી જેવો પ્રેમ આપે છે. તેમની સાથે શું કામ આવું થયું?!" આટલું કહી સુલતાન ફરી રોવા લાગ્યો અને પોતાનાં આંસુને લુછતો રહ્યો.

"સુલતાન, તમે પહેલાં રોવાનું બંધ કરો. રોવાથી અર્શી પાછી નહીં આવી જાય. આ જંગલમાં એક વિચ રહે છે. આઈ ડોન્ટ નો તમે માનો છો કે નહીં! પણ આ સત્ય છે."

"વિચ એટલે શું?" સુલતાને આશ્ચર્યથી પૂછ્યું.

"વિચ એટલે એવી સ્ત્રી જે પોતાની સુંદરતા પામવા માટે માસુમ જીવોની બલી ચઢાવે. તે હંમેશા યુવાન બની રહેવા યુવાન બનેલાં લોકોનો શિકાર કરે."

"તો પછી એને યુવાની જ જોઈએ તો એ રૂકસાનાને પણ તો લઈ શકતી હતી. અર્શી શું કામ?"

"રેબીલોન દેવીને અર્પિત કરવા."

"મતલબ?"

"મતલબ કે જેમ આપણે ગોડને માનીએ છીએ તેમ વિચ રેબીલોન દેવીની આરાધના કરે છે. રેબીલોન દેવીને અર્પણ કરવા માટે વિચ નાના બાળકનો શિકાર કરે છે જેનાં લીધે રેબીલોન દેવી ખુશ થઈને વિચને વધુ શક્તિશાળી બનવાની તાકાત બક્ષે છે."

"વાઉં રોઝ. આપ તો ઘણું બધું જાણો છો." સુલતાને રોઝનાં વખાણ કરતાં કહ્યું.

"હા, કારણકે મેં એ વિચને જોયેલી છે." રોઝ શાંત સ્વરે બોલી રહી.

"કયારે?"

"હું નાની હતી. તે મને મારવાં માટે આવી હતી. તેનાં મુજબ હું આજનાં સમયની દુનિયાની સૌથી સુંદર છોકરી છું. જો હું દુનિયાની નજરમાં આવી તો વિચ મને અને મારી પૂરી ફેમિલીને તબાહ કરી દેશે. તેનો ત્યારે મકસદ માત્ર એટલો જ હતો કે હું દુનિયાથી દૂર રહું. મને નથી ખબર પણ મારાં પિતાજીએ એ વિચને કંઈક એવું કહ્યું હતું જેનાં લીધે તેણે તેનો વિચાર બદલી દીધો હતો. ન બદલ્યો હોત તો હું પણ..." ડચકારો બોલાવીને રોઝે પોતાનાં ગળેથી હથેળી ફેરવી દીધી.

"મને માફ કરી દો રોઝ. તમારાં ઝખમ મેં ફરી તાજા કરાવ્યા એ બદલ!"

"સુલતાન, વિચ વિશે હું માત્ર આટલું જ જાણું છું જેટલું મારાં પિતાજીએ મને જણાવ્યું હતું. જંગલમાં પણ ઘણાં લોકોની ગુમ થવાની વાતો કાને આવી હતી પણ શું થાય! મજબૂત માથાનો માનવી પણ નાજુક પરિસ્થિતિમાં તૂટી પડે છે."

"અમે પણ જયારે ગામમાં રહેતાં હતાં. ત્યારે પણ આવી જ ઘટનાઓ ઘટતી હતી. લોકોનું કહેવું હતું કે તે અહીંયા જંગલમાં જ રહે છે. રોઝ, તને એકલા કયારેય ડર નથી લાગતો?"

જવાબમાં રોઝ મુસ્કુરાઈ. તેણે હસતા કહ્યું, "ડર માત્ર એક અહેસાસ છે, જો તમે ડરથી દૂર ભાગશો તો એ તમારી પાછળ હાથ ધોઈને પડી જશે. ડરનો સામનો કરતાં શીખીશું તો જ જીવનમાં આવતાં ઝંઝાવાત સામે ઝઝૂમી શકીશું."

"રોઝ, કોઈ વસ્તુ તમે જાણો છો જેનાથી આ વિચથી બચી શકાય." સુલતાને ઉભા થઈને રૂમની બાલ્કની બહાર ઉભા ઉભા બહાર નજર કરતાં પૂછ્યું.

"કઈ વસ્તુથી બચી શકાય એ હું નથી જાણતી બસ એટલું જ જાણું છું કે જો કોઈ વ્યક્તિ રાતે સુતા પહેલાં અશ્વિની ફૂલની મહેકને પોતાની સાથે રાખે તો વિચ તેની તરફ વધુ આકર્ષાય છે, પણ એક વાત એ પણ છે કે એ ભલે શિકાર ગુપ્ત રીતે કરે પણ એ શિકાર તો તેની કોઈ નિયત સ્થાન પર આવીને જ કરતી હોય."

