🌟🙏🏻જય શ્રી કૃષ્ણ મિત્રો,
હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી વાત, મારા વિચારો જે સંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ છું.
એવું જરૂરી નથી કે બધા જ મારા વિચારોથી સહમત હોય અને આ વાતથી હું પૂરેપૂરી સહમત છું.બધાના વિચારો અલગ-અલગ હોય છે અને બધા જ પોતાની જગ્યાએ સાચા હોય છે.આવી જ કંઈક વાત હું આ "એક અનોખો બાયોડેટા"માં કહેવા માગું છું તો ચાલો તમને થોડું આના વિશે જણાવી લઉ.
એ પહેલાં મારો તમને બધાંને એક પ્રશ્ન છે.
બાયોડેટા એટલે શું?
ખાલી બાયોડેટા જ નઈ Resume,CV નો મતલબ શું?
જવાબ:- જિંદગીનું નવું પ્રકરણ શરૂ કરતાં આપણી પોતાની ઓળખ આપતો પરિપત્ર.જેના દ્વારા સામેવાળો માણસ આપણને મળ્યાં પહેલાં આપણા વિશે થોડું ઘણું જાણી શકે.
મેં Resume અને CVને પણ બાયોડેટા સાથે સરખાવ્યા છે કેમ કે બાયોડેટા એ આપણને જીવનસાથી સાથેનો સંબંધ જોડવા માટેની ઓળખ આપે છે તેવી જ રીતે Resume અને CV આપણી ઓળખ કોઈ કંપનીવાળાને કે બિઝનેસવાળા ને આપે છે.એમાં પણ આપણે એક નવો જ સંબંધ શરૂ કરવા જઇ રહ્યા હોઈએ છીએ.
મારો બીજો પ્રશ્ન છે,
શું બાયોડેટામાં આપડે દર્શાવીએ છીએ આપણે ખરેખર એવા જ છીએ?
સાચું કહું તો આપણે શું છીએ,શું કરી શકીએ છીએ એ આપણે જ નથી જાણતા હોતા અને જ્યારે જાણી જઈએ ત્યારે કરવાનો સમય જતો રહ્યો હોય છે.કંઈ નહીં બઉ વિચારવાની જરૂર નથી,જાગ્યા ત્યારથી સવાર એવું માનીને આગળની વાત કરીએ.
ખરેખર તો આ બાયોડેટા,Resume અને CVમાં પોતે શું છે એના કરતાં વધુ સામેવાળા શું શોધી રહ્યા છે એ દર્શાવતાં હોઈએ છીએ, ચાહે એ કોઈ કંપનીના મેનેજર કે જે ઇન્ટરવ્યૂ લેવા બેસ્યા છે એ હોય કે કોઈ છોકરી/છોકરાના ઘરના સભ્યો જે બાયોડેટા જોઈને મળવું કે નહીં એ નક્કી કરે છે.
બાયોડેટા તો મેં માત્ર નામ આપ્યું છે ખરેખર હું જે વાત સમજાવવા માંગુ છું એ આને લગતી પણ થોડી અલગ છે.સંબંધ એ હમેશાં બે વ્યક્તિથી બને છે.અત્યારના સમયમાં જ્યારે લોકો નવા સંબંધની શરૂઆત કરતા હોય છે ચાહે એ સંબંધ બે મિત્રો વચ્ચેનો હોય,પતિ-પત્નીનો હોય કે કોઈ નોકરી-ધંધાના લીધે જોડતો સંબંધ હોય એમાં શરૂઆતમાં બંને લોકો સામેવાળાને ગમે એવું કરે છે.એને શું ગમે છે,શું નથી ગમતું,શું ભાવે છે,કેવી રીતે રહેવું ગમે છે એ બધું જાણીને પોતને પણ એના બરોબર બનાવવાનો પ્રયત્ન કરશે ભલેને પછી પોતાને ના ગમતું હોય એમ કરવું તો પણ કરશે.એ ભૂલી જાય છે કે પોતે શું છે,પોતાને શું ગમે,શું નથી ગમતું,કેમ રહેવું છે,પોતાની ટેવો-કુટેવો બધું જ બાજુમાં મૂકીને સામેવાળી વ્યક્તિની પ્રવૃત્તિ પર જ ધ્યાન આપે છે એને એની માટે કઈ પણ કરે છે.
મારું એ કહેવું છે કે કયા સુધી? ક્યાં સુધી તમે તમારાં સ્વભાવની વિરુદ્ધ વર્તન કરી શકશો?......એક અઠવાડિયું, એક મહિનો,છ મહિના,એક વર્ષ........ ક્યાં સુધી?
પછી શું થાય છે ખબર છે? હું કહું શુ થાય.
(નોંધ:-અહીંયા હું પહેલા માણસ માટે પોતાને અને બીજા માણસ માટે સામેવાળી વ્યક્તિ એમ કહીશ.)
આ થોડા દિવસ પોતાના સ્વભાવથી વિરુદ્ધ વર્તતા તે માણસ થાકી જાય છે.અત્યાર સુધી સામેવાળાની જ ઇચ્છાઓ પુરી કરતો માણસ હવે પોતે પોતાની ઈચ્છાઓ રજૂ કરે છે જે સામેવાળા માણસથી તદ્દન ભિન્ન હોય અને આ સામેવાળા માણસને તો ખબર જ નથી હોતી.એ તો બિચારો એ માણસને જ ઓળખે છે જે એના માટે કઈ પણ કરી જતો.પોતે સંબંધમાં હંમેશાં બધું આપતો માણસ હવે સામેવાળા પાસે આશાઓ રાખતો થાય છે કે એ પણ મારી ઈચ્છાઓ પૂરી કરે જેવી એને સામેવાળાની કરી હતી.અત્યાર સુધી જે સંબંધમાં એને ફક્ત આપ્યું હતું એમાં એ હવે મેળવવાની ઇચ્છા ધરાવશે.(ઇચ્છાઓ રાખવી એ કઈ ખોટી વાત નથી બધાને હોય મને તમને બધાને જ કંઈક ને કંઈક Expectations હોય જ છે.)અને જ્યારે એ ઈચ્છાઓ પુરી ના થાય એટલે પહેલો માણસ એનું અસલી રૂપ બતાવશે એ પેલા સામેવાળો માણસ વિચારતો હતો એનાથી અલગ જ સ્વભાવ છે અને આ અલગ સ્વભાવને સ્વીકારવામાં વાર તો લાગે જ ને?
બસ પ્રોબ્લેમ અહીં ઉભો થાય છે આ જે એકબીજાને સ્વીકારવા પૂરતો જે સમય જોઈએ છે એ સંબંધ માં લોકો એક-એકબીજાને નથી આપી શકતા અને મનમાં મૂંઝાયા કરે છે.
છેલ્લે શું થાય........................
છેલ્લે શું થાય છે?
શું એ સંબંધનો અંત છે?
શું દરેક સંબંધમાં આવી નાની-મોટી વાતોને લઈને પ્રશ્ન રહે જ છે?
આ પ્રશ્નો કે આવા બીજા પ્રશ્નો જે તમારા મનમાં ઘણી વાર થતા જ હશે.બસ એ પ્રશ્નોના જવાબ લઈને હું તમારી માટે આ "એક અનોખો બાયોડેટા"લઈને આવી છું.
એક અનોખો બાયોડેટામાં તમને લવ સ્ટોરી,ફ્રેન્ડશીપ,ઝગડો,સમાધાન આવું ઘણું બધું જોવા મળશે અને સાથે મારો આ સ્ટોરી લખવા પાછળનો હેતુ પણ સમજાશે.
જય શ્રી કૃષ્ણ🌟🙏🏻