"તારો શિકાર કયારેય કોઈ પુરુષે કર્યો છે??" સુલતાન રોઝની બાજુ ફરી કાતિલ નજરનાં બાણ છોડતાં પૂછ્યું.

રોઝ પણ સુલતાનના સવાલનાં જવાબમાં થોડું મુસ્કુરાઈ અને શરમાઈને નીચું જોઈ ગઈ.

"તમે મારાં સવાલનો જવાબ ન આપ્યો." સુલતાન રોઝની બાજુમાં અડીને બેઠો. તેમની વચ્ચે એક વેંત જેટલું અંતર હતું.

રોઝ સુલતાનનાં કાન પાસે મોઢું લાવતાં બોલી, "હજુ હું પાક છું."

સુલતાન રોઝની હરકતથી થોડોઘણો શરમાયો.

"તો એને નાપાક કરવાની કોશિશ હું કરી શકું?" સુલતાન પણ રોઝની માફક રોઝનાં કાનોમાં બોલ્યો. જવાબમાં રોઝ ઉંધી ફરીને બેડ પર સુઈ ગઈ. તેની ફ્રોકના પાછળનાં ભાગ ઊંચો નીચો થવાથી તે ઉત્તેજિત થઇ રહી હતી એ વાત સુલતાને અનુભવી. તેની ગોરી ખુલ્લી પીઠ પર લાલ રંગનો તલ ઉપસેલો હતો. સુલતાને હાથ આગળ કરીને ફ્રોકની ચેન ધીરે ધીરે ખોલી અને એ સાથે જ રોઝનું શરીર અર્ધ નગ્ન બની ગયું. સુલતાન આટલાં સુંદર સ્ત્રીનાં સહવાસ પામવાનાં વિચાર માત્રથી જ એક વખત તો તૃપ્ત બની ચૂક્યો હતો પણ રોઝની સહમતી અને તેનાં અંગોપાગને જોઈને તેની કામવાસના ફરી જાગી ઉઠી હતી.

સુલતાને ધીરે ધીરે રોઝનાં શરીર પર ચૂમીઓ વરસાવાનું શરુ કરી દીધું એ સાથે જ રોઝનાં મોંઢામાંથી હળવી સિસ્કારીઓ બંધ રૂમમાં ગુંજી ઉઠી. સુલતાને રોઝને આગળ ફેરવીને તેની નાજુક ગરદન પર પોતાનાં દાંત ભરાવીને ખૂબજ ઉત્તેજિત કરી દીધી. રોઝનાં હોઠો પર પોતાનાં હોઠ મૂકીને તે પણ શરમ નેવે મૂકી નગ્ન બની ગયો અને રોઝની અતૃપ્ત કામવાસનાઓને તૃપ્ત કરવામાં લાગી ગયો. રોઝની ચીસો ઘરમાં ગુંજવા લાગી પણ સુલતાને તેનું મોઢું પોતાનાં હાથ વડે દબાવીને શાંત કરી દીધું. એ સાથે જ રોઝે આવેગમાં આવીને સુલતાનનાં હાથે દર્દ સહી શકાય એવો બટકો ભરી લીધો. સુલતાન દર્દથી કામ આટોપી રોઝની બાજુમાં આવીને સુઈ ગયો. રોઝ પણ કામવાસનાની ચરમસીમાએ પહોંચીને મીઠી નિંદમાં પોઢી ગઈ.

સુલતાન સુતેલી રોઝને મન ભરીને જોઈ જ રહ્યો. ચાદર પર લોહીનાં લાલ રંગ જોઈને સુલતાનને રોઝ પર વધુ પ્રેમ આવી ગયો. તેણે આગળ આવીને રોઝનાં કપાળ પર હળવું ચુંબન કર્યું. તેનું ધ્યાન અચાનક રોઝનાં ગળે લટકતા લોકેટ પર ગયું. તે લોકેટ જાણે ખૂલતું હોય એવું દેખાતું હતું. સુલતાનને કુતુહલ જાગ્યું અને તેણે તે લોકેટ ખોલીને જોયું તો સુલતાનનાં હોશ ઉડી ગયાં. તે તરત ઉભો થયો અને પોતાનાં કપડાં પહેરવા લાગ્યો. તેણે ખાતરી કરીને જોઈ લીધું કે રોઝ હજુ પણ ઘેરી ઉંઘમાં છે. તે રોઝ જ્યાં પ્રેય કરવા ગઈ હતી એ રૂમમાં પ્રવેશ્યો. તેણે આગળ આવીને રોઝ જ્યાં ઉભી રહીને પ્રેય કરતી હતી એ તરફ જોયું તો તેનાં પગ તળેથી જાણે જમીન ખસી ગઈ. સુલતાન ત્યાંજ નીચે બેસીને આઘાતમાં આવી ગયો.

ત્યાંજ પાછળથી રોઝનો અવાજ આવ્યો, "સુલતાન